Zankhna - 66 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 66

Featured Books
Share

ઝંખના - પ્રકરણ - 66

ઝંખના @પ્રકરણ 66

ગીતા કમલેશભાઈ નો આભાર માનતાં બોલી ભાઈ આટલુ બધુ કરવાની કયા જરુર હતી ,ને તમે કહો છો મારી મહેનત નુ ફડ ? આવુ તો હોતુ હશેવ,...તમે મને ઘરના એક સભ્ય ની જેમ રાખી છે ને મે પોતાનુ ઘર સમજી ને મારી ફરજ નિભાવી છે ,ભાઈ તમારા એટલા બધા અહેસાન છે મારી પર કે હુ સાત જન્મ પણ ઓછા પડે .....મંજુલા બેન બોલ્યા બસ હવે ગીતા કયાં સુધી આમ અહેશાન આહેશાન બોલ્યા કરીશ?
કામીની તારી એકલી ની દીકરી છે અમારી કયી નથી?
અમને ભગવાન એ બે દીકરા જ આપ્યા છે ને તે દિકરી આપી છે , ને એનુ બાળપણ પણ અમારા આગણે વીતયુ છે ,એણે પણ દીકરી હોવાનુ
ફરજ પણ બજાવયુ છે તો હવે આજે અમારો વારો હતો ફરજ બજાવવાનો.....
ને અમે એજ કરયુ છે ,....એટલે આજ પછી હવે આ વિષય પર કોઈ ચર્ચા ના કરતી ,ને હા લે આ તારી બુટી પહેરી લે કાન સુના સારા નથી લાગતા......
બીજા દિવશે જયા બેન કામીની અને સુમન બેન ને લયી કામીની ના લગ્ન ની શોપિંગ કરવા નીકળી પડયા
સાડીયો ની શોપ મા થી લગ્ન ના દિવશે પહેરવા માટે સરસ
લાલ રંગ નુ પાનેતર લીધુ ને બીજી દશેક સાડી ઓ ને ડ્રેસ પણ પણ ખરીદી લીધા ,
કામીની એ જીંદગી મા પહેલી વાર આટલુ બધુ શોપીંગ એક સાથે કર્યુ......
આટલી મોધી સાડીઓ ને ડ્રેસ એણે કયારેય લીધા નહોતાં, એ મનોમન ખુશ થયી રહી હતી કે કમલેશભાઈ નુ ઘર એનુ પિયર જ થયી ને રહયુ ,એમણે દીકરી માની ને લગ્ન માટેનો ખર્ચ ને આટલા કીમતી ઘરેણાં કરાવી આપ્યા, જેવા મીતા ને સુનિતા ને આપ્યા હતાં એવા જ ,એટલે સારુ થયુ મે મારી ભુલ સુધારી લીધી ને વંશ સાથે સબંધ તોડી નાખ્યો....ને પિયર ને પિયર જ રહેવા દીધું, નાસમજણ ને નાદાનીયત મા ભુલ થયી ગયી હતી ,ને એ વાત થી કમલેશકાકા ને ઘણી તકલીફ પડી ને બહુ દુખી પણ કર્યા, એ છતાં એ એમણે મને કે મારી મા ને એક શબ્દ એ ના કહ્યો, મારી પાછળ આટલો ખર્ચો કર્યો, પહેલા હોસ્પિટલ અને હવે લગ્ન નો ,.... કામીની ને આમ ખોવાયેલી જોઈ ને જયા બેન બોલ્યા કામીની કયાં ખોવાઈ ગયી ?
લે આ ચુડો તો પહેરી જો...
ને કામીની વાસ્તવિકતા મા પરત ફરી ને લગ્ન નુ ચુડો ને બીજી મેચીંગ બંગડી ઓ ખરીદી....કટલરી ,મેકપને ઘણુ બધુ ખરીદી લીધુ , .....
મયંક દિવસ મા ત્રણ થી ચાર વખત કામીની ને ફોન કરતો હતો એતો આ લગ્ન થી બહુ જ એકસાઈડ હતો ...એણે પણ કામીની માટે સોનાનો એક નેકલેશ ને સરસ મંગલસૂત્ર ખરીદ્યું,...એ બહુ જ ખુશ હતો કે કામીની જેવી સુંદર ને નાની ઉંમર ની સરસ છોકરી જીવનસાથી મડી ,ને કમલેશભાઈ ને મડયા પછી એ સમજી ગયો કે કામીની ને લગ્ન મા સારુ એવુ દહેજ પણ આપશે ,
આ વાત થી પણ ખુશ હતો
મનોમન મીતા ને યાદ કરી આભાર માનતો કે આજે એ જે પણ કયી છે એ મીતા ના કારણે જ છે ,....ખોટા પ્રેમ નુ નાટક કરવુ પડયુ ને મીતા ને જોરદાર ઝટકો આપ્યો, દગો આપ્યો.... સાલુ એના જેવી છોકરી તો કયાંય ના મડે ,કેટલુ બધુ લયી ને આવી હતી ઘરેથી ....મે ભલે પ્રેમ નુ નાટક કર્યુ પણ એણે તો મને સાચો પ્રેમ કર્યો હતો ને મારી પર આધંડો વિશ્વાસ પણ કર્યો હતો ,....આ બાજુ
