Southi aagad, Pem Pagal - 2 - Last part in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | સૌથી આગળ, પ્રેમ પાગલ - 2 (કલાઇમેક્સ)

Featured Books
Categories
Share

સૌથી આગળ, પ્રેમ પાગલ - 2 (કલાઇમેક્સ)

સૌથી આગળ, પ્રેમ પાગલ - 2 (કલાઇમેક્સ)

હાની અબ તક: પરાગ અને પાયલ બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે પણ કોઈ કારણસર પરાગ ઘરમાં લગ્નની વાત નહિ કરતો. અને એટલે જ પાયલ બહુ જ દુઃખી થાય છે. પાયલને યાદ છે કે પરાગ એના માટે શું છે, એને એના પપ્પા મર્યા ત્યારે એને બહુ જ સપોર્ટ કરેલો અને એટલે જ હવે એને એનો સાથ જીંદગીભર જોઈએ છે! એક હોટેલમાં બપોરે કોઈ નહિ ત્યારે આ બંને છે અને પરાગ એના હાથથી પાયલને ખવડાવે છે. પણ પોતે ઘરમાં લગ્નની વાત નહિ કરતો એમ જાણીને પાયલ દુઃખી થઈ જાય છે.

હવે આગળ: "તને ખબર છે, જ્યારે ભગવાનની ઈચ્છા હોય છે ને ત્યારે આપને ગમે એટલી કોશિશ કરીએ દૂર કરવાની પણ મળનારા મળી જ જાય છે!" પરાગે એક અલગ જ આત્મવિશ્વાસથી કહ્યું.

"ઘરમાં કહેવાની તો હિંમત નહીં ચાલતી! ખુશ થઈ જજે, મને બીજા કોઈની થતો જોઈ ને! તારે જે કરવું હોય એ પણ હું તારો પીછો નહિ છોડવાની! હું તારા વગરની લાઇફ ક્યારેય ઇમેજિન જ નહિ કરી શકતી યાર!" પાયલની આંખો રીતસર વહેવા લાગી. એની મોટી મોટી આંખોમાંથી આંસુઓ પડતા જોઈ પરાગની આંખોએ પણ પ્રતિક્રિયા આપી.

"શાંત થઈ જા, બાબા!" પાયલે ખુદના ચહેરાને ટેબલ માં ઢાળી દીધો હતો.

પરાગ એનાં માથાને સહેલાવી રહ્યો હતો.

"કાશ પપ્પા હોત.. મને લાઇફમાં એમની કમી જેટલી આજે ફીલ થાય છે પહેલાં ક્યારેય નહી થઈ!"

"શાંત થઈ જા, બાબા!" પરાગે એને બાહોમાં લઇ લીધી.

"તું ખાલી મારા પર વિશ્વાસ રાખ.. હું પણ તો તને બહુ જ પ્યાર કરું છું ને! મારે પણ તને નહિ છોડવી! તું મારો પણ તો લવ છે ને!" પરાગ એને સમજાવી રહ્યો હતો.

ઘરે મહેમાનો આવ્યાં હતાં અને એટલે જ કામ જ કર્યા કરતી હતી તો આજે તો એને ખાધું પણ નહોતું, ઉપરથી મહેમાનને લીધે જ બંને મળ્યાં પણ ઘણા સમય બાદ હતા તો એટલે જ એને મળવાની બહુ જ જીદ કરેલી. જાણે કે ગમે એટલો થાક હોય કે બેચેની હોય પણ જો થોડી વાર પણ પરાગ સાથે વાત થઈ જાય તો જાણે કે એના માટે આખો દિવસ ખુશ રહેવું શક્ય હતું!

પરાગે એને પાણી પીવડાવ્યું.

"જો, તું ઘરે વાત નહિ કરે ને તો, હું સાચું કહું છું, હું જીંદગીભર લગ્ન નહિ કરું! યાર પ્યાર કર્યો છે મેં મજાક થોડી!" એને પરાગને ગળે લગાવી લીધો. જાણે કે બસ એક એ જ એનો સહારો હોય એમ એણે અત્યારે ફીલ થઈ રહ્યું હતું. અને હા, હતું પણ તો એવું જ ને! પાયલનાં પપ્પા મર્યા ત્યારે પણ તો પરાગે જ તો એને સાચવી લીધી હતી ને! વાત હોય અસાઇન્મેંટ્સ ની કે કોઈ નાની મોટી વસ્તુની કે એનો મૂડ ઓફ હોય તો પણ એ એને નાની છોકરીની જેમ સાચવતો હતો! એને પેમ્પર કરતો. એની નાની મોટી દરેક જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખતો. પાયલ એ બધું ભૂલી નહોતી એને હા, એને આવો જ સાથ જીંદગીભર માટે જોઈતો હતો!

બંનેની બોન્ડિંગ બહુ જ જબરદસ્ત હતી. એક બીજાનો ઈશારો પણ સમજી જાય. અને હા, આખો દિવસ બસ વાતો જ કર્યા કરે, એવી તો કેટલીય રાતો હતી, જે એમને કોલ પર કે ચેટથી વાતો કરીને પસાર કરી હતી!

🔵🔵🔵🔵🔵

આજે તો પાયલની ઈચ્છા જ નહોતી કે એ પરાગને છોડીને જાય, પણ શું કરે, ઘરે જવાબ પણ તો આપવો પડે ને!

આવી ત્યારથી જ એનો મૂડ ઓફ હતો, ઉપર થી પરાગનો કોલ પણ નહોતો આવ્યો તો વધારે ખરાબ લાગી રહ્યું હતું. બસ આટલામાં જ આવું થાય છે તો જ્યારે ખરેખર દૂર જવું પડશે ત્યારે?!

એને તુરંત જ પરાગને કોલ કરી દીધો.

"હમ, બોલ આટલા વાગ્યે તો ક્યારેય કોલ નહિ કરતી.." પરાગે પણ પહેલી રીંગ માં જ કોલ ઉઠાવી લીધો જાણે કે એના કોલનો જ વેટ કરતો હોય!

"સુરત વાળા રિશ્તા ના છોકરાનો ફોટો જોયો?!" પરાગે પૂછ્યું.

"મારે કંઈ જ નહિ જોવું!" પાયલે ચિડાતાં કહ્યું.

"જો તો ખરી!" પરાગે કહ્યું તો એને જોયું, ફોટો ખુદ પરાગનો જ હતો! એમના રિશ્તા ની જ વાત હતી! પરાગે એની મમ્મી સાથે વાત કરીને બધું જ ગોઠવી દીધું હતું!

"ઓહ માય ગોડ!" પાયલ રીતસર કૂદી જ પડી. એને બહુ જ ખુશી થઈ રહી હતી.

(સમાપ્ત)