Karmnisht - 1 books and stories free download online pdf in Gujarati

કર્મનિષ્ઠ - ભાગ 1

ભાગ - ૧
(વ્યક્તિત્વ ) સોહમ બ્રહ્મભટ્ટ

સંઘર્ષ વગર જીવનમાં સફળતા શક્ય નથી. સંઘર્ષ જીવનનો એ પાયો છે જેમાં જીવનની ઊંચમા ઊંચી ઇમારત ચણી શકાય છે.
આજે જે વ્યકિતની વાત આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. એ વ્યક્તિએ સંઘર્ષશબ્દ નો પર્યાય બદલી નાખ્યો છે.
આ નવલકથા સત્યઘટના પર આધારિત છે. પરંતુ તેમાં સ્થળનું નામ બદલેલ છે.
ભાવનગર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ મહુવા જે ગુજરાતના કાશ્મીર તરીકે પણ જાણીતું છે. મહુવા ગામમાં ધાવડી ચોક થી થોડે દૂર આવેલ પંચશીલ શેરીમાં ઈમાનદાર, નૈતિકતાના ગુણથી ભરેલ, બીજા માટે હંમેશા પોતે નયોચ્છાવર થઇ જનાર ભણેલ ગણેલ જેમને જોતા જ એક અનેરું વ્યક્તિત્વનું તેજ ધરાવતા એવા વિરેન્દ્રભાઈ રહેતા હતા.
વિરેન્દ્રભાઈ બાળપણ થી જ ભણવામાં ખુબજ હોશિયાર. કાગળ પર એમની કલમ પડે એટલે શબ્દો જાણે કુદરતની જેમ સોળે કળાએ ખીલી ઉઠ્યા હોય એવું પ્રતિતી થાય એવા સુંદર એમના અક્ષર. સ્કૂલે જવાનું સમયસર લેશન કરી લેવાનું સાથે સાથે પિતાજીને દરેક કાર્યમાં મદદગાર પણ થવાનું. માતા સાથે વ્યવહારિક વાતો કરવાની સમજણ બાળપણથી જ વિકસેલી. વિરેન્દ્રભાઈ ને એમની માતા વિરા કઈ બોલાવતા.
વિરેન્દ્રભાઈને એક મોટા ભાઈ જેમનું નામ દેવેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ ભણવામાં ખુબ હોશિયાર દરેક કામકાજે યોગ્ય બુદ્ધિ પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ . માતા પિતાને મદદ કરે. એમ કહી શકાય કે કુસુમબેને ગયા જન્મમાં બહુ પુણ્ય રળ્યા હશે એટલે ઈશ્વરે આવા હોનહાર બે દીકરાઓ આપ્યા, એ કહેવાનું રઈ ગયું, " કુસુમ બેન એટલે વિરેન્દ્ર અને દેવેન્દ્રના માતાશ્રી. " હજુ પરિચય મોટો છે આમનો. વિરેન્દ્ર અને દેવેન્દ્રને ૨ બહેનો એકનું નામ મીનાબેન ( જે બધામાં મોટા ) બીજા બેનનું નામ લલિતાબેન.
આ ચાર ભાનેડામાં વિરેન્દ્રભાઈ સૌથી નાના. પણ સમજણ શક્તિ આવડતમાં બધાથી મોટા. એમના પિતા હિંમતભાઈ જે નોકરી કોર્ટ ( ન્યાયાલય)માં કરતા. એ પણ સ્વભાવે સરળ વ્યક્તિ.
વિરેન્દ્રભાઈ સ્વભાવે નારિયેળ જેવા હતા બહારથી કઠોર પણ અંદરથી સાવ કોમળ. એમનો આત્મવિશ્વાસ અને કશું કરી છૂટવાની હિંમત એમના જેવી આજ સુધી મેં ક્યાંય જોઈ નથી. ધોરણ 5માં આવ્યા ત્યારથી એ જીવન પ્રત્યે ગંભીર હતા. જે ઉંમરે છોકરાવ શેરીઓ ગજાવતા હોય તે ઉંમરે વિરેન્દ્ર નવા નવા વિચારો પોતાની પાસે રાખેલી ડાયરીમાં લખતા. અને એ વિચારો પુરા કરવા માટે યોગ્ય મહેનત કરતા...અને હા, તોફાની બહુજ ગમે તેના માથા ફોડી આવે પછી કુસુમબેન જઈ બધું થાળે પાડતા .
