To be continue.
કિશન કાકા એટલે મોટા ગજા ના ઉદ્યોગપતિ ૪૦ માણશ ની ટીમ તો એ એકલા હાથે હૅન્ડલ કરી દે.
ટીમ મેનેજમેંટ. HR મેનેજમેન્ટ.
એમ્પ્લોયી ના ઇગો મેનેજમેન્ટ.
બધા કર્મચારીઓ વચ્ચે ગજબ નુ બેલેન્સ બનાવી લે.
પણ આ બધા પાછળ ક્યાંક ના ક્યાંક એક વસ્તુ પાછળ રાઈ ગઈ એ છે પર્સનલ લાઈફ માં ઇમોશન.
હવે કિશન કાકા દરેક સંબધ ને ઇગો ની દ્રષ્ટિ થી જ જુવે છે.
બધા ય ના ઇગો કંટ્રોલ કરવાના એ હવે માસ્ટર થઈ ગયા છે. હવે કિશન કાકા ઓકાત યાદ કરાવી દે.
જે ૪૦ માણશ ની ટીમ હૅન્ડલ કરવા જરૂરી હતુ એ બધા જ પ્રેક્ટિકલ્સ હવે ઘરે ઇમ્પ્લીમેન્ટ કરી રહ્યા છે.
ઘર ના બધા લોકો સાથે હવે ડિપ્લોમેટ થઈ ગયા છે. ૨૦ વર્ષ થી ઇગો ને બેલેન્સ કરતા કરતા હવે આખી દુનિયા ના દરેક સંબધ સગા ઓ ને ઇગો ની કે ઇગો manage કરવાની નજર થી જોવા લાગ્યા છે.
હવે કિશન કાકા ને કોઈ ફોન કરે તો ૩૦ સેકંડ વિચારે છે કે શુ વાત કરવા ફોન આવ્યો હશે ? કે શુ ગેમ કરવાની છે ?
હવે સંસાર ના દરેક લોકો ના મગજ થી હવે કિશન કાકા રમવા લાગ્યા છેકેમ કે હવે ૪૦ માણશ ની ટીમ manage કરવાની આદત ઘર ના કે બીજા સગા સંબંધી ઓ સાથે થઈ ગઈ છે.
કિશન કાકા આમ તો મારા દૂર ના કાકા થાય. બઉ દૂર નો સંબધ.
એક સમય હતો જ્યારે હુ એમની ગોદ માં રમીને મોટો થયો છુ. એમની સાથે આત્મીયતા ના સંબંધો હતો જ્યારે એ ખુદ એક માણશ હતા. (હાલ જોવા જઈએ તો કિશન કાકા એક રોબોટ જ કહેવાય મારી નજર માં)
અડધુ સાચુ બોલીને શબ્દો ની ગેમ કરવાના કિશન કાકા ખતરનાક માહેર ખેલાડી થઈ ગયા છે.
અડધુ સાચુ બોલીને અર્થ નો અનર્થ કરવાના તો એ ગજબ માસ્ટર માઈન્ડ થઈ ગયા છે.
હવે કિશન કાકા કોઈ પણ કામ સાથે કરતા પહેલા એમનો કંટ્રોલ અને એમનુ ઈમ્પોર્ટન્સ કેટલુ છે એ બીજા લોકો વચ્ચે એ ચેક કરીને જ આગળ વધે છે.
એમોશન મેનેજ કરતા આવડી ગયુ છે. ઘરે એ ખતરનાક રીતે ઇમોશન manage કરી રહ્યા છે જે એક સમયે ૪૦ માણસ ની ટીમ હૅન્ડલ કરવા માટે શીખ્યા હતા.
હાલ કિશન કાકા ઘણા બધા વર્ષો થઈ ગયા કે તે કોઈને આત્મીયતા થી મળ્યા નથી કે વાત કરી શકતા નથી. ના એમના પરિવાર ના લોકો સાથે પણ હવે ડિપ્લોમેટ.
હવે કિશન કાકા કોઈને મળતા પહેલા શબ્દો ની ગેમ તૈયાર રાખે છે. કોઈને હવે નિખાલસ તા થી મળી શકતા નથી. કે સ્કૂલ ના જૂના ભાઈબંધો તો હવે ભાગ્યે જ સાથે જોવા મળે. કેમ કે કિશન કાકા હવે મિત્રતા પણ એમનુ સ્ટેટસ અને એમના ઇગો ના ચશ્મા થી જોઈ રહ્યા છે.
કિશન કાકા હવે દરેક માર્ચ મહિના પછી CA સાથે કલાકો બેસીને ટેક્સ કઈ રીતે બચાવો એની ઉપર કલાકો સુધી ચર્ચા કરી લે છે. પણ જૂના મિત્રો કે પરિવાર ના લોકો સાથે નિખાલસ તા થી હળવાશ ભરી વાતો કરી શકતા નથી.
