Zankhna - 74 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 74

ઝંખના @ પ્રકરણ 74

ગયી વખતે કામીની ની ડીલીવરી સમયે પોતે હાજર નહી રહી શકવાનાં કારણે કામીની નુ શીશુ ગુમાવવુ પડ્યુ હતુ એટલે આ વખતે જયા બેન એ સંસ્થા મા મોટા બેન ને મુકી ને પોતે કામીની ના ઘરે જ રોકાઈ ગયાં હતાં....આ વખતે એ કામીની ની ખુબ જ તકેદારી રાખતા હતાં....છેલ્લા મહીના ચાલુ થયી ગયા હતાં એટલે કામીની એ બયુટીક મા જવાનું બંધ કરી દીધુ હતુ
સુમન બેન ને બીજો સટાફ સારી રીતે કામીની ને હેનડલ કરતાં હતા એટલે કામીની ને ચિંતા નહોતી....કામીની અને જયા બેન બન્ને બહુ ખુશ હતા ,જયા મા એક સગી મા ની જેમ કાળજી રાખતા હતાં....ગીતા બેન પણ બે ચાર દિવશે કામીની ની ખબર પુછી લેતા ,કમલેશભાઈ ને મંજુલા બેન પણ પુછી લેતા
પણ મીતા સાથે જે દુર્ઘટના બની એટ વાત કામીની થી છુપાવી હતી ,....કેમકે કામીની ટેન્શન લે ને એના શરીર ને નુકશાન પહોંચે એટલે જ વાત છાની રાખી હતી .... એક દિવશ ઓફિસ ના મિત્રો એ મયંક પાસે , એના પિતા બનવાની ખુશી માટે શહેરની એક મોટી હોટલમાં પાર્ટી માગી હતી ને મયંક બહુ ખુશ હતો એટલે હા પાડી દીધી ,કયી હોટલમાં જમવા જવુ એ મિત્રો એ નક્કી કર્યુ હતુ ,ને ટેબલ પણ બુકિંગ કરાવી દીધુ હતુ ,આખી ઓફિસ નો સટાફ ઈનવાઈટ કર્યો હતો...
કામીની ની તબિયત તો ઓકે હતી એટલે મયંક એ કામીની અને જયા બેન ને પણ પરાણે તૈયાર કર્યા હતાં.....
ગંગા બા ઘર સંભાળવા ઘરે જ રોકાવાના હતાં....કામીની સરસ ગ્રીન કલર ની બાધંણી પહેરી તૈયાર થયી ને મયંક એ ઘણાં દિવશ પછી વાડ અને દાઢી કરાવી હતી એટલે એનો લુક પહેલા જેવો હતો એવો જ થયી ગયો હતો.....
ખુશી નો માર્યો મયંક પહેલા ની ઘટના અને ભુતકાળ ભુલી જ ગયો હતો ,એને તો કયાર ના સમાચાર મડી ગયા હતાં કે મીતા ના લગ્ન કોઈક ગામડાં મા થયી ગયા છે ,ને મયંક એ વાત થી અજાણ હતો કે એના પર ત્રણ વ્યકિત ઓ એ પોલીસ મા ફરિયાદ નોંધાવેલ છે......
મિત્રો એ હોટલ નુ એડ્રેસ વોટશપ માં સેન્ડ કરી દીધુ ...
મયંક કામીની અને જય મા સાથે ગાડી લયી ને હોટલ જવા નીકળ્યો ,બધા ત્યા જ ભેગા થવાના હતાં, માયા પણ પતિ ધવલ સાથે જવા નીકળી....આ બાજુ મીતા જે હોસ્ટેલ મા રહેતી હતી એ હોસ્ટેલ મા રસોઈયા ની તબિયત ખરાબ હતી એટલે બધા મિત્રો જે સરથાણા ના હતાં એ રવિ ,રીટા ,રીના ,વિશાલ ,રવિ ,નમન ,મહેશ ને બધા એ પણ એજ હોટલમાં જમવા જવાનો પોગ્રામ બનાવ્યો હતો ,.....મયંક એ ફોન મા એડ્રેસ વાચયુ હોટલ નુ પણ એ એની ધુન મા ને ખુશી મા ગાડી ચલાવી રહ્યો હતો ,એને એ પણ ભાન ના રહ્યુ કે એ કોલેજ ,હોસ્ટેલ ની નજીક પહોંચી ગયો છે ..
