AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 65 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 65

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 65

અનોખી સફર
પ્રકરણ-65

“ ભૈરવી…આપણે બહાર જવાનું નક્કી કર્યું…પણ તું આમ મને પહેલા અહીં બહાર કેમ લઇ આવી ?
શું વાત છે?.” ધનુષે થોડી અકળામણથી ભૈરવીને પૂછ્યું ..ભૈરવીએ કહ્યું“ ધનુ....તમને ઉત્સાહ છે બધાને બહાર લઇ જવા અને જે વાતો ઘરે ના થાય એ આપણે બહાર થાય.. હું બધું સમજુ છું પણ.. તેં માહીનું વર્તન જોયું? સમજાયું કઈ ? એને બહાર ફરવા જવાનું ખુબ મન છે પણ..એને ભાનજ નથી..એની માનસિક સ્થિતિ સારી નથી એ પાગલની જેમ વર્તે છે..ગમે ત્યારે ગમે તે બોલે ગમે તે રીતે રિએક્ટ કરે છે..આપણે સંભાળી નહીં શકીએ..એને માનસિક ખુબ આઘાત લાગ્યો છે..પેલા પિશાચે એને માનસિક અને શારીરિક ભાંગી નાખી છે..મંજૂતાઈ કહે છે.. પેલા પ્રમોદ અને એની આઇએ માંહી પર કોઈ જતંરમંતર કર્યું છે એ પોતાના આપામાં નથી રહેતી નઈ
આપણે કંટ્રોલ કરી શકીએ.. મને લાગે આપણે એને ફેરવવા કરતાં…એની સારવાર કરાવી સાજી કરીએ..એજ સાચો ઉપાય છે સાચી મદદ છે.. આઈ પણ નિશ્ચિંત થશે..”
“ બીજું પેલાં પિશાચ સુધી વાત પહોંચીજ ગઈ હશે કે હું એની મોટી દીદી આવી છું..વળી આપણે નીકળીએ એ કોઈ તોફાન કરે..તને કોઈ નુકશાન પહોંચાડવાની એની ઔકાત નથી પણ આપણે હેરાન થઈએ.. માહિને એ કોઈ રીતે..આવા હલકટ માણસો મોકોજ શોધતા હોય છે...અને સારું થઈ જાય પછી જઈશુજ આપણે ..આવો વિચાર આવ્યો મને.. આજ કહેવા હું
તને બહાર ખેંચી લાવી..” ધનુષ ભૈરવીની સામે જોઈ વિચારમાં પડ્યો..એણે અત્યાર સુધીનું માંહીનું વર્તન યાદ કર્યું..પછી બોલ્યો “ એ ક્યારેક ના સમજાય એવી વાત કરે છે પણ..એ છોકરી ખુબ લાગણીશીલ છે..એને અગાશીમાં જઈ ચંદ્ર જોવાનું કેવું યાદ આવ્યું? એને કુદરતમાં ખુબ ગમે છે એના પરથી મને વિચાર આવેલો..કે ક્યાંક એવી જગ્યાએ એને બહાર લઇ જઈએ જ્યા એનું મન મોકળું થાય અને એ શાંતિથી આપણી સાથે મોકળા મને નિખાલસતાથી વાત કરે..આપણને બધી સાચી ખબર પડે..એ પ્રમાણે આપણે પગલાં ભરીયે..એની સારવાર કરાવીએ.. ભીરુ…એ સાવ પાગલ કે ગાંડી નથી એ ખુબ લાગણીશીલ છે...”
