ये मेरा प्रेम पत्र पढ़कर के तुम नाराज़ ना होनाके तुम मेरी ज़िंदगी हो, के तुम मेरी बंदगी हो !
60 વર્ષના નિમિતભાઈ પોતાના બંગલામાં બનાવેલી લાઇબ્રેરી રૂમમાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા.
આ તેમનો નિત્યક્રમ હતો, સવારની દૈનિક ક્રિયા પૂર્ણ કરી બપોરે 12:00 વાગ્યા સુધી લેબોરેટરીમાં બેસી અને વાંચવું બપોરે 12:00 વાગે જમી 3 વાગ્યા સુધી આરામ કરવો. ૩ વાગ્યે ઉઠી ચા પી ફરી લાઈબ્રેરીમાં બેસવું સાંજે 08:00 વાગ્યા સુધી. રાત્રે 8:30 એ જમી માં બેસવું ચેક રાત્રે 11 વાગ્યા સુધી.
કદાચ આ વિશે જાણી કોઈને નવાઈ લાગે પણ હા આ વ્યક્તિએ પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. સંતાનમાં એકમાત્ર દીકરી નેહા જેના પણ લગ્ન થઈ ગયા હતા જે પોતાના સાસરે સુખી હતી.
તેમના પત્ની નિહારિકા ત્રિવેદી 2 વર્ષ પહેલા હાર્ટ એટેક ના કારણે મૃત્યુ પામ્યા હતા.
પત્નીના મૃત્યુ બાદ તેઓએ એકાંતવાસ સેવી લીધો હતો. કોઈને મળવું, પ્રસંગમાં જવું, હરવું ફરવું, કોઈ સાથે વાતચીત કરવી . આ બધું જ તેમને છોડી દીધેલું.
તેઓ પોતાના વ્યક્તિગત જીવન પોતાની નિહારિકા અને પોતાની યાદો એમાં જ ખોવાયેલા હતા.
દરરોજની જેમ આજે પણ તેઓ લગ્નમાં બેસીને વાંચી રહ્યા હતા. હાથમાં પુસ્તક હતું 'પીળા રૂમાલની ગાંઠ'
હજી તો તેઓ પેજ ખોલી જ રહ્યા હતા કે તેમાંથી એક સફેદ કાગળ નીચે પડ્યું.
તેમણે તે કાગળ પોતાના હાથમાં લીધું અને જોયું.
કાગળ ખોલતા ની સાથે જ તેમાં રહેલા શબ્દો વાંચી તેઓ ભૂતકાળમાં સરી પડ્યા.
નિહારિકા વસાવડા અમદાવાદનું અનમોલ રતન, સૂર્ય નું પહેલું કિરણ જેવી ચમક આપે, ચંદ્રનું પહેલું કિરણ જેવી સુંદરતા પાથરે અને આખી ધરતીને પ્રકાશિત કરે એ જ રીતે નિહારિકા જ્યારે કોલેજ કેમ્પસમાં આવતી ત્યારે આજુબાજુનું વાતાવરણ એકદમ પ્રકાશિત અને સુગંધિત બની જતું.
નિમિતભાઈ એ સમયે કોલેજના છેલ્લા વર્ષમાં હતા અને નિહારિકા પણ કોલેજના છેલ્લા વર્ષમાં એ જ ક્લાસમાં અભ્યાસ કરતી હતી.
નિમિતભાઈ સાહિત્યના શોખીન માણસ એટલે અવારનવાર સાહિત્ય અને કવિ સંમેલનોમાં જતા આ સિવાય યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં પણ તેઓ ભાગ લેતા.
