Heartache books and stories free download online pdf in Gujarati

હદયની વેદના

બનાસકાંઠા... મારૂ બનાસકાંઠા એવી મનથી લાગણીઓ જન્મે એવા બનાસકાંઠાના પ્રેમાળ લોકો...અને એજ બનાસકાંઠાના રામ એ મારા હદય ને એવી રીતે છિન્ન ભિન્ન કર્યું...હું ક્યારેય ન ભુલાવી શકું.અને રામ મારા હદય ની વેદના ક્યારેય ન સમજી શકે....
પાનખરમાં પણ વસંત આવી જાય એવા રામના મધ જેવા મીઠા શબ્દો...ચકલી તું મને ખૂબ જ ગમે છે...તારું સ્મિત ....તારી આંખો....ચકલી તને હું ક્યારેય એકલી ન મૂકું...ચકલી તારા માટે જીવ આપી દઉ...ભૂતકાળની એ યાદો ..હજી હમણાં જ બની હોય એમ મારા આંખો ની સામે છે...
હું ખૂબ જ નિખાલસ ,હંમેશા હસતી, દુનિયાદારીથી બેખબર મારી મસ્તી માં મગ્ન રહેતી હતી.રામ ના જીવનની કવિતા હતી હું...પણ મને ક્યાં ખબર હતી કે રામ ની પૂજા છે....રામ એ મને અહેસાસ કરાવ્યો કે રામ મને ખૂબ જ પ્રેમ કરે છે....અને ધીરે ધીરે હું પણ રામ ને પ્રેમ કરવા લાગી...અને છેવટે રામ મારી આદત બની ગયો..રામ વગર મારૂ જીવન શક્ય નથી ..એવો અહેસાસ મને થવા લાગ્યો...એની સાથે મને વાસ્તવિકતા ની સમજ પણ આવી....
ચકલી હું તને એકલી ક્યારેય નહી મૂકું.એની જગ્યા એ રામના આજકાલ શબ્દ હોય છે..પાગલ તારે એકલી રેવું છે.ત્યારે મારી પાસળ ગાંડી થાય છે....સમય પણ ન બદલાયો ...એટલા જલ્દી રામ નો મારા માટે પ્રેમ બદલાય ગયો...જે મારી સતે કલાકો સુધી વાત કરતો આજે હું તેની સાતે વાત કરવા તરસુ છું...રામ ને એની ચકલી માટે 5 મિનિટનો સમય નથી ...રામ પ્રેમ ન નિભાવવો હતો તો શા માટે મને પ્રેમમાં પાડી....હું મારી દુનિયા માં ખુશ હતી....ખુશી ન આપી શક્યા પણ ....દર્દ જીવનભરનું આપી દીધું .....
વાસ્તવિકતા એ છે. કે રામ મને ક્યારેય પ્રેમ ન કરતો હતો ...મૃગજળ ને હું સાચું જળ માની બેઠી.....વાસ્તવિકતા ખબર હોવા છતાં સ્વીકારી સકતી નથી.....હદયની વેદના આંખોમાંથી શ્રાવણ ભાદરવાની જેમ વહે છે......
તારા દુઃખમાં હું હંમેશા તારી સાતે રહીશ ......તારા બધા દુઃખ મારા અને મારી બધી ખુશી તારી....એમ કહેનાર જ આજે મારા દર્દ નું કારણ છે...રામ એ જે સપના બતવ્યા એ બધા ....એના પ્રેમ ની જેમ જ .....અને રામ ના જૂઠા પ્રેમ ને સાચો પ્રેમ સમજી ને હું સાચે જ પ્રેમ કરી બેઠી...સાચે જ રામ તે કહેલી બધી વાતો જૂઠી હતી....મારી સાતે લગ્ન કરવા હતા...જે મારા માટે ઝેર ખાવા તૈયાર હતો...જે મને મનાવવા પગમાં પડ્યો હતો...શું રામ એ બધું દેખાડો હતો.....
મન ને મનાવવા છતાં મન માણવા તૈયાર નથી ..હદય હંમેશા રામ ની યાદો માં રહે છે....રામ ની યાદો ક્યારેય હદય થી દુર થાય એમ નથી....રામ સાતે જે સમય પસાર કર્યો...હું ભુલાવી શકું એમ નથી.....રામ ની યાદો ને એક ખૂણામાં રાખી ને જીવન જીવવાનું પ્રયત્ન કરું શું....
મારૂ નિખાલસ હાસ્ય ...ચહેરા પરનું સ્મિત બધું જ છીનવાઈ ગયું.....જીવન રંગો વિનાનું લાગે છે ....પતંગિયાની જેમ ઉડતી હતી...આજે પાણી વગરની માછલી જેવો અહેસાસ થાય છે...રામ ક્યારેય મારો ન હતો....પણ હું તો રામ ની થઈ ગઈ ...
મારા હદયની દરવાજા તારા માટે ખોલ્યા રામ.....એ મારી ગલતી હતી ...અને એની સજા તારી યાદોમાં જીવન વિતાવી ને ભોગવી રહી છું....
રામ ક્યારેક તો તને મારી યાદ આવતી હશે.....?
શું રામ મને તરછોડવા માટે પ્રેમ કર્યો હતો?....સવાલ તો ઘણા બધા છે ...મારી પાસે પણ ...રામ જીવન માં ક્યારેક આમનો સામનો થાય તો બસ 2 ઘડી જોઈ લેવું ....છે..મનભરીને.....તે પ્રેમ ન કર્યો ....ટાઇમપાસ કર્યો....મે તો પ્રેમ કર્યો છે...જીવનમાં ક્યારેક પાસલ વળી ને જોઈશ તો હું તને ત્યાં જ નજરે પાડીશ.....રામ તારી ચકલી હંમેશા તારી રાહ જોશે.....