Jog laga de re prem ka roga de re - 10 books and stories free download online pdf in Gujarati

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 10

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે...ભાગ:10"


પાર્થિવ અને આર્વીનુ બંધ પ્રેમ પ્રકરણ હવે ધીમે ધીમે એક વેગ પકડી રહ્યું હતું,રિઝલ્ટનો દિવસ હતો આર્વીને તો ખબર જ નોહતી કે રિઝલ્ટ એવી તે શુધ્ધબુદ ખોઈ બેઠી હતી.આ પ્રેમ કહાની આગળ વધે છે કે જીવનમાં નવો વળાંક આવે છે તે હવે જોઈએ....

પાર્થિવ: એ...તુ સમજવાની કોશિશ કર આર્વી કરિયર ને પણ તો મહત્વ આપવું જ રહ્યું ને...

આર્વી: હા...એ પણ તો છે,પણ હવે બસ....ડિયર આપણે બહુ દૂર રહ્યા હવે નહીં,હવે બહુ ઝુરાપો વેઠી લીધો હવે મારાથી નથી વેઠાતો...
ચલ ને પાર્થિવ આપણે બેઉ એક શાંત કિનારે બેસીએ તુ આવીશ ને મારી સાથે...

પાર્થિવ: એ...આર્વી હોશમાં આવ તો,તુ આટલી બધી ઉતાવળી ન બન હજી તો ખરો સંઘર્ષ તો હવે શરૂ થાશે...આપણો...એટલે પોતાની જાત પર તુ કાબુ કેળવતા શીખી જા તો એ તારા માટે બેટર રહેશે...

આર્વી: એટલે તુ નહીં માને એમ જ ને એમ જ ને...

પાર્થિવ સહેજ ઢંઢોળી આર્વીને કહે"
એ...આર્વી પાગલ નહીં બન,હોશમાં આવ એ...આર્વી...હોશમાં આવ તો,

આર્વી:અરે...હું હોશમાં જ છું અને મેં તને ક્યાં કંઈ ખોટું કહ્યું છે,આપણે બેઉ શાંત તળાવ કિનારે બેસીએ...મેં તો આજ કહ્યું પરંતુ તું ખોટો મતલબ નિકાળે એમાં હું શું કરું?

પાર્થિવ:પણ એક વાત કહેવી પડે હો...તુ દિવસે ને દિવસે રોમેંટિક બનતી જાય છે...આટલું કહી પાર્થિવ શરારતી હસ્યો.

બેઉ તળાવના કિનારે બેસેલા હાથમાં હાથ લઈ.દરેક સમયની ચોક્કસ આયુ હોય છે તેમ આ સબંધની પણ ચોક્કસ આયુ હતી.આ મસ્ત સફરની આયુ કેટલી હોય છે તે આગળ જોઈએ...

ધોરણ દસનું રિઝલ્ટ કોઈ લેવા માટે લાઈન લગાવી ઊભેલુ.પોતાનો નંબર ક્યારે આવશે એની રાહ જોઈ.

રિઝલ્ટ લઈ સૌ છેલ્લી યાદ લઈ નિકળ્યા.

પરંતુ આર્વીની આંખો નમ હતી,પાર્થિવથી છૂટા પડવું એને કોઈપણ હિસાબે મંજુર નો'હતુ.પરંતુ પોતાની લાગણી દિલમાં દબાવી પોતાનો આંસુ વાળો ચહેરો છૂપાવી તે પાર્થિવ પાસે ગઈ.

પાર્થિવ: આર્વી શું રિઝલ્ટ આવ્યું?

આર્વી: તુ તો હોશિયાર છે જ પણ હું નથી.

પાર્થિવ: આ...મારો જવાબ નથી.

આર્વી;65℅

પાર્થિવ: કંઈ નહીં 12th છે.તેમાં વધુ મહેનત કરજે.બીજુ તો શું?

આર્વી: એક વર્ષ તે આમ જ વિતાવ્યું તને મારી યાદ પણ ન આવી કે શું?

