Savki Maa - 4 in Gujarati Women Focused by Nirali Ahir books and stories PDF | સાવકી માં - 4

Featured Books
Categories
Share

સાવકી માં - 4

અમન ની વાત થી રમણ ભાઈ વિચારે ચડી ગયા,પોતાની એક ની એક દીકરી માટે એણે હજારો સપના સજાવ્યા હતા અને હવે આમ એક પરિણીત પુરુષ સાથે વીણા ના લગ્ન? આ વાત રમણ ભાઈ ને બહુ સતાવવા લાગી અમન ને તો સૂવાનું કહી દીધું પણ રમણ ભાઈ ની આંખો માંથી પણ હવે ઊંઘ જતી રહી.

      સવારે ઊઠતા જ એ સૌથી પહેલા કિચન માં નાસ્તો બનાવતા ગીતા બેન પાસે ગયા એને જોઈને ગીતા બેન બોલ્યા કાઈ જોઈએ છે?

       ગીતા બેન ના સવાલ થી રમણ ભાઈ એકદમ ઝબકી ગયા પણ કઈ બોલ્યા વગર કિચન ની બહાર આવતા રહ્યા.જ્યારે નાસ્તો કરવા બેઠા બધા ત્યારે પણ એની વાત કરવાની હિંમત ના ચાલી અમન એ પણ એની અસમંજસ સમજી ને ચૂપ રહેવું જ ઠીક સમજ્યું.


       આમને આમ આખો દિવસ વિચારો ની ગડમથલ માં વીતી ગયો આખરે રાતે સૂતી વખતે હિમ્મત કરી ને રમણ ભાઈ એ ગીતા બેન ને આ વાત કરી,ગીતા બેન એ થોડો વિચાર કર્યા બાદ કહ્યું કે જો મારી દીકરી નું ઘર બંધાઈ અને એક સુખી જીવન મળતું હોય તો મને કાઈ વાંધો નથી.

      પછી રમણ ભાઈ સામે જોઈને બોલ્યા જાણું છુ આ ફેસલો કઠિન છે પણ જો આમ કરવા થી વીણા ના જીવન માં ખુશી આવતી હોય તો શું વાંધો છે અને દેવ તો આપણો જોયેલો અને જાણીતો છોકરો છે, એનો સ્વભાવ આપણે ક્યાં નથી જાણતા છતાં પણ હજી થોડી બારીકી થી પૂછતાશ અને માહિતી મેળવીશું અને પછી યોગ્ય લાગે તો જ વાત આગળ વધારીશું અત્યારે આ વાત આપણા બે અને અમન ત્રણ વચ્ચે જ રહેવા દઈએ.

     ગીતા બેન ની વાત રમણ ભાઈ ને ઠીક લાગી એટલે આ વાત માટે એ રાજી થઇ ગયા.


     અમન ને પણ આ વાત કરવામાં આવી અને એને પણ આ વાત યોગ્ય લાગી,પછી થી દેવ ના ઘરે અમન અને રમણ ભાઈ અને રમણ ભાઈ ના ઘરે દેવ નું આવવા જવા નું વધારે થવા લાગ્યું.રમણ ભાઈ દેવ બાબતે દરેક વાત ખૂબ જ ધ્યાન થી જોતા અને સમજતા.


     વારંવાર ની અવર જવર થી દેવ સાથે વીણા નો પરિચય, મેળ મિલાપ, વાતો એ બધું થવા લાગ્યું અને સાથે દેવ રુહી ને પણ લાવતો એટલે એ પણ બધા સાથે હળીમળી ગઈ અને એક બાળક ને થોડો પ્રેમ અને પોતીકાપણું જોઈએ જે રુહી ને અહીં મળતું હતું.

       એક દિવસ અમન એ ઓફિસ માં વાતો વાતો માં દેવ ને વીણા વિશે વાત કરી એ સાંભળી ને દેવ એ દુઃખ વ્યક્ત કર્યું કે વીણા સાથે જે થયું એ ખોટું થયું અને વીણા એ જે કર્યું એ બરોબર કર્યું.

       દેવ ધીમે ધીમે ચોરી છુપાયે વીણા ને પસંદ કરવા લાગ્યો પણ રુહી નો વિચાર આવતા એ ઉલ્જન માં પડી જતો અને દેવ ની પસંદગી વિશે અમન જાણી ગયો હતો અને ખુશ પણ થયો હવે વીણા ના મન માં શું છે એ જાણવાનું બાકી હતું.

      અમન જાણતો હતો કે રુહી વીણા પાસે રહેશે તો ક્યારેય એને માં ની ખોટ નઈ વર્તાય કેમ કે વીણા ખૂબ જ પ્રેમાળ,દયાળુ અને સરળ સ્વભાવ ની હતી અને એ બાબતે એ દેવ ને મનાવી શકે એમ પણ હતો.

      એક સાંજે અમન અને વીણા હોલ માં બેઠા હતા ત્યારે અમન એ હની જોઈને દેવ ની અને રુહી ની વાત શરૂ કરી.વીણા ને પણ રુહી પ્રત્યે ખૂબ જ પ્રેમ અને હમદર્દી હતી અને દેવ નો સ્વભાવ પણ પસંદ હતો એ જાણી અમન બહુ ખુશ થયો અને મમ્મી પપ્પા ને પણ આ વાત જણાવી એ બંને પણ ખુશ થયા.