કમલેશભાઈ ને મંજુલા બેન ગીતા સાથે ગાડી લયી ને ગયી કાલે સવાર થી ગયેલા મોડી રાત્રે પરત ફર્યા એ જોઈ ને વંશ નુ મન ચકડોળે ચઢયુ હતુ ,...એ વિચારી રહ્યો હતો કે પપ્પા શહેરમાં ગીતા માસી ને સાથે લયી ને જાય એટલે ચોકકસ કયી જરુરી કામ હોય તો જ જાય ,....કામીની ને કયી થયુ તો નહી હોય ? એની તબિયત તો સારી હશે ને ?..
એ ગયી એ પછી એણે મારી સાથે એક વાર પણ ફોન મા વાત નથી કરી....એ મારો ફોન તો નથી જ ઉપાડતી પણ આ વખતે શુ થયુ હશે ? મારે કામીની સાથે વાત કરવી જ પડશે .....એમ વિચારી વંશ એ એક મિત્ર ના નંબર પર થી ફોન કર્યો,....મયંક નો નંબર સેવ કરેલો હતો તો આ અજાણ્યો નંબર કોનો હશે ? કદાચ મયંક નો બીજો નંબર હોઈ શકે એમ
વિચારી એણે તરતજ ફોન રીસીવ કરી લીધો , હેલો, કોણ ? હુ વંશ બોલુ છું, કામુ ...મારો અવાઝ પણ ભુલી ગયી ? મારે તારી સાથે કોઈ વાત નથી કરવી ફોન મુકી દો ,....બસ બે મીનીટ, જો ફોન મુક્યો છે તો તને મારા સમ છે ........
ને કામીની મજબુર થયી ગયી ફોન પર વાત કરવા માટે .... બોલ શુ હતુ ? કેમ ફોન કરવો પડ્યો? કામુ આઈ એમ સોરી ,....પહેલા તો હુ તારી માફી માગું છું....
મારા કારણે તને બહુ તકલીફ પડી ,બહુ સહન કરવુ પડયુ ને મારા લીધે તારે તારી મમ્મી થી પણ દુર થવુ પડયુ ,આ બધા માટે જવાબદાર હું જ છું......
તારી ડીલીવરી સમયે તારી તબિયત બગડી હતી ત્યારે મને તારી બહુ ચિંતા થયી હતી ને આપણા બાબા નો ફોટો મે પપ્પા ના ફોન મા જોયો હતો એ જોઈને પણ ખૂબ રડ્યો હતો ,તને વિશ્વાસ ના હોય તો ગીતા માસી ને પુછી જોજે મને પણ કેટલી બધી તકલીફ પડી હતી ,હુ ખુબ દુખી થયો હતો ને હુ એ સમયે સીડીઓ પર થી પડી ગયો હતો ને એક મહીનો બેડરેસટ મા હતો ,... એ સાંભળી ને કામીની બોલી ઊઠી તમને બહુ વાગયુ તો નથી ને ,હવે કેવુ છે ? મટી ગયુ ને ? હા કામુ એક મહીનો ઉભો થયી શકયો જ નહોતો એટલે તને મડવા ત્યા સંસ્થા મા આવી ના શક્યો, તને એમ થયુ હશે કે હુ તને ભુલી ગયો ,મને તારી કોઈ ચિંતા નથી ને મે તને એકલી ને સંકટ સમયે એકલી છોડી દીધી ,...પણ એવુ કયી જ નહોતુ .... હુ પોતે એ સમયે ખાટલે પડ્યો હતો ,પગ મા ફ્રેક્ચર હતું.....મયંક ની વાત સાંભળી ને કામીની થોડી ઢીલી પડી અને એના મન ની ગેરસમજ દુર થયી ....એણે તો વંશ વિશે એવુ જ વિચારી લીધુ હતુ કે ...વંશ એની સાથે દગો કર્યો છે ને પોતાને પ્રગનેટ કરી ને પછી દુખ વેઠવા માટે એકલી પારકાં લોકો ની વચ્ચે છોડી દીધી હતી અને એક વાર પણ મારી ખબર જોવા પણ નહોતો આવ્યો,.....આ બધી જ ગેરસમજણ દુર થયી ને એને પોતાની ભુલ સમજાઈ ....ને બોલી સોરી વંશ ,મને પણ તારી અકસ્માત ની વાત ખબર જ નોતી ને તે મને વાયદો કરી ને મડવા ના આવ્યો એવુ સમજી ને દુખી થયી ગયી હતી ,....પણ આજે વંશ સાથે વાત કરવાથી એના મન ની ગેરસમજ દુર થયી ગયી
