સવાર માં માહી એના દિયર અને એના સાસુ સસરા જોડે વીણા ના ઘરે ટાઇમસર આવી પહોંચી.
રમણ ભાઈ અને ગીતા બેન એ સ્મિત થી આવકાર્યા,થોડી વાર બેઠા અને થોડી વાતચીત પછી વીણા ને બોલાવવા માં આવી,હાથ માં ચા નાસ્તા ની ટ્રે લઈ ને વીણા આવી.
આવી સુંદર છોકરી જોઈ ને માહી ના સાસુ સસરા અને એનો દિયર અવિનાશ ને તો પસંદ આવી ગઈ.
થોડી પૂછપરછ પછી અવિનાશ અને વીણા ને એકલા વાત કરવા ધાબા પર મોકલ્યા, અવિનાશ એ કહ્યું મારા તરફ થી તો હા છે જો તમને કાઈ વાંધો ના હોય તો...
એને અટકાવતા વીણા બોલી વાંધો તો મને પણ નથી પણ મારે તમને એકવાત કહેવી છે હું ખોટું બોલીને કે કાઈ છુપાવી ને વાત આગળ વધારવા નથી માગતી.
આ સાંભળી અવિનાશ બોલ્યો હા બોલોને શું વાત છે?
વીણા એ એના શરીરમાં રહેલી ખામી વિશે વાત કરી કે રીતે એક્સિડન્ટ માં બન્યું એ પણ જણાવ્યું.
વીણા ની વાત સાંભળી અવિનાશ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો જો તમે માં બની શકો એમ જ નથી તો તમારે અમને આ રીતે બોલાવી ને અપમાનિત નોતા કરવા,તમારે વિચારવું જોઈએ કે આવડી ખાણી સાથે તમને કોઈ ના સ્વીકારે.
વીણા એ કહ્યું તમારું અપમાન કરવાનો ઇરાદો નથી એટલે જ સાચી વાત જણાવું છું નઈ તો ખોટી બોલીને પણ વાત આગળ વધે જે હું નથી કરવા માગતી.
વીણા ની વાત સાંભળી ના સાંભળી અવિનાશ ગુસ્સા માં નીચે જતો રહ્યો અને માહી અને એના માં બાપ ને આ વાત જણાવી,માહી એ ગુસ્સા માં કહ્યું આન્ટી આવું હતું તો પહેલા કહી દેવાય ને હું આવત જ નઈ.
માહી ની વાત સાંભળી દાદરા ઉતરતી વીણા એ કહ્યું માહી શું બોલે છે તું એ એક્સિડન્ટ વિશે તને પણ ખબર જ છે તો પછી તું આવું બોલે છે?
હા એક્સિડન્ટ વિશે જાણ છે પણ તારી આ ખામી વિશે જાણ ના હતી નઈ તો આવી ભૂલ કરત જ નઈ,આવું બોલી માહી એના પરિવાર સાથે ગુસ્સા માં જતી રહી.
આ ઘટના પછી વીણા એકદમ ચુપચાપ અને અલગ અલગ રહેવા લાગી આ જોઈ રમણ ભાઈ અને ગીતા બેન ની સાથે સાથે અમન અને વિનય ને પણ બહુ ચિંતા થતી.
થોડા સમય પછી વીણા એ પોતાની જાત ને હજી સંભાળી જ હતી એટલા માં બીજા છોકરા ની વાત આવી,મન ના હોવા છતાં વીણા e વાતચીત કરી અને આખરે એજ થયું જે પહેલા થયું હતું.
આ વખત ના અપમાને વીણા ને અંદર થી સાવ તોડી નાખી હવે એ લગ્ન કરવા જ માગતી ના હતી, એણે બધા ને સાફ સાફ કહી દીધું કે ફરી આ બાબતે કોઈએ વાત ના કરવી.
ઘર ના બધા એની હાલત સમજતા હતા એટલે ફરી કોઈએ આ વાત પર ચર્ચા જ કરવાનું ટાળ્યું અને અમન અને વિનય જેમ બને એમ વીણા ને દરેક વાત માં ખુશ રાખતા અને હસાવતા.
ગીતા બેન ઘણી વખત ચિંતા માં આવી જતા પણ રમણ ભાઈ સમજાવતા કે એના બન્ને ભાઈઓ ના રહેતા વીણા ને ક્યારેય કોઈ તકલીફ નઈ થાય.પણ આખરે એ પણ એક દીકરી ના પિતા હતા ચિંતાઓ એને પણ ઘેરી વળતી.
વીણા ગીતા બેન ને ચિંતા માં જોઈ કહેતી મમ્મી કોઈ ને પત્ની ની કે જીવનસાથી ની નહીં પરંતુ પોતાના બાળક પોતાના વારસદાર ને જન્મ આપી શકે એવી સ્ત્રી ની જરૂર છે જે ક્ષમતા મારા માં નથી,જો કોઈને સાચે એક પત્ની કે જીવનસાથી ની જરૂર હશે જે મારી સાથે સાથે મારી આ ખામી ને પણ અપનાવશે તો હું જરૂર થી હા પડી દઇશ.