હા એક વાત અનોખી હતી વિરામાં કે એ નવા નવા કપડાં ના બહુજ શોખીન હતા. એ સમયમાં મિશુન ચક્રવતી અને અમિતાભ બચ્ચનના ફિલ્મો ઘણા લોકપ્રિય થયેલા એમાં વિરેન્દ્ર તો બચ્ચનના ફિલ્મો પાછળ પાગલ થયેલો.નાનપણ થી જ એમનો ફેન બની ગયેલો. એમાં....
કુસુમબેન સ્વભાવના બહુજ કડક શેરીમાં કોઈ કુસુમબેનનું નામ ના લઇ શકે. ગમેં તેવો મર્દ મૂછળ હોય એ પણ કુસુમબેનની એક રાડ પડે એટલે એને દુમ દબાવી ભાગવું પડે .એ એરિયામાં સ્ત્રીને કોઈ હેરાન કરતું હોય, કંઈપણ તકલીફ હોય એટલે કુસુમબેનને જરૂર યાદ કરે. એમની જગ્યાએ એમના પતિ હિંમતભાઈ સાવ સરળ કોઈ સાથે લડાઈ ઝઘડો પસંદ નહીં. મને લાગ્યું આ ક્યાંક કુસુમબેનનો ડરતો નથી ને 😀

ઘરમાં ચાર ચાર નાના દીકરા દીકરીઓ પોતે બે જણા એમાં હિંમતભાઈ કોર્ટમાં નાના પગારે નોકરી કરે, કુસુમબેન સીઝનમાં અથાણાં પાપડનો નાનો મોટો ધંધો કરે એમાં ઘરનું ગાડું ચાલતું. પણ બન્ને પતિ પત્નીનું મેનેજમેન્ટ એવું કે ઘરમાં દરેક વસ્તુ વ્યવસ્થિત કોઈ વસ્તુની કમી નહીં. અને સંતોષી સ્વભાવ તો ખરો જ.
આગળ કહેવાનું એ તો રહી જ ગયું કુસુમબેનની વાતમાં કે વિરેન્દ્રને ફિલ્મોનો ગાંડો શોખ હતો એમાં એકવાર અમિતાભ બચ્ચનના ફિલ્મમાં એણે એક ટીશર્ટ પહેરેલું એ ટી શર્ટ વિરેન્દ્રને એટલું ગમી ગયું કે બસ એ જોવે એટલે જોવે. ઘરે આવી કુસુમબેન ને કીધું, " મમ્મી મારે પેલું બચ્ચન જેવું ટી શર્ટ જોતું છે. મેં ક્યારેય કોઈ જીદ્દ નથી કરી એક નાની જીદ્દ છે "".
કુસુમબેન," વિરા ટાઢો પડી જા શાંતિ રાખ હું અને લલિતા બહાર જવાના છીએ તો ત્યારે મળશે તો લેતા આવીશું. "
આ સાંભળી તો વિરેન્દ્ર ઉછળવા લાગ્યો.
થોડા દિવસ પછી કુસુમબેન અને લલિતા બન્ને કરિયાણું તથા અન્ય જરૂરી ચીજ વસ્તુની ખરીદી કરવા ગયા સાથે ટી શર્ટ શોધવા માટે આખા મહુવામાં બઘે ફર્યા પણ ક્યાંય મળ્યું નહીં. કુસુમબેન, " લલિતા ટી શર્ટ નહિ મળે તો વીરો દુઃખી થઇ જશે ક્યાં શોધવું આપડે? ઘરે જવામાં પણ મોડું થઇ ગયું છે રસોઈ પણ બાકી છે. તારા પપ્પા પણ આવી ગયા હશે આપડી રાહ જોતા હશે. " આ વાત કરતા હતા ત્યાં લલિતાનું ધ્યાન એક દુકાન પર પડ્યું, " મમ્મી સામે જો એવું તો નથી પણ એના જેવું થોડું મળી આવે એવું લાગે છે. " કુસુમબેન, " પણ બેટા તને વિરાનો સ્વભાવ તો ખબર છે ને એ જે જોઈએ એ પરફેક્ટ જોઈએ. લલિતા, " હા પણ મમ્મી અત્યારે તો આ લઇ લઈએ મનાવી લેશું વિરાને. "
એ ટી શર્ટ લઇ ઘરે ગયા.હિંમતભાઈ ખુરશી પર બેઠા હતા., " કેમ આજે મા દીકરી મોડા પડ્યા બધું બરોબર છે ને કુસુમ કઈ તકલીફ તો નથી પડી ને, " કુસુમબેન, " ના કશી તકલીફ નથી પડી આ તમારા વિરાએ જીદ્દ પકડી હતી એને બચ્ચન જે ટી શર્ટ પહેર્યું હતું એવું જોતું હતું તો એ શોધવામાં મોડું થઇ ગયું. " હિંમતભાઈ લાગણીભરી સ્મિત આપતા. ત્યાં વિરેન્દ્ર આવ્યો ટી શર્ટ આપ્યું.
