Part 20 :
ઇન્ટેલિજન્સ એજન્સી માંથી એક માણસ આવ્યો અને બોલ્યો કે :
" He scammed us , He controlled our country; not just our country but almost the world "
( તેણે આપણી સાથે ચતુરાઈ કરી છે , તેનું આપણા દેશ પર નિયંત્રણ છે ; માત્ર આપણા દેશ પર જ નહીં , પરંતુ લગભગ આખી દુનિયા પર નિયંત્રણ છે )
" શું એ કઈ રીતે શક્ય બને ? "
US ના પ્રેસિડેન્ટ આશ્ચર્યચકિત થઈ ગયા .
ત્યાં એમના સેક્રેટરી એ કહ્યું : " તમારા જીવન ને પણ ખતરો છે , SK એ આ દેશ માં અબજો ડોલર નું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે , ઘણા લોકો ને ખરીદી લીધા છે , આપણી જ પાર્ટી ના ઘણા લોકો આપણી સામે ઊભા છે , તમને મારવા માટે ઘણા લોકોને પણ રાખી દીધા છે , તમે જે રીતે બલવંત ની મદદ કરી હતી અને ભારત ના લોકો ના કરોડો રૂપિયા તમે બન્નેએ પચાવી પાડ્યા હતા એના બધા પ્રૂફ તેણે સોશિયલ મિડિયા માં વાયરલ કરી દીધા છે , આપણે નાના નાના દેશો ને ડરાવી ધમકાવીને એમને SK ની સામે કરવાની વાતો કરતા હતા , એ બધા દેશો માં બધી કંપની માં , આખા અર્થતંત્ર માં SK નું જ યોગદાન છે , તેની પાસે અઢળક સંપતિ છે , આપણા દેશ ની મોટી મોટી કંપનીઓના પણ સ્ટેક એની પાસે છે ; સોના, ચાંદી અને ખનીજ નું સંશોધન અને ખાણકામ કરતી આપણી બધી કંપનીઓ એણે પહેલેથી જ ખરીદી લીધી હતી , પેટ્રોલ ને ડીઝલ ઉત્પાદિત કરતા તમામ રાષ્ટ્રો ને એણે ન્યુક્લિયર ડિફ્યુઝન ના પ્રોજેક્ટ નો લાભ આપવા માટે કહી દીધું અને તેમને પોતાની તરફ કરી લીધા , સાથે સાથે આ બધા દેશો માં લગભગ 70% થી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે , એટલે એ બધાનું અર્થતંત્ર SK એક ઝટકા માં પાડી શકે એમ છે , યુરોપ ના દેશો સાથે, આપણી અને રશિયા સાથે મળીને ન્યુક્લિયર ડિફ્યુઝન ના પ્રોજેક્ટ નું કામ શરૂ કર્યું હતું , પણ એ પ્રોજેક્ટ માં મળેલી ફંડિંગ થી એણે આપણા જ દેશ ને ખરીદી લીધો , તેનો આ પ્રોજેક્ટ તો એણે વર્ષો પહેલા પૂરો કરી નાખ્યો હતો , આપણે બસ મૂર્ખ બની ગયા છીએ "
આ સાંભળીને પ્રેસિડેન્ટ ના પરસેવા છૂટી ગયા ! એમણે તરત જ SK સાથે વાત કરવા માટે અને સમાધાન માટે સેક્રેટરી ને જણાવ્યું , પણ SK સાથે વાત થઈ શકે તેમ નહોતી , તેમણે ઇન્ટેલિજન્સ એજન્સી ના માણસ પાસે મદદ માંગી પણ તેણે કહ્યું : " Sorry Mr. President , Our Agency won't help you "
ત્યાં જ અચાનક પ્રેસિડેન્ટ ના ફોન માં મેસેજ આવ્યો - સેક્રેટરી ની સાથે તમે જે બિલ્ડિંગ માં છો એના ટોપ ફ્લોર પર જઈને જે હેલિકોપ્ટર છે , એમાં બેસી જાઓ , ત્યાંથી જહાજ દ્વારા તમને સુરક્ષિત રીતે એન્ટાર્કટિકા સુધી પહોંચાડી દેવામાં આવશે , જો તમે એમ નહીં કરો તો અડધા કલાક ની અંદર જે માણસ ઇન્ટેલિજન્સ એજન્સી તરફ થી આવ્યો છે એ તમને મારી નાખશે.
આ મેસેજ જોઈને તરત જ તેઓ સેક્રેટરી સાથે હેલીકોપ્ટર માં બેસીને ભાગી જાય છે.
હેલિકોપ્ટર એક દરિયા કાંઠે ઉતરે છે , ત્યાં SK સિવાય બધા લોકો Queen, ધનશ , RK , Andy , તવંશ અને અન્ય ત્રણ ચાર લોકો હાજર હોય છે , પણ SK ત્યાં નથી હોતો .
આ બધા લોકો સાથે ઊભા હતા ત્યારે જ એક મોટું જહાજ આવે છે અને તેમાં SK દેખાય છે , તે એક અમેરિકી જાસૂસ , મિત્રા અને શીન ને બંદી બનાવીને લઈ આવે છે.
" શીન ?? , એ હજુ જીવિત છે ? "......