Subdata Madda in Gujarati Short Stories by Ramesh Desai books and stories PDF | સબડતા મદડા

Featured Books
Categories
Share

સબડતા મદડા

જીવી રહ્યાં છીએ, એક આશ્વાસને શ્વાસ ગતિમાન છે,,
મૃત્યુ પામ્યાની લાગણી પીડે છે, આત્મા મૃત :પ્રાય છે.
પુણ્ય કમાવાની આશે પાપ લીલાનો આંક વધતો જાય છે
જીવન જીવવાની આશે હર પળ મૃત્યુ વિટળાતું જાય છે

નોંધ પોથી ના પ્રથમ પાને પોતાના જ શબ્દો વાંચી પુષ્પા
કાંપી ઊઠી. શબ્દોના ગૂંચળા તેના જીવન ને આકૃત કરતાં નિહાળી તેને મરી ગયાની અનુભૂતિ થઈ આવી. વૃદ્ધાવસ્થાને આરે આવી પુષ્પા તદ્દન એકલી જ હતી. દુનિયામાં કોઈ પોતાનું નથી.

' જવાની જવાની, પણ બુઢાપો કદી નથી જતો. '

આ વાત કેટલી સાચી હતી?

નોંધ પોથીના પાના પર નજર પડતાં પુષ્પાના દિમાગ માં
સવાલ ઊઠ્યો. ' આશા ' શબ્દ વાંચતા તેનો ભૂતકાળ જીવતો થઈ ગયો.

આશા જેલ માં છે. તેની સ્મૃતિ એ પુષ્પા કાંપી ઊઠી. ધસી આવેલા આંસુ ને સાડલા વડે લૂંછી તે નોંધપોથી વાંચવા માંડી.

તારીખ : 07/04/1926 : મારે માટે કેટલો મહત્વપૂર્ણ હતો. નવ મહિના પેટમાં ભાર ઉપાડી મેં આશાને જન્મ આપ્યો હતો. મારે માટે એક ઉત્સવ જેવા આનંદ નો દિવસ હતો.

વળી એક વર્ષ અગાઉ મારા લગ્ન રમણ લાલ સાથે થયા હતા. મારે માટે બેવડો આનંદ હતો. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા બર આવી નહોતી. મેં પુત્રી ને જન્મ આપ્યો હતો. તેથી પતિ ને નિરાશા ની લાગણી ઉદભવી હતી. મેં તેમને દીકરા દીકરી વચ્ચે ભેદ રાખવાની મનાઈ કરી હતી. પણ તેમના પર કોઈ જ અસર થવા પામી નહોતી.

ભગત નર્સિંગ હોમમાં તેમનું સોગિયું ડાચું જોઈ હું પણ અત્યંત હતાશ થઈ ગઈ હતી.

દીકરી ના જન્મે એક બાપ ઉદાસ કેમ થઈ જાય છે?
મને સમજાતું નહોતું. ઘોડિયામાં સુતેલી દીકરી નો ચહેરો જોયા વિના તેઓ ઓફિસે જતાં રહ્યાં હતા. આ વાતે મને ઓછું આવી ગયું હતું. મેં આશા ને ગળે વળગાડી મારા રૂદન ને ખાળવા નો પ્રયાસ કર્યો હતો.

પાનું પલટાયું :

તારીખ : 15/07/1926 : પુત્રી નો નામાધિકરણ દિવસ. પતિની ઉદાસીનતા ને કારણે નામ મોડું પાડ્યું હતું. વળી નણંદ પણ આવવા માટે ત્રાગા કરી હતી. આ સ્થિતમાં મેં જ તેનું નામ આશા પાડ્યું હતું. તેની મુખાકૃતિ, તેનો ગૌર રંગ મને ઘણા ગમતા હતા. ખરેખર તે મારા નવ જીવનની આશા હતી.

તે યાદ આવતા પુષ્પા ની આંખો ભીની થઈ આવી.. સાડલા ના છેડે આંસુ લૂંછતા તેણે પાનું ફેરવ્યું.