વંશ એ પુછ્યુ કામુ કાલે મમ્મી પપ્પા ને ગીતા માસી બધા ત્યા આવ્યા હતાં, તારી પાસે ? મે એ જાણવાં જ ફોન કર્યો કે તને સારુ તો છે ને તબિયત તો નથી ખરાબ ને ?? ...ના ના એવુ કયી નથી, એચયુલી કમલેશકાકા જયા બા ને મારા લગ્ન ની જવાબદારી આપી ને ગયા હતાં ને જયાં બા એ એક છોકરો બતાવ્યો, એ જોવા આવ્યા હતાં ને બધા ને ગમી ગયુ છે ને , આવતી કાલે કોર્ટ મેરેજ છે મારા ....મયંક સાથે....કામીની ની વાત સાંભળી ને વંશ થોડો ટેન્શન મા આવી ગયો , ઢીલો થયી ગયો ,એની કામીની બીજા કોઈ સાથે લગ્ન કરવા જયી રહી છે ,બીજા કોઈ ની પત્ની બની જશે ,.... પણ શુ થાય ? પોતે પણ મીતા સાથે લગ્ન કરી સેટ થયી ગયો છે તો પછી કામીની કેમ લગ્ન ના કરે ? એને પણ અધિકાર છે ખુશ થવાનો ...કોઈ ની પત્ની બનવાનો... પણ વંશ એ છતાં એ મનમાં દુખી થયો ને આંખો મા આશુ આવી ગયાં
પણ એણે પોતાની જાત ને સંભાળી લીધી ને બોલ્યો, સરસ,અભિનંદન કામુ ,....કયાં નો છે એ છોકરો ? યુ.પી.નો છે ,પણ અંહી શહેરમાં જ છે ને ઘર નો ફ્લેટ પણ છે... ને સારી જોબ પણ છે ,બધુ નકકી થયી ગયુ છે ,કમલેશકાકા કાલે પાછા આવવાના છે લગ્ન માટે ,કોર્ટ મેરેજ છે એટલે વિટનેશ મા સહી કરવા .....હમમમ....તુ ખુશ છે ને કામુ આ લગ્ન થી ? મયંક સારો છોકરો છે ,તને ગમે તો છે ને ?... ને કામીની બોલી હુ લગ્ન કાકા ને મારી મમ્મી ના કહેવાથી કરી રહી છું....મારી મરજી નુ આમ પણ શુ ચાલે ? મે જીંદગી મા પહેલી ને છેલ્લી વાર પ્રેમ કર્યો છે તને ને માત્ર તને જ..
લગ્ન કરવા એ મારી મજબુરી છે ,મારી મમ્મી એ પણ બહુ દબાણ કર્યુ છે.... ને આમ પણ કયાં સુધી આ સંસ્થા મા પારકા લોકો સાથે રહેવુ?
તારી વાત સાચી છે, હવે આપણા પ્રેમ નો કોઈ ,....આટલુ કહી અટકી ગયો ,...કામીની એ ઘરમાં બધા કેમ છે ને કેવુ ચાલે છે એ પુછ્યુ, બસ એવુ જ .....એક તારી ખોટ વરતાય છે ,તને જોયે મહીનાઓ થયી ગયા, બહુ મન છે તને જોવાનુ .....પણ હવે તો તારા લગ્ન થવા જયી રહ્યા છે એટલે તને મડવાનુ વિચારાય પણ નહી.....ને કામીની વચ્ચે જ બોલી ઉઠી
ના ના ,એવુ સાહસ કરવાની જરુર નથી ,ભુલ થી પણ કમલેશકાકાને ખબર પડી જાય તો ખોટુ ....હુ હવે એવુ કોઈ જોખમ લેવા નથી માગતી ....ચલ ફોન મુકુ વંશ
વેઈટીંગ મા કયાર નોય મયંક નો ફોન આવે છે ,....એને શક પડશે ખોટો , ને કામીની એ ફોન મુકી દીધો....વંશ કામીની ના લગ્ન ની વાત સાંભળી ને દુખી થયી ગયો ,
કામીની વંશ નો પહેલો પ્રેમ હતી ,ને એની પ્રેમિકા હવે બીજા કોઈ ની પત્ની બનવા
જયી રહી હતી....એ બેચેન થયી ગયો ,એક વાર કામીની ને મડવાનો કે એને જોવાનો પણ મોકો ના મડયો, બસ આવતી કાલે જ કામીની ના લગ્ન છે ને લગ્ન પછી તો આ શકય જ નથી.....વંશ પોતાના નસીબ ને દોષ આપી રહ્યો....ને કામીની મયંક સાથે લગ્ન જીવન ના સપનાં જોઈ રહી હતી....
ને ફોન મા મયંક સાથે વયસત હતી ,.....દિલમા તો મયંક જ હતો પણ જીવનસાથી મયંક બની રહ્યો હતો ,....કામીની ના લગ્ન મયંક સાથે થયી તો જશે પણ શુ કામીની નુ લગ્ન જીવન સુખી થશે કે કેમ એ જાણવા માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 67 ઝંખના....

લેખક @ નયના બા વાઘેલા