Jog laga de re prem ka roga de re - 5 books and stories free download online pdf in Gujarati

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 5

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:5"



આપણે આગળ જોઈ ગયા કે...પાર્થિવ અને આર્વીની સફર ધીમે ધીમે વધુને વધુ રંગમાં ઓળઘોળ બનતી જાય છે.આખાય સ્કુલમાં આ સફર ચર્ચાસ્પદ બની ગઈ હોય છે.સ્કુલમાં વાર્ષિકોત્સવ હોય છે.એની તૈયારી ચાલતી હોય છે એમાં રાધાકૃષ્ણના જીવન આધારિત ડ્રામાની પણ એક કૃતિ હોય છે.આ રોમાંચક સફરમાં કેવો વળાંક આવે છે.બેઉને વધુ દૂર લઈ જાય છે કે આ પરિસ્થિતિ બેઉને વધુ નજીક લાવે છે.

માલતીબહેન: એ...પાર્થિવ ચાલ તો બેટા...ઘરમાં સફાઈ કરવી છે તો તું થોડીવાર માટે રમવા જા...આખોય દિવસ વાંચી વાંચીને તુ પણ તો કંટાળ્યો હશે ને?

પાર્થિવ: મમ્મી થોડા ઓછા ઊંચા અવાજે બોલતી હોય તો?હું વાંચુ છું..

માલતીબહેન: એ...શાંતિ રાખ..એ...તો મને પણ ખબર છે કે તું
કેવુ વાંચે છો તે...તું વાંચતો હોય તો તારું રિઝલ્ટ કેટલું અવ્વલ આવોત.

પાર્થિવ:ગમે તેટલું વાંચીએ તોય...તને ઓછું જ લાગે.ખબર નહીં કે તને શું પ્રોબ્લેમ છે.કંઈ સમજાતું નથી.

માલતીબહેન:મહેનત આ તે કંઈ મહેનત કહેવાતી હશે મહેનત તો અમે જ કરતાં...ઘરનું કામ ખેતરનું કામ અને અભ્યાસમાં પણ પહેલા..અને એક તો...તમે છો કે...મહેનત કરતાં પાર વગરની માંગણીઓ વધુ કરો.

પાર્થિવ: અત્યારે થઈ ગયુ તારુ,જે તારે કહેવું હોય તે કહે પરંતુ જ્યારે હું કંઈ મોટો બને એટલે તને જ મારા ઉપર ગર્વ થશે...

માલતીબહેન: જ્યારે તારા દમ ઉપર પાપડ તોડી શકે? પછી જ કહેજે...

આ વિવાદ ઉગ્ર થવાની તૈયારીમાં હતો પરંતુ રાત્રીના 12 વાગ્યા હતા.

પાર્થિવ: મમ્મી થોડોક તો વિચાર કર બોલવામાં...રાત્રિના 12 વાગ્યા છે ક્યાં બહાર જાવ...શું બોલે છે જરા વિચારીને તો બોલ...

માલતીબહેન:હવે તું મને શીખવીશ એટલો તુ મોટો થઈ ગયો છો...

પાર્થિવ:મમ્મી તુ જાતે જ ઘડિયાળ જોવાની તસ્દી લે તુ દેખતાં આધળાનો ડોળ શું કામ કરે...છો કંઈ સમજ નથી આવતું, આમ પણ મારે બહુ તૈયારી કરવાની બાકી છે.

ગૂડ નાઈટ...

માલતીબહેન: આ છોકરો સાચે જ મારુ ફેરવી નાંખશે...

*********

આમને આમ સવાર પડી,

સ્કુલમાં જવાની તૈયારી કરી રહેલો પાર્થિવ એકાંતે હસી રહ્યો હતો.આ જોઈ માલતીબહેન ન વિચારવાનું વિચારી બેઠા.આ વ્હેમ દિવસેને દિવસે વધતુ ગયુ.

પણ પાર્થિવ તો રહ્યો મનમોજી યુવાન એને ક્યાં કંઈ વાત સ્પર્શે.એ...ને...તે તો...બેગ ઊપાડી નિશાળે ગયો.ત્યાં તેને ઘરની પળોજણને કચકચથી નિરાંત રહેતી.એ...જગ્યા હતી આર્વી ખભો.જ્યાં તે પોતાનું માંથુ મૂકી હળવાશ અનુભવતો.પરંતુ ત્યાં જ બેલ વાગ્યો સૌ ક્લાસમાં બેસી ગયા.

