Nilkrishna - 7 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 7

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 7

ધરાને કેમ,કંઈ રીતે વાંસળીના સૂર સંભળાઈ રહ્યા હતાં એ બધી જ વાત તેણે કહીં સંભળાવી.બધાં રાક્ષસી પ્રાણીઓ ધરાએ કહેલી વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયાં.એ બધાં એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે,

"કંઇક તો સત્ય છે આ સ્ત્રીમાં!એને નિલક્રિષ્નાને મળવા માટે ઘર છોડ્યું,પૃથ્વી પણ છોડી...!"

આમ બધાં ચર્ચા કરતાં હતાં ત્યાં જ ધરા સંપૂર્ણ રીતે બેભાન થઇ ગઈ હતી.હેત્શિવાએ બેભાન થયેલી ધરાને રેતમહેલમાં અંદર લઈને એનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપી,એની સારવાર શરૂ કરવાનું કહ્યું.અને સાથે આ વિશે નિલક્રિષ્નાને કોઈ જાણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું.કેમ કે,આ બધું એને એ શાંતિપૂર્વક કહેવા માંગતી હતી.તેથી તેને બીજા દ્વારા કહેવાની'ના'પાડી.

બેભાન થયેલી ધરાને રેતમહેલના એક ખાસ ખંડમાં પહોંચાડવામાં આવી.અને એની સારવાર માટે બે રાક્ષસીને અંદર ઉપસ્થિત રહેવાનું કહ્યું.ચિકિત્સક લાગતાં પ્રાણીઓ એની સારવાર માટે આસપાસ ગોઠવાય જ ગયા હતાં.જડપથી ભાનમાં આવે એ માટે બે-ત્રણ જાતનાં ઓસડીયાઓ વાટીને એની એક-બે ઘુંટ ધરાનાં મોઢામાં નાંખી પણ દીધી હતી.

આમ કરી એને સંપૂર્ણ રીતે ભાનમાં લાવવાનાં પ્રયત્નોમાં એ લાગી ગયા હતાં.કોઈ એનાં હાથ પગને ગરમારો આપવા તેલની માલિશ કરવા લાગી ગયા હતા.આ રાક્ષસી જીવો અને જળચર પ્રાણીઓનાં સ્વરૂપ સામે ધરાનો દેહ તો સાવ નાનકડો દેખાતો હતો.

ધરાને હોસમા લાવવા હરેક રાક્ષસી જીવ કંઈને કંઈ નુસખા અજમાવી અને હવે ધરાને એક ખંડમાં સુવડાવી પોતે પણ પોત પોતાના સ્થાનોએ જવા ત્યાંથી બહાર નિકળી ગયા હતાં.પરંતુ ત્યાંથી બહાર નિકળતા ઘરાના હોસમા લાવવાની ચિંતા બધાનાં મૂખ પર દેખાતી હતી.આ નવાઈ લાગે એવી વાત હતી કે,'રાક્ષસી છતાં લાગણીઓથી ભરપૂર સ્વભાવ વાળા...!'

આ પરથી એમ લાગતું હતું કે,"પ્રભુ સ્મરણ રાક્ષસને પણ સારો બનાવી શકે છે.કોઈ એક ભાવથી જીવ પોતાને પ્રભુમાં તન્મય રાખે તો પ્રભુ પોતાનું સ્વરૂપ પણ એને દાન કરી દે.સતગુણ આપી સર્વનાં બળમાં પણ વૃદ્ધિ કરે! "

આજ સુધી ધરાએ પોતાની જિંદગી હરકોઈનાં ઘરકામમાં જ વીતાવી દીધી હતી.એનાં ઉપર ઘણાં માર પણ પડ્યા હતાં.આવી દુઃખોથી ભરેલી જિંદગી આપીને
પ્રભુ એનું જાણે કે,સારું જ કરવા માંગતા હોય એમ ધરાને આ રેતમહેલમાં પહોંચ્યા પછી લાગ્યું.એ મનોમન બોલી રહી હતી કે,"ભગવાનનાં વારમાં પણ પ્રેમ છુપાયેલો છે."

નિલક્રિષ્નાને મળવાની તીવ્ર કામનાથી જ એ પોતાને ખોય બેઠી અને પ્રભુ સ્મરણ કરી એ નિષ્કામ બની ગઇ હતી.અહીં આ વાતનું તાદાત્મ્ય ધરા અને રેતમહેલના સર્વ જીવો વચ્ચે એકસરખું હતું.

