Farm House - 23 - Last Part books and stories free download online pdf in Gujarati

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 23 (છેલ્લો ભાગ)









ભાગ - ૨૩


નમસ્તે વાચક મિત્રો .. ,

આપ સૌ એ મારી ધારાવાહીના આગળનાં ભાગનું રહસ્ય જાણવા માટે રાહ જોવી પડી એ બદલ માફી માંગુ ...

આગળના ભાગમાં આપડે જોયું કે શાલિનીના ઘર સુધી બધાં પહોંચી ગયાં હવે જોઈએ શાલિની જ સાચી ગુનેગાર હતી .... ??? જો હા , તો કેમ ... ??? અને જો ના તો બીજું કોણ હોઈ શકે .... ????

.........

રીની : " થેંક ગોડ ... શાલિની ઘર પર જ છે , મારે એ જાણવું છે કે એને એવી પર્સનલ શું દુશ્મની છે જેથી તેણે એક હસતો - ખેલતો પરિવાર બરબાદ કરી નાખ્યો . "

ઇન્સ્પેક્ટરએ ડોર બેલ માર્યો ... અંદરથી એક સુંદર લાગતી ૩૨ વર્ષની ઉંમર આસપાસ લાગતી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો .

શાલિની : " દીપક તું .... ??? "

તે ગભરાઈને ઉતાવળે દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં જ ઇન્સ્પેક્ટરએ ડોરને જોરથી ધક્કો મારી ડોર ખોલી નાખ્યો .

" હવે તમે જ સચ્ચાઈ બોલશો કે અમે ..... " - કહી ઇન્સ્પેક્ટરએ એક થપ્પડ લગાવી દીધી .

શાલિની થોડી વાર ભોળી બની રડવા લાગી . ફરી ઇન્સ્પેક્ટરએ ગુસ્સો કર્યો અને એટલાંમાં .....

શાલિની : " બોલું છું .... બોલું છું .. મારશો નહીં .... હું બધું કહું છું ... દીપકના ફાધર અને મારાં ફાધર બંનેબેસ્ટ ફ્રેન્ડ હતાં . નાનપણથી હું અને દીપક સાથે જ રહેતાં હતાં .

મને ખબર હતી કે દીપક મને પ્રેમ કરે છે . એક દિવસ અમે દીપકની ફેમિલી સાથે તેનાં ફાર્મ હાઉસમાં બે દિવસ માટે એન્જોય કરવા ગયાં હતાં .

તેઓનું ફાર્મ હાઉસ નેચર પાસે હોવાથી મારાં ડેડને બહું જ ગમી ગયું હતું . તેણે દીપકના ફાધરને આ ફાર્મ હાઉસ વેચવા માટે વાત કરી , પરંતુ ફાર્મ હાઉસ વારસામાં મળેલી મિલકત હોવાથી એ ગમે તે કિંમતે એ આપવા તૈયાર ન હતાં .

અને એટલાં સમયની મિત્રતા હોવા છતાં ફાર્મ હાઉસ જેવી નાની વાતમાં એને મિત્રતા ખોઈ નાખી . તે ડેડ સહન ન કરી શક્યા કે તેનાં બેસ્ટ ફ્રેન્ડએ તેનું માન પણ ન રાખ્યું .

ઘરે આવી તેઓ રેસ્ટ કરવા રૂમમાં ગયાં અને ગુસ્સામાં ને ગુસ્સામાં બાજુમાં પડેલાં શો પીસ પર હાથ માર્યો .

તે શો પીસ બદનસીબે કાચ નું હતું એટલે કાચ સીધો ડેડના હાથમાં વાગ્યો અને નસ કપાઈ ગઈ . એ જોઈને મારાં મોમને પણ હાર્ટ એટેક આવી ગયો .

હું હોસ્પિટલ પહોંચી કંઈ કરી શકું એ પહેલાં તો ..... " - શાલિની રડવા લાગી ..

દીપક : " સોરી બટ અમને નહતી ખબર તારા ડેડને એટલું દિલ પર લાગી જશે અને જઘડો કરી ડેડ જ ત્યાંથી જતાં રહ્યાં હતાં ફ્રેન્ડ શીપ તોડીને મારા ડેડનો કોઈ વાંક એમાં હતો જ નહીં ... "

શાલિની : " પણ મોત તો મારાં ડેડનું થયુંને ... મારી આખ્ખી ફેમિલી ... આખો પરિવાર બરબાદ થઈ ગયો વિખાઈ ગયો .

