Smbandhni Parampara - 17 in Gujarati Fiction Stories by Dr.Sarita books and stories PDF | સંબંધની પરંપરા - 17

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

Categories
Share

સંબંધની પરંપરા - 17

માત્ર સાત વર્ષની ઉંમરની મીરું અને તેને મોટી બહેન સેજલ દસ વર્ષની. ન્યાતમાં એવો રિવાજ કે સગપણ બાળપણથી જ નક્કી થઈ જતા. એટલે ,જાનબાઇએ બંને બહેનોના વેવિશાળ સાથે જ કરવાનું નક્કી કરેલું.સેજલ માટે તો ન્યાતમાં સારું ઘર અને સારો વર મળી ગયા. પણ,મીરું નાનપણથી જ થોડી તોફાની અને સ્વછંદ. હા....એક દેખાવને બાદ કરતા સેજલ કરતા શેમાંય ચડિયાતી નહિં.

સેજલ દેખાવે સાધારણ પણ કામકાજમાં અને બધી રીતે હોંશિયાર. જ્યારે મીરાં દેખાવે જેટલી સુંદર સ્વભાવથી એટલી જ વિપરીત. ન્યાતમાં નાની ઉંમરે સગપણની પ્રથા એટલે તેના માટે પણ મુરતિયાની શોધ આદરેલી. સંબંધો ત્યારે મામા-ફોઈ-માસીના સંતાનો સાથે અંદરો અંદર પણ થતા. એટલે જો ત્યાં મનાઈ આવે તો જ બીજી જગ્યાએ સગપણ કરાતું.

મીરાંના ફોઈ ગોમતીબાઈને બે દિકરા હતા. મોટા પુત્ર કાનજીનું સગપણ તો પહેલા જ થઈ ગયેલું.પણ નાનો દિકરો મોહન ઉંમરમાં મીરાં કરતા બે વર્ષ જ મોટો એટલે તેના સગપણની વાત મીરાં સાથે ચાલતી હતી. મીરાં ગોમતીબાઈની સામે જ જન્મી મોટી થયેલી.... એટલે ,મીરાંને તે નાનપણથી જ ઓળખતા. સાત વર્ષની ઉંમરે એની આવી અલ્લડતા અને સ્વછંદીપણું એને સહેજે ન ગમતું. એટલે તેણે આ સગપણ માટે મનાઈ કરી દીધી હતી. વળી, મોહનને તેઓ ભણાવી ગણાવીને સારી નોકરી કરાવવા ઈચ્છતા હતા. એટલે આવી વહુ જો ઘરમાં આવે તો મોહનની જિંદગી બગડી જાય. એ વિચારે એમણે આ સગપણ કરવાનો વિચાર માંડી વાળ્યો.

જાનબાઈ તો મુંઝાયા સગપણ જો સમયસર નહીં થાય તો સેજલનું સગપણ જ્યાં નક્કી કર્યુ છે એ લોકો પણ ના પાડી દેશે તો શું કરશું... ? એટલે લાંબો વિચાર કરી, એક દિકરીનો સબંધ કરી નાખવો...જ્યારે મીરાંને કોઈ લાયક મળશે તો એનો સંબંધ પણ ત્યારે કરી નાખશે. એમ વિચાર કરી સેજલની સગાઈ કરી નાખી.આ વાતને બીજા ત્રણ વર્ષ વીતી ગયા... ન્યાતમાં કોઈ એવું ન મળ્યું કે જે મીરાંને લાયક હોય.

એકવાર દિકરીની જાતને સમાજ જે દ્રષ્ટિકોણથી મૂલવી લે છે, તે જ પછી જાણે કાયમી બની જતો હોય છે...આ વાત બધે ફેલાણી તેમ તેમ બધા મીરાંને બાળપણની એ તોફાનીને અલ્લડ છોકરી છે એવું માનીને મનાઈ કરી દેતા.

માંડ માંડ એક સાધારણ ઘરના છોકરા સાથે મીરાંનું સગપણ કરવાનું નક્કી થયું.ઘરમાં માં દીકરો બે જ હતા. એટલે , કોઈ મોટું કુટુંબ કબીલું નહીં.જાનબાઈએ થાકી કંટાળીને આ સંબંધ માટે 'હા' પાડી દીધી.