ભૈરવીએ કહ્યું“ ધનુ…એ ખુબ લાગણીશીલ છે.. મને ખબરજ છે એની બધી લાગણી..આકાંક્ષાઓ પર
વજ્રઘાત થયો છે એને એનો ખુબ આઘાત લાગ્યો છે..પેલા હરામી પ્રમોદે એને પટાવી લીધી..એને મન ભરીને ચૂંથી ..ભોગવી..એનાથી ધરાઈ ગયો એટલે છોતરાંની જેમ ફેંકી દીધી..ખાલી ફેંકી સંતોષ નથી લીધો..જે રીતે આઈ અને તાઇ કહે છે એમ એને ધંધો કરવા..એના શરીરનું લીલામ કરી વેચવા પ્રયત્ન કર્યો ..આવું કઈ પ્રેમાળ લાગણીશીલ સ્ત્રી સહે? કોણ આવી દરિંગી પચાવે? ઉપરથી મંજુતાઈ કહે કંઈક જતંરમંતર કાળો જાદુ કર્યો છે.. ધનુષે કહ્યું“ આ બધું સાંભળી જોઈ મારુ મન તો ચકરાવે ચઢ્યું છે.. હું બધું માનું ના માનું એ અગત્યનું નથી પણ માંહી કોઈ પણ રીતે સાજી કરવી મારું કામ છે..હું એની જિંદગી  બરબાદ નહીં થવા દઉં..”
ભૈરવી ધનુષને સાંભળી રહી હતી..એની આંખો ભીંજાઈ ગઈ બોલી “ ઘનું તું આટલું બધું વિચારી શકે છે? હું સાવ નિશ્ચિંત થઇ ગઈ..તું કહે એમજ હું કરીશ.. હું આઈ..તાઈને પણ એમજ કરવા કહીશ..બસ માંહી કોઈ પણ રીતે સ્વસ્થ થઇ જાય..” ધનુષે કહ્યું“ ભીરુ..માંહી હવે મારી જવાબદારી છે હું એની કાળજી લઈશ સાજી નરવી કરી દઈશ..એ નક્કી..તું નિશ્ચિંતજ રહેજે..એ ખુબ લાગણીશીલ છે અને મન દિલથી તૂટી ચુકી છે એટલે કાળજીથી
કામ કરવું પડશે..રહી વાત પેલા એ પિશાચ પ્રમોદની.. તો હું એને એનું છઠીનું દૂધ યાદ કરાવી દઈશ એ પણ
નક્કી..કદી માહીની સામે નહીં જુએ..મને થોડો સમય જોઈશે હું અહીં એ પ્રમોદનું નામ એનું ગ્રુપ.. ધંધા.. ગોરખધંધામાં બીજા કોણ કોણ છે હું જાણી લઉ..પછી જો એની વલે કરું છું..એ આ વસ્તી શું આ શહેર છોડી દેશે..હું અહીં મારાં જુના જોગીઓનો સંપર્ક કરી બધું ગોઠવી દઉં..જોકે એના માટે હું એકલોજ કાફી છું..મને અહીં અને ત્યાં ઓસ્ટ્રેલિયામાં કેવા કેવા સાથે પનારો પડેલો..અને એય સાલા ડ્રગ માફિયા..એમની ચુંગાલમાં ફસાયેલી છોકરીઓ.. અને ત્યાં છોકરીઓ પણ કેવી ..પહેલવાન જેવી..ખુબ નશો કરે અને પૈસા માટે…શું શું કરે ?..અહીં માહીં તો..એ સંવેદનશીલ છે એટલે માર ખાય છે બાકી..પણ તાઈ કહે એમ કોઈ કાળો જાદુ..તંત્રમંત્ર હોય તો એ રીતે આગળ વધુ..હું માનું છું બધું..મને પણ..છોડ પછી કોઈવાર એની વાતો..
