Chingari - 28 books and stories free download online pdf in Gujarati

ચિનગારી - 28

બે ત્રણ મહિના વીતી ગયા. હવે મિષ્ટીને પણ વિવાન પ્રત્યે લાગણીઓ જાગી તે અવાર નવાર વિવાન ને મળતી એમની સાથે કલાકો સુધી વાતો કરતી. વિવાન ને પણ મિષ્ટી નું આ બદલાયેલું વલણ ગમતું.

આ બાજુ સમીર ને સુધીર બંને તેના પિતાની સ્થિતી માટે આ બેય ભાઈ ને જ દોશી માનતા અને બદલો લેવાના ઉપાયો શોધતા.

"આ મીષ્ટી ને વિવાન સાથે શું સંબંધ છે" સમીર એ મીની ને કહ્યું.
"કદાચ એની ગર્લફ્રેન્ડ હશે", મીની એ વળતો જવાબ આપતા કહ્યું. ત્યાં જ સુધીર એકાએક બોલી ઉઠ્યો, "ના મિષ્ટિ વિવાન સાથે સંજોગો વચાત મળી"

શું? સમીર એકાએક બોલી ઉઠ્યો.

હા, ભાઈ mishti એની કોઈ જાણીતી નથી. એક દિવસ વિવાન એ નશામાં અકસ્માત કર્યો ને mishti બે મહિનામાં કોમામાં જતી રહી હતી. અને જ્યારે ભાનમાં આવી તો તેનો બધો જ ભૂતકાળ ભૂલી ગઈ હતી.

"એ હુઈના વાત!!" સમીર ઉત્સાહમાં આવીને બોલી ઉઠ્યો. પરંતુ સુધીર ને મીની કશું સમજી શક્યા નહી.

"પણ આપણને એનાથી શો ફાયદો?" સુધીર એ પ્રશ્નાર્થ કર્યો.
"બોવ જ મોટો ફાયદો છે સુધીર હવે જો તું" સમીર હસવા લાગ્યો અને એના દિમાગમાં એક મોટો પ્લાન તૈયાર થઈ ગયો.

"અને હા ભાઈ મિષ્ટી ગર્ભવતી પણ હતી જ્યારે અકસ્માત થયો ત્યારે પણ દુર્ભાગ્ય વશ એ માં ન બની શકી!!" સુધીર એ નિરાશ થતાં કહ્યું.

આ સાંભળીને સમીર તો સાતમા આસમાને પહોંચી ગયો. "આટલી મોટી વાત તે મને કીધી કેમ નહી અત્યાર સુધી" સમીરે એકાએક ખુશ થતા કહ્યું. મીની ને સુધીર કશું સમજી શક્યા નહી.

રવિવારનો દિવસ હતો એટલે આરવ દાદી પાસે એના ઘરે જતો રહ્યો હતો ને નેહા પણ બહાર ગઈ હતી. મીષ્ટિ આવી તો સહજતાથી વિવાન ને pusyu, "ક્યાં ગયા બધા કેમ કોઈ દેખાતું નથી?"

વિવાન એ હસીને કહ્યું, "બધા બહાર છે અત્યારે આપણે બંને એકલા જ છીએ."

Mishti થોડી ગભરાઈ ને વિવાન ને કહ્યું, "તો મારે પણ બહાર જવું છે" ચાલો જઈએ, વિવાન એ તૈયારી બતાવતા કહ્યું. ને એ મિષ્ટી ની એકદમ નજીક આવી ગયો. વિવાન એ મીક્ષ્ટી નો હાથ પકડી લીધો અને કહ્યું, "આઈ લવ યુ ડિયર mishti." વિવાન નું હૃદય જોરથી ધબકતું હતું. એને ડર હતો કે mishti શું વિચારશે. શું કહેશે? પણ આ બધું એકાએક થઈ ગયું કે mishti ડઘાઈ ગઈ એ કઈ જવાબ આપ્યા વિના જ દોડીને રૂમમાં જતી રહી ને રૂમ પેક કરી દિધો.

એના દિલની ધડકન તેજ થઈ ગઈ હતી. અંદરથી ખુશીની કોઈ સીમા નહોતી. એને મનમાં હતું જ કે વિવાન તેને પ્રોપોસ કરશે. પણ આ બધું એટલી જલ્દી થઇ જશે એની કલ્પના નહોતી.

તેને દિલથી જ વિવાન ને પોતાનો માની લીધો. "મિષ્ટી તું તારો સમય લઈ શકે છે." બહારથી જ વિવાન એ જવાબ આપ્યો ને જતો રહ્યો. મિષ્ટી અંદરથી ખૂબ જ ખુશ હતી. એ વિવાન ને ચાહવા લાગી હતી. જ્યારે તે બહાર નીકળી ત્યારે વિવાન ઓફિસ જતો રહ્યો હતો એટલે મિષ્ટી નિરાશ થઈ ગઈ.

હવે તે ઘરે એકલી જ હતી એ પણ એકલી બેઠી કંટાળી ગઈ હતી. તેને દાદી ને ફોન કર્યો પરંતુ દાદી બહાર હતા તો ફોન આરવ એ ઉપાડ્યો. "હાલો, દાદી મંદિરે ગયા છે" તે બોલી ઉઠ્યો, મિષ્ટી ફરી નિરાશ થઈ ગઈ ને બોલી, "ઓકે હું પસી કોલ કરીશ"

"કઈ કામ હતું?" આરવે પ્રશ્ન કર્યો.

"ના બસ ક્યારે આવવાના એ જ જાણવા કોલ કર્યો તો" મિષ્ટી બોલી.

" કેમ ભાઈ તમને બરોબર સાંભળતા નથી" આરવે ટીખળ કરતા કહ્યું. મિષ્ટીના ચહેરા પર સ્માઇલ આવી ગઈ.
તેણે કહ્યું, "ના દાદી જેટલું તો મારી કોઈ સંભાળ રાખતું નથી હો" મિષ્ટિ એ પણ વળતો જવાબ આપ્યો. થોડીક વાર વાત કરી પસી આરવ ને બહાર જવાનું હોવાથી ફોન મૂક્યો.

મિષ્ટી પણ એકલી કંટાળી ગઈ હોવાથી બહાર શોપિંગ કરવા જવાનો પ્લાન બનાવ્યો. તે તૈયાર થઈને કેબ બુક કરાવીને શોપીંગ માટે જતી રહી.

સમીર હવે તેના પ્રોપર પ્લાન ને એક્ઝિક્યુટ કરવાનો મોકો શોધતો હતો. તેને મિષ્ટી નો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ સફળ થઈ શક્યો નહી. વિવાન ઓફિસ માં મિટિંગ હોવાથી આજે મોડો ઘરે આવવાનો હતો. તેણે મિષ્ટી ને ફોન કરીને જાણ કરી દીધી.

મિષ્ટી પેલી વાર એકલી બહાર માં જઈ રહી હતી. આ વખતે દર વખતની સાથીદાર નેહા એમની જોડે નહોતી. મિષ્ટી ને થોડોક ડર પણ હતો. પણ છતાં ઘરમાં બેસી રહેવા કરતા તેમણે શોપિંગ પર જવાનું નક્કી કર્યું.


.......


ક્રમશઃ