ત્યાર પછી હું મારાં અંકલ સાથે રહેવા જતી રહી હતી . પણ મને ખબર હતી કે દીપક .... એ હજુ મને પ્રેમ કરે જ છે . તે જ વાતનો મેં ફાયદો ઉઠાવ્યો .

તે મારી જાળમાં ,,, મારી હર એક ચાલમાં ફસ્તો જ ગયો . મારા કહેવા પર તે ગમે તે કરવા તૈયાર થઈ જતો .. આંધળો પ્રેમ કરવા લાગ્યો હતો એ મને " - કહી શાલિની હસવા લાગી ...

દીપક અફસોસ સાથે : " બસ એ જ મારી ભૂલ હતી .. બરબાદીનું પહેલું પગથિયું ... !!! મેં તને આંધળો પ્રેમ કર્યો . હસી લે તું મારી જાત પર તને પુરો હક છે ... "

શાલિની : " આ બધાંમાં ફસાવી ધીરે ધીરે મેં તેની પ્રોપર્ટી વેચાવી નાખી .. અને તેની લાઈફ બરબાદ કરી ચેનની લાઈફ જીવવા હું અહીં આવી ગઈ .. મને ખબર હતી એનાં પરિવારને એને જ માર્યો છે એટલે એ પોલીસ પાસે તો જઈ નહીં શકે .

હવે મારાં મોમ ડેડને ઈન્સાફ મળ્યો .. આઈ એમ વેરી હેપ્પી ..... "

દીપકએ જોરથી શાલિનીને થપ્પડ મારી અને કહ્યું : " મેં તને ખુદથી પણ વધુ પ્રેમ કર્યો ને તે તારી દુશ્મનીની આગમાં મને અને મારા પરિવારને આખ્ખા સળગાવી મૂક્યાં .. અરે મને તો મારાં પર જ શરમ આવે છે કે તારા જેવી પર વિશ્વાસ મૂકી મારાં દેવતાં સમાન ભાઈના પરિવારને મારી નાખ્યાં . "

ટીકુએ આશ્વાસન આપતાં : " દીપક અંકલ હવે જે થયું તે ... તેને એનાં ગુનાની સજા ભગવાન આપી દેશે .. !!! "

દીપક : " પણ તમને ખબર કેમ પડી બધી તમે છો કોણ .... ??? કઈ રીતે ઓળખો ભાઈને ... ??? "

મોન્ટુ : " તમારા ભાઈએ જ અમને બધું કહ્યું હતું .. હજી પણ તેની આત્માને શાંતિ નથી મળી ... બહુ મોટી કહાની છે .. "

દીપક : " શું ... ??? હું એક વાર મારાં ભાઈને મળી શકું ??? ક્યાં છે તેઓ ... ??? શું તેઓ જ હતાં ... !!! ??? મારે એને મળીને માફી માંગવી છે .... પ્લીઝ .... "

ક્રિષ્ના : " હા ચલો ... એ ફાર્મ હાઉસ પર જ છે ... "

બધાં ફાર્મ હાઉસ પર ગયાં . દીપકે દિલથી માફી માંગી ... અને રડવા લાગ્યો ..

અંતમાં બધું જ માફ કરી દીધું અંકલે અને દીપકને એની ભુલનો પછતાવો હતો એ જ એ લોકો માટે મોટું હતું . બધાંને મોક્ષ આપવા એક હવન કર્યો અને તેઓને મોક્ષ મળ્યો .. દીપક અને શાલિનીને જેલ થઈ ..

બીજી બાજુ વેકેશનના દસ દિવસ ઉપર થઈ ગયું હતું .. બધાં પોતાની ઘરે જવા નિકળી ગયા . ... આ ટ્રીપ બધાં માટે ખરેખર યાદગાર અને મદદ ગાર બની ગઈ હતી ...


આભાર વાચક મિત્રો .... ,

તમને મારી આ ધારાવાહી કેવી લાગી અને આખી ધારાવાહીમાં શું વધારે ગમ્યું એ જનાવાનું ભૂલતાં નહીં ... સાથે સ્ટીકર આપી પ્રોત્સાહન વધારશો એવી આશા સાથે મળીએ બીજી આવી જ રસપ્રદ ધારાવાહી સાથે ...

મજામાં રહો .. તંદુરસ્ત રહો ...


********


The end .....