Part 21 :
SK બધા લોકો ને જહાજ માંથી બંદી બનાવીને લઈ આવી રહ્યો હતો પણ શીન ને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
SK નજીક આવ્યો ત્યારે તરત જ ધનશ એ પ્રશ્ન પૂછ્યો - " શીન હજુ સુધી જીવિત છે ? , તે એને માર્યો નહોતો ?? "
" ના, મેં શીન અને તવંશ બંન્નેને નહોતા માર્યા "
" પણ શા માટે ? એ બંને તો તને મારવા માગતા હતા ને ? " ધનશ એ પૂછ્યું .
" તો હું શું એ તમામ લોકો ને મોત ને ઘાટ ઉતારી દઉ કે જેઓ મને મારવા માગે છે ? , ધનશ મને પણ શરૂઆત માં આવો જ ગુસ્સો મન માં આવતો હતો કે હું બધા લોકો ને મારી જ નાખીશ , ગુનેગારો ની સજા મોત જ હોવી જોઈએ , જે મોટા મોટા ગુનેગાર હતા જેમણે આ દેશ અને સમાજને બદનામ કર્યા છે , જેણે સ્ત્રીઓ અને ગરીબ લોકો સાથે અન્યાય કર્યો છે , જેમણે નાના લોકો નું શોષણ કર્યું છે એવા નરાધમો ને હું થર્ડ ડિગ્રી ટોર્ચર ની ટનલ માં લઈ જતો અને ત્યાં તેમને નર્ક નો અનુભવ કરાવતો , પણ જે લોકોથી નાનકડી ભૂલ ના લીધે કંઈક ગુનો થઈ ગયો હોય તો શું એમને પણ હું એવી જ સજા આપું ? , બીજા થી ભૂલ થાય તો હું એમને સજા આપી શકું છું , તમારામાંથી કોઈની પણ ભૂલ થાય તો હું તમને સજા આપવા માટે સક્ષમ છું ; પરંતુ મારાથી ભૂલ થઈ તો ? મારી સમક્ષ તો કોઈ કહેવા વાળું જ નથી , આ તો એકરીતે તાનાશાહ કહેવાય ને ! હું હંમેશા તો સાચો નથી હોવાનો ? મારાથી પણ ભૂલો થઈ શકે ને ? જો મને એ ભૂલો સુધારવાનો મોકો મળે છે , તો અન્ય લોકો ને કેમ નહીં ?? , બસ આ જ વિચારધારા હતી મારી એટલા માટે મેં એન્ટાર્કટિકા માં એવા લોકો કે જેઓ થી જાણતા અજાણતા માં ભૂલો થઈ ગઈ હોય અને એ ભૂલો નો તેઓ પશ્ચાતાપ કરવા માગતા હોય એમને એકત્ર કર્યા , એમને સારા કર્મો કરવા માટે ઉપસાવ્યા, એમને એક મોકો આપ્યો "
SK એ ખૂબ જ સરસ જવાબ આપ્યો.
" વાહ , માની ગયા તને SK, તો શું તું આ પ્રેસિડેન્ટ ને એન્ટાર્કટિકા લઈ જવા માટે આવ્યો છે ? એમને તું મોકો આપવા માંગે છે ? " RK એ પૂછ્યું.
" તારા આ પ્રશ્ન પહેલા હું કંઈક અન્ય વાત કહેવા માગું છું કે જેના લીધે હું શીન ને અહીં લઈ આવ્યો છું " આટલું બોલીને તે શીન તરફ જોઈને આગળ બોલે છે -
" જે વ્યક્તિ આખા વિશ્વ સમક્ષ નથી હાર્યો , એ ક્યાંક ને ક્યાંક પ્રેમ ની પરિભાષા માં હારી ગયો , તું મારી સામે જીતી ગયો શીન અને હું હારી ગયો "
તે આટલું બોલ્યો ત્યારે Queen તરત જ બોલી : " SK, હું જાણું છે કે તને શીન એ શું કહ્યું છે એ , પણ એ વાત સંપૂર્ણ સત્ય નથી , તું આમ મારા પર શક કરી રહ્યો છે અને તું કેમ આવું બોલી રહ્યો છે મને કશું પણ સમજાતું નથી .. "
SK અને Queen ની આટલી નાનકડી વાતો સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકો એકદમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા કેમ કે હવે આ સંપૂર્ણ વાર્તા એ એક નવો વળાંક લીધો છે , કદાચ SK અંદર થી ઘણો ગુસ્સામાં હોય શકે અને જે વાત દિવ્ય સંત એ કહી એ સત્ય પણ સાબિત થઈ શકે કે SK આ ગુસ્સા ની આગ માં બધું ભષ્મ કરવાની શક્તિ ધરાવે છે.
" તમારા લોકો વચ્ચે શું મતભેદ છે તે હું નથી જાણતો , પણ એવું પ્રતીત થઈ રહ્યું છે કે શીન અને SK બંને એક જ વ્યક્તિ ને પસંદ કરે છે અને તે છે Queen..... " RK બોલ્યો.