મયંક હોટલ ના પાર્કીંગ મા આવી ગયો ,.....મિત્રો એ શાનદાર હોટલ મા મોટા ભાગના બધા ટેબલ બુક કરાવી રાખ્યા હતાં....ખાલી
ત્રણ, ચાર ટેબલ ખુણાના બાકી હતાં,....ને મીતા ના ગામ નુ એનુ ફ્રેન્ડસરકલ પણ એજ હોટલમાં જમવા જવાનો પોગ્રામ બનાવ્યો હતો,.....મયંક ના મિત્રો એ કામીની નુ સ્વાગત કર્યુ ને બન્ને દંપતી ને મમ્મી પપ્પા બનવા જયી રહયા છે એ માટે અભિનંદન અને શુભેચ્છાઓ આપી ને ઘણા મિત્રો એ કામીની ને ગિફ્ટ પણ આપી ,.....લગભગ પાંત્રીસેક જેવા મિત્રો ને મયંક કામીની ને જયા બેન બધા પોતાની જગ્યા એ ગોઠવાયા
ને થોડી જ વાર મા ત્યા રવિ,વિશાલ ,મનન,મહેશ રીટા ને રીના ને બીજા મિત્રો એ જ હોટલ મા આવ્યા ને ખુણાના ચાર ટેબલ પર ગોઠવાયાં ને ગુજરાતી ડીશ નો ઓડર આપ્યો..... મયંક બહુ ખુશ હતો ને કામીની પણ બહુ ખુશ હતી માયા સાથે મજાક મસ્તી કરી રહી હતી ....જમવાનો ઓડર અપાઈ ચૂક્યો હતો....વિશાલ રવિ ને રીટા કોલેજ ની ને મીતા ને યાદ કરી એની જ વાતો કરી રહ્યા હતાં, રીટા બોલી યાર મીતા ની કમી પડે છે ,મીતા હોત તો હોટલ નુ બીલ તો એજ ચુકવી દે ...એમ વાતો કરતાં કરતાં વિશાલ અને રીટા ની નજર છેક પેલા ખુણે બેસેલા મયંક પર પડી ને બન્ને ચમક્યા.....એ મનન,મહેશ રીના જુઓ તો પેલા ખૂણામાં પેલો મયંક જ છે ને ??? કોઈક છોકરી ને એક બે મહિલા ઓ પણ છે,
ને બધા મિત્રો એ જોયુ ને ખાત્રી થયી કે એ મયંક જ છે ,....વિશાલ ને રવિ ને ગુસ્સો આવ્યો કે ત્યા જયી મયંક ને મારે ,....પણ રીટા એ એમ કરતાં રોક્યા ને કહ્યુ એમ કરવાથી કયી નહી થાય
ઉપર થી મયંક હાથમા થી છૂટી જશે ,દોઢેક વર્ષ પછી આજે દેખાયો છે , અત્યારે જોશ થી નહી હોશ થી કામ લેવાનુ છે ,....એ એના મિત્રો ને કદાચ પેલી એની પત્ની લાગે છે ,એ બધા સાથે છે..