" આવું નહીં મારે પેલા જેવું જ સેમ તું સેમ જોતું છે " કુસુમબેન, " પણ બેટા હું અને તારી બેન બન્ને આખી કપડાની માર્કટ ફરી વળ્યાં પણ ક્યાંય ના મળ્યું હવે આ ચલાવી લે ને બેટા. "
વિરેન્દ્ર નિરાશ થઇ રૂમના દફ્તર માંથી બુક પેન લઇ લેશન કરવા બેસી ગયો. કેટલું મનાવા છતાં રાતનું ભોજન પણ ના કર્યું.
તો તમે જોયું તેમ આવો થોડો જિદ્દી સ્વભાવ પણ હતો. પરંતુ એ તો નાનપણ માં કોઈ પણ બાળક નું થોડું રહેવાનું.
જયારે વિરેન્દ્ર ધોરણ.8 માં હતો ત્યારે સ્કૂલમાં ગણિતના પ્રોફેસર દેવજીભાઈ. એણે ક્લાસમાં વિરેન્દ્રના દાખલોના આવડતા ઠપકો આપી પીઠમાં જોર થી ધબ્બો માર્યો. ત્યાં જ વિરેન્દ્રનો મગજ ગયો અને દેવજીભાઈ ને માથામાં છૂટી પાટી ( સ્લેટ ) મારી પાટીનો ખૂણો દેવજીભાઈ ને વાગતા એમના કપાળમાંથી લોહીની ધાર થઇ. પછી દેવજીભાઈ થોડી સારવાર લઇ પાટો બાંધી વિરેન્દ્રને લ્યુનામાં બેસાડી ઘરે લઇ ગયા, " કુસુમબેન તમારા દીકરાના આવા સંસ્કાર કે એમના ગુરુ પર જ હાથ ઉપાડ્યો. હજુ આટલો નાનો છે ત્યાં આટલી હદે તોફાની, કશું શીખવાડો તમારા વિરાને આમ ના હોય કઈ. " કુસુમબેન અવાજ સાંભળી દોડતા બહાર આવ્યા જોયું તો દેવજીભાઈના માથે પાટો બાંધ્યો હતો. કુસુમબેન, " હા દેવજીભાઈ તમારી વાત સાચી છે પણ તમારી કશી ભૂલ હશે તો જ બાકી મારો વીરો આવું ક્યારેય કરે નહીં. અમારા વીરાને સંસ્કાર આપવાની જરૂર નથી એ જ સમજદાર છે. " કુસુમબેન વિરેન્દ્ર સામે. જોતા, " બેટા શું થયું હતું ક્લાસમાં કેમ તે દેવજીભાઈ ને પાટી મારી, ".
વિરેન્દ્ર કુસુમબેન પાસે દોડતો ગયો અને કહ્યું," મમ્મી મેં દેવજીસર ને કેટલી વાર કહ્યું મને આ દાખલો નથી સમજાતો મને ફરીવાર સમજાવો. તો દેવજીસર મારાં પર ગુસ્સે થઇ ગયા મને કહ્યું કે, " આટલુ પણ નથી આવડતુ તો આગળ કરશો શું તમે, " મમ્મી ગુરુની ફરજ છે કે જો એમના શિષ્યને ના આવડતું હોય કોઈ બાબતમાં નબળો પડે તો એમનું યોગ્ય સિંચન કરવું. હું શાળાએ ભણવા જાવ છું કશું શીખવાની ઈચ્છા લઇ જાવ છું કે આજે મને કઈંક નવું જીવનમાં શીખવા મળશે. પરંતુ એમાં જો કોઈ આવું કરે તો મને ના ગમે. અને દેવજીસર, " હું તમારી પાસે ચરણ સ્પર્શ કરી માફી માંગુ છું. મારો હેતુ તમને હાની પહોંચાડવાનો નોહ્તો એટલું જ કેહવું હતું કે વાંક વગર કોઈ વ્યક્તિ કશું સહન ના કરી શકે.
