College campus - 92 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 92

નાનીમાને હોસ્પિટલાઈઝ્ડ કરે એક વીક થઈ ગયું હતું અને તેમની તબિયત હવે સારી હતી એટલે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ક્રીશાએ નાનીમાની હોસ્પિટલની બધીજ પ્રોસેસ પૂરી કરી અને તેમને ઘરે લઈને ગઈ અને શિવાંગે માધુરીની હોસ્પિટલની બધીજ પ્રોસેસ પૂરી કરી અને તેને ઘરે લઈને ગઈ આજે વર્ષો પછી પોતાની લાડલી માધુરી પોતાના ઘરે આવી હતી તેથી નાનીમા ખૂબજ ખુશ થઈ ગયા હતા તેમણે માધુરીની નજર ઉતારી અને ક્રીશા તેમજ નર્સ તેને અંદર ઘરમાં લઈ આવ્યા.
બીજા દિવસની સવારની બેંગ્લોરની ફ્લાઈટ પકડવાની હતી એટલે ક્રીશા અને શિવાંગ ઘરનો સામાન અને નાનીમાના કપડા વગેરે પેકિંગ કરવામાં બીઝી થઈ ગયા.

આરતીના હાથનું જમવાનું જમીને શિવાંગ અને ક્રીશાએ પોતાના પેકિંગનું ફાઈનલ કામ પૂરું કર્યું‌. આ વખતે શિવાંગે રોહન પાસેથી પ્રોમિસ લીધી કે તે અને આરતી બંને ચોક્કસ બેંગ્લોર આવશે અને આરતી તેમજ રોહનને વિદાય આપી.
બીજે દિવસે સવારે 10.30 વાગ્યાનું ફ્લાઈટ હતું એટલે શિવાંગ અને ક્રીશા નાનીમાનું અમદાવાદનું ઘર લોક કરીને નાનીમાને અને માધુરીને લઈને બેંગ્લોર જવા માટે રવાના થઈ ગયા.
બરાબર બે કલાકમાં તેઓ બેંગ્લોર પહોંચી ગયા અને પંદરેક મિનિટમાં ફ્લાઈટ લેન્ડ થઈ ગયું માધુરીને સ્પેશિયલ સગવડ સાથે બેંગ્લોર લાવવામાં આવી હતી. માધુરી માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા શિવાંગે કરીને જ રાખી હતી એટલે માધુરીને બેંગ્લોરની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટર અપૂર્વ પટેલે પોતાના ડૉક્ટર મિત્ર નિકેત ત્રિવેદી સાથે માધુરીના કેસ બાબતે વાત કરીને રાખી હતી શિવાંગ ડૉક્ટર નિકેત ત્રિવેદીને મળ્યો અને માધુરી વિશે થોડી ચર્ચા કરી અને તેને એડમિટ કરીને પોતાના ઘરે જવા માટે નીકળ્યો.
આ બાજુ ક્રીશાએ ઓલા કેબ બુક કરાવી દીધી હતી અને નાનીમાને લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ.
નાનીમા પોતાના ઘરે આવવાના છે તે વાત જાણીને પરી અને છુટકી ખૂબજ ખુશ હતાં પરીની ખુશી તો આજે તેના દિલમાં સમાય તેમ નહોતી.
ક્રીશા ઘરે પહોંચી એટલે પરી તેમજ છુટકી તેમનો સામન લેવા માટે અને તેમને વેલકમ કરવા માટે નીચે ઉતર્યા.
નાનીમાને બેંગ્લોરનું વેધર અમદાવાદ કરતાં થોડું ઠંડુ લાગતું હતું પરંતુ આ અનેરી ઠંડક તેમના મનને શાંતિ પણ આપતી હતી.
પરી તેમજ છુટકીએ મળીને નાનીમાને વેલકમ કરવા માટે આખાયે ઘરને ફુલોથી ખૂબજ સુંદર રીતે શણગાર્યું હતું.
નાનીમાએ ઘરમાં એન્ટ્રી લીધી એટલે તેમની ઉપર ફુલોનો વરસાદ થયો અને ઘર આખુંયે ફુલોની મહેંકથી મહેંકી ઉઠ્યું.
પરી તેમજ છુટકી બંને નાનીમાને ચોંટી પડ્યા અને પરીની આંખમાં તેમજ નાનીમાની આંખમાં આંસુ આવી ગયા.
નાનીમા થોડા થાકી ગયા હતા એટલે પરી તેમને પોતાના બેડરૂમમાં લઈ ગઈ અને નાનીમાને આરામ કરવા માટે કહ્યું અને તેમની પાસે બેસીને પોતાની મોમ માધુરી વિશે તેમની સાથે વાત કરવા લાગી.
એટલામાં શિવાંગ આવી ગયો એટલે તેણે સમાચાર આપ્યા કે તે માધુરીને એપોલો હોસ્પિટલમાં એડમિટ કરીને આવ્યો છે અને ડૉક્ટર નિકેત ત્રિવેદીના હાથ નીચે તેને રાખવામાં આવી છે.
પરીએ પોતાના ડેડને પોતાને માધુરી મોમને મળવા માટે લઈ જવા કહ્યું અને પોતે ડૉક્ટર નિકેત ત્રિવેદીને પણ મળવા માંગે છે તેમ પણ તેણે કહ્યું.
શિવાંગે તેને, માધુરી મોમ પાસે તને આવતીકાલે લઈ જઈશ તેમ કહ્યું. શિવાંગ તેમજ ક્રીશા પણ ખૂબ થાકી ગયા હતા એટલે બંને પોતાના બેડરૂમમાં આરામ કરવા માટે ગયા.
