Balidan Prem nu - 5 books and stories free download online pdf in Gujarati

બલિદાન પ્રેમ નુ.. - 5

સોનિયા ને કોલેજ માં આવે આજે ૧૦ દિવસ જેવુ થઇ ગયુ હતુ. સોનિયા મલય અને રાજ એક સાથે જ સ્કૂલ માં હતા અને ત્યાર બાદ કોલેજ માં પણ સાથે જ જોડાયા.. સોનિયા એના માતા પિતા ની એક ની એક દીકરી હતી એટલે પહેલે થી જ લાડ માં રહેલી. હા બોલવા માં જબરી પણ મન ની સાફ હતી. રાજ ને નાનપણ થી જ સોનિયા માટે એક તરફી પ્રેમ હતો પણ સોનિયા એ વાત જાણતા હોવા છત્તા આંખ આડા કાન કરતી.

મલય આ વાત ને સારી રીતે સમજતો હતો પણ રાજ માં સોનિયા ને પ્રપોઝ કરવાની હિમ્મત જ ક્યારેય આવતી નહી. રાજ ને એક જ બીક હતી કે પ્રેમ નું કહેવા માં ક્યાંક દોસ્તી પણ જશે તો?

સોનિયા આજે રોજ ની જેમ જ કોલેજ માં આવી ત્યારે એને પોતાની જગ્યા પર નેહા ને બેઠેલી જોઈ એટલે એને એટ્ટીટ્યૂડ સાથે નેહા ને કહ્યુ, "એક્સક્યુસમી,આઈ એમ સોનિયા રાજપૂત.ધીસ ઇસ માય સીટ."

નેહા બેન્ચ પર આમ તેમ જોવા લાગી. એટલે સોનિયા એ ફરી પૂછ્યુ. વોટ હેપન? શુ શોધે છે?

કઈ નહીં. પણ હુ નામ શોધુ છુ તમારૂ. અહીં તો ક્યાંય લખેલુ નથી દેખાતુ.

બધા થોડુ હસ્યા સોનિયા પર એટલે સોનિયા ને ગુસ્સો આવ્યો એટલે બોલી, હાઉ ડેર યુ? તારી હિમ્મત કેવી રીતે થઇ સોનિયા રાજપૂત સાથે આવી રીતે વાત કરવાની? ડુ યુ નો હુ એમ આઈ?
જસ્ટ આઉટ ફ્રોમ હિયર.

નેહા ત્યાં શાંતિ થી જ બેન્ચ પર બેસી રહી અને બોલી, મિસ સોનિયા, આઈ એમ સોરી પણ આ બેન્ચ પર તમારૂ નામ ક્યાંય છે નહિ તો હુ અહીં થી નહીં ઉઠુ.

મને મારી જગ્યા બદલવાની આદત નથી. સોનિયા બોલી.

તો આજ થી આદત પાડી લે. નેહા પણ ગુસ્સા માં બોલી.

એટલા માં મલય અને રાજ આવ્યા અને બંને ને ઝગડતા જોયા.

સોનિયા નો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો. એની સાથે આજ સુધી જોઈએ આવી રીતે વાત નહતી કરી. એટલે એને પોતાનો હાથ ઉપાડ્યો નેહા ને મારવા માટે એટલા માં નેહા એ એનો હાથ પકડી લીધો અને પાછળ થી મરોડ્યો. સોનિયા બૂમો પાડતી હતી.

કાલ થી જે પહેલા આવશે અને જે પહેલા બેસે એની જગ્યા. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. ઓકે? નેહા એટલું બોલી ને એક ઝાટકે થી સોનિયા નો હાથ છોડ્યો અને એને ધક્કો વાગતા પડવા ની જ હતી કે રાજ એ સોનિયા ને પકડી લીધી.

આ શુ છે નેહા? આ રીતે કોઈ સાથે કરાય? મલય બોલ્યો.

મને શાંતિ થી કીધુ હોત તો હુ હટી જતી. પણ મારા સાથે એટિટ્યૂડ બતાવ્યો તો મારો એટિટ્યૂડ પણ સહન કરવાની તાકાત રાખવાની. નેહા ગુસ્સા માં બોલી. .

તું આને ઓળખે છે મલય? સોનિયા એ આશ્ચર્ય થી પૂછ્યુ.

હા એના ડેડ મારા ડેડ ની કંપની માં જ જોબ કરે છે એટલે...
તુ એ બધુ છોડ અને ચલ આજ નો દિવસ મારી જગ્યા એ બેસી જા.મલય સોનિયા નો મૂડ સારો કરવા માટે બોલ્યો.

