Balidan Prem nu - 4 books and stories free download online pdf in Gujarati

બલિદાન પ્રેમ નુ.. - 4

આગળ ના ભાગ માં જોયું કે નેહા એની જૂની યાદો માં ખોવાયેલી હોય છે..

હવે આગળ,

અચાનક દરવાજો ખખડે છે... નેહા પોતાની યાદો માં થી બહાર આવે છે અને દરવાજો ખોલે છે અને સામે એક સ્ત્રી ઉભી હોય છે. બ્લુ જીન્સ અને વહાઈટ ટોપ સાથે કાન માં વહાઈટ એરિંગ્સ, ગળા માં નાનુ ડાયમંડ નું મંગળસૂત્ર, માથા માં સિંદૂર, શોર્ટ હેર અને ખુલ્લા, આંખો માં બ્લુ આઇલાઇનર અને આછી ગુલાબી લિપસ્ટિક, એક હાથ માં ગોલ્ડ ની લક્કી અને બીજા હાથ માં નાનું પર્સ અને સાથે એક બેગ તો પગ માં હાઈ હિલ્સ વાળા સેંડલ વાળી એકદમ રૂપાળી છોકરી આવી ને નેહા ને ગળે મળે છે અને બોલે છે, હાય નેહા... કેમ છે?

નેહા નું મગજ ચકરાય છે..એને કશુ સુઝતુ નથી... એ વિચારે ચઢી જાય છે!!! તો પણ એના થી બોલાઈ જાય છે... સોનિયા તુ અહીં? તારા મેરેજ થઇ ગયા?

હાસ્તો થઇ જ જાય ને! નેહા એના મંગળસૂત્ર પકડતા બોલે છે...

નેહા ઘભરાઈ જાય છે... એ વિચાર માં પડી જાય છે કે શુ મલય ના લગ્ન સોનિયા સાથે થઇ ગયા? મલય એ સોનિયા ને હા કઈ દીધુ હશે? શુ મલય મને પ્રેમ નથી કરતો? તો મારે અહીં રહેવુ જ ના જોઈએ! શુ હું વચ્ચે આવી ગઈ અત્યારે?
મારે જતુ રહેવુ જોઈએ હવે!!! નેહા ના મગજ માં એટલા બધા સવાલો ચાલતા હતા કે સોનિયા એ કઈ કીધુ જે એને સંભળાયું જ નહીં...

સોનિયા અચાનક નેહા ને બંને હાથ થી હલાવી ને પૂછે છે... નેહા ક્યાં ખોવાઈ ગઈ? અંદર નહીં આવા દે મને??

નેહા એકદમ વિચારો માં થી બહાર આવી ને હા હા બોલતા બોલતા ત્યાં દરવાજા પાસે જ બેભાન થઇ ગઈ...

સોનિયા એને પકડવા જાય છે પણ નેહા પડી જાય છે... એટલા માં પાછળ થી રામુકાકા આવી જાય છે. સોનિયા અને રામુકાકા થઇ ને નેહા ને અંદર રૂમ માં સુવડાવે છે...

સોનિયા મલય ને કોલ કરી ને નેહા બેભાન થઇ ગઈ છે એમ જણાવે છે... મલય એક ઝાટકે ઉભો થઇ ને દોડે છે... રસ્તા માં ડૉક્ટર નું ઘર આવતું હોવા થી એમને પણ લઇ ને જ આવે છે...

ડૉક્ટર નેહા ને ચેક કરી ને એક ઈન્જેકશન આપે છે...

મલય નો તો જીવ બહાર નીકળી ગયો હોય એમ ડૉક્ટર ની સામે જોયા કરતો હતો...

જેવા ડૉક્ટર ઈન્જેકશન આપી ને બેગ માં બાકી ની વસ્તુ મુકવા લાગ્યા તરત મલય પૂછવા લાગ્યો, કેવુ છે હવે નેહા ને? સારુ તો થઇ જશે ને? ક્યારે ભાન માં આવશે એ? એને કઈ થયુ તો નથી ને ?

બસ બસ મલય, એક સાથે આટલા બધા સવાલ? શાંતિ રાખ જરાક... નેહા ને કઈ નથી થયુ પણ જે પ્રમાણે રામુકાકા એ કીધુ કે સવારે નેહા ફ્રેશ હતી અને પછી જે સોનિયા એ કીધુ એના પર થી તો એવું લાગે છે કે એને કોઈ આઘાત લાગ્યો હોવો જોઈએ.. ડૉક્ટર બોલ્યા...

આઘાત? શેનો આઘાત? સોનિયા વિચારતા બોલી...

ના ડૉક્ટર... સોરી પણ નેહા ને હુ ઓળખુ છુ ત્યાં સુધી એ બોવ સ્ટ્રોંગ છે... મલય બોલ્યો.

રામુકાકા કંઈક કહેવા માંગતા હતા પણ બધા ની હાજરી માં યોગ્ય ના લાગતા ચૂપ રહ્યા...

મલય, હુ સમજી શકુ છુ તારી ભાવનાઓ ને...નેહા ને ઈન્જેકશન આપ્યું છે એના થી કદાચ એ ૧૦ એક કલાક જેવું બેભાન જ રહેશે... એટલે અત્યારે ૧૧:૩૦ થયા છે તો રાતે કદાચ ૧૦ વાગતા હોશ આવી શકે તો જરાક ધ્યાન રાખજે... બાકી હવે નેહા ઉઠે પછી જ ખબર પડે...

જી ડૉક્ટર... મલય એ રામુકાકા ને ઈશારો કર્યો એટલે રામુકાકા ડૉક્ટર ને ડ્રોપ કરવાની વ્યવસ્થા કરી આપી ...

સોનિયા મલય પાસે આવી એટલે મલય સોનિયા ને વળગી ને રડી પડ્યો... જે આંસુ મલય એ આજ સુધી દિલ ના એક ખૂણા માં કેદ કરી ને રાખ્યા હતા એ આજે વહી પડ્યા...

સોનિયા એ એને શાંત પડ્યો અને પાણી આપ્યું... સાંજ થવા આવી... સોનિયા ૨ કપ કોફી લઇ ને આવી અને બોલી... લે મલય... કોફી પી લે આરામ મળી જશે!!

મલય ને એક ફોન આવ્યો હોવા થી સોનિયા ને નેહા ની બાજુ માં બેસવાનુ કહી ને પોતે બહાર નીકળી ગયો...

સોનિયા નેહા સામે જોઈ ને પોતાની પહેલી મુલાકાત યાદ કરવા લાગી ગઈ...


આખરે કોણ છે સોનીયા?

મલય ની પત્ની?

તો નેહા કોણ છે?

રામુકાકા શુ કહેવા માંગે છે મલય બાબા ને?

જાણવા માટે જોડાયેલા રહો અને મને ફોલો કરો....

આપ નો અભિપ્રાય જણાવજો કે કેવી લાગી રહી છે આપ ને આ વાર્તા?

-DC