Talking about love books and stories free download online pdf in Gujarati

પ્રેમનાં સાથની વાત


વિશેષ નોંધ: પ્રસ્તુત વાર્તા બીજા પુરુષ નેરેટિવમાં પ્રસ્તુત કરું છું કે જે અમુક લોકોને બહુ જ અલગ (વિચિત્ર) લાગી શકે છે, પણ મારાં માટે આ એક નવતર પ્રયોગ હોઈ હું લખું છું, આપસૌની માફીસહ..

અને તમે સાગર, દિલને બહુ જ ઠંડુ રાખ્યું. કારણ કે જે હોસ્પિટલ પર આમ પડેલી હતી એ તમારી જ ગર્લ ફ્રેન્ડ હતી. અને એના પાછળ નું કારણ પણ પોતે તને જ તો હતાં!

તમને પહેલાં તો એની સાથે બહુ જ મજા આવતી હતી. પણ એકદમ જ જ્યારે એનો મૂડ બદલાય જાય તો હવે તમને એ નહિ ગમતું. પણ શું એ યોગ્ય હતું, સાગર.

પ્યાર તો પ્યાર હોય છે ને?! શું આમ પસંદ બદલાય જાય તો પ્યારને પણ ભૂલી જવાય, સાગર?!

તમે એની પાસે ગયા. એણે પ્યારથી સમજાવી -

"જો હવે આવી રીતે મરવાનું કરતી ના, એ તો કોઈને ખબર નહિ એટલે બાકી આવી બની હોત!" તમે એને કહ્યું પણ એ વધારે ગુસ્સે થઈ ગઈ.

"જો પ્યાર ઓછો જ થઈ જવાનો હતો તો ત્યારે જ કેમ આટલો નજીક આવ્યો હતો?! હું તારી આટલી બધી થાત જ ના તો.." એને આમ જ બોલતાં છોડીને તને રૂમની બહાર આવી ગયા, સાગર. પણ અતિતનાં એ ચક્રવ્યૂહ થી કેવી રીતે બહાર આવશો?!

શુરૂ શુરુમાં તો સૌને પ્યાર આસાન જ લાગે છે. બધાં જ પ્યારને વધારે જ ગમાડે છે. પ્રેમિકા માટે ચાંદ તારા લઈ આપવા કહે છે, પણ જેમ જેમ પ્યાર વધે એમ એમ જવાબદારી પણ આવે છે. સમયનો હિસાબ પણ તો પ્રેમિકા માગતી હોય છે ને, સાગર?!

આખરે તમારાં દિમાગમાં ચાલતું શું હતું?! કેમ એને છોડી પણ નહિ શકતાં કે એનાં પુરેપુરા થઈ પણ નહિ શકતાં?!

એણે આમ તરછોડવાનું કોઈ ઠોસ કારણ પણ તો તમારી પાસે નહિ ને, સાગર?!

કેમ આ સંબંધરૂપી બેડીને પગમાં બાંધી રાખી છે. હજી એવું તે શું આ સંબંધમાં બાકી હતું જે તમને જવા નહોતું દેતું, સાગર?!

આંસુ આવવા લાગ્યાં તો, પોકેટમાંથી તમે રૂમાલ કાઢ્યો અને રૂમાલની સાથે જ નીકળી આવી અમુક યાદો પણ.. સાગર, તમને એ યાદો ફરી ભૂતકાળમાં લઇ જાય છે.

"જો ગમે એવું થાય, પણ મારો સાથ ના છોડતી તું!" તમે પોતે જ કહેલાં શબ્દો યાદ કરી રહ્યાં હતાં, સાગર. તમે જ તો તમારી ગર્લ ફેંન્ડને કહ્યું હતું કે પોતાને છોડે નહિ, અને કેમ પોતે જ એને છોડીને..

તમે મનને મક્કમ કર્યું અને કઈક ખાસ વિચાર કર્યો હોય એમ એક અલગ જ આત્મવિશ્વાસથી અંદર આવ્યા.

"સોરી, પણ યાર ભૂલ મારી પણ નહિ, મારી નોકરી પણ છૂટી ગઈ છે અને ઘરનાં પણ મને લગ્ન માટે બહુ જ પ્રેશર આપે છે, અને ઉપરથી તું પણ મને મળવા ની જીદ કર્યા કરતી હતી તો ગુસ્સામાં મારાથી તને ના કહેવાનું પણ કહેવાય ગયું, સોરી!" તમે એની માફી માંગી તો તમને એવું ફીલ થયું કે તમારા માથા પરથી કોઈ મોટો બોજ ઉતરી ગયો હોય.

પ્યાર વસ્તુ જ એવી છે કે દરેક પરિસ્થિતિ માં થી બહાર લાવી દે છે, તમારા ફેસ પરની સ્માઈલ બતાવી રહી હતી કે હવે તમે બંને કેટલાં મસ્ત રહેશો અને બસ આટલું દુઃખ વહેંચીને જ તમે બહુ જ ખુશ થઈ ગયાં, સાગર.

હવે તમે સમજી ગયા કે લાઇફમાં બધું બોજની જેમ લઈને ફરવાનો કોઈ જ મતલબ નહિ, પણ જો એ વહેંચી દેશો તો સહારો પણ મળશે અને શાંતિ પણ, સાગર.

સાગર, અમુકવાર ખાલી અમુક નાનાં નિર્ણયો જ મોટી મોટી સમસ્યાનો હલ કાઢી નાંખતાં હોય છે. પણ સાગર, અમુકવાર આપને જાતે જ એ જોઈ શકતાં નહિ, સારું કે તને જોયું.