બીજી તરફ જેમ બાળપણ યુવાની તરફ આગળ ધપે ને, એમાં નવયૌવનાનું નૂર અને સમજ આપોઆપ પાંગરે છે. એમ મીરાં પણ હવે પહેલા કરતા ચબરાક અને હોશિયાર થવા લાગી હતી. સાત વર્ષની બાળપણની બાલિશતા હવે ધીમે ધીમે અલિપ્ત થવા લાગી હતી. વળી, ભણતરની બાબતમાં તો એને કોઈ ન પહોંચે. હવે તો શાળાની હોંશિયાર વિદ્યાર્થીનીમાં પહેલું નામ મીરાંનું લેવાતું.

નિર્ધારિત દિવસે યોગ્ય મૂરતમાં સગાઈ કરવાનું નક્કી થયું. મીરાં તો આ બધી બાબતોથી અજાણ જ હતી. કેમકે, આ સગપણ માત્ર એના માતા પિતાએ નક્કી કર્યું હતું. પેલા માં દીકરાએ તો મીરાંને જોઈ લીધી હતી ...પણ, મીરાં તો આ વાતથી સાવ અજાણ હતી કે,સગાઈ કોની સાથે નકકી થઈ છે. આ ઉંમરમાં લગ્ન શું ને સંબંધ શું એની કયાં પૂરી ગતાગમ હોય. હવે તો સગાઈનો દિવસ પણ આવી પહોંચ્યો. મીરાંને સગાઈ માટે સાજ-શણગાર સજાવી તૈયાર કરવામાં આવી.


માત્ર દસ વર્ષની ઉંમરે કોઈ નવયૌવનાને ઝાંખી પાડે એવું તેનુ સૌંદર્ય હતું. બહેનપણી ગીતા પણ આજ મીરાંને જોઈ જોતી જ રહી ગઈ ...થોડીવાર માટે તો એને એની અદેખાઈ પણ આવી.આખરે તો એ મીરાં માટે સગી બહેનથીએ વિશેષ હતી.કોઈને આવી રીતે સુંદર જૂએ એટલે વડીલો એની નજર ઉતારતા એટલે એ જોઈ ગીતાએ પણ એની નજર ઉતારી લીધી.


બહાર મહેમાનોના સ્વાગતની તૈયારીઓ પૂરબહારમાં ચાલતી હતી.જાનબાઈ અને ધરમભાઈ કોઈ કચાસ ના રહે તે માટે પૂરી રીતે સજ્જ હતાં.


બીજી તરફ મીરાંની સગાઈની વાતની જાણથી ગોમતીબાઈને જાણે હાડોહાડ લાગી આવ્યું. તેઓ મનોમના ખૂબ પસ્તાયા. પોતે સાવ નજીવા કારણસર સગપણની ના કહીને મીરાંના વ્યક્તિત્વને ખોટી રીતે છેતરવા પ્રયત્ન કરેલો... પણ, એમાંય એ નિષ્ફળ ગયા. હવે શું કરવું...? આ ખબરને જીરવવી તેના માટે અસહ્ય બન્યું. મોહન માટે પણ ન્યાતમાં ઘણી છોકરીઓ જોઈ. પણ, કોઈ એની નજરમાં ન આવી.

મીરાંની સુંદરતા અને હોશિંયારીની વાતો પણ હવે તેનાથી અજાણ ન્હોતી..કહેવાય છે ને કે 'સૂરજને કાંઈ થોડો છાબડે ઢાંકી શકાય'...હવે તો મીરાં પણ તેમના હાથમાંથી ગઈ.વળી,પોતાના દીકરાની પહેલા મીરાંની સગાઈ થશે, એ બાબતની અદેખાઈએ એને વધુ વ્યાકૂળ અને દયાહીન બનાવી દીધા. પણ..., હવે શું થાય ? કંઈક તો રસ્તો શોધવો જ પડશે...! એણે એક યુક્તિ ઘડી કાઢી.આ બાબતે પતિ ધનજીભાઈને વાત કરી.

ધનજીભાઈ ઉદાર અને નિષ્ઠાવાન. વળી ,દુનિયાદારીના રંગે રંગાયેલા. એટલે, એણે તો આવી બાબત માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી. પણ, કહેવાય છે ને કે નારીની હઠ સામે નરને હંમેશા ઝુકવુ જ પડે છે.... એટલે,એને પણ પત્નીની જીદ સામે 'હા' કરી દીધી.આખરે એને પણ આ યુક્તિમાં જોડાવું જ પડ્યું.


શું મીરાંની સગાઈ થશે? શું હશે ગોમતીબાઈની આ યુકિત જાણવા માટે ...


વાંચો આવતા અંકે....