Jog laga de re prem ka roga de re - 6 books and stories free download online pdf in Gujarati

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 6

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:6"


આપણે જોઈ ગયા કે,સ્કુલમાં વાર્ષિકોત્સવની તૈયારી ચાલી રહી હોય છે.રિતિકામેડમે આપેલા સૂચન મુજબ સૌ કોઈ કામ સોંપી દીધું હતું પરંતુ આર્વી સુનમુન બેઠી હતી આ જોઈ તેમનાથી પુછાઈ ગયું કે આ તે શું વાત થઈ?કેમ આર્વી શું થયું તને...?તો અહીં પાર્થિવ મસ્તીએ ચડ્યો હતો.આર્વીને મન તો
થઈ રહ્યું હતુ કે નજર પલકાયા વગર બસ પાગલની જેમ નિહાળ્યા કરે...પરંતુ મેડમ બેઠા હતા તો આ કેમ શક્ય બને પરંતુ વ્યાકુળ દિલને તે કેમ કરી મનાવે તે હવે જોઈએ.

રિતિકા મેડમ બાકી સૌથી અલગ વ્યક્તિત્વ હતુ એ હંમેશા વિદ્યાર્થીઓ સાથે ઊભા રહે કંઈ પણ થાય.

પોતાની મન પસંદ બુક "સાત પગલાં આકાશમાં"વાંચી રહેલા એ નવલકથાની નાયિકા સાથે પોતાની જાતને સરખાવી ગહનતામાં ડૂબી ગયેલા.

ત્યાં જ એકાએક ચૂટકી વાગી."એ...બેન ક્યાં ખોવાઈ ગયાં?

રિતિકા મેડમ: અરે...તમન્ના મેડમ...શું થયું તમે કેમ અહીં..?તમારે તો સૌ સ્ટાર્ફ સાથે બેસવું જોઈતુ હતુ.

તમન્ના મેડમ: ઓ..હલ્લો રિતિકા તુ મને ન શીખવ કે મારે શું કરવું તે હા...મારા જીવનના નિર્ણય હું લઈ શકુ છું.

રિતિકા: તો તમે અહીં આવ્યા એનું કારણ જાણી શકુ હું....?

તમન્ના: મને લાગ્યું કે રિતિકાને હેરાન કરતી આવુ થોડી.

રિતિકા: બેસો...કેવી તૈયારી ચાલે છે વાર્ષિકોત્સવની તમારે...

તમન્ના: ચાલે જાય છે...ચાલ ત્યારે પછી મળીએ તું નોવેલ કર...ત્યારે...ક્લાસમાં પણ જાવાનુ હશે.બાળકો કેવી પ્રેક્ટિસ કરે છે તે જોવાનુ પણ હશે...ચાલો ત્યારે પછી મળીએ...

રિતિકા:ઊભા તો રહો બેસો તો....
તમન્ના:તુ કામ કરે ને મને નવરી જોઈ પ્રિન્સિપાલ સર મને પણ કામમાં દબોચે એ પહેલાં ચાલ્યા જાવુ યોગ્ય છે...

રિતિકા અને તમન્ના બેઉ ખાસ સહેલી હતાં,એકબીજા વગર એકમિનિટ પણ ન ફાવે.બેઉ વાતે વળે તો એક યુગ પણ ઓછો પડે પરંતુ વાતો એમની પુરી ન થાય બેઉ એક જ સ્કુલમાં નોકરીએ લાગ્યા.

રિતિકા: બહુ ગજબ છે આ તો બેસવું નથી...

તમન્ના:ના...રે....ગણિત વિજ્ઞાનની તૈયારી પણ તો કરવાની છે.મારે...

તો અહીં સૌ કોઈ વર્ગખંડમાં તોફાન કરી રહેલું મોનિટરનું તો કોણ સાંભળે?

રિતિકામેડમના રૂમમાંથી આવી રહેલો અવાજ સૌને ભણવામાં ખલે પહોંચાડી રહેલો.

રિતિકામેડમ ગુસ્સામાં ફૂટપટ્ટી સાથે પ્રેક્ટિસ રૂમમાં પ્રવેશ્યા.

લાઉડ ડી.જે.વાગી રહેલું જોઈ રિતિકામેડમ પણ ત્રસ્ત થઈ ગયા.

તો છોકરાવના તો હજી ઓડિશન પણ લેવાના હતા.સ્ક્રીન ટેસ્ટ બાદ...પહેલી પસંદગી પાર્થિવ પર ઉતારી ને સૌ કોઈ છોકરાવ અકડાઈ ઊઠ્યા...

અર્જુન: પરસ્પર ચર્ચા કરી રહેલા,"આ તો વધારે જ પડતું નથી થઈ રહ્યું...!

ઉત્કર્ષ: એટલે શું બોસ સમજ્યા નહીં...

અર્જુન: જો પાર્થિવને જ કૃષ્ણ બનાવવાનો હતો તો ઓડિશન લેવાનો ડોળ શું કામ...? ખબર નથી પડતી કે પાર્થિવે શું જાદુ કર્યો છે.સૌ ઉપર...

