Prem Thai Gyo - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 24

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 24

અત્યાર સુધી આપડે જોયું કે આરતી અને સોહમ બન્ને એકલા જ બારે જતા રે છે અને રાહી જે કોલેજ ની બારે એકલી ઉભી હોય છે ત્યારે જ આશિકા ત્યાં આવે છે અને એને ઘરે મૂકી જાય છે...

ઘરે પોચી ને રાહી રોવા લાગે છે અને ત્યારે જ આદિ નો ફોન આવે છે તેને શાંત કરીને જલ્દી લાઇબેરી આવાનું કે છે...

રાહી જલ્દી જમી ને તૈયાર થઇ જાય છે અને આદિ ને ફોન કરે છે...

આ બાજુ આદિ જે બસ રાહી ના ફોન આવાની રાહ જોઈને જ બેઠો હોય છે તેનો ફોન આવતા જ તે સીધો લાઇબેરી જવા માટે નીકળી જાય છે અને ત્યાં જઈને તે બન્ને લાઇબેરી માં બેસે છે....

આદિ તેને વાત વાત માં મજાક કરતો હોય છે અને રાહી ને ખુશ કરવાનું કોશિશ કરતો હોય છે...

તેની સાથે આવીને રાહી પણ થોડી વાર માટે બધું ભૂલી જાય છે અને ત્યાં બેસી ને બન્ને બુક વાંચવા લાગે છે...

ત્યાં આવી ને આદિ ખુબજ કોશિશ કરે છે કે તે રાહી નો મૂડ સરખો કરી શકે અને તે છેલ્લે કામિયાબ પણ થાય છે અને તેને આ વાત ની ખુશી પણ હોય છે...

રાહી પોતાના ઘરે જાય છે અને તે ઘરે જતા જ આદિ નો ફોન આવી જાય છે...

"અરે હમણાં તો આપડે ભેગા હતા અને હાલ જ ફોન..."

રાહી બોલે છે...

"હા મારે વાત કરવી છે..."

આદિ બોલે છે...

રાહી ને પણ સમજાય છે કે આદિ આ બધું બસ તેની માટે જ કરી રહ્યો છે...

તે બન્ને રાતે વાતો કરતા કરતા જ સુઈ જાય છે...

આ બાજુ આરતી અને સોહમ ઘરે આવે છે અને સુઈ જાય છે તે બન્ને રાહી તેમના થી ગુસ્સે છે તે જાણતા નથી હોતા...

તે બન્ને જોવે તો છે કે રાહી ના ફોન આવ્યા છે પણ કાલે મળવાનું જ છે ને એમ કરીને વાત ને જવા દે છે...

*****

બીજા દિવસે સવારે સોહમ જલ્દી જ આરતી ન ઘરે આવી જાય છે...

"ચાલ તું તૈયાર થઇ ગઈ..."

સોહમ બોલે છે...

"હા પણ હજુ રાહી નથી આવી અહીંયા..."

આરતી બોલે છે...

"હા તો હું ફોન કરું એને..."

સોહમ બોલે છે અને આરતી ને ફોન કરવા લાગે છે...

"રાહી ફોન નથી ઉપાડતી..."

સોહમ બોલે છે...

"હા તો ચાલ એના ઘરે જ જઈને જ બોલાવીએ એને..."

આરતી બોલે છે અને તે બન્ને રાહી ના ઘરે જાય છે...

"કાકી રાહી ક્યાં છે...?"

સોહમ બોલે છે...

"એ તો ક્યાંની કોલેજ જવા માટે નીકળી ગઈ..."

ગૌરી બેન બોલે છે...

"હા તો અમે પણ જઈએ..."

સોહમ બોલે છે અને ત્યાં થી બારે આવે છે...

"રાહી તો કોલેજ જવા માટે નીકળી ગઈ..."

સોહમ બોલે છે અને આ સાંભળી ને આરતી ને પણ નવાઈ લાગે છે...

"તે કેમ એકલી જ જતી રઈ અને આપડા બન્ને ને કીધું પણ નઈ... "

આરતી બોલે છે...

"તું શીતલ ને ફોન કરીને પૂછ તો...

કાલે શું થયું તું..."

સોહમ બોલે છે...

આ સાંભળી ને આરતી જલ્દી થી શીતલ ને ફોન કરે છે..

"હા બોલ આરતી..."

શીતલ બોલે છે...

"કાલે કાય થયું હતું કોલેજ માં..."

આરતી બોલે છે...

"ખબર નઈ...

હું તો કાલે કોલેજ આવી જ નતી અને આજે પણ નઈ આવી શકું..."

શીતલ બોલે છે...

આ સાંભળી ને આરતી સમજી જાય છે કે રાહી કેમ એકલી કોલેજ જતી રઈ...