શાંત પાણીમાં પથ્થર ફેંકતા જેવો ખળભળાટ થાય. એવો જ ખળભળાટ નિમિતભાઈ ની કવિતા સાંભળી કોલેજમાં ભણતી છોકરીઓના હૃદયમાં થતો. આ છોકરીઓમાં નિહારિકા બેન પણ ખરા. ધીમે ધીમે બંને એકબીજાના પરિચયમાં આવવા લાગ્યા એકબીજા સાથે ઓળખાણ થાય છે. કોલેજના છેલ્લા વર્ષનો છેલ્લો મહિનો બંને એકબીજાના પ્રેમમાં અને તેમણે લાગણીઓ એકબીજા સમક્ષ વ્યક્ત કરી નાખી.
એકબીજા સાથે લગ્ન કરવાનો વચન આપી દીધું. એ સમયે આજના જેમ મોબાઈલ કે અન્ય ઉપકરણો હતા નહીં તેથી પત્રો દ્વારા જ વાતચીત થઈ શકતી હતી.
નિહારિકાબેન અને નિમિતભાઈ એકબીજાને પત્રો લખવા માંડ્યા અને સમય જતા બંને લગ્નગ્રંથિથી જોડાયા પોતાના લગ્ન પહેલા એકબીજાના લખેલા પત્રો સાચવીને રાખ્યા હતા. એક પત્ર એવો હતો જે વાંચી નિમિતભાઈનું હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું. એ પત્ર ક્યારેય તેમના હાથમાં આવ્યો ન હતો. આ પત્ર વાંચતા વાંચતા જાણે નિહારિકાબેન પોતે તેમની સાથે વાત કરતા હોય તેવો અનુભવ તમને થયો.
પત્રમાં લખ્યું હતું.
પ્રિય નિમિત,
આપણા લગ્નને ત્રણ દશકા પૂરા થયા, આ સમયગાળામા આપણે ઘણા સારા નરસા બનાવો. સુખ દુઃખ બધું જ સાથે ભોગવ્યું છે એકબીજાની હૂંફ બની એકબીજાને આધાર પૂરો પાડ્યો છે.
તમે મારા જીવનમાં આવ્યા એ પછી મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું એકલી છું તમે નોકરી કરતા હતા ઘર ચલાવતા હતા. મારી ઈચ્છાઓ પૂરી કરતા હતા છતાં તમે ક્યારે પણ મને તમારું દુઃખ દેખાવા દીધું નથી. મારી આંખમાં કદી આંસુ નથી આવ્યું. દરરોજ સવારે જ્યારે
હું પરિષા સામે ઊભી અને તૈયાર થાવ છું ત્યારે મને એવું લાગે છે કે સતત તમે મને જુઓ છો. તમે મિટિંગમાં ગયા હોય અથવા બીજા કોઈ કામથી બહાર ગયા હોય છતાં જ્યારે હું તૈયાર થાવ ત્યારે મને એવું લાગ્યા કરે છે કે તમે પાછળથી મને જુઓ છો. મારા માટે લખેલા તમારા પત્રો મારા માટે લખેલી તમારી કવિતાઓ તમારા શબ્દો, તમારી લાગણી, તમારો પ્રેમ, એ જ મારી સાચીસંપત્તિ છે.
કાલ્પનિક દુનિયામાં જે શ્રેષ્ઠ પુરુષની કલ્પના દરેક સ્ત્રી કરતી હોય છે. તો શ્રેષ્ઠ પુરુષ વાસ્તવિક જીવનમાં વાસ્તવિક દુનિયામાં મારી પાસે છે મારી સાથે છે. એ વાતનું મને આનંદ છે એ માટે હું ઈશ્વરની કાયમ હું ઋણી છું.
એક વસ્તુ છે કે લાગણીઓ પ્રેમ કોઈ શબ્દોને આધીન નથી પરંતુ તેને વ્યક્ત કરવા માટે જે ખુલ્લુ હૃદય હોવું જોઈએ એ મારા નિમિત પાસે છે. બધા એમ કહે છે કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ તમામ ગુણોથી સંપન્ન નથી. પરંતુ હું એમ કહીશ કે મારા નિમિતમાં કોઈ જ ખામી નથી.
