Balidan Prem nu - 1 books and stories free download online pdf in Gujarati

બલિદાન પ્રેમ નુ.. - 1

કેમ છો વાચક મિત્રો?

જય શ્રી કૃષ્ણ

માતૃભારતી ઉપર મારી પહેલી સ્ટોરી શરત ને આપ લોકો એ જે રીતે પસંદ કરી એના થકી જ આજે આગળ બીજી નવલકથા માતૃભારતી ઉપર લખવાની હિમ્મત મળી છે. મારા સાથે મારા કાલ્પનિક સફર માં મિત્રો...

આશા છે કે આપ ને આ વાર્તા ગમશે... થઇ જાઓ તૈયાર...આ સફર માં નેહા અને મલય મુખ્ય પાત્રો છે અને આપણી વાર્તા માં પ્રેમ વિશ્વાસ ગુસ્સો ઝનૂન રહ્શ્ય દોસ્તી બલિદાન બધું જ આવશે અને તમને મજા પણ આવશે.

આ વાર્તા ના બધા કોપી રાઈટ મારી પાસે છે.
કોઈ એ પણ આ વાર્તા ની કોપી મારી કે વચ્ચે થી એક પણ ભાગ કોપી કર્યો તો એના સામે કાનૂની પગલાં લેવા માં આવશે.
આ વાર્તા ને કોઈ પણ જાતિ પ્રજાતિ સાથે લેવા દેવા નથી. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. એને કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે હકીકત ની દુનિયા માં લેવા દેવા નથી.

તો થઇ જાઓ તૈયાર અને ચાલો મારી સાથે મારી કાલ્પનિક સફર માં આપ સૌ નુ સ્વાગત છે.

💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

નેહા એ ધીમે ધીમે એની આંખો ખોલી અને બેડ પર બેઠી થઈ...

સામે જ ઘડિયાળ દેખાઈ જેમાં સવાર ના ૧૧ વાગ્યા હતા.

આજુ બાજુ નજર કરી ને જોયું રૂમ જાણીતો હતો પણ દરેક વસ્તુ એકદમ પરફેક્ટ જગ્યા એ દેખાઈ રહી હતી.

રૂમ પણ એકદમ સ્વછ હતો.

બહાર ગેલેરી નો દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો જેથી નેહા ને બહાર ની હવા આવી શકે..બેડ ની ઉપર લાલ રંગ કોટન ની ચાદર પાથરેલી હતી.મખમલ રજાઈ નેહા ને ઓઢાડવામાં આવી હતી. બેડ ની બંને બાજુ એક એક નાના ટેબલ પર લેમ્પ હતા અને ટેબલ પર એક ગ્લાસ માં પાણી અને દવા મુકવામાં આવી હતી. બેડ રૂમ ની વચ્ચે ની દીવાલ હતો જ્યાં થી એક તરફ રૂમ માં થી બહાર જવાનો દરવાજો અને બીજી તરફ સ્ટડી ટેબલ મૂકેલુ હતુ.સ્ટડી ટેબલ પર એક કમ્પ્યુટર અને એક નાઈટ લેમ્પ હતો. સ્ટડી ટેબલ ની ઉપર એક વોર્ડરોબ હતુ જે મીની બનાવેલુ હતુ. જેમા થોડી બૂક્સ પડી હતી. સ્ટડી ટેબલ ની બાજુ માં એક મોટો અરીસો હતો. અરીસો ખોલતા જ એ વોર્ડરોબ દેખાય એવી રીતે સેટ કરવામા હતુ.

બેડ ની આ તરફ જ્યાં રૂમ માં થી બહાર જવાનો દરવાજો હતો એની બાજુ માં બાથરૂમ બનાવેલી હતી જે આલીશાન હતી બાથટબ પણ મૂકેલુ હતુ.બાથરૂમ ની અંદર જ ડ્રેસિંગ એરિયા બનાવેલો હતો. નેહા જે બેડ પર હતી એના સામે જ એક ગેલેરી હતી. જેમાં થી નીચે ઘર નુ પર્સનલ હતુ. બધી જ વસ્તુ આ રૂમ મા નેહા ની પસંદ ની હતી.

નેહા એ બાજુ માં નજર કરી ત્યાં પાણી નો ગ્લાસ અને દવા પડેલી હતી જેની સાથે એક ચિઠ્ઠી પણ હતી. નેહા એ ચિઠ્ઠી ખોલી ને જોયુ જેમાં લખ્યુ હતુ.