ભૈરવીએ કહ્યું“ ધનુ હવે તને ઠીક લાગે એમજ… કરીએ..” ત્યાં આઈની બૂમ પડી “ અરે ભૈરવી..જો આ
માંહી નાના છોકરાની જેમ જીદ લઈને બેઠી છે કે બહાર ફરવા જવું છે..જીજુએ તો કીધું..મારે જવું છે..” ભૈરવી અને ધનુષે એકબીજા સામે જોયું પછી ધનુષ બોલ્યો “ આઈ બધાજ તૈયાર થઇ જાવ આપણે ક્યાંક બહારજ જઈએ છીએ..સાથે તાઈને પણ લેવાના છે.. આ સાંભળી માંહી તો નાના છોકરાની જેમ ખુશ થઇ ગઈ તાળીઓ પાડવા માંડી..એ બોલી “ હું પહેલી તૈયાર થવા જાઉં છું” એમ કહી એ રૂમમાં ઘુસી ગઈ અને બારણાંબંધ કરી દીધા. ભૈરવી બોલી “ આઈ..માંહી …તો..” આઈ કહે“ ચિંતા ના કર એ ખુબ ખુશ છે..એની ખુશી જોઈ હું પણ..”
આઈની આંખો ભરાઈ આવી..એમનાથી ડૂસકું નીકળી ગયું..” આ છોકરીને કેટલાય સમય પછી આટલી ખુશ
જોઈ છે..એને જાણે કશું થયુંજ નથી.” ભૈરવીએ કહ્યું“ આઈ હવે એક આંસુ નથી સારવાનું.. ભૂલીજા.. હવે બધુંજ સારું થશે..” બધી વાત સાંભળતા સમજતા મનોજે કહ્યું“ હું તૈયાર છું તમે લોકો તૈયાર થઇ જાવ હું ટેક્ષી બોલાવી લઉ છું“ ધનુષે કહ્યું” હું તૈયારજ છું..તું બોલાવ ટેક્ષી..આઈ..તાઈ ..ભૈરવી તમે લોકો તૈયાર થઇ જાવ અમે લોકો બહાર ઉભા છીએ..હું જુના સંપર્ક ફોનમાં શોધી લઉં..” આમ કહી બન્ને બહાર નીકળયા ..
ભૈરવીએ કહ્યું માહીં સાચેજ ખુશ છે જોને કેવી મસ્ત તૈયાર થાય છે..લાવ જોઉં તો ખરી કેવી તૈયાર થઇ છે?
ભૈરવીએ રૂમનો દરવાજો નોક કર્યો ..ત્યાં થોડીવારમાં ધીમેથી દરવાજો ખુલ્યો..બધા માહીને તૈયાર થયેલી બહાર આવી જોતા જ રહી ગયા..એણે સાડી પહેરેલી..એટલો સુંદર ચોટલો વાળેલો..એના લાંબા વાળમાં રિબન બાંધી બક્કલ ચઢાવેલા..એટલી સુંદર સોહામણી દેખાતી હતી કોઈ સાચું ના માને કે આ છોકરી માનસિક રીતે સ્વસ્થ નથી..ભૈરવી તો માહિ ને વળગીજ ગઈ ..માહી…તું કેટલી સુંદર લાગે છે.. વાહ.. કોઈની નજર ના લાગી જાય.. માહી તો શરમાઈ ગઈ અને બોલી ભીરુ આપણે બધું બહુ ફરીશું.. જીજુને કહેજે બહાર હોટલમાં જમીશું..મેં કેટલોય સમય થયો બહાર હોટલમાં ખાધું નથી..લઇ જશેને? ભૈરવીએ હસીને કીધું“ હા ચોક્કસ લઇ જશે હું કહીશ તારે
બહાર હોટલમાં જમવું છે..તું કહીશ બધુંજ કરીશું માહી.. આઈ અને તાઈ એને જોઈજ રહયા. માહીની નજર ઉતારી લીધી હસીને કીધું..માહી તું સુંદર અને ખુબ ડાહીં છે..”
ભૈરવીએ માહીને જોઈ બોલી ઉઠી “ ઓ..ધનુ..જો મારી માંહી ..”

વધુ આવતા અંકે પ્રકરણ-66 અનોખી સફર..