બીજે દિવસે સવારે જ પરીએ માધુરી મોમને મળવા જવા માટે જીદ કરી એટલે શિવાંગ તેને એપોલો હોસ્પિટલમાં લઈને ગયો.
પરી પોતાની મોમને વળગી પડી અને તેના ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી અને તેની સાથે વાતો કરવા લાગી.
શિવાંગ આ બધું જ જોઈ રહ્યો હતો તે પરીની ભાવનાને સમજી શકતો હતો પરંતુ મજબૂર હતો.
પરી ઢીલી પડી જાય અને રડવા લાગે તે પહેલા તેણે પરીને કહ્યું કે, "બેટા, ચાલ આપણે ડૉક્ટર નિકેત ત્રિવેદીને મળી આવીએ અને પછીથી નીકળીએ મારે ઓફિસ જવાનું લેઈટ થઈ જશે."
પરીએ પોતાની મોમને વ્હાલ કર્યું અને કપાળમાં કીસ કરી અને બાય માં, "હું આવતીકાલે ફરીથી આવીશ તને મળવા માટે.." તેમ કહીને તે પોતાની મોમના રૂમમાંથી બહાર નીકળી અને પોતાના ડેડ સાથે ડૉક્ટર નિકેત ત્રિવેદીને મળવા માટે ગઈ.
પાંચેક મિનિટ બહાર બેઠા પછી ડૉક્ટર નિકેત ત્રિવેદીએ શિવાંગ અને પરીને અંદર પોતાની કેબિનમાં આવવા માટે રજા આપી.
ડૉક્ટર નિકેત ત્રિવેદીએ શિવાંગને અને પરીને આવકાર્યા અને ડૉક્ટર પરી સાથે હાથ મિલાવ્યો અને તે અત્યારે કયા સેમિસ્ટરમાં છે અને આગળ શું ભણવા માંગે છે તે પણ પૂછ્યું.
પરીને પોતાની મોમ જલ્દીથી બિલકુલ સાજી થઈ જાય તેમાં જ રસ હતો તેથી તેણે ડૉક્ટર નિકેત ત્રિવેદી સાથે તે વિશે ચર્ચા કરવા લાગી.
તેણે નિકેત ત્રિવેદીને પૂછ્યું કે, "આટલા બધા વર્ષોથી મારી મોમ કોમામાં છે તો તે ભાનમાં આવી શકે છે કે નહીં?"
ડૉક્ટર નિકેત ત્રિવેદીએ શાંતિથી પરીના પ્રશ્નને સાંભળ્યો અને પછી જણાવ્યું કે, "હા, ભાનમાં તો આવી શકે છે પરંતુ ક્યારે ભાનમાં આવશે તે કંઈ કહી શકાય નહીં." વધુમાં તેમણે જણાવ્યું કે, "આ રીતે કોઈ વ્યક્તિ કોમામાં ચાલી ગઈ હોય અને તેને તેની નજીકની વ્યક્તિ પોતાના સ્પર્શ દ્વારા, પોતાની વાતો દ્વારા તેમના એબસન્ટ માઈન્ડને ઢંઢોળે અને તે દ્વારા તેમના શરીરમાં ચેતનાનો સંચાર થાય તો તે ભાનમાં પણ આવી શકે છે અને પછીથી ધીમે ધીમે તેમને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવે છે અને તે વખતે પેશન્ટને સાચવવું પડે છે કારણ કે તે જ્યારે કોમામાં ચાલ્યા ગયા હોય છે ત્યાર પછી ઘણો બધો સમય વીતી ચૂક્યો હોય છે અને તે સમયગાળામાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હોય છે એટલે વર્તમાન પરિસ્થિતિ તરફ તેમને ધીમે ધીમે પાછા લાવવા પડે છે અને ફરીથી તે કોમામાં ન ચાલ્યા જાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે."
ડૉક્ટર નિકેત ત્રિવેદીને વચ્ચે જ અટકાવતાં એકદમ એક્સાઈટેડ થઈને પરી બોલી ઉઠી કે, "મતલબ કે, હું મારી મોમ માટે આ ટેકનિક અપનાવી શકું છું અને તો મારી મોમ પણ આપ કહો છો તેમ ભાનમાં આવી શકે છે..!!"
ડૉક્ટર નિકેત ત્રિવેદીએ હસીને જવાબ આપ્યો કે, "હા બિલકુલ સાચી વાત છે તમારી તમે આમ કરી શકો છો.."
પરી ખૂબજ ખુશ થઈ ગઈ તેનો ચહેરો જાણે ખીલી ઉઠ્યો.
આ બધી વાતો પૂરી થતાં જ શિવાંગ પોતાની ચેરમાંથી ઉભો થયો અને બોલ્યો કે, "ચાલ બેટા આપણે હવે નીકળીશું?"
પરી પણ પોતાની ચેરમાંથી ઉભી થઈ ગઈ અને બોલી કે, "હા ડેડ ચાલો."
શિવાંગે ડૉક્ટર નિકેત ત્રિવેદી સાથે હાથ મિલાવ્યો અને બંને ડૉક્ટર સાહેબની કેબિનમાંથી બહાર નીકળ્યા.
પરીને આજે પોતાની મોમને કોમામાંથી બહાર લાવવા માટે એક આશાનું ચિન્હ દેખાયું હતું...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
6/11/23