ડીઅર નેહા,

આજે તને આ ઘર મા આયે ૨ દિવસ થઈ ગયા છે.તુ એ દિવસ એ મારી કાર ને અથડાઈ ગઈ પછી બેભાન થઇ ગઈ હતી.ખબર નથી આજે તને હોશ આવશે કે નહિ પણ ડૉક્ટર ચેકઅપ કરી ને ગયા ત્યારે હતુ કે તને હોશ આજે આવી શકે છે ગમે ત્યારે. સોરી, મારે ત્યા રહેવુ જોઈતુ હતુ પણ ઓફિસ મા એક અર્જન્ટ કામ આવી ગયુ હોવાથી જઈ રહ્યો છુ પણ સાંજે જલ્દી આવવાની કોશિશ કરીશ.

રામુકાકા નીચે જ હશે. તારા માટે જમવાનું અને નાસ્તો બંને રામુકાકા કરી આપશે અને દવા જે અહીં મૂકી ને જઉ છુ એ પ્લીઝ લઇ લેજે અને પછી તરત ચા નાસ્તો કરી લેજે અથવા જામી લેજે.

હૂ તને સાંજે મળીશ.

તારા કપડા મેં ૨ જોડી લાવી ને ત્યાં વૉર્ડરોબ મુક્યા છે. ખબર નથી આટલા વર્ષો માં તારી ચોઈસ કેવી થયી હશે પણ હમણાં ફ્રેશ થઈ ને પ્લીઝ તને ફાવે તો એ પહેરી લેજે.

બાકી બધી વાત સાંજે મળી ને કરીએ.


મલય


નેહા ચીઠી વાંચી ને જાણે પોતાની કિસ્મત પર અફસોસ થતો હોય એમ વિચાર માં ખોવાઈ ગઈ. મેં શુ વિચાર્યું હતુ અને શુ થઇ ગયુ.નેહા વિચાર માં ખોવાયેલી હતી ત્યાં જ રૂમ નો દરવાજો ખખડ્યો. નેહા એ પૂછ્યુ કોણ?

એટલા મા રામુકાકા આવ્યા

અરે રામુકાકા તમે... કેમ છો આવો ને અંદર! નેહા એ આવકાર આપતા કહ્યુ.

રામુકાકા અંદર આવ્યા અને પૂછ્યુ,

નેહા દીકરી કેમ છે હવે તને? કેવુ લાગે છે તને?

હવે મને સારુ લાગે છે પણ થાક બોવ લાગી રહ્યો છે.નેહા એ નાનકડી સ્માઈલ આપી ને કહ્યું.

તુ ફ્રેશ થઇ જા હુ તારા માટે ગરમ ગરમ ચા અને નાસ્તો બનાઉં છુ.અને હા પહેલા દવા લઇ લેજે. મલય બાબા નો ઓર્ડર છે.

નેહા હલકું હસી ને નાહવા જતી રહી.

રામુકાકા પણ નીચે જઈ ને પોતાના કામે લાગી ગયા.

નેહા નાહી ને બહાર આવી વોર્ડરોબ ખોલ્યુ જેમાં એક જીન્સ અને ટોપ મૂકેલુ હતુ અને એક ડ્રેસ પણ ડ્રેસ નેહા ના સાઈઝ નો ના લાગ્યો એટલે નેહા એ જીન્સ અને યલ્લો કલર નુ મલય એ મૂકેલુ ટોપ પહેર્યુ.


નેહા પોતાના હેર સરખા કરવા અરીશા સામે ઉભી રહી ત્યારે એને જોયુ કે પોતે કેટલી સુંદર દેખાઈ રહી છે આ જીન્સ અને ટોપ મા.


મનોમન નેહા વિચારી રહી હતી કે આજે કેટલા વર્ષે જીન્સ પહેરવા મળ્યુ. આ અરીસો પણ મારી પસંદ નો છે જેમાં ઉપર માથા થી લઇ ને પગ માં પહેરા સેંડલ સુધી જોવા મળે.

નેહા અરીશા સામે જોઈ ને વિચારતી હતી કે શુ મલય આજ પણ મને આટલો પ્રેમ કરતો હશે કે મારી દરેક પસંદ ને આજે પણ એને સંભાળી ને રાખી છે?

એકદમ જ નેહા નું ધ્યાન એના ગળા પર ના નિશાન પાર ગયુ જે જોઈ ને નેહા ને કંપારી છૂટી ગઈ અને વિચારવા લાગી કે આ નિશાન જયારે મલય જોશે અને પૂછસે તો હુ શું જવાબ આપીશ?


કયું નિશાન જોઈ ને નેહા ઘબરાઈ જાય છે?


મલય કોણ છે?


નેહા પહેલા ક્યાં હતી?


મલય ને કેવી રીતે મળી?


જાણવા માટે જોડાયેલા રહો અને મને ફોલો કરો.



આપ નો અભિપ્રાય જરૂર આપજો મિત્રો...


-DC