પાર્થિવ આર્વીને પ્રશ્નાર્થ નજરે જોઈ કહે,આ...જગ્યા છે આવી બધી વાત કરવાની...?

સૌ કોઈ આર્વીની મજાક ન કરે એ માટે વઢી રહેલો.

રિઝલ્ટ લઈ બેઉ આર્વીની ઈચ્છાને માન આપી શાંત કિનારે બેઠા હતા.

પાર્થિવ: બોલ આર્વી...તુ શું કહી રહી હતી?

પાર્થિવ: તુ જાણીને પણ અજાણ્યો કેમ બને છે?

આર્વી: તુ તો બહુ જ શાતિર,અને જબરો પણ તને યાદ પણ ન આવી મારી એક દિવસ...કે ફોન કરુ કેવી તૈયારી છે?આર્વીની.

પાર્થિવ: હવે રિઝલ્ટ તો આવી ગયું હવે તો કોઈ સુધારો થાય તેમ નથી તો...ચાલ...જે છે એમાં આનંદ કર...

આર્વી: હવે આગળ શું વિચાર્યું...?

પાર્થિવ: બાર સાયન્સમાં જાઈશ ડોક્ટર બને એટલે આખીય જિંદગી પછી મારી સુરક્ષિત...

આર્વી: બહુ સરસ,તારા સપનાં બહુ સરસ છે પણ તારા સપનામાં હું ક્યાય નથી.કેમ આમ?
આપણો પ્રેમ શું એટલો કાચો હતો,

પાર્થિવ: અરે...આર્વી લાગણીમાં અતિશય ન તણાઈ જા,ને બીજુ પાસુ પણ જો કરિયર બનાવ પ્રેમ માટે આખીય જિંદગી છે....આર્વીને મનમાં ગ્રંથી બંધાઈ ગઈ કે પાર્થિવ મને નહીં સમજી શકે,માટે આર્વી ગુસ્સામાં પગ પછાડી ઘરે આવી.

પાર્થિવ: મને ખબર છે કે તને મારી વાત નહીં સમજાય પરંતુ એક દિવસ તને મારી વાત સમજ આવશે ત્યારે મોડું થઈ જશે.

આર્વીએ ગુસ્સામાં ફોન તોડ્યો ને ડિપ્રેશનમાં આવી ગઈ.

પાર્થિવના રિઝલ્ટ બદલે તેનું સન્માન થયું.માલતીબહેનનું હૈયું ગદગદીત
થઈ ગયું.

પાર્થિવ:મારી સફળતાનુ રહસ્ય મારા મમ્મી પપ્પાની તપસ્યા છે.મહેનત છે...નહીં તો હું શું છું કંઈ જ નથી.

પત્રકારો પ્રભાવિત થઈ ગયા,
માલતીબહેનને કહેતા ગયા કે તમારા દિકરાનુ ભવિષ્ય ઉજ્જવળ લાગે કે બહેન બની શકે કે અમારે પાર્થિવસરની આગળ પાછળ જ મંડરાવવુ પડે.

પાર્થિવ:અરે...ભાઈઓ મજાક તો સારી કરો છો પરંતુ આટલી બધી ઈજ્જતનો હું લાયક નથી...

પત્રકાર:સર તમે ઈજ્જતના હકદાર છો તમારુ ભવિષ્ય અમે તમારી આંખોમાં જોઈ શકીએ છીએ.

વધુમાં હવે આગળ...

તો અહીં પાર્થિવની સફર શરૂ થઈ
ગઈ.નવી દુનિયા નવી જગ્યાને નવા એરિયાના નવા લોકો,હવે પાર્થિવનું ગ્રુપ કેવુ હશે?પાર્થિવના જીવનની સ્વ ઓળખની સફર કેવી રહે છે તે "જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે...ભાગ:11"માં ફરી મળીશુ નાયક જીવનના વળાંક સાથે
ત્યાં સુધી બાય બાય...