College campus bhag-140 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 140

Featured Books
  • डर

    अध्यात्म का बहुत सीधा और सरल अर्थ है—ख़ुद को जानना। (‘अधि +...

  • Muhabbat Ek Sabaq - 16

    "अम्मी आप फ्री हैं" ?? आज रूटीन के मुताबिक़ शहरयार वॉक करने...

  • Raaz - Part 9

    सुबह के पाँच बजे थे।चंदनगढ़ की सुबह बाकी जगहों जैसी नहीं थी।...

  • आख़िरी चिट्ठी का रहस्य

    आख़िरी चिट्ठी का रहस्यबारिश की हल्की बूंदें गाँव की कच्ची गल...

  • क्या दीक्षा आवश्यक है ?

    जयगुरु क्या दीक्षा आवश्यक है? — शास्त्र, संत और मानवता की दृ...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 140

સમીર પરીની નારાજગી બરદાસ્ત કરી શકે તેમ નહોતો...તેણે પરીના બંને હાથ પ્રેમથી પકડી લીધાં અને જાણે તેને પોતાની તરફ તે પાછી વાળી રહ્યો હતો..." પણ સાંભળ તો ખરી માય ડિયર.. તું પહેલા મારી વાત તો સાંભળ... બસ હવે ડેડને સારું છે એટલે તો....પતંગની દોર જેમ પતંગને ખેંચે એમ તું પણ...તારી ભીની લાગણીઓ...તારો અનન્ય અનહદ પ્રેમ...અને તને મનભરીને જોવાની ખેવના...મને તારી તરફ ખેંચી લાવી છે....બીજું બધું જ બાજુ ઉપર મૂકીને...હું તારી પાસે દોડી આવ્યો છું... અને હવે તને જોઈ એટલે જાણે મારી બધીજ થકાન દૂર થઈ ગઈ છે.. મારો બધોજ સ્ટ્રેસ તને જોઈને દૂર થઈ ગયો છે... જાણે કેટલાય સમયથી હ્રદયના ખૂણે તને છૂપાવીને‌.. સંતાડીને બેઠો હતો.. તને મળવાની ઈચ્છા દબાવીને રાખેલી હતી જે આજે તૃપ્ત થઈ છે... ખરેખર તું ખૂબ યાદ આવતી હતી પરી... આઈ લવ યુ યાર...""હું પણ બસ ક્યારની તારી જ રાહ જોઈ રહી હતી....મારી ખુશીઓને તારી સાથે શેર કરવા માટે...મારી ખુશીઓને આજે મુકામ મળશે... મારા જીવનની સૌથી બેસ્ટ માં બેસ્ટ ખુશી હું તારી સાથે શેર કરી શકીશ..." અને પરીની આંખમાં એક અનેરી ચમક આવી ગઈ... કંઈક વિશિષ્ટ પ્રકારની ખુશી મેળવ્યાની ચમક...અને એક જ મિનિટમાં પરીની આંખો ભરાઈ આવી...અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી....સમીર વિસ્મયમાં મૂકાઈ ગયો...તેના હાથ પરીના નાજુક ગાલને સ્પર્શી રહ્યા...અને તે પરીના આંસુ લુછવાનો નિરર્થક પ્રયત્ન કરતો રહ્યો..તેના હોઠ ફફડ્યા, "તું કેમ રડે છે.. શું થયું હેવ યુ એની પ્રોબ્લેમ..?"પરી નકારમાં માથું ધુણાવી રહી હતી...તેના શબ્દો પણ જાણે ભીનાં થઈને તેની ભાવનાઓમાં વહી રહ્યા હતા...બોલ ને શું થયું.. તને કંઈ પ્રોબ્લેમ છે..? તું કેમ રડી રહી છે..?પરી બોલવાની કોશિશ કરવા લાગી..."