તારીખ : 15/03/1930 : મારે માટે ગોઝારો દિવસ પુરવાર થયો. પુત્ર ની આશ લઈ મારો પતિ પ્રભુને પ્યારો થઈ ગયો. હદય કારમા આઘાત થી ચિરાઈ ગયું. જીવનની વિષમતા, સરિયામ નિષ્ફ્ળતાથી તેઓ અત્યંત કંટાળી ગયા હતા. આ ટાણે જીવલેણ બીમારીએ તેમને આ દુનિયાથી દૂર કરી દીધા હતા.

મરતી વખતે તેઓ એટલું જ બોલ્યા હતા :

" પુષ્પા! મને માફ કરજે!!"

કોને સહારે આ જીવન યાત્રા આગળ ધપાવીશ?
કોણ છત્ર આપશે?

મન મક્કમ કરી હું આશા ખાતર આગળ વધતી ચાલી.

તારીખ : 16/06/1934 : પતિના દેહ વિલય ને ચાર વર્ષ વીતી ગયા હતા.

સમય જતાં ક્યાં વાર લાગે છે?

સૌ પ્રથમ આ જ દિવસે આશા મારા થી અળગી થઈ હતી. તે બીમાર હતી. તેથી તેને ભણવા મોકલવામાં મોડું થયું હતું.

ત્યારે પણ તેણે ખુબ જ ધમપછાડા કર્યા હતા. પછી ધીમે ધીમે અડોશ પડોશ ના લોકો ને જોઈ તેને ભણવામાં રસ જાગ્યો હતો.. તેથી મેં રાહત ની લાગણી અનુભવી હતી.

રોજ રોજ નવા કપડાં પહેરી આશા મારી આંગળી ઝાલી નિશાળે જવા માંડી. પોતાની જાતે દાદર પણ ચઢતા ઊતરતા શીખી ગઈ. તેનો grasping power પણ તેજ હતો.

ટૂંક સમયમાં તે ઘણું બધું શીખી ગઈ હતી.

દરરોજ મને કહેતી હતી. " મને મોટર ચિતરી દે... બિલાડી દોરી આપ.. " કહીને મને પજવતી હતી.

" ઘૃણા ઘણી વાર માનવી માનવી વચ્ચે દીવાલ ખડી કરી દે છે... તેવી જ રીતે અતિશય લાગણી અને તેમાંથી જન્મતી અધિકારની ભાવના માણસ ને પાયમાલ કરી નાખે છે. "

Quotation પર થી નજર હટાવતા પુષ્પા એ પાનું ફેરવ્યું.

તારીખ : 15/07/1942 : હવે આશા યુવાની માં કદમ માંડી ચૂકી હતી. જીવન ભરતી ઓટનું બીજું નામ છે. એકાએક તેના જીવનમાં આંધી આવી ગઈ.

કોલેજના પગથિયે પગ રાખતા જ આશા એક યુવાનના પ્રેમ માં પડી ગઈ. ' ઘેર બેઠા ગંગા ' આ ખ્યાલે મેં રાહતની લાગણી અનુભવી. પણ તેઓ ખુબ જ આગળ નીકળી ગયા હતા. તેનો પગ લપસી ગયો હતો. તે જાણી મારા દિલમાં દીકરી પ્રત્યે નફરતની લાગણી જાગી હતી.

પરિસ્થિતિની જાણ થાય તે પહેલા જ તેને અંધારામાં રાખી તેના કહેવાતા પ્રેમી એ દેવું ફ્રેડવા આશા ને ફૂટણ ખાના ના દલાલ ને વેચી નાખી. આ જાણી મારા પર આભ તૂટી પડ્યું. આશા ન જન્મી હોત તો?

પતિની યાદ આવતા આંખોમાં આંસુ આવી ગયા..

પુષ્પા આગળ વાંચી ન શકી. તે પોતાના જ લાડ પ્રેમને દોષિત માનવા માંડી. આશા ના પ્રેમ પ્રકરણ બાબત તપાસ કરવાની આ એક મા તરીકે તેની ભૂલ હતી. હરખાઈ જવાને તેના પાત્ર ની યોગ્યતા ચકાસવાની જરૂર હતી. તેણે જરા પણ તકેદારી જાળવી હોત તો? દીકરી બરબાદીના માર્ગે ન ગઈ હોત!!

