Darr Harpal - 5 books and stories free download online pdf in Gujarati

ડર હરપળ - 5

ડર હરપળ - 5

🔵🔵🔵🔵🔵

"ઓય દીપ્તિ, જો તો આ નરેશે તને કઈક કહેવું છે.." પરાગ પાર્ટી માં રહેલી દીપ્તિ ને હાથ થી પકડી ને ત્યાં લઇ આવ્યો.

"શું થયું?!"

"આઇ લવ યુ.." નરેશે બધાં વચ્ચે ઘૂંટણ પર બેસી ને દીપ્તિ ને પ્રપોઝ કર્યું હતું.

"સોરી, બટ, હમણાં હું પ્યાર કરવા નહિ માગતી!" દીપ્તિ એ સૌની સામે જ એનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું હતું. જો એની જગ્યા એ કોઈ પણ છોકરી હોત તો એ માની જ જાત, અરે માનવું જ પડે! નરેશ પાસે બધું જ હતું. જો દીપ્તિ ડ્રેસ માંગત તો એની સામે ડ્રેસની લાઈન લાગી જાત, પણ દીપ્તિ બીજા જેવી નહોતી. એણે તો એનું સપનું પૂરું કરવું હતું. મિડલ ક્લાસ માં રહેનાર દરેક વ્યક્તિ બસ એક જ સપનું જોવે છે કે એ એમના મમ્મી પપ્પાને હંમેશાં ખુશ રાખે.

દીપ્તિ ને બીજું કોઈ ભાઈ કે બહેન નહોતું, એને તો બસ ગ્રેજ્યુશન પછી કઈક નોકરી કરવી હતી અને એના પપ્પા માટે એક છોકરા ની જેમ એને થઈ બતાવવાનું હતું.

🔵🔵🔵🔵🔵

"યાર, આ આપને ક્યાં આવી ગયા?!" પરાગ અને નરેશ બ્લેઝર પહેરી ને લગ્નમાં જવા આવ્યાં હતાં. પણ એ લોકો અણજાણ હતાં કે ત્યાં કઈક બહુ જ ડેન્જર થવાનું હતું કે જેની કલ્પના બંને એ ક્યારેય નહોતી કરી હોય.

"મારી સામે દેખ, પરાગ.." નરેશે એને કારમાં જ પાણી આપ્યું તો એ થોડો હોશમાં આવ્યો.

નરેશ ની રીંગ નીકળી ને કારમાં પડી ગઈ હતી, ફટાફટ એને જેવી જ રીંગ પહેરી તો પરાગ પણ હોશમાં આવ્યો.

"યાર, આ કેવી લાઇફ છે મને તો એવું લાગે છે કે મારી જાન તારા હાથ માં બંધાયેલી છે!"

"હા, તો સાચે જ એવું જ તો છે!" નરેશ હસવા લાગ્યો.

બંને થોડી વાર માં તો પાર્ટી માં પણ આવી ગયાં હતાં.

"ડેકોરેશન બાકી જોરદાર છે.." પરાગ એ જતાં જ તારીફ કરી.

"હા, તો રીનાએ મને રિજેક્ટ કર્યો તો અંદાઝ લગાવી જો કે ખુદ એ કેટલી માલદાર હશે!" નરેશે કહ્યું અને હસવા લાગ્યો.

"દરેક વાત માં તું કેમ પૈસા લાવે છે.. આપની પાસે નેહા, જીત, પ્રભાસ નહિ ખબર છે ને! મને તો એ લોકો ની બહુ જ યાદ આવે છે.."

"એ લોકો ની તો કોઈ ભૂલ.."

"તું પાર્ટી એન્જોય કરવા દે મને! અને પોતે પણ હવે એ બધું ભૂલી જા એન્ડ જસ્ટ રિલેક્સ!" નરેશે એને કહ્યું અને પરાગ ની સાથે જઈને ચેરમાં બેઠો.

પાર્ટી માં આવનાર દરેક બહુ જ રઇઝ હોય એવું લાગતું હતું. અને આ બંને પાર્ટી માં એન્જોય કરવાનાં બદલે પોતાની રીંગ પર વધારે જોઈ રહ્યાં હતાં. જો અહીં રીંગ પડશે તો બધા ને શું જવાબ આપવો કે કેમ પરાગ બેહોશ થયો.

"જો મારા ભાઈ, આપની દોસ્તી માટે આ રીંગ ને ના પડવા દેતો!" પરાગ એ નરેશ ને કહ્યું.

"હા, ડોન્ટ વરી.." નરેશે પણ માથું હલાવી ને ઈશારો કર્યો.

બેકગ્રાઉન્ડ હળવું મ્યૂઝિક વાગી રહ્યું હતું.

વધુ આવતા અંકે..

એપિસોડ 6માં જોશો: થોડીવાર માં તો પરાગ કાર સાથે રોડ પર હતો. રસ્તા માં અચાનક જ કઈક આવ્યું હોય એમ લાગ્યું અને એને જોર થી બ્રેક મારી દીધી. રોડ પર કોઈ છોકરી બેહોશ પડી હોય એવું લાગ્યું. એણે જઈને એને ઉભી કરી.

"ધારા," એને એનું નામ કહ્યું. એનાં ગળા માં માળાઓ હતી અને એ થોડી અલગ જ લાગી રહી હતી.