પગાર વધારો માંગતા દરેક કર્મચારી ને કાબૂ કરી રીતે રાખવો એમાં એ માસ્ટર થઈ ગયા છે અને એની સાથે એમના સગા સંબંધી ઓ ને પણ કાબૂ માં કે કંટ્રોલ માં રાખવાના હોશિયાર થઈ ગયા છે.
એમના દરેક કર્મચારી નો કયા ઉપયોગ કરવો અંગ્રેજી માં કાઉ તો Resources utilization ના એ ગજબ માસ્ટર થઈ ગયા છે પણ એ સાથે જ કયા સગા સંબંધી નો કયા કેટલો ઉપયોગ કરવો. કયા સંબંધી ને કેટલુ ઇમ્પોર્ટએન્સ આપવુ એ એમના સ્ટેટસ પૈસા અને પોજિશન થી નક્કી કરે છે.
એમના દરેક કર્મચારી ને કંટ્રોલ કરવા માટે એ કિશન કાકા એમના મેનેજર ના ખભે થી બંધૂક રાખીને ફોળી રહ્યા હતા. કઈ પણ સાચુ ખોટુ કહેવાનુ હોય તો એમના વિશ્વાસુ મેનેજર નો ઉપયોગ કરે. અને સંબંધો માં હવે એમના પત્ની નો ઉપયોગ કરી રહ્યા છે. સંબંધો માં એમના પત્ની ના ખભે થી બંધૂક રાખીને ફોળી રહ્યા છે.
એટલે તો કહેવાય છે કિશન કાકા એટલે ૨૪ કલાક ના ડિપ્લોમેટ.
ફેકટરી માં ડિપ્લોમેટ અને ઘરે પણ ડિપ્લોમેટ.
ફેક્ટરી માં મેન્યુપિલેટ કરવા માટે મેનેજર છે તો ઘર ના સગા ને મેન્યુપિલેટ કરવા પત્ની છે.
ફેક્ટરી માં કર્મચારી ને કંટ્રોલ રાખવા પૈસા અને પાવર નો ઉપયોગ કરે છે તો ઘર માં કંટ્રોલ રાખવા માટે વડીલ હોવાનો ફાયદો ઉઠાવી જાણે છે.
દુનિયા ની દરેક વસ્તુ હવે પૈસા પાવર પોજિશન અને ઇગો ના ચશ્મા થી જોવાની આદત બની ગઈ છે.
કરોડો રૂપિયા નુ દાન કરી લે છે પણ પ્રતિષ્ઠા ને પૈસા થી મેળવવાનો પ્રયાસ જરૂર થી કરે છે.
અમારા જૂના નિખાલસ સવેદના થી ભરેલા કિશન કાકા ખોવાઈ ગયા છે.
એ કિશન કાકા જેમની ગોદ માં રમીનો હુ મોટો થયો છુ. ૨૭ વર્ષ પહેલા.
એ કિશન કાકા જે રકાબી માં ચા પિતા હતા આજે બ્લેક ટી પીવે છે સુગર વગર.
એ કિશન કાકા જે ગામ ની નવરાત્રી ના મુખ્ય આયોજક હતા આજે વર્ષો થી ગામ ની નવરાત્રી માં જોયા નથી. પણ મોટા મોટા ઉદ્યોગપતિ ની ૫ સ્ટાર હોટેલ માં થતી પાર્ટી માં જોવા મળે છે
એ કિશન કાકા જે ગામ ના મિત્રો સાથે ગામ ની વાડી માં ગોટા અને ડુંગળી ખાવાના શોખીન હતા. અને હવે બર્ગર ખાવાના શોખીન થઈ ગયા છે
એ કિશન કાકા જે રામ નવમી ની શોભાયાત્રા માં ટ્રૅક્ટર લઈને આવતા હતા અને હવે બીએમડબલ્યુ માં ડ્રાઇવર રાખ્યો છે
એ કિશન કાકા જે મિત્રો ની જાન માં બેન્ડ બાજા ઉપર ડાંસ કરતા હતા. આજે એ મિત્રો સાથે ય ડિપ્લોમેટ સંબંધો રહ્યા છે.
ફાયદો નુકશાન ઇગો અને કંટ્રોલ ની નજર થી જે સંબંધો રહ્યા છે એને ડિપ્લોમેટ સંબંધો કહેવાય જેમાં આત્મીયતા નુ ઇમોશન નુ કોઈ સ્થાન નથી આજે પૈસા પાવર ની ગેમ માં માનવતા અને આત્મીયતા સાથે ના સંબંધો ક્યાય ખોવાઈ ગયા છે.
હવે તો ૨૪ કલાક ના ડિપ્લોમેટ.
છેલ્લે તો એટલુ જ કઈશ અંગ્રેજી માં
Real Maturiy is when you realize that nothing is permanent except change.
વાચક મિત્રો જીવન માં આગળ વધો ૨૦૦ માણસ ૨૦૦૦ માણશ ની ટીમ હૅન્ડલ કરો
પણ મિત્રો પરિવાર સાથે આત્મીયતા ના સંબંધો જરૂર થી રાખો.
Written by
Akhil Kumar.