સવાર થતાં સુર્ય ઉગતાની સાથે જ તેના તેજસ્વી કિરણો ધીમે ધીમે આછાં પ્રકાશ સાથે રેતમહેલ સુધી પહોંચવા લાગ્યા હતા.તેથી મહેલમાં રાતનું અંધારું દૂર કરતો ધીમે ધીમે ફરી પ્રકાશ પથરાઇ રહ્યો હતો.રેતમહેલના સર્વ જીવોએ કરેલી દેખભાળ પછી ધરાને પણ હોસ આવતો હોય એવું લાગતું હતું.

ધરાએ આંખો ખોલી ત્યાં એને જોયું કે,
"એ એક એવી સુંદર શૈયા પર સુતેલી છે,જેની રચના પૃથ્વીનાં કોઈ પણ જીવથી કરવી અશક્ય છે."

જે જગ્યાએ એ સૂતી હતી.ત્યાંથી એ ઉભી થઇ ત્યાં એનો હાથ ઉંચો કરતાં જ એ આકાશને આંબી રહી હોય એવો નજારો દેખાય રહ્યો હતો.રેતમહેલના આકાશને નિહાળતી એ પાછળ પગે શૈયાનાં પગથિયાં ઉતરીને નીચે આવી રહીં હતી.રેતમહેલની બહાર છેક દૂરથી એક સુંદર અવાજ એનાં કાનમાં અથડાઈ રહ્યો હતો.અને આસપાસ મહેલમાંથી અનેક રાક્ષસીઓનાં સોર સાથે મોટા અવાજ સંભળાય રહ્યા હતાં.મહેલમાં થોડું ચાલીને ચારેબાજુ નજર કરતાં કોઈ નજરે પડ્યું નહીં.એટલે એણે એ રાક્ષસી પ્રાણીઓનાં વાતોનાં ઘોંઘાટ તરફ ધ્યાન ન દેતાં એ સુંદર વીણા વાદનનાં અવાજ તરફ આગળ ચાલવા લાગી.

એક મધુર સંગીત વીણાનો સ્વર સવાર સવારમાં રેતમહેલની આસપાસ ગુંજી ઉઠ્યો હતો.એ સંગીત સાથે ઘૂંઘરુંનાં અવાજ આવતા હતા.ધરા એ તરફ જવા લાગી હતી.

હજું અજવાળું થતું આવતું હતું.એટલે થોડાં પ્રકાશમાં એ ડર પણ અનુભવી રહી હતી.ચારેબાજુ નજર કરીને મહેલથી બહાર નિકળીને એ ધીમે ધીમે એ આવતા મધુર સંગીતનાં અવાજની નજીક પહોંચવા આવી હતી.દૂર રહેલા ચહેરાઓ સ્પષ્ટ રીતે હજુ દેખાય રહ્યાં ન હતાં.

એ સંગીતની દિશામાં ચાલવા લાગી ગઈ હતી.એની પાછળ બધાં જીવો પણ હેત્શિવાનું કથક નૃત્ય નિહાળવા દોડીને પહોંચી રહ્યા હતા.

પ્રાતઃકાળે સર્વ જીવો હંસ સરોવર પાસે પહોંચી ગયા હતાં.જ્યાં હેત્શિવા જળ ભરવા માટે પહેલેથીજ આવી ગયેલી હતી.અને ત્યાં આવીને પોતાના નિત્યક્રમ મુજબ જળ દેવતાને કથક નૃત્ય કરીને નિંદ્રામાંથી જગાવી રહી હતી,અને એક માછલી વિશ્વા વીણા વાદનના ઘૂંઘરુંનાં તાલે તાલે તાર છોડી રહી હતી.આ એ એનો નિત્યક્રમ હતો.કોઈ જીવને હેત્શિવા નુકશાન પહોંચવા ન દેતી,એ જ રીતે નિર્જીવ વસ્તુનું પણ એ ધ્યાન રાખતી હતી.અને એ સરોવર એને પોતાની શક્તિઓથી લીલું ઘાસ ઉગાડી દરિયાનું પાણી મીઠું કરેલું હતું.કેમ કે,એ દરિયાનું ખારું પાણી પીવડાવી એ નિલક્રિષ્નાનો ઉછેર કરવાં માંગતી ન હતી.એ મનુષ્યની ભ્રાંતિ જ એનો ઉછેર કરવાં માંગતી હતી. તેથી તેણે ક્યારેય પોતાના રાક્ષસી જેવા ખોરાક,પાણી એને નિલક્રિષ્ના પર થોપ્યા ન હતાં.એ પોતાના સ્વાર્થ માટે ખોટી ગ્રંથીથી નિલક્રિષ્નાને બાંધવા નહોતી માંગતી.નહોતી એ નાનેથીજ એવી આદતો પાડી શકે એમ હતી.પરંતુ એણે એ ખુલ્લું આકાશ આપવા માંગતી હતી.