આ પાર્થિવના બચ્ચાનુ તો કંઈ કરવુ જ પડશે નહીં તો આપણે ખબર નહીં શું સહન કરવું પડશે એના કારણે...

તો અજીત એમાં બોલી ઉઠ્યો,શું થઈ શકે આમાં તો ? આપણે સૌ ભેગા મળી પાર્થિવરૂપી કાંટાને હટાવી દઈએ તો કેમ રહે?

ખરા તાપનો સમય છે,સૌ છોકરાવ પાર્થિવને આ દુનિયામાંથી હટાવવાની યોજના ઘડી રહેલા.તો સૌ છોકરીઓ આર્વીને નસીબદાર સમજતી.આર્વી પાસેથી પાર્થિવને કેમ કરી છીનવી લેવો તેના સપનાં જોતી હતી.

આર્વી સાથે કોઈ ખાસ સંપર્ક ન રાખતું,આર્વીને કેમ સૌની સામે નીચી દેખાડવી એના પ્રયત્ન ચાલી રહેલા.

પરંતુ આ બુઝદિલ પ્રજા શું જાણે કે કોઈનો પ્રેમ પામવો નથી આસાન એ માટે ઝેર ઉદરે ઉતારવા પડે છે,પ્રેમમાં ફક્ત આપવાનું જ હોય છે ત્યાં પરત કે ઉધાર શબ્દોને જગ્યા જ નથી હોતી.

આર્વીને મનથી તોડવા સૌ છોકરીઓએ એકલા કરી દીધી.

ગરબાની કૃતિમાં નામ નોંધાયા પરંતુ આર્વીનુ નામ તો કોઈએ લખ્યું જ નહીં ઈર્ષ્યાવશ.

આર્વી વર્ગશિક્ષકને તેની સાથે થઈ રહેલા વર્તનની વાત કરતાં રડી પડે છે.

રિતિકા મેડમ સમજુ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી હોય છે.
રિતિકામેડમ રડતી આર્વીના માથે હાથ મૂકી કહે,"બેટા હું સમજુ છુ તારી વ્યથા પણ હું તો તને એક જ વાત કરીશ એક મિત્ર તરીકે...જો તુ મને ખોટી ન સમજ તો...

આર્વી: બોલો ને મેડમ...તમે જે કહેશો તે મંજૂર...પણ મેડમ...પાર્થિવને હું મારો માની બેઠી છું એ મારો શ્વાસને હ્રદયનો ધબકાર છે.જો એના વગર જીવવાની કલ્પના કરુ તોય રૂવાડા ઊભા થઈ જાય મારા...તો આ પરિસ્થિતિ જો હકીકતમાં ફેરવાઈ તો હું....આટલું કહીને રડી પડી..

રિતિકામેડમ: પણ બેટા આર્વી તુ ભણવામાં ધ્યાન આપજે,આ ઉંમર ફરી નહીં આવે.માટે દિકરા તુ રડ નહીં આજ પછી કોઈ જ કશુ નહીં કહે તમને બેઉને પણ પહેલાં તમારે પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે...

આર્વી:હા મેડમ તમે અમારી મદદ કરી રહ્યા છો એ બદલે આભાર...અમારાથી કોઈ એવું વર્તન નહીં થાય જેના કારણે સ્ટાર્ફરૂમમાં તમારે નીચા જોવુ પડે.

રિતિકામેડમ:તને જે આવડે એ કૃતિ તુ પ્રસ્તુત કરી શકે છે....આર્વી...તને એકાંકી ભજવતા સારુ આવે છે તું એ કર તો કેવું સરસ રહે?

આર્વી:હા...મેડમ હું કરીશ આટલું કહી આર્વી મેડમને પ્રેમથી ભેટી પડી.

રિતિકામેડમ:ચાલ આંસુ લૂછ ને એક સ્માઈલ આપ તો દિકરા...

આર્વી: હા...મેડમ...

રિતિકામેડમ: ગૂડ ગર્લ વર્ગમાં જાય તો તુ તારી પ્રેક્ટિસ કરજે.પાર્થિવને હેરાન ન કરતી ખોટો...

આર્વી:શું મેડમ તમે પણ

ગોરા ગાલ તો માનો કે શરમથી લાલ બની ગયા.

વધુમાં હવે આગળ

આ...તે...કેવી વિટંબણા પ્રેમના નામે સર્જાઈ રહેલી અવ્યસ્થાથી રિતિકા મેડમ વાકેફ થાશે?શું વર્ગમાં બગડેલો માહોલ સુધારી શકશે....?શું વાર્ષિકોત્સવની સ્પર્ધા હોય છે?કે એકબીજાના કાંસળ કાઢવાની કંઈ સમજ નથી આવતુ રિતિકા મેડમ વર્ગમાં માહોલ સુધરે એ માટે શું પ્રયાસ કરે છે?તે આપણે "જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:7"માં મળીએ.ફરી મળીએ નવા વળાંક સાથે...