ક્લાસમાં નવા નિયમો મૂજબ વાતાવરણ કડક હતું તો દિલની કૂણાશ પણ ક્યાં કંઈ ઓછી હતી?પરંતુ સમય સમયને માન અત્યારે એ પ્રમાણે જ રહેવું.

રિતિકામેડમ: ગુડ મોર્નિંગ વિદ્યાર્થીમિત્રો

સૌ વિદ્યાર્થીઓ: ગૂડ મોર્નિંગ મેડમ...

રિતિકામેડમ: હું તમારા માટે એક ખુશ ખબરી લઈ આવી છું...

સૌ વિદ્યાર્થીઓ: મેડમ...જલ્દી બોલો ને...જલ્દી બોલો ને...

રિતિકા મેડમ: પહેલા શ્વાસ લો...ને આંખો બંધ કરો...

સૌ વિદ્યાર્થીઓ: આ શું વાત થઈ?ભલી...વાત અમારે કાનેથી સાંભળવાની કે આંખેથી?

ત્યાં મોનિટરની રાડ પડી...

મોનિટર: બીનજરૂરી અવાજ નહીં.

સૌ વિદ્યાર્થીઓ દલીલો રજુ કરે તે પહેલા રિતિકામેડમે તેમને આંખ દેખાડી.

સૌ કોઈ ચૂપ થઈ બેસી ગયુ.

રિતિકામેડમ: આપણી સ્કુલમાં વાર્ષિકોત્સવ છે તો વર્ગમાં બે કૃતિઓ તૈયાર કરવાની છે એક ગરબો અને બીજુ કૃષ્ણલીલા આધારિત નાટક છે...

સૌ છોકરાવ આ સાંભળી પહેલા તો હરખાઈ ગયા...

રિતિકા મેડમ: પુરી વાત તો સાંભળો.અવાજ અવાજ અવાજ બીજી વાત જ નહીં..

એક મિનિટ છોકરીઓ,

સૌ છોકરીઓ: જી...

રિતિકામેડમ: ગરબા માટે નામ લખાવો...
અને હા...એક એક બોલજો...

સૌ છોકરીઓએ નામ નોધાયુ....

સૌ છોકરાવ: એ...મેડમ અમારે શું કરવાનું ખાલી તાલી જ મારવાની...?

રિતિકા મેડમ: શાંતિ રાખો...જરા આમનું નામ નોંધાઈ જાય પછી તમારો વારો...

સૌ છોકરાવ: જી...મેડમ...

સૌ છોકરીઓ: લખાઈ ગયા મેડમ... હવે અમે ગરબો પસંદ કરી આવીએ....

રિતિકામેડમ: એમ નેમ ગરબો ન પસંદ કરતાં મને બતાવજો...

સૌ છોકરીઓ: જી મેડમ...

રિતિકામેડમ: સૌએ ફરજિયાત ભાગ લેવાનો છે આર્વી...તે કેમ નામ નથી લખાયું...

સૌ છોકરીઓ: આનુ પણ નામ નોંધવુ પડશે? એક તો આના કારણે તો પાબંદી લાગી ગઈ છે.ખબર નહીં હજી શુ આના કારણે ખેલ જોવાના બાકી છે...

રિતિકા મેડમ: સૌએ સાથે મળી કામ કરવાનું છે વાદ વિવાદ કર્યા વગર.

અને હા,

સૌ છોકરા છોકરીઓ તમારા પર્ફોમન્સના આધારે જ નક્કી થશે કે,કોણ વાર્ષિકોત્સવમાં રહેશે તે ઓલ ધ બેસ્ટ!

ત્યાં બેલ વાગ્યો ને મેડમ સ્ટાર્ફરૂમમાં ગયા...

વધુમાં હવે આગળ...

કેવો રહે છે આ વાર્ષિકોત્સવ?પાર્થિવ અને આર્વીની પ્રતિભા કેવી રહે છે?તે આપણે "જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:6"
ફરી મળીએ.