સવાર સવારમાં હજુ કોઈ જળ ભરવા ન આવ્યું હોય એટલે પાણી એકદમ સ્થિર નિંદ્રામાં હોય.હેત્શિવા કોઈ પણ નિર્જીવ વસ્તુને પણ તકલીફ થાય એવું કરી શકતી ન હતી.રાક્ષસી હોવા છતાં પણ એક સારા મનુષ્ય કરતાં પણ સરળ સ્વભાવ ધરાવતું એનું વ્યક્તિત્વ હરકોઈને એનાં તરફ વધારે ખેંચતું હતું.

ધરા એની નજીક પહોંચતા આ હેત્શિવાનું નૃત્યાંગના સ્વરૂપ મનભરીને નિહાળી રહી હતી.હેત્શિવાના કપાળ પર ચોડેલો ગોળ ચાંદલો એનાં વ્યક્તિત્વની ઝાંખી કરાવતો હતો.અનેક મોતીથી મઢેલી માળાઓથી બનાવેલ ગોઠણ સુધીના વસ્ત્રથી એનું શરીર અર્ધ ઢંકાયેલું સુંદર દેખાય રહ્યું હતું.એવું લાગી રહ્યું હતું કે,"સ્વર્ગની સ્વયમ નૃત્યાંગના નૃત્યનું પ્રદર્શન કરી રહી હોય."થોડીવાર તો હેત્શિવાનો ચહેરો ઓળખી પણ ન શકાયો. જુદાં જુદાં સ્વરૂપો ઘારણ કરવાની એનામાં આગવી શક્તિઓ હતી.

ઘરા સાથે મળીને એ મીઠાં પાણીનો પરિચય આપતા,એનું
ગૂઢ રહસ્ય પણ એ જણાવી રહી હતી.

થોડું અજવાળું વધતાં હવે હંસ સરોવરની ફરતે લીલું દરિયાઈ ઘાસ એવી સુંદર રીતે છવાયેલું દેખાતું હતું કે,એ દ્રશ્ય અંત્યત રમણીય મનમોહક દેખાતું હતું.

હંસ સરોવરમાંથી પાણી ભરીને ધરા હેત્શિવાની સાથે ફરી રેતમહેલમાં આવી ગઈ હતી.પરંતુ હજુ નિલક્રિષ્નાને સન્મુખ મળવાનો આ સમય ન હતો.તેથી એ ફરીથી જે ખંડમાં હતી ત્યાં જ ચાલી ગઈ.

આ બાજુ હેત્શિવા ધીમી ગતિએ નિલક્રિષ્નાનાં શયનખંડમા આવી પહોંચી હતી.અહીં આવીને હળવેથી પોતાનાં બંને હાથ વડે તાળીઓ વગાડવા લાગી હતી.આ તાળીઓનાં અવાજથી નિલક્રિષ્ના સળવળીને એની શૈયામાંથી ઉભી થઇ રહી હતી.નિલક્રિષ્નાનાં ઉઠતા જ એની સેવામાં ધણાં જીવો હાજર જ હતાં.

નિલક્રિષ્નાને આ બધું ન ગમતું.એને બધું પોતાની જાતે જ કરવું ગમતું.આમ,આંખ ખોલીને એ ઉઠીને રોજ નજર કરે ત્યાં જ હેત્શિવા જળ ભરીને એની સામે ઉભી રહેતી હતી.એનાં'ના'કહેવા છતાં બધાં વધારે લાગણી,પ્રેમ વરસાવતા એની સેવામાં આસપાસ જ ફરકતાં રહેતા હતાં.

