મારે અમેરિકા માં આશરે ૬ વર્ષ થઈ ગયા.
અમેરિકા માં મે ઘણા બધા લોકો સાથે કામ કર્યું.
મારે કેલિફોર્નિયા માં સ્ટડિ કર્યું એ દરમિયાન મે ઘણા બધા ગુજરાતી મૉટેલ ઓનર સાથે કામ કર્યું.
ઘણી વખત જો હુ સમજુ છે કે પાપા ના ગયા પછી ઘણુ બધુ ચંગે થઈ ગયુ.
એમાં ખાસ સંબંધો. હવે પાપા ના બેકપ હતો ત્યારે જે રેલાશન માં ઇમોશન હતા આજે એ જ રિલેશન પ્રૅક્ટિકલ બની ગયા છે.
હદ તો ત્યારે થઈ જાય જ્યારે અમુક રેલાશન માં હવે ફાયદો છે તો કેટલો છે અને કેટલુ ઇમ્પોર્ટેંટ છે એના ઉપર જ ટકેલા છે. આ બધુ અચાનક કઈ રીતે.
એવા જ એક મારા ડિપ્લોમેટ કિશન કાકા ની વાત કરુ
કિશન કાકા એટલે મોટા બિજનેસમેન
બિજનેસ સ્કિલ્સ માં એમનો કોઈ જવાબ નઈ
ધંધા માં નફો નુકશાન નુ સરવૈયું કાઢવાનુ હોય કે ખર્ચો કે ટેક્સ જીએસટી નુ કેલક્યુલેશન કરવાનુ હોય તો એ ચાર્ટર્ડ અકાઉંટેંટ થી કામ નઈ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ના તો એ ભારે માસ્ટર જેમની સ્કિલ્સ સમજવી ભારે મુશ્કેલ
લાબા સમય સુધી એમને ૧ કેમિકલ કંપની ચલાવી જેમાં ૪૦ માણસો ની ટીમ એ એકલા હાથે ચાલવતા હતા.
સ્વભાવિક વાત છે કે ૪૦ લોકો ને સાથે રાખીને કામ કરવુ હોય તો મેન્ટલી સ્ટ્રોંગ બનવુ જ પડે
ત્યા ઇમોશનલ દયાવાન બનવાથી ૪૦ લોકો ની ટીમ ચાલે નઈ એના માટે ઇમોશનલ ઇન્ટેલીજન્ટ હાઇ જોઈએ જે એમના માં હતો કે ડિવેલપ કર્યો આશરે ૨૦ વર્ષ સુધી કિશન કાકા એ કંપની ચલાવી એકલા હાથે મહેનત કરીને
જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સમય અને કંપની ની જરૂરિયાત હતી આજે એ જ ઇન્ટેલિજન્સ એમના માટે એક શ્રાપ સાબિત થઈ રહ્યો છે
૪૦ લોકો ની ટીમ ચાલવા માટે પ્રૅક્ટિકલ બનવુ જ પડે પણ આજે કિશન કાકા અતિશય પ્રૅક્ટિકલ બની ગયા અતિશય ડિપ્લોમેટ થઈ ગયા છે
હવે આ ડિપ્લોમેસી જે સમય ની જરૂરિયાત હતી આજે ઘર માં સંબંધો માં પણ એ ડિપ્લોમેટ થઈ ગયા
આજે સમય એ છે કે કિશન કાકા પૈસા વ્યાજ ઇન્વેસ્ટમેન્ટ કંટ્રોલ (૪૦ લોકો ની ટીમ હોય તો કંટ્રોલ કરતા શીખવુ જ પડે) ટેક્સ આ બધા ટોપિક ની બહાર એ વિચારી જ શકતા નથી
ટૂંકમાં કાઉ તો કિશન કાકા હવે બધાને કંટ્રોલ માં રાખે છે કંટ્રોલ કરવામાં માસ્ટર થઈ ગયા છે કે ઘરે એમના છોકરા ના ય મગજ થી ગેમ કરતા વિચારતા નથી ત્યા પણ ઇમોશન નો અભાવ છે.
