Sharat - 1 books and stories free download online pdf in Gujarati

શરત - ભાગ 1

આજે હોસ્પિટલ માં ભણતા ભવિષ્ય માં ડૉક્ટર થનારા ગ્રુપ માં એક મસ્તી થયી રહી હતી જેમાં અંદર અંદર શરત લાગી કે લાશ મુકેલી હોય એ રૂમ માં અડધી રાતે કોણ જઈ ને બતાવે?

રોહન પહેલે થી બેફિકર છોકરો. અને બિંદાસ્ત પણ સાથે સાથે સાહસિક પણ ખરો. રોહન એના માતા પિતા નો એક નો એક દીકરો. આજે એને ગ્રુપ માં થી મળેલો ચેલેન્જ એક્સેપટ કરી લીધો.અને બોલ્યો કે આજે રાતે ૧૨ વાગે હું એ લાશ વાળી રૂમ માં જઈ ને બતાઈશ.

ત્યાં જ એક ચાંપલો વરુણ બોલ્યો કે એ સાબિત કેવી રીતે થાય કે તું ત્યાં જઈ ને આવ્યો? એટલે રોહન બોલ્યો કે એક કામ કરીએ હું જયારે અડધી રાતે ત્યાં જઈશ ત્યારે દરેક લાશ ના હાથ માં એક એક પેંડો હશે. બોલ શું કહેવું?

વરુણ એ હા પાડી એટલે રોહન બોલ્યો જો હું શરત પુરી કરી દઉં તો તારે આખી કોલેજ સામે માનવું પડશે કે હુ તારા થી વધારે સાહસિક છુ. મંજુર? રોહન એ હાથ લંબાવ્યો.

રાત ના ૧૨ વાગ્યા અને હોસ્પિટલ ની ઘડિયાળ માં ટકોરા સંભળાયા... વરુણ બોલ્યો, રોહન તૈયાર ને શરત પુરી કરવા માટે?
રોહન તરત જ પેંડા નું બોક્સ હાથ માં લઇ ને ઉભો થયો અને બોલ્યો તૈયાર. રોહન મહેરા ક્યારેય ડરતો નથી.

હા તો ચાલો રોહન મહેરા... પેંડા આપી આવો બધા ને...

રોહન ધીમા પગલે આગળ વધી રહ્યો હતો.રાત નો અંધકાર શિયાળા ની મધરાત ને સુનકાર વાતાવરણ વધારે ભયાનક લાગી રહ્યુ હતુ. રોહન ડર્યા વગર આગળ વધી રહ્યો હતો.

ટાંકણી પડે તોય અવાજ આવે એવા શાંત વાતાવરણ માં ફક્ત રોહન વરુણ અને બીજા બે ભાઈબંધ રાહુલ અને વિકાસ ના પગ નો અવાજ આવી રહ્યો હતો.

એટલા માં ચોકિદાર એકદમ જ સામે આવતા ચારેય જણા ડરી ગયા.

ચોકીદાર એ ડંડો પછાડતા પૂછ્યું ક્યાં જાઓ છો અત્યારે? આટલી રાતે બહાર જવાની મનાઈ છે ખબર નથી પડતી?

રોહન તો સીધો માણસ એટલે એ સમજાવા જ જતો હતો કે વરુણ એ એના હાથ માં થી પેંડા નું બોક્સ લઇ ને એક પેંડો ચોકીદાર ના મોઢા માં મૂકી ને કહ્યું કે આ રોહન નું નક્કી થઈ ગયુ છે એટલે પેંડા આપવા જ આવતા હતા તમને...

રોહન ૨ મિનિટ માટે વરુણ ને જોતો જ રહી ગયો કે આને ક્યાં થી ખબર પડી પણ પછી થયુ કે આ વરુણયો તો ચોકીદાર ને પટાવા બોલે છે.

એટલે ચોકિદારે પેંડો ખાતા ખાતા જ પૂછ્યું આટલી રાતે યાદ આવ્યું તમને?

એટલે વિકાસ બોલ્યો અરે કાકા સાંજ ના ક્લાસ પછી પ્રેકટીસ અને સવારે પાછા ક્લાસ એટલે હમણાં જ નીકળ્યા છીએ બોલતા એક બીજો પેંડો ચોકીદાર ના મોઢા માં મૂકી આપ્યો.

રાહુલ તરત જ આંખો થી ઈશારો કરી ને બોલ્યો, યાર જો પેલા બહાર વાળા ચોકીદાર અંકલ ને પણ પેંડા આપી આવીએ નહિ તો સવારે એમની પણ ડ્યૂટી પુરી કરી ને જતા રહેશે.

ચારેય જણા આગળ વધ્યા અને ચોકીદાર નુ ધ્યાન ના હોય એમ લાશો પડી હતી એ રૂમ તરફ વધ્યા. જેમ જેમ આગળ વધતા હતા એમ એમ બેચેની વધતી જતી હતી.


આખરે એ રૂમ આવી જ ગયો...

આગળ શુ થશે?

રોહન અંદર જશે?

અંદર જીવ તો જોખમ માં નથી ને?

જોડાયેલા રહો મારા સાથે મને ફોલ્લૉ કરો અને આપ નો અભિપ્રાય જરૂર આપજો.

ધન્યવાદ 🙏

-DC