પોતાના વ્યસ્ત રૂટિન માંથી એક નાનકડો બ્રેક એટલે વેકેશન.
વેકેશન શબ્દ ની સાથે આપણે શાળાકીય જીવન માં પડતું વેકેશન કલ્પી લઈએ છીએ. ખરેખર તો વેકેશન બધા જ વર્કિંગ પર્સનની જરૂરિયાત છે. પછી ઍ હાઉસ વાઇફ પણ કેમ ન હૉય? કે પછી ઍ દાદા દાદી કે નાનાનાની ની ઉંમર વાળી વ્યક્તિ જ કેમ ન હૉય? સતત એકધારા રૂટિન માંથી બહાર આવવું એટલે વેકેશન.
જરા ખુદને સમય આપવો એટલે વેકેશન. ક્યારેક માત્ર પોતાને જ ગમતી પ્રવૃત્તિ કરવી એટલે વેકેશન. ક્યારેક ઘરના એક એક ખૂણા ને સ્પર્શી લેવો. ને ક્યારેક ઘડિયાળ ન પહેરા ની બહાર પડ્યા રહેવું ઍ પણ મારા મતે તો વેકેશન જ.!
વેકેશન નો સમયગાળો :
જેવી આપણી જરૃરિયાત એવો વેકેશન નો ગાળો. કોઈ વ્યસ્ત વેપારી ને એક અઠવાડિયું વેકેશન મળે તો પણ ઍ રૂટિન શેડ્યૂલ માંથી મુક્તિ મેળવી શકે.
* એક હાઉસ વાઈફ નુ વેકેશન એટલે એની રોજિંદી જવાબદારી માંથી મુક્તિ. કદાચ એનું પિયર કે જ્યાં તેને શું લાવવું અને શું બનાવવું માંથી મુક્તિ. થોડો સમય ઘર થી આઝાદ થઇ ને ફરવું.. કે મનપસંદ બહેનપણી સાથે ફરવું કે પરિવાર સાથે આઉંટિંગ માટે જવું..ઍ દરેક ની વ્યક્તિગત પસંદગી પર આધાર રાખે છે.
* એક જવાબદાર અધિકારી નુ વેકેશન એટલે ઉપરી અધિકારી ના અગત્ય ના ફોન કોલ થી શાંતિ. પોતાની સાથે નો સંવાદ નો સમય, પરિવાર જોડે હોય તો પરિવાર ને સમય આપ્યા નો સંતોષ, અને પારિવારિક સમસ્યા ને શાંતિ થી હલ કરવાનો સમય.
* એક બાળક નુ વેકેશન એટલે આરામ થી ઉઠવું, ખૂબ રમવું (જો કે આજકાલ રમત વિસરાતી જાય છે.)પુસ્તક માંથી બહાર ની દુનિયા સાથે નો સંપર્ક.
ખરેખર તો દરેક વ્યક્તિ ઍ પોતાના વ્યસ્ત જીવન માંથી પોતાના માટે અનુકૂળતાએ વેકેશન રાખવું જ જોઈએ. ભલે એની સમય મર્યાદા પોતાના વ્યવસાય અને પોતાની જવાબદારી ઓ મુજબ નુ હોય તો ચાલે. પણ જીવન માંથી રેતી ની માફક સરી જતો સમય ક્યારે આપણા હાથ માંથી સરી જશે ઍ આપણને ક્યાં ખબર છે?
વિચારો તો વ્યસ્તતા ને લીધે કેટલા મેડિકલ ચેક અપ delay કર્યા? કેટલીય પોતાની ઈચ્છાઓ ને આત્મહત્યા કરવા દીધી? અને ઈચ્છા ઓ પણ કેવી? ક્યારેક કોઈ ખાસ મિત્ર કે સ્વજન ને મળી લેવાની.. ક્યારેક નાનપણ ના સંબંધો ને ફરી જીવી લઇ શૈશવ અનુભવી લેવું.. ક્યારેક કોઈ મંદિર ના ઓટલે શાંતિ થી એકલા બેસી રેવું. ક્યારેક જૂની શેરી માં ફરી એકવાર ડોકિયું કરી અને જુના મિત્ર ને શોધી કાઢવા..ક્યારેક કોઈ એક કળા ને શીખવા બેસી જવુ.. ક્યારેક કોઈ મનગમતા પીકનીક સ્પોટ પર થોડો સમય પસાર કરવો.વિચારશું તો ચપટી માં પૂરી થાય એવી ઈચ્છાઓ માત્ર અમલ માં ને મુકવાને હિસાબે જ અધૂરી રહી જાય છે.
મારા મતે તો દરેક કર્મચારી કે દરેક નાના કામ કરનાર ને પણ પોતાના માટે સમય કાઢવા દેવોજોઈએ. આપણે ક્યારેક એવા વહેમ માં પણ હોઇએ છીઍ કે આપણા વગર બધુ અટકી જશે... પણ કોઈ વગર કશુંય અટકતું નથી જ. સમય અવિરત ચાલે છે અને જયારે આપણે હાજર નથી હોતા ત્યારે થોડુ તકલીફ સાથે તો તકલીફ સાથે કામ તો થાય જ છે.
ઘણીવાર આપણી ગેરહાજરી થી સામે ની વ્યક્તિ ને પણ ગેરહાજર રહેનાર વ્યક્તિ ની મનોમન કદર તો થતી જ હૉય છે. કારણ કે દરેક કામ ને વાચા હૉય છે.. કામ તો બોલે હો..અને તમારી ગેરહાજરી જ તમારી કદર કરાવે. જે સમય જેને "me time " ગણી શકાવાય ઍ તોં જીવવો જ જોઈએ.
એમાંય વર્કિંગ વુમન તોં એક સાથે બે ત્રણ ઘોડે સવાર હોય છે. જેમાં પોતાને સૌથી વધુ અન્યાય કરી બેસતી હૉય છે. સ્વ પ્રત્યે ની રુચિ અને પોતાના સ્વાસ્થ્ય અને આરોગ્ય વિશે બેદરકારી રહી જાય ત્યારે પોતાને સૌથી મોંઘુ બિલ પોતાના આરોગ્ય નુ ચૂકવવું પડે છે.સમયાંતરે વેકેશન લઇ પોતાની જરૂરિયાતો, ફરજ પૂર્ણ કરવી જોઈએ.
કામ ને હિસાબે પોતાના પરિવાર થી દૂર હોઇએ તોં થોડો quality time પોતાના પરિવાર ને આપી એની જરૂરિયાત પણ પૂર્ણ કરવી જોઈએ.
"દિલ ઢૂંઢતા હૈ ફીર વહી ફુરસદ કે રાત દિન."
બસ નેક્સ્ટ વેકેશન નો પ્લાન આ વર્ષ ના વેકેશન કરતા પણ બેસ્ટ રહેં એવી શુભેચ્છા...