ડિપ્લોમેટ એટલા મોટા થઈ ગયા કે ઘરે એમના પરિવાર સાથે ય ઈમોશનલ વાતો કરી શકતા નથી
કોઈ પરિવાર નુ સભ્ય સલાહ માંગવા જાય ત્યા પણ કિશન કાકા એમાં પણ ફાયદો શોધવાનો પ્રયત્ન કરે છે (ફાયદા ની સાથે કંટ્રોલ તો એમનો જ)
હવે લાબા સમય ના લીડરશીપ પછી ક્યારેય શાંતિ થી સાઇડ માં બેસીને માર્ગદર્શક બનીને બેસી શકતા નથી (કંટ્રોલ એમનો હોય તો જ સલાહ મળે)
હવે કિશન કાકા સાથે ભાગવત કથા, ભગવદ ગીતા કે ધર્મ ની વાતો નુ કોઈ જ મૂલ્ય નથી. કેમ છેલ્લા ૨૦ વર્ષ થી મગજ માં પૈસો વ્યાજ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ માં જ ચાલે છે એટલે એનાથી બહાર નીકળી શક્યા નથી
આજે કિશન કાકા સાથે કોઈ બીજી ધર્મ ની રાજનીતિ ની કે સોશિયલ વાતો નુ કોઈ જ મૂલ્ય નથી રહ્યુ
કે નથી ઈમોશન રહ્યા જે બીજાને બરાબર થી વાત પણ કરી શકતા નથી અને જો કોઈ એમના કંટ્રોલ માં હોય તો જ એ લાબા સમય સુધી વાત કરી શકે છે અથવા ઇગ્નોર કરી ને બહાર નો રસ્તો બતાવી દે
પૈસા અને પાવર ની પાછળ એટલા પણ ના ભાગવુ જોઈએ કે માનવતા રહે જ નઈ ઈમોશન શૂન્ય થઈ જાય બીજાનો પેઈન ફીલ જ ના થાય. હવે કિશોર કાકા બીજાને કંટ્રોલ કરવા નીચા દેખાડવા ઈન્સલ્ટ કરતા જરાય વિચાર કરી શકતા નથી
પ્રૅક્ટિકલ બનવુ જોઈએ પણ ઓફિસ માં કંપની માં
એટલા પણ પ્રૅક્ટિકલ ના બનો કે તમારા છોકરાઓ ૧ કલાક તમારી સાથે વાત પણ ના કરી શકે
ટૂંકમાં હવે કિશન કાકા આખી દુનિયા ને પૈસા પાવર કંટ્રોલ અને ઇગો ના ચશ્મા થી જ જુવે છે
જેને સાઇકોલોજી માં નારકિસસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય
૨ કર્મચારી ની કંપની ને ૪૦ માણશ ની કરી દીધી એમને કંટ્રોલ કરવાના ચક્કર માં હવે આખી દુનિયા ને કિશન કાકા કંટ્રોલ ના ચશ્મા થી જુવે છે
હુ કિશન કાકા ને જ્યારે પણ મળુ એ પહેલા એ શબ્દો ની ગેમ તૈયાર રાખે અથવા એમના પત્ની પાસે થી ગેમ કરે પણ એ ગેમ ની બહાર બીજુ કઈ વિચારી જ ના શકે
અડધું સાચુ બોલીને ઇન્ફોર્મેશન નો દુરુપયોગ કરવામાં તો હવે કિશન કાકા માસ્ટર થઈ ગયા છે
કિશન કાકા ને જોઈને મે ભગવાન ને પ્રાર્થના કે હે ઈશ્વર મારે પણ સક્સેસ જોઈએ છે નામ પૈસો પાવર બધા ય ની ભૂખ મને પણ છે જ બસ મને આ એટલુ જ આપજે કે મારામા ઇમોશન ફીલિંગ્સ શૂન્ય ના થઈ જાય ત્યા સુધી જ (મારે ઈમોશનલ વગર નો રોબોટ બનવુ નથી)
પૈસા પાવર ની પાછળ મારામાં થી માનવતા શૂન્ય ના થઈ જાય.
મારી બને બહેનો મમ્મી સાથે હંમેશા સવેદના સાથે સંબંધો જળવાઈ રહે એવી પ્રાર્થના
મારે સંબંધો માં ડિપ્લોમેટ બનવુ નથી
મારા સંબંધો ઈમોશનલ રહે ……
Office માં ડિપ્લોમેટ ચાલશે.