આમ,નિલક્રિષ્નાની સવારથી લઇને સાંજ સુધીની દિનચર્યામાં સામેલ બધી જ મુખ્ય વસ્તુની દેખભાળ હેત્શિવા જ રાખતી હતી.રસોઈ વિભાગમાં આવીને નિલક્રિષ્નાની દિનચર્યાની બધીજ ગોઠવણી કર્યા પછી,હેત્શિવાએ પોતાના ખાસ મંત્રી વિજેન્દ્ર દ્વારા નિલક્રિષ્નાને સભાખંડમાં પહોંચવાનો સંદેશો મોકલ્યો.

મંત્રી વિજેન્દ્ર એ નિલક્રિષ્નાનાં ખંડમાં પહોંચતાં જ એની સામે નમીને હેત્શિવાનો સંદેશો આપ્યો કે,

" પુત્રી સાહેબા,તમને મળવા માટે પૃથ્વીથી ધરા મા આવી છે.તેથી હેત્શિવામાનો આદેશ છે કે,તમે તુરંત સભાખંડમાં પહોંચી જાઓ."

"હા,ચોક્કસ મંત્રી વર!પરંતુ તમે મને એ કહેશો કે એ વ્યક્તિ અહીં સમુદ્રનાં રેતમહેલમાં કંઈ રીતે પહોંચી."

"એ બધું હેત્શિવા તમને એનાં મુખેથી જ કહેવા માગે છે. હું એટલું જ જાણું છું કે,આવેલ વ્યક્તિ કદાચ શિવમન્યુની માતા છે,અને હેત્શિવાની મિત્ર છે.ઈતિહાસમાં પહેલીવાર હું જોઈ રહ્યો છું કે,સમુદ્રી જીવો અને પૃથ્વીવાસીઓ વચ્ચે મિત્રતા બંધાઈ રહીં છે."

હેત્શિવાનો આદેશ મળતાં જ નિલક્રિષ્ના થોડીવારમાં સભાખંડમાં ઉપસ્થિત થઇ ગઈ હતી.

સભાખંડમાં પ્રવેશતા જ બંને તરફ ઉભેલાં સિપાહીઓ એ અંદર જવા માટે મંજુરી આપી કે તરત જ નિલક્રિષ્નાએ અંદર પ્રવેશ કર્યો.

એનાં અંદર પ્રવેશતા જ હેત્શિવા પોતાની ગાદી પરથી ઉભી થઇ ગઈ અને નિલક્રિષ્નાને સન્માનથી પોતાની બાજુની ગાદી પર બેસાડી.ત્યાં સભાખંડમાં ઉપસ્થિત ધરા આ બધું જોઈ રહી હતી.

ગાદી પર બેસતાં જ નિલક્રિષ્નાની નજર સભાખંડમાં ઉપસ્થિત ધરા પર પડી. નિલક્રિષ્ના પોતાના જેવું જ સ્વરૂપ આજ પહેલીવાર જોઈ રહી હતી.કેમ કે અહીં રેતમહેલમાં તો રાક્ષસી જીવો અને જળચર પ્રાણીઓ જ રહેતા હતાં.

અહીં રેતમહેલનાં બધાં પ્રાણીઓ અને રાક્ષસી જીવો કદમાં બહું મોટાં હતાં.ધરાનું નાનું કદ જોતાં જ નિલક્રિષ્ના એને મળવા અંદરથી ઉમળકાભેર ખુશ થઇ રહી હતી.દેખાવે સુંદર,લચીલા ઘાટવાળું ધરાનું મનુષ્ય શરીર એ એકીટશે જોઈ રહી હતી.

એ એવી નજરે ઘરાને નિરખી રહી હતી કે,
"આ મારાં જેવું જ સ્વરૂપ છે.

શું મારાં જેવા મનુષ્યની પણ કોઈ અલગ દુનિયા હશે?

આ સ્ત્રીને જોઈને એવું જ લાગે છે કે,પૃથ્વી પરનાં લોકો મારાં જેવા જ છે.શું હું સમુદ્રી જીવ નથી ?

શું હું પણ આ ધરા માની જેમ પૃથ્વીવાસી જ છું ? "

આવાં ઘણાં સવાલો અનેક સમસ્યાઓ સાથે એનાં મનને વળગી રહ્યા હતાં.એ કઈ બોલી રહી ન હતી છતાં પણ હેત્શિવા નિલક્રિષ્નાની મુંજવણ અને એનું મનોમંથન સમજી ગઈ હતી.

નિલક્રિષ્નાની આગળ આવીને હેત્શિવાએ ધરાનો પરિચય આપતાં કહ્યું કે,

(ક્રમશઃ)

- કૃષ્ણપ્રિયા✍️