હવે હું મૂળ વાત ઉપર આવું જીવન એક કલ્પના છે આપણે ભલે તેને જીવીએ છીએ પરંતુ તેનું કંઈ જ નક્કી નથી. આજે આપણે છીએ અને કાલે ના પણ હોઈએ એ વાસ્તવિકતા આપણી સ્વીકારવી પડે.
હું અત્યારે આ પત્ર તમને એટલા માટે લખી અને રાખું છું કે તમે કદાચ કાલે મારી ગેરહાજરી હો અને આ પત્ર વાંચો તો તમને ખ્યાલ આવે કે હું માત્ર મોજ શોખ કરતા નહીં પરંતુ જીવનની વાસ્તવિકતા અને સ્વીકારવા પણ સજજ છું.
હવે એક વાત એ પણ કે કાલે સવારે કદાચ મારી હાજરી ના પણ હોય તો તમે જરાય ડગ્યા વગર શાંતિથી સુખરૂપ જીવન જીવશો. મને યાદ કરશો પરંતુ મારી યાદમાં તમારી તબિયત ન બગાડશો.
જીવન બહુ લાંબુ છે એવું આપણે સાંભળ્યું છે. છતાં હું તમને એક જ વાત કરીશ કે તમે જેટલું જીવો કદાચ કાલે સવારે હું ન પણ હોઉ તો તમે આડાઅવળા વિચારો કરશો નહીં અને જીવનને ભાર નહી સમજો. ઈશ્વર જે આપે તે પ્રેમથી સ્વીકારી ઈશ્વરના આશીર્વાદ સમજી એને સ્વીકારજો.
સદાય તમારી નિહારિકા.
આ પત્ર વાંચતા જાણે નિમિતભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. આગળ તેઓ કંઈ બોલી શક્યા નહીં. પુસ્તક પણ હાથમાંથી પડી ગયું અને તેઓ ધારાસુએ રડવા માંડ્યા.
અચાનક તેમની સામે એક સફેદ પ્રકાશ આવ્યો જેમાં એક લાલ સાડીવાળી સ્વરૂપમાં સ્ત્રી દેખાણી તે હતી નિહારિકા.
જુઓ મેં તમને શું કહ્યું છે કે તમારા રડવાનું નથી અને જીવનને ભાર ગણવાનું નથી. આનંદથી તમારું જીવન જીવવાનું છે. તમને ખબર છે કે આપણે એકબીજાને રડતા કે દુઃખી જોઈ શકતા નથી તો મારું હૃદય દુખે એવું તમે શું કરવાના કરો છો? હું અહીં જ છું. તમે આજુબાજુ નજર ફેરવો તો બોલ તમામ જગ્યા ઉપર છું. સવારે ઉઠો તો તમારી પથારીમાં તમારી બાજુમાં હું છું, ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠો તો તમારી બાજુમાં હું બેઠી છું, પુસ્તક વાંચવા તમે બેઠા છો તો તમારા વિચારોમાં હું છું, રાત્રે તમે સુવો છો ત્યારે તમારી કલ્પના અને તમારા સપનાઓમાં હું છું. હું થોડી દુર ગઈ છું. આપણે બંને એકબીજા માટે જ છીએ અને એકબીજાના જ રહેવાના છીએ. બસ હવે તમે મને વચન આપો કે તમે ક્યારેય રડશો નહીં મને યાદ કરીને હંમેશા ખુશ રહેશો. હું તમારી અંદર જ છું તમને કોઈ પ્રશ્ન થાય તો તમે તમારા હૃદય પર હાથ મૂકશો તમને જરૂર જવાબ દાદા મળશે
નિમિતભાઈ એ જવાબ આપ્યો કે હા તારી વાત સાચી છે તું બધે જ છે તું મને છોડીને ક્યાંય ગઈ નથી.
નિહારિકાબેન નિમિતભાઈ ના આંસુ લૂછી દે છે. અચાનક નિમિત્તભાઇનું સ્વપ્ન ભંગ થાય છે.
આલેખન - જય પંડ્યા