મલય પણ સોનિયા ની જેમ ફર્સ્ટ સીટ પર જ બેસતો. મલય ની પાછળ ની સીટ પર રાજ અને મલય ની બાજુ ની સીટ માં સોનિયા. પણ આજે ત્યાં નેહા બેસી ગઈ હતી.

રાજ તો આજે ખુશ થઇ ગયો અને મલય સામે જોઈ ને આછુ હસ્યો. મલય એ પણ રાજ ને આંખ મારી.

મલય આજે નેહા ની સીટ ની પાછળ ની સીટ માં બેસી ગયો.

ક્લાસ પૂરો થતા બધું બેગ માં મુકતા મુકતા નેહા ની પેન નીચે પડી ગઈ એટલે એ લેવા માટે નીચે નમી અને ઉંચી થતા વખતે પોતાના હેર ઝાટકે થી પાછળ કરવા ગઈ પણ પાછળ ની સીટ પર બેઠેલા મલય ની ઘડિયાળ માં એના હેર ફસાઈ ગયા.

ઓહ... સોરી સોરી.. નેહા બોલી અને પોતાના હેર ખેંચવા ગઈ પણ એને જ ખેચાયુ એટલે મલય એ એના હેર પોતાની વોચ માં થી કાઢી આપ્યા...

તમને સોરી બોલતા પણ આવડે છે એમ? મલય એ હસતા હસતા પૂછ્યુ.

હા... કેમ? નેહા એ પૂછ્યુ.

અરે હમણાં જે રીતે તુ સોનિયા જોડે ઝગડતી હતી એ જોઈ ને લાગ્યુ નહીં. મલય કટાક્ષ માં બોલ્યો.

પણ વાંક વગર મને કોઈ બોલે તો હુ જરા પણ ના ચલાવી લઉ. નેહા બોલી.

હા પણ સોનિયા કોલેજ આવે ત્યાર થી આ જ સીટ પર બેસે છે એટલે એને તને કહ્યુ. મલય સમજાવતા બોલ્યો.

હા પણ એ જ વાત એને મને શાંતિ થી કહી હોત તો હુ ખુશી ખુશી ઉભી થઇ જાત પણ એટિટ્યૂડ તો નેહા મલ્હોત્રા કોઈ નો ના ચલાવે. નેહા બોલી.

આઈ લાઈક યોર એટિટ્યૂડ. મલય બોલ્યો.

નેહા એ સ્માઈલ આપી. જે જોઈ ને મલય નું હૃદય ધક ધક કરવા લાગ્યુ.

બધા બહાર નીકળતા હતા. એટલા માં પોતાના ઘરે જતી નેહા જયારે એકટીવા લઇ ને જતી હોય છે ત્યારે બપોર ના ૧૨ વાગે ધૂમ તાપ માં સોનિયા ને ઉભેલી જોવે છે.

નેહા પોતાનું એકટીવા એ તરફ લે છે. નેહા એ મોઢા પર દુપ્પટો બાંધેલો હોય છે એટલે સોનિયા એને ઓળખતી નથી. નેહા પૂછે છે શું થયુ કોઈ હેલ્પ જોઈએ છે?

હા ઍક્ટયુઅલી માં મારી કાર ખરાબ થઇ ગઈ છે પોતાની કાર તરફ ઈશારો કરતા સોનિયા બોલે છે. અને મોબાઈલ માં આજે બેટરી ડાઉન થઇ ગઈ છે તો કોઈ ને કોલ પણ નથી કરી શક્તિ. તમે એક મિનિટ માટે ફોન આપશો તમારો પ્લીસ?

નેહા પોતાના બેગ માં થી ફોન કાઢે છે પણ ફોન માં નેટવર્ક જ નથી હોતુ. એટલે એ સોનિયા ક્યાં રહે છે નુ પૂછે છે તો પોતાના ઘર તરફ જવાના રસ્તે જ સોનિયા નુ ઘર આવતુ હોવાથી પોતે જ ડ્રોપ કરવાનુ વિચારે છે.

નેહા મન માં જાણતી હોય છે કે સોનિયા ને ખબર પડશે કે આ નેહા જ છે તો એ જોડે નહીં આવે અને આટલા ધૂમ તાપ માં ઉભા રહેવા થી તબિયત પણ બગડી શકે છે એટલે નેહા પોતાની કોઈ પણ ઓળખાણ આપ્યા વગર સોનિયા ને પોતાના એકટીવા પર બેસાડી દે છે.


શુ થશે આગળ સોનિયા ને જયારે ખબર પડશે કે આ નેહા જ હતી ત્યારે?

શુ નેહા ભાન માં આવશે?

એ ક્યાં હતી એની હકીકત મલય ને કહેશે?

આપ નો અભિપ્રાય મને જરૂર લખજો મિત્રો...

-DC