પણ તે ખુદ પોતાની દુનિયામાં ઓતપ્રોત થઈ ગઈ હતી.
નવલકથા ની રુચિ એ તેને કુલ દીપક નામના લેખક પ્રતિ આકર્ષિત કરી હતી. બધું છોડી તે તેની સાથે જ રહેતી હતી..

આટલા વર્ષો બાદ એકલતા તેની દુશ્મન બની ગઈ હતી. તેની હાલત સબડતા મદડા જેવી થઈ ગઈ હતી.

લાગણી ના દાવે તેની સ્વતંત્રતા પર તરાપ મારવાની રમત ખુદ તેને ભારે પડી હતી.

એક વાર આશા તેની સહિયર અને તેના ભાઈને લઈ મોડી રાતે ઘરે આવી હતી. અને મા ને પૂછયા વગર તેમને રાતના ઘરે રોકી લીધા. આથી પુષ્પા નું અહમ ઘવાયું. તેણે તેમના દેખતા જ દીકરી ને ઝાટકી નાખી. આથી તેમને માઠું લાગી ગયું. તેમણે આશા સાથે મિત્રતા તોડી નાખી. આ જ કારણે મા દીકરી વચ્ચે ચડભડ થઈ ગઈ. તેણે કુલ દીપકના મા સાથે ના સંબંધ તરફ આંગળી ચીંધી. અને બંને એકમેક ના દુશ્મન બની ગયા.

આ વાત ને વર્ષોના વ્હાણા વીતી ગયા. કુલ દીપક સાથેના સંબંધ માં ફાટ પડતાં પુષ્પા પુન : એકાંકી બની ગઈ.

એ જ અરસામાં માલદાર વેપારીની સોબત મળતા તે તેની શૈયા સંગિની બની ગઈ. ઘણી વાર આ રસિક જીવડો કુમળી કળી ને પણ મસળી નાખવામાં આનંદ માણતો હતો, તે કોઈ વાર જીર્ણ વૃક્ષ ના પાંદડા ખાઈને સંતોષ માણતો હતો.

લાંબા ગાળે મા દીકરી નો વિચિત્ર સંજોગો મા મેળાપ થયો. બંને એકમેક ના સાચા રંગ પારખી ચકિત રહી ગયા. બંને એક જ વેપારીની શૈયા સંગિની બની ને રહી ગયા હતા. તે વાતથી પુષ્પા ને ઘણો આઘાત લાગ્યો.

" રાંડ મારા સુખ મા ભાગ પડાવવા દોડી આવી ગઈ "

મા દીકરી ની સામસામી ટક્કર થઈ. ગુસ્સાના આવેગમાં આશાએ ગોળી છોડી. જે પુષ્પા ને ના વાગતા વેપારીને વાગી ગઈ અને તે રામ શરણ થઈ ગયો.

આશા ને ખૂનના આરોપ સર જેલની આકરી સજા થઈ. અને પુષ્પા ફરી થી એકલી થઈ ગઈ. વારંવાર તેની આંખો સામે હસતી રમતી આશા તરી આવતી હતી. પુષ્પા ની ભીતર ની મા તો ક્યારની મરી ચૂકી હતી.

તે તદ્દન ભાંગી ચૂકી હતી. એક પુરુષ થી બીજા પુરુષ પાસે જવામાં જ તેની જિંદગી સમાઈ ગઈ હતી. તેનાથી તેનો માનસિક અજંપો જ તેનો દુશ્મન મળી ગયો હતો. તે ખરેખર અધમતા ની ખાઈ મા ઘકેલાઈ ગઈ હતી. વેરાન જંગલમાં સબડતા દુર્ગંધ મારતા મદડા થી વિશેષ તે કાંઈ જ નહોતી. મન ફાવે ત્યારે ગીધડા પોતાની બુભુક્ષા સંતોષવા આવતા હતા. અને તેના દેહને ચૂંથી જતાં હતા. તેના કરતુતો એક ધંધા વાળી ને પણ શરમાવતા હતા.

000000000000000000000