આ બધું સાંભળતા દેવજીભાઈ સ્ટબ્ધ થઇ ગયા કે હજુ તો ધોરણ 8 માં ભણતો બાળક અને આટલી સમજણ શક્તિ. વિરેન્દ્ર એ દેવજીભાઈના ચરણ સ્પર્શ કરી બે હાથ જોડી માફી માંગી અને ભવિષ્યમાં ક્યારેય આવી અવ્યવાહરિક પ્રવૃત્તિ નહીં કરે એવું વચન આપ્યું. પછી થી દેવજીભાઈ હંમેશા બાળકોને પ્રેમથી શીખવતા ક્યારેય કોઈને ઢોલ થપાટ કરતા નહીં.
બસ આમને આમ દિવસો પસાર થતા ગયા અને વિરેન્દ્ર ધોરણ 10માં આવી ગયો.. ઘરમાં બધાને કહી દીધું કે, " આ વર્ષે મારે બોર્ડ છે એટલે કોઈ મને કશું કામ ચિંધશે નહીં. મારે આ વર્ષે સ્કૂલમાં પહેલા નંબરથી પાસ થવું છે. " કુસુમબેન, " હા મારાં વિરા તું ભણ મન લગાવીને અમે બધા તારી સાથે છીએ. મને ગર્વ થશે તારો પહેલો નંબર આવશે તો. "
વિરેન્દ્ર અને એના ભાઈ દેવેન્દ્ર ને ભણવું ગમતું બન્ને બહેનોને ભણવામાં કોઈ ખાસ રસ નહીં એટલે મોટા બહેન ધોરણ 12 ભણી પૂર્ણ કરી નાખ્યું અને નાનાબેન લલિતા ધોરણ 10 ભણી ઘરના કામમાં લાગી ગયા. દેવેન્દ્ર એ સમયે ધોરણ 12(કોમર્સ )માં અને વિરેન્દ્ર ધોરણ 10માં બન્ને ભાઈઓ બોર્ડમાં.
બન્ને એ દિવસ રાત ખુબ મહેનત કરી. કુસુમબેન બન્ને માટે રાત્રે ઘી નો શેરો બનાવી દેતા. બન્ને ભાઈઓ રાત્રે 3 થી 4 વાગ્યાં સુધી વાંચન કરતા અને સાથે સવારે 4વાગે પાણી આવતું તો એ ભરીમેં ઘડીક સુઈ જતા પાછા 9વાગે ઉઠી વાંચન કરવા બેસી જતા.
હવે આગળ સમય જતા...બન્નેની મહેનત રંગ લાવી દેવેન્દ્રનું ધોરણ 12કોમર્સ નું પરિણામ આવ્યું દેવેન્દ્ર એ કોમર્સમાં 89% મેળવ્યા એકાઉન્ટ વિષયામાં 100માર્ક્સ આવ્યા. ઘરે પરિણામ લઇ આવ્યા અને બધા ખુશખુશાલ થઇ ગયા. કુસુમબેને દેવેન્દ્ર ને ભાવતું ભોજન બનાવ્યું. વિરેન્દ્ર એ મોટા ભાઈ ને ભેટીને શુભેચ્છા પાઠવી. રાત્રે ભોજન કરતા કરતા બધા હવે વિરેન્દ્રના પરિણામની વાતો કરતા હતા. હિંમતભાઈ પણ બહુ ખુશ હતા.
આ રીતે અહીંયા સુધીની જીવનગાથા જોઈ આગળ જે બનાવો ઘટના ઘટીત થાય અને તે ઘટનાઓને સમજદારી પૂર્વક બુદ્ધિ અને ધીરજ પૂર્વક એનું નિરાકરણ લાવે છે જે ખરેખર આજના યુગના માનવી માટે સાચું અભિપ્રેરણ ( મોટીવેશન ) બની રહે. તો હવે બીજા ભાગ વાંચવા માટે તૈયાર થઇ જાવ...