Part 17 :
SK ને ઘણા સમય બાદ જોઈને Queen મન થી અને હૈયે થી બન્ને રીતે ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ હતી , ત્યાં જ અચાનક જોરદાર તોફાન આવે છે અને ચોતરફ અંધકાર છવાઈ જાય છે , આ અંધકારની વચ્ચે એક અટ્ટહાસ્ય સંભળાય છે , જાણે કે કોઈ રાક્ષસ હસી રહ્યો હોય ! અને આ અંધકારની વચ્ચે આવે છે ; કાળી શક્તિઓનો સ્ત્રોત એવો હેપીન !
હેપીન આવીને તરત જ બધું ઉથલ - પાથલ કરી નાખે છે , ત્યાં ઊભેલા બધા લોકો ખૂબ જ ડરી જાય છે , અચાનક જ હેપીન એક માણસ ને મારવા માટે તેની નજીક જાય છે ; પરંતુ તેની પાસે તે જેટલી ગતિ થી ગયો એનાથી બે ગણી ગતિ થી એનું આ અર્ધમૃત શરીર ખૂબ જ દૂર ફેંકાઈ ગયું !
બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું ? , ત્યારે બધાને યાદ આવ્યું કે આ તો પેલા રક્ષાસૂત્ર નો કમાલ છે કે જેના લીધે હેપીન ની આ આત્મા આપણું કશું નહીં બગાડી શકે .
પણ SK અને Andy બન્ને પાસે આ રક્ષાસૂત્ર નહોતા , તો Queen ફટાફટ જઈને બન્ને ને તે હાથ માં પહેરાવી દે છે ; પરંતુ હેપીન જ્યારે SK તરફ હુમલો કરે છે , SK સામે તેને પ્રતિકાર પણ આપે છે ; રક્ષાસૂત્ર પહેરવા છતાં પણ SK ને હેપીન ની આત્મા પછાડીને દૂર ફેંકી દે છે !
બીજી તરફ Andy પણ પ્રતિકાર કરવા માટે જાય છે , પણ હેપીન ની આત્મા તેને પણ ઉપર આકાશ માં લઈ જઈને , તેનું ગળું પકડીને નીચે પટકી દે છે , Andy આ ઘટના માં ભયાનક રીતે ઘાયલ થઈ જાય છે , આ આત્મા ખૂબ જ શક્તિશાળી હતી , SK પાસે શાસ્ત્રો નું જ્ઞાન હતું અને તે આત્મા નો સામનો કરવા માટે અને શક્તિ મેળવવા માટે મંત્રો બોલે છે પણ આમ છતાં તેની નહિવત અસર પણ થતી નથી , ફરીવાર હેપીન ની આત્મા SK ની નજીક જાય છે , પણ આ વખતે તેને બચાવવા માટે ધનશ વચ્ચે આવે છે અને રક્ષાસૂત્ર જે હાથ માં હતું તે હાથ વડે હેપીન ને જોરદાર નો મુક્કો મારે છે , એના લીધે હેપીન ની આત્મા ફરી દૂર ફંગોળાઈ જાય છે બધા લોકો આ જોઈને હેરાન થઈ ગયા હોય છે કેમ કે એક તો આવું ભયાનક અર્ધ મૃત શરીર , રાક્ષસ જેવું અટ્ટહાસ્ય અને આવી અચાનક ની પરિસ્થિતિ ! આવું તો એક સ્વપ્ન હોય એવું પ્રતીત થઈ રહ્યું છે , કેમ કે હકીકત માં તો આવું થવું અશક્ય છે !
Queen તરત જ બધા લોકો ને એકત્ર કરીને કહે છે કે એક કામ કરો SK અને Andy ની ચારે તરફ બધા લોકો ગોઠવાઈ જાઓ અને આ આત્મા જ્યારે પણ એમની પાસે આવે ત્યારે તેનો સામનો કરો , ગભરાવવાની જરૂર નથી ; આપણી પાસે રક્ષાસૂત્ર છે એટલે આ આત્મા આપણું કશું નહીં બગાડી શકે .
બધા લોકો તરત જ આ સાંભળીને SK અને Andy ને વચ્ચે રાખીને તેની આસપાસ ચારો તરફ ગોઠવાઈ ગયા અને હેપીન ની આત્મા ને એ જાણ તો થઈ ગઈ કે હવે આ લોકો નું હું કશું નહીં બગાડી શકું , તે ત્યાં જ રહીને આ બધું જોઈ રહ્યો હતો , થોડા સમય પછી તે ત્યાંથી ચાલ્યો ગયો.
તેના ચાલ્યા ગયા બાદ ,
" માનવામાં પણ નથી આવતું કે આ બધું હું મારી નરી આંખે જોઈ રહ્યો છું ! આત્મા , પ્રેત - ભૂત , આ બધું શું છે ? , આ હકીકત મને નથી સ્વીકાર્ય નથી લાગી રહી , મને લાગે છે કે હું સ્વપ્ન માં છું , અથવા તો બીજી દુનિયા માં ચાલ્યો ગયો છું " RK બોલ્યો.
" Yes , You are Manipulated ".....