Kavita, to which address? books and stories free download online pdf in Gujarati

કવિતા, ક્યા સરનામે?

કવિતા , ક્યા સરનામે.....?


અહી જે કાવ્ય સંગ્રહ મુકવામા આવ્યો છે ,તેમાથી અમુક રચનાઓ મારી અનહદ ગમતી રચનાઓ માની હોય, તેને પણ અહી સમાવી લીધી છે.હુ સમજણી થઇ ત્યાર થી છુટુ છવાયુ લખ્યા કરતી.સેકન્ડરી અને હાયર સેકન્ડરી વખતે જ્યારે શાળામા વક્તૃત્વ સ્પધૉ યોજાતી ત્યારે જે સ્ક્રિપ્ટ લખતી તેમા સુધારક અને વિષયવિસ્તાર ના વિશ્લેષક તરીકે પપ્પા રહેતા.આવી સ્પધૉઓમા ઘણા સર્ટિફિકેટ જીત્યા અને આવી અનેક સ્પધૉઓ માટે અન્ય મિત્રોને સ્ક્રિપ્ટ પણ લખી આપી છે અને મદદ પણ ખૂબ કરી. એટલે ગમતા વિષયો પર લખતા લખતા, લખાણમા અને વિચારમા થોડી મેચ્યોરીટી આવી.વચ્ચે ઘણો સમય આ ક્ષેત્ર બિલકુલ અછૂત જ રહ્યુ,અમૂક જવાબદારી સુપેરે નિભાવી. ધણા સમય પછી ફરીથી લખવા માટે કલમ ઉપાડી છે.જીવન નો આનંદ કે સમય સાથે આ શક્ય બન્યૂ છે.
પરોઢ ની આશ....

અઢળક આશા સાથે ઉગે પરોઢ,
મટી અંધારું આળસ મરડી ઉગે પરોઢ,

રોમરોમ ની રાહ ને,સૂતા જીવનનો સાથ,
મળવા સૌને ઉગતા પહોર આવે પરોઢ,

પૂછતી ચકલીઓ ચારે બાજુ જાણે,
ક્યાં સંતાડી રાખ્યો મારો અવાજ પરોઢ,

તારી જ રાહ છે તું આવ ને જગાડ પરોઢ,
તારા વિના સૂનો મારો ચોરો ..આવ પરોઢ,
, - હિના રામકબીર હરીયાણી
અલૌકિક શક્તિ......

ઉગ્યા કરવુ સતત આ રણમાં,
,હશે કોઈ અલૌકિક શક્તિ ત્યા,
જે પાણી બનતુ હશે કદાચ ત્યા,

રણની રેત વચ્ચે પણ એ ધટાદાર ,
હશે કોઈ અલૌકિક શક્તિ ત્યા,
જે ખોટી ખારાશ વેઠતુ હશે ત્યા,

એનો છાયડો તો આ રણનો વિહામો,
હશે કોઈ અલૌકિક શક્તિ ત્યા,
જે આ હવાનુ ધ્યાન ધરતુ હશે ...
- હીના રામકબીર હરીયાણી✍️
લખી જેટલી...

લખી જેટલી એ લાજવાબ જ લખી,
ફરી એ મળે કે ના મળે પરત જ સખી,

સસ્તી કે મોંધી એવું કાંઈ ન હોય સખી,
આ મઝધારની માયા છે, આમ જ સખી,

શબ્દો તો સાવ છીછરા લાગે, જો તો સખી,
આ ગહનતા માં મસ્ત ગરકાવ બન ,પછી જો સખી
- હીના રામકબીર હરીયાણી ✍️
લખાયેલી લાગણી.....

લખાયેલી લાગણી આજ ઉધાર લઈ,
નીકળી પડી છુ નવી લાગણી ને રળવા,

બજાર આખી બંધ મળી મને, આશ્ચર્ય!!
ભાન થયું મને આ તો કળિયુગ ની હાટડી

ભરી ખિસ્સામાં ઠસોઠસ ને,વરી પાછી આણી
ડૂમો એક ગળામાં રહી ગયો ને,જમા કરાવી લાગણી.
- હીના રામકબીર હરીયાણી ✍️
નશીલી આંખો.....

ડૂબે છે અનેક આ નશીલી આંખોમાં,
ભરમાઈ છે અનેક આ ચાંદી સી સફેદી માં,

પૂછ્યા હાલ ક્યાં કોઈએ બિચારા દિલના,
અંદરથી ડૂસકાં ભરતું,ન આવે ધ્યાન માં,

આજતો આંખો ની માયા છે, ચહેરો હસતો રાખો,
ભીતરની વ્યથા સમજવી સૌનુ કામ નથી,
એક લકીર રાખો. ..... .
- હીના રામકબીર હરીયાણી ✍️

ઘરની બેઠક......

મારા આખા દિવસનો આરામ એટલે મારા ઘરની બેઠક
જ્યાં સુખના સરવાળા અને દુખની બાદબાકી થાય.. બેઠક વડીલો ની વાતો નુ વિશ્લેષણ એટલે થાય આ બેઠક..
બાળકો ના બાળપણની બળાશ એટલે આ બેઠક.. -હીના રામકબીર હરીયાણી ✍️ ...

દિલ વિલ....પ્યાર...વ્યાર.....

સ્વની શોધમાં નીકળી પડ્યુ હતુ આ પાગલ દિલ,
મળ્યું સામે વરસાદી વાયરા જેવુ સાવ પાગલ દિલ,

રોજ આવી રુહને સ્પર્શ કરી ભીંજવી જાય દિલ
મળ્યું સામે મસ્ત મોજીલુ તો ય સાવ પાગલ દિલ,

એક દિવસ એવો ન ઉગે એ એનો અહેસાસ ન કરાવે,
પ્રિત બની છે પાગલ એકબીજાને મળવા આ દિલ,

હાથ એણે એમ પકડેલો જાણે હોય ભવ નો જાણકાર,
હવે વાતચીત થાય છે જાણે એકમેક ના રાઝદાર,

પ્રેમ કહી લો, પ્રિત કહી લો, કહી લો હવે પાગલ,
સ્વની શોધમાં નીકળી પડેલા બે દિલ માત્ર ઘવાય છે.
-

સ્પર્શ...લાગણીનો...
વગર સ્પર્શે, સ્પર્શી ગયા,
ભમર બની,ડંખી ગયા,
ફૂલ રહી ગયું,ફોરમ લઈ ગયા,
બધા પુષ્પો કહી રહ્યા ,
ભમર તું અહીં થી જા... ...
ભીતર કોરુ કટ......
બુંદે બુંદે બહાર વરસે,
ભીતર કોરુ કટ.....
આખે આંખે... બહાર વરસે..
ભીતર કોરુ કટ....
પિયુનુ આગમન ક્યાંય નથી ને..
ભીતર કોરુ કટ....Heena Ramkabir Hariyani ✍️
*****
.આશા છે, કે મારી આ કવિતા સંગ્રહ ની કવિતાઓ આપ સૌને ગમશે .એક નાનો પ્રયત્ન કર્યો છે, મારી લાગણીઓ ને શબ્દોમા સમાવી આપ સુધી પહોંચવાનો રેટિંગ આપશો તો ગમશે.