તને ખબર છે આજે મને બેવડી ખુશી મળી છે... એક તો તું આટલા બધા સમય પછી મળ્યો તેની અને બીજી તને ખબર છે... તને ખબર છે... સમીર..?""શું બોલ ને..?" સમીરના હાથમાં પરીના હાથ પરોવાયેલા હતા અને તેની નજર પરીની નજરમાં પરોવાયેલી હતી...બીજું મારી મોમ...મારી માધુરી મોમ ભાનમાં આવી ગઈ છે...મારા જીવનનું એક સ્વપ્ન સાકાર થઈ ગયું છે...હું એટલી બધી અનહદ ખુશ છું કે તું તેની કલ્પના પણ નહીં કરી શકે...""તારી બધી જ લાગણીઓને હું સમજી શકું છું..પરી..."અને સમીરે પરીની ચિબુક ઉપર હાથ મૂક્યો.. અને તે બોલ્યો, "અને તું જો મને મારા દિલને ઓળખી શકતી હોય તો... મારે તને એક વાત પણ કહેવી છે કે, આઈ લવ યુ...માય ડિયર.. હું તારા વગર નહીં રહી શકું.. જો તું મને તારે લાયક સમજતી હોય તો..."પરીએ સમીરના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી દીધો અને તે બોલી ઉઠી કે, "હું તને સમજી પણ શકું છું અને ઓળખી પણ શકું છું અને એ વાત પણ હવે સમજી ગઈ છું કે હું પણ તને ચાહવા લાગી છું.. આટલો બધો સમય તારાથી દૂર રહી તો સતત તારી કમી મહેસૂસ કરતી રહી... તારી વાતો યાદો બનીને મારા હ્રદય અને મનની આસપાસ લપેટાતી રહી... અને હું તારા પ્રેમમાં પડતી ગઈ... મને નહોતી ખબર કે તું આવશે કે નહીં આવે પણ બસ આ હ્રદય સતત તને ઝંખ્યા કરતું હતું...""તું દિલથી યાદ કરે અને હું ન આવું..? તેવું બને ખરું..?""આઈ લવ યુ સમીર..આઈ લવ યુ..."સમીર અને પરી બંને એકબીજાનામાં ખોવાયેલા હતા..બંને ભૂલી ગયા હતા કે તેઓ ક્યાં ઉભા છે...જાણે બંને વર્ષો બાદ મળ્યાં હોય તેવા એકબીજાનામાં ઓતપ્રોત થઈ ગયા હતા....છુટકીએ પરીને શોધવા માટે તેના મોબાઈલમાં રીંગ મારી પરંતુ પરીનો મોબાઈલ તેના પેન્ટના પોકેટમાં હતો અને મોબાઈલ પ્રત્યે તેનું બિલકુલ ધ્યાન પણ નહોતું....પરી નીચે ઉતરતી વખતે બોલીને ઉતરી હતી કે, "મોમ હું ટેન મિનિટ્સમાં આવી અને અડધો કલાક થઈ ગયો છતાં તે ઉપર નહોતી પહોંચી એટલે છુટકી તેને શોધતી શોધતી નીચે ઉતરી... તેણે આ દ્રશ્ય જોયું...પરીના નાજુક નમણાં હાથમાં સમીરનો હાથ...પરીની સ્વપ્નીલ થોડી થોડી ભૂરી ભૂરી આંખોમાં ખોવાયેલો સમીરનો પ્રેમ...અને ઉત્કૃષ્ટ ઈચ્છાએ પહોંચેલી બંનેની સંમતિ...આ ત્રણેય વસ્તુઓનો જ્યારે સંગમ થયો ત્યારે...આ બધું જોઈને છુટકીનું હ્રદય એક થડકારો ચૂકી ગયું.... તે પૂતળું બનીને સ્થિર થઈને ત્યાં જ ચોંટી ગઈ...ન તો તેનું હ્રદય ચાલતું હતું ન તેનું મન... ન તો તેના મોંમાંથી શબ્દો નીકળી રહ્યા હતા...વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ    13/5/26