Part 22 :
" હું કદાચ બીજા માણસો ની સમક્ષ જીતી શકું છું પણ કિસ્મત ની સામે કદી નહીં ; કદાચ મારા નસીબ માં આ વસ્તુ નહીં હોય એટલે જ નાનપણ માં મારા જન્મ સાથે મારો પરિવાર જ મારાથી છીનવાઈ ગયો , જે પણ લોકો મારી સૌથી નિકટ રહ્યા હતા એ બધા મારાથી દૂર જતા રહ્યા છે , મને જ્યારે જાણ થઈ કે શીન અને Queen બંન્ને નાનપણ થી સાથે હતા અને જુના મિત્રો પણ હતા તેમજ શીન એ એમ પણ કહ્યું કે જો હું શીન ને મારી નાખીશ તો તેણી બદલો અવશ્ય લેશે , આ વાત સાંભળીને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો , પણ આશ્ચર્ય ની વાત મારા માટે એ હતી કે જ્યારે શીન એ મને કહ્યું કે -
તને બ્રેન ટ્યૂમર છે , તું બસ થોડા સમય નો મહેમાન છે , તને એમ હશે કે આ વાત હું કેમ જાણું છું , તો તું યાદ કર કે આ વાત અન્ય કોણ જાણે છે , બસ એણે જ મને આ વાત કહેલી છે "
" પણ હું તને મારવા નથી માગતો , હું બસ તને એક મોકો આપવા માગું છું , હું તને એક સારો વ્યક્તિ બનવાનો મોકો આપવા માગું છું " મેં શીન ને મારો મંતવ્ય જણાવ્યો.
શીન એ ત્યારે મને જવાબ આપ્યો કે : " મૂર્ખ ના બનીશ SK , તું બસ થોડા સમય માટે જીવીત રહીશ , પછી શું કરીશ ?? તું મને જીવીત રાખીને બહાર ના લોકોને એવું કહીશ કે તે મને મારી નાખ્યો તો તેણી બદલો જરૂર લેશે , તેણી તારી આ બીમારી ને પોતાનું હથિયાર બનાવી લેશે , તારા મોત બાદ તેણી તારું સામ્રાજ્ય તો સંભાળી લેશે પણ સાથોસાથ એ સામ્રાજ્ય મને જ મળશે , એટલે તું મને મારી નાખ , એ જ તારા માટે શ્રેષ્ઠ છે "
" હું તને મારીને પાપી બનવા નથી માગતો , હું Queen ને પસંદ કરું છું , મને એમ હતું કે તેણી પણ કદાચ મને પસંદ કરે છે પરંતુ..... " આટલું બોલીને SK મન માં વિચારતો હતો ત્યારે જ શીન તેનો ચહેરા ના હાવ ભાવ જોઈને બોલ્યો -
તું કદાચ મન માં એવું વિચારી રહ્યો છે કે તેણી પણ તને પસંદ કરતી હશે , નહીં.... એ વાત ભૂલી જા SK , આ તો તારી પાસે આટલી સંપતિ છે એટલે તને એવું લાગતું હશે , મારી પાસે તારા જેટલી સંપતિ ન હોવા છતાં તારા કરતા વધુ સારા સંબંધો મારે એની સાથે છે , અમે નાનપણ થી એક બીજાને ઓળખીએ છીએ , ઘણા જૂના સંબંધો છે અમારી વચ્ચે , તારી આ આવડતો અને ધન સંપતિ જોઈને કદાચ થોડા સમય પૂરતું તેને આકર્ષણ થયું હોય શકે પણ મને નથી લાગતું કે તે ક્યારેય પણ તને પ્રેમ કરે , તું મને મારી નાખીશ કે જીવીત છોડીશ નુકસાન તારું જ છે
શીન ની આ વાત મને એક ચેલેન્જ ની જેમ લાગી ગઈ અને મેં નક્કી કર્યું કે ભલે ગમે તે થાય હવે હું મારી એક નવી ગેમ અહીં થી શરૂ કરીશ , મને ખબર હતી કે હું બ્રેન ટ્યૂમર ના લીધે વધુ સમય માટે સક્ષમ નથી રહેવાનો પણ જ્યારે મને બીજી મહત્વ ની વાત ખબર પડી કે મને બ્રેન ટ્યૂમર કઈ રીતે થયો છે એ વાત જાણ્યા પછી મેં એક એવા ખેલ ની શરૂઆત કરી કે જેમાં તમે બધા લોકો કઠપૂતળી હતા અને મારા મગજ ની આ અદ્ભુત કળા ની નીચે તમારું કિરદાર નિભાવી રહ્યા હતા .
" મારા આ સામ્રાજ્ય માં જેટલા દુશ્મનો બહાર નહોતા એમનાથી વધુ લોકો આંતરિક હતા , મારા ભોજન માં એક ખાસ પ્રકાર નું ઝેરીલું રસાયણ મેળવીને મારા મગજ પર એ અસર કરે અને તેનાથી મને બ્રેન ટ્યૂમર થાય એવો પ્લાન હતો , વળી ભોજન માં તે કેમિકલ થી સ્વાદ કે સુગંધ માં કશો ફેર પણ ન પડે , આ પ્લાન ફાવી ગયો મને બ્રેન ટ્યૂમર થઈ ગયા બાદ જ્યારે વિશ્વ ના સર્વ શ્રેષ્ઠ ચિકિત્સકો સાથે વાત થઈ ત્યારે એમણે જણાવ્યું કે આ એક કેમિકલ મારા શરીર માંથી મળ્યું છે જે ધીમે ધીમે આખા શરીર ને નકામું કરી દેશે ને બ્રેન ટ્યૂમર ના લીધે મારું મોત પણ થઈ શકે , આ બાબત વિશે વહેલી જાણ થતા આમાંથી બચી જવાય તેમ હતું પણ સમય વધુ લાગે એમ હતો , વળી આ પ્રોસેસ માં મારા શરીર ને બેભાન કરીને દવાઓ આપવાની હતી , એક તરફ ઉદ્ધવિન અને બલવંત સાથે નો બદલો મારે લેવાનો હતો અને US president ને પણ એમના કર્મો ની સજા આપવાની હતી , બીજી તરફ જે દુશ્મનો મેં મારી સાથે જ પાળી રાખ્યા હતા એમને પણ બહાર લાવવાના હતા , એટલે મેં મારા મગજ થકી એક એવી વાર્તા નું નિર્માણ કર્યું કે જેમાં તમે બધા બસ મારા પૂર્વનિર્ધારિત વિચારો પર ચાલી રહ્યા હતા , તમે બધા મારી આ મગજ ની અદ્ભુત રમત માં મારા ઈશારાઓ પર ચાલી રહ્યા હતા અને મારી આ મન ની વાર્તા ને મેં હકીકત બનાવી દીધી "
" પણ તે કઈ રીતે આ બધું કર્યું ? અને શા માટે આવું કરવાની જરૂર પડી ?....."