તે ફોન મૂકે છે...

"કાલે શીતલ કોલેજ ગઈ જ નતી..."

આરતી બોલે છે...

"મેં તો રાહી ને તેની સાથે ઘરે આવાનું કીધું હતું..."

સોહમ બોલે છે...

"તો રાહી એકલી કઈ રીતે ઘરે આવી હશે..."

આરતી બોલે છે અને હવે તે બન્ને ને ચિંતા થવા લાગે છે...

"એટલા માટે જ કાલે એના આટલા બધા ફોન આવ્યા હતા..."

સોહમ બોલે છે...

"હા અને એટલે જ એ એકલી આજ જતી રઈ...."

આરતી બોલે છે...

તે બન્ને જલ્દી થી કોલેજ પોંચે છે અને ત્યાં રાહી ને ગોતવા લાગે છે...

"બની શકે તે ક્લાસ માં જ બેઠી હોય..."

સોહમ બોલે છે...

તે બન્ને ક્લાસ માં આવે છે અને રાહી ત્યાં જ બેઠી હોય છે તે બન્ને તેની પાસે આવે છે...

તે ત્યાં થી ઉભી થવા જાય છે પણ એક બાજુ આરતી અને એક બાજુ સોહમ બેસી જાય છે...

"અમને માફ કરી દે..."

તે બન્ને સાથે બોલે છે...

"એટલે તમને બન્ને ને હવે ખબર પડી..."

રાહી ગુસ્સા માં બોલે છે...

"હા યાર...

જયારે શીતલ નો ફોન કર્યો ત્યારે તેને કીધુ કે તે કાલે નતી આવી..."

આરતી બોલે છે...

"મારે હવે કોઈ વાત નથી કરવી..."

રાહી બોલે છે અને ત્યારે જ ક્લાસ નો સમય થઇ જાય છે તો સોહમ ને ક્લાસ ની બારે જવું જ પડે છે...

આરતી ગણી કોશિશ કરે છે રાહી સાથે વાત કરવાની પણ તે તેની સાથે કાય બોલતી જ નથી...

જયારે ક્લાસ પુરી થાય છે તે ત્યાં થી નીકળી જાય છે અને આરતી તેની પાછળ આવે તે પેલા તે નીકળી ગઈ હોય છે...

આરતી સોહમ ને ફોન કરે છે...

"યાર રાહી..."

આરતી ઉદાસ થઇ ને બોલે છે...

"શું થયું રાહી ને..."

સોહમ ચિંતા માં બોલે છે...

"તે વાત નથી કરતી અને ક્લાસ પુરી થતા જ એ અહીંયા થી નીકળી ગઈ..."

આરતી બોલે છે...

"તું ઉભી રે હું આવું છું..."

સોહમ બોલે છે અને આરતી ત્યાં જ તેની રાહ જોઈને ઉભી રે છે...

થોડી વાર માં ત્યાં સોહમ આવી જાય છે...

"તે ક્યાં ગઈ..."

સોહમ બોલે છે...

"મને લાગે છે તે તેના ઘરે જ ગઈ હશે..."

આરતી બોલે છે...

"ચાલ આપડે પણ જઈએ..."

સોહમ બોલે છે અને તે બન્ને રાહી ના ઘરે આવા માટે નીકળી જાય છે...

તે બન્ને રાહી ના ઘરે આવે છે...

"રાહી ક્યાં છે...?"

આરતી બોલે છે...

"તે તો થોડી વાર પેલા જ બારે ગઈ..."

ગૌરી બેન બોલે છે....

"ક્યાં ગઈ છે...?"
સોહમ બોલે છે...

"એ તો કીધા વગર ગઈ છે અને આજે ગુસ્સા માં લાગતી હતી...

તમારો કોઈ જગડો થયો છે...?"

ગૌરી બેન બોલે છે...

"અરે ના એ તો કાલે અમે મસ્તી કરતા હતા ને તો રાહી ને ના ગમ્યું એટલે હવે અમારા જોડે નથી બોલતી તે..."

આરતી વાત ને સાંભળતા બોલે છે અને તે બન્ને બારે આવી જાય છે...

"હું એને ફોન કરી જોઉં..."

આરતી બોલે છે અને તેને ફોન કરવા લાગે છે પણ તે ફોન નથી ઉપાડતી...

"તો રાહી ક્યાં ગઈ હશે..."

સોહમ બોલે છે...

"મન ખબર છે તે ક્યાં હશે..."

આરતી બોલે છે...

તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...

"શું રાહી તે બન્ને ને માફ કરશે...?"

"આરતી ને ખબર છે કે રાહી ક્યાં છે...?"

"તે બન્ને મળી ને રાહી ને ગોતી શકશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...