Part 24 :
SK એ અનેક રહસ્યો જણાવવાની સાથે શીન ને પોતાના મન ની વાત પણ કહી દીધી કે તે શીન કરતા અનેક ગણો શ્રેષ્ઠ છે , આ વાત સાંભળીને Queen બોલી :
" હું જાણું છું કે તું શીન કરતા પોતાને શ્રેષ્ઠ બતાવીને શીન ને નીચો નથી બતાવી રહ્યો પણ તું મને જ કહી રહ્યો છે કે મારી પસંદગી ખરાબ છે , તો તું પહેલા એ સાંભળી લે કે હું ક્યારેય શીન ને પસંદ નહોતી કરતી અને મારા મનમાં કે હૈયા માં ક્યાંય એના માટે જગ્યા નથી , હા ; એ મારો નાનપણ નો મિત્ર હતો , પણ જ્યારે મને એ જાણ થઈ કે શીન પણ ઉર્જાની સાથે જોડાયેલો છે અને અન્ય લોકો ની માફક તે પણ તને મારવા માગે છે ત્યારે મેં પોતે જ શીન ને મારી નાખવાની યોજના બનાવી નાખી હતી ; પણ તે એમ જણાવ્યું કે તે એને મારી નાખ્યો ; વળી તે શીન ના કહેવાથી એની વાત પણ માની લીધી ? પણ હું સમજી શકું છે કે તારી સાથે એવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી કે તારી પાસે અન્ય કોઈ કારણ નહોતું .
એક વાત યાદ રાખજે SK પ્રેમ ભરોસા થી જ થઈ શકે અને તે ભરોસો મન થી નહીં , હૈયા થી આવે "
Queen એ કટાક્ષ ની ભાષા માં SK ને જવાબ આપ્યો હતો અને તે પ્રથમ વખત અત્યંત ગુસ્સા માં હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું , તેણે પોતાનો અવાજ વધુ ઊંચો કરીને શીન તરફ જોઈને કહ્યું :
" તારી જાત ને તે અરીસા માં જોઈ