એક કામ કરો ,આપણે જયાં ફરિયાદ લખાવી છે એ પોલીસ સ્ટેશન માં ફોન કરી હોટલનુ સરનામુ સેન્ડ કરી પોલીશ ને બોલાવી લયીએ ,ને કોલેજ ના પ્રિન્સીપાલ ને હોસટેલ ના મેડમ ને પણ જાણ કરી અંહી બોલાવી લયીએ ,ફરીયાદ એ બન્ને એ કરી છે આ ફ્રોડ મયંક ની અને મીતા ના પપ્પા પરેશભાઈ એ પણ કેશ કર્યો છે, પણ હાલ એમને જાણ નથી કરવી....ખોટુ મીતા અત્યારે પ્રગનેટ છે ને પરેશ કાકા ચિંતા મા પડશે ,રીટા ને મીતા ના મીસકેરેજ વાડી વાત થી અજાણ હતી......વિશાલ ફોન લયી હોટલ ની બહાર ગયો ને પહેલા એજ એરીયા ના પોલીશ સટેશન મા મયંક વિશે જાણકારી આપી દીધી ને જલદીથી આવવા જણાવ્યું ને કોલેજ ના પ્રિન્સીપાલ ને હોસટેલ ના મેડમ ને પણ એ હોટલ મા આવવા નુ કહી દીધુ ,જેથી મયંક છટકી ના શકે , સાબીતી અને ફરીયાદ નોંધાવનાર હાજર હોય તો મયંક ની કોઈ છટકબારી રહે જ નહી,....ફોન કરી વિશાલ અંદર આવ્યો ને બધા મિત્રો એ જમવાનુ આવી ગયુ એટલે જમવાનું ચાલુ કર્યુ,
ને મયંક ના મિત્રો પણ મજાક મસ્તી કરતાં જમવાનું
ચાલુ કર્યુ....વિશાલ નુ ગ્રુપ જમતાં જમતાં મયંક પર નજર રાખી રહ્યા હતાં...કે મયંક જમીને નીકળી ના જાય ,આજે આ ઠગ ને કીસી કિમંત પર છોડવાનો નથી ,એણે આપણા ગામ ની છોકરી ની જીંદગી સાથે ખિલવાડ કરી એને બરબાદ કરી હતી ,આ નાલાયક ના કારણે મીતા નુ ભણવાનું સપનુ પણ અધુરુ રહી ગયુ ને આટલા જલદીથી લગ્ન પણ કરવા પડ્યા ને એ પણ ગામડાં મા.....પરેશકાકા નુ કરોડો રુપિયા નુ કરિ ને ભાગી ગયો હતો આ નાલાયક...આને તો આજે ગમે તે થાય આજ જાહેરમાં જ ઐકસપોઝ કરવો છે ને જેલભેગો કરવો છે .........
રીટા બોલી ,એની બાજુ મા બેઠી એ છોકરી તો જો ,કેટલી સુંદર ને માસુમ છે ને કદાચ પ્રગનેટ પણ લાગે છે ....એની બાજુ માં એની મમ્મી પણ લાગે છે ,એને બીચારી ને તો ખબર પણ નહી હોય કે એના લગ્ન કેવા મહાઠગ સાથે થયી ગયા છે..
આ છોકરી નુ જીવન પણ આ મયંક એ બરબાદ કરી નાખ્યુ છે.....એના આવનારા બાળક ની જીંદગી પણ બરબાદ થયી જશે ,.....હે ભગવાન આવા નાલાયક માણસ ને તમે સાથ કેમ આપ્યો,....મીતા ની જીંદગી બગાડી ને હવે આ માસુમ છોકરી ને ગર્ભવતી કરી ને બગાડી....એ તો સાવ અજાણ હશે આ નાલાયક ના કરતુતો થી..............
મયંક એની મસ્તી મા મસ્ત હતો એ અજાણ હતો કે એનો ભુતકાળ એને આજે ભારે પડવાનો છે ,ને આમ ખુલ્લે આમ ઓફિસ ના સ્ટાફ ને પત્ની કામીની સામે દુનિયા સામે એનો ભાંડો ફૂટી જવાનો છે ને એ સીધો જેલભેગો થવાનો છે ,......
સરસ મજાના લક્ઝુરીયસ ફ્લેટ અને ગમતી કાર,સરસ જોબ અને કામીની જેવી સુંદર પત્ની, આવનાર બે બાબા ,આહહહહા,બસ મારુ જીવન નો સ્વર્ગ થી પણ સુંદર છે ,એવા અભિમાન મા એ રાચતો હતો....મયંક ને ખૂશ જોઈ કામીની બહુ ખુશ હતી ,મયંક ના કારણે જ એ બિઝનેશ વુમન બની ગયી હતી , પોતાનુ શાનદાર બયુટીક બનાવ્યું હતુ ,....ને કામીની ને ખુશ જોઈ ને જયાં મા પણ ખુશ હતાં કે
હાશ ,આટલા સંકટો ને દુખ પછી પણ કામીની ના જીવનમા સુખ આવ્યુ,......પણ એમને કયાં ખબર હતી કે આ સુખ તો થોડા સમય પુરતુ જ હતુ ,...
હવે મયંક નુ શુ થશે ને કામીની ના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ ઝંખના 75

લેખક @ નયના બા વાઘેલા