Part 19 :
" Never forget that I'm controlling the whole world " SK ના આ શબ્દો સાંભળીને જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા .
" અરે ! વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ થઈ જવાથી કઈ તું એકલો આખી દુનિયા પર રાજ ના કરી શકે , ઘણા બધા બીજા લોકો પણ અસ્તિત્વ માં છે કે જેમના નામ પણ આપણે નહીં જાણતા હોય અને તેઓ પડદા પાછળ રહીને વિશ્વ ના ઘણા બધા નાના નાના દેશો ને , ત્યાંની સરકાર ને અને મોટી મોટી મહાસતાઓને કંટ્રોલ કરતા હશે , આ બધી મોટી મોટી મહાસત્તાઓની સામે આપણે આવીને ઊભા રહી ગયા છીએ ; કે જેમને એ પડદા પાછળ રહેલા લોકો નિયમન કરે છે , જો એ લોકો ધારે તો ક્ષણભર માં આપણને તબાહ કરી નાખે ! , તું તારા આ વિશ્વ પર નિયમન કરવાની વાત ને સ્વપ્ન સમજીને ભૂલી જા " RK બોલ્યો.
" તમે લોકો આખરે જાણો જ શું છો ? , તમે લોકો તો એક મામૂલી નાટકને પણ નથી પકડી શકતા અને વિશ્વોતર કક્ષા ની વાતો મને સમજાવી રહ્યા છો ? , તમે લોકો એ કેટલી આરામથી એ વાત માની લીધી કે બલવંત ફ્રાન્સ માં ગયો હતો અને તેણે આત્મા ને જીવંત કરી ; પણ ક્યારેય તમે લોકો એ એવો વિચાર ન કર્યો કે ફ્રાન્સ માં જઈને એક વખત તપાસ કરી લઈએ ? તમે તો વાતને સીધી માની જ લીધી , કઈ પણ ચકાસણી વિના ! અને હવે તમે લોકો મને જ્ઞાન આપશો કે મારે આવું ન કરવું જોઈએ એમ ! " SK કટાક્ષ ની ભાષા માં બોલ્યો.
" પણ માન્યું કે અમે ફ્રાન્સ ની આત્માની માહિતી વિશે વધુ જાણ્યું નહીં , પણ દિવ્ય સંત જ્યારે એવું કહી જાય ત્યારે અમે કેમ એમની વાતને અવગણી શકીએ ? " Queen એ પ્રશ્ન રજૂ કર્યો .
" મને એ નથી ખબર કે દિવ્ય સંત એ શું કહ્યું હશે , પણ જ્યારે તમે એમને આત્મા વિશે પ્રશ્નો પૂછતા હશો ત્યારે તેનો જવાબ કદાચ તમને સીધી ભાષા માં નહીં મળ્યો હોય અને તેમણે પોતાની વાત માં ક્યારેય તમને એમ નહીં કહ્યું હોય કે આત્મા થી તમને ખતરો છે , તેમણે તમને કદાચ બીજી સાવચેતીઓ માટે કહ્યું હશે " SK બોલ્યો.
" હા, મને યાદ છે કે એમણે કહેલું કે આત્મા તમારા માટે ખતરો નથી , ખતરો તો SK છે " ધનશ બોલ્યો.
" પણ તો એમણે આપણને રક્ષાસૂત્ર કેમ આપ્યા ? અને એવું કેમ કહ્યું કે કોઈ શસ્ત્ર પણ શોધવાનું છે ? " Queen એ ફરી પોતાની મૂંઝવણ રજૂ કરી.
" એ તો મેં એમને કહ્યું હતું કે જો તમે લોકો એમની પાસે જાઓ અને જો કદાચ પણ તમારા મન માં શંકા જાય અને તમે ફ્રાન્સ માં જઈને માહિતીની તપાસ કરો અને સત્ય બહાર આવે તો તમે એ વિચારો એ પહેલા જ જો દિવ્ય સંત તમને રક્ષાસૂત્ર ને શસ્ત્રો ને એવું કહે તો તમે એ વાત માં જ આગળ વિચારો અને ફ્રાન્સ માં માહિતી ની ચકાસણી ન કરો , પણ મને એ નથી સમજાતું કે એમણે મારા વિશે એવું શા માટે કહ્યું કે મારાથી ખતરો છે ? " SK બોલ્યો.
" આ બધો વાર્તાલાપ અત્યારે જરૂરી નથી , જરૂરી એ છે કે હવે આપણે આગળ શું કરીશું , આ તે કહ્યું કે તું વિશ્વ ને કંટ્રોલ કરી રહ્યો છે ; પણ કઈ રીતે ? " RK એ પૂછ્યું.
" એ તમને લોકો ને અંદાજો આવી જશે , ચાલો તમે લોકો અત્યારે મારી સાથે એક નવી સિક્રેટ જગ્યા પર , ત્યાં તમને બધા પ્રશ્નો ના જવાબ મળશે " એમ બોલીને SK બધાને એક નવી સિક્રેટ જગ્યા પર લઈ જાય છે કે જેનું લોકેશન છે - એન્ટાર્કટિકા.
બીજી તરફ US ના પ્રેસિડેન્ટ SK ની સામે બધી રણનીતિઓ તૈયાર કરે છે અને તેઓ વિચારે છે કે આપણે નાના નાના દેશો ની મદદ થી SK ની કંપની પર દબાણ લાવીશું અને તેની કંપની ને એ દેશો માં બંધ કરાવી દેશું , પછી ભારત પર હુમલા ની ધમકી આપીશું એટલે ભારત સરકાર પણ SK પર દબાણ કરશે અને આ રીતે હું તેને મારા પગ ના તળિયે લાવી દઈશ .
તે એટલું બોલ્યા ત્યાં જ ઇન્ટેલિજન્સ એજન્સી માંથી એક માણસ દોડતો દોડતો અને અત્યંત ચિંતા સાથે આવીને બોલ્યો " He scammed us ..... "