The Madness Towards Greatness - 18 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 18

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 18

Part 18

RK પોતાની મૂંઝવણ કહી રહ્યો હતો ત્યારે જ વચ્ચે એને રોકતા અવાજ આવ્યો 

" You are Manipulated , હા ! તમને લોકો ને ભ્રમિત કરવામાં આવ્યા છે , આ એક એવું ભ્રમ છે કે જે તમને હકીકત લાગે પણ આ દરેક હકીકતો બસ મારા દ્વારા બનેલી એક વાર્તા છે , આ વાર્તા હું લખી રહ્યો છું અને  માત્ર તમને જ નહીં , પણ જે લોકો એવું વિચારી રહ્યા હતા કે આ સમગ્ર દુનિયા એમના કહેવા મુજબ જ ચાલે છે , એ લોકોને  પણ મારી આ જાળ માં ફસાઈ ગયા , Welcome to the Mind Trap of SK

" શું ?? ભ્રમિત ? કઈ રીતે ? અને શા માટે ? કઈ પણ સમજાઈ નથી રહ્યું મને ? " Queen એ પ્રશ્ન પૂછ્યો .

" હું જાણતો હતો કે મારી પરિસ્થિતિ આવનારા સમય માં  શું થવાની છે , બ્રેન ટ્યૂમર માંથી બહાર નીકળવા અને ફરી નિરોગી બનવા માટે  , ન્યુક્લિયર ડિફ્યુઝન ના પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે , અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓ તેમજ વિશ્વ ના અમુક ધનાઢ્ય લોકો કે જેઓ ભેગા થઈ ને સમગ્ર વિશ્વ ને કઠપૂતળી ની જેમ નચાવી રહ્યા હતા એમને થોડાક સીધા કરવા માટે  ; મારા બનાવેલા આ સામ્રાજ્ય માં મારી જ સામે ષડયંત્રો ઘડાઈ રહ્યા હતા એ લોકો ને પકડવા માટે  , કોઈ  વ્યક્તિ વિચારણા પણ ન કરી શકે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને આ એક ખેલ રચવામાં આવ્યો , હકીકત તો એ છે કે હેપીન ની કોઈ આત્મા છે જ નહીં ; આ એક સમજી વિચારીને કરેલું ષડયંત્ર છે કે જેમાં મોટી મોટી માછલીઓને ફસાવવામાં આવી છે "

આટલું બોલીને SK  ઉપર આકાશમાંથી પસાર થતું સેટેલાઇટ તરફ જોઈને  બોલ્યો - બરોબર કહ્યું  ને Mr. President ! 

અમેરિકા ના પ્રેસિડેન્ટ અને ઇન્ટેલિજન્સ એજન્સી કે જે SK પર નજર રાખીને બેઠી હતી એમના તળિયા નીચે થી જાણે  જમીન ખસકી ગઈ એવું થઈ ગયું !......

તરત જ President નો એક મેસેજ SK ને આવે છે - " હું બદલો અવશ્ય લઈશ , હું તમારા પર War declare ( યુદ્ધ ની ઘોષણા ) કરીશ અને તને હું મારા પગે પડવા માટે મજબૂર કરી દઈશ

કોઈ પણવ્યક્તિઓ  કઈ પણ સમજી રહ્યા નહોતા , બધા ના મગજ એકદમ ખાલી થઈ ગયા , શું ? કેમ ? ક્યારે ? કઈ રીતે ? શા માટે ? આવા અનેક પ્રશ્નો મન માં ચાલી રહ્યા હતા , કોઈને પણ કઈ ખબર જ નહોતી કે અચાનક થી કોઈ આવીને કંઈક કહી જાય છે અને આપણી સામે અચાનક જ કંઈક નવા પ્રશ્નો અને પરિસ્થિતિ રજૂ થઈ જાય છે , બધા ની મૂંઝવણો નો પાર નહોતો !

RK એ તરત જ પોતાની મૂંઝવણો રજૂ કરી : " પણ આ બધું કરવું જરૂરી હતું ? અને આવડો મોટો ખેલ !!  મહાગુરૂ , દિવ્ય સંત , ફ્રાન્સ ના લોકો , બધા એમાં  સંકળાયેલા ! અને આ બલવંત પણ ? એનું શું હતું બધું ? અને આ પ્રેસિડેન્ટ શેની ધમકી આપે છે અને આ ન્યુક્લિયર ના પ્રોજેક્ટ વિશે શું છે ,આવી અશક્ય ડીલ કેમ તે  કરી ? , એ પણ અમને જાણવા વિના ? અને હવે આ સનકી પ્રેસિડેન્ટ જો આપણા પર યુદ્ધ નું એલાન કરશે તો આપણે શું કરશું ? આપણી સરકાર ને શું જવાબ આપીશું ? , આ બધી મહાસત્તાઓની સામે આપણે આવી ગયા છીએ , મહેનતથી બનેલા તારા  આ સામ્રાજ્ય નો અંત નિકટ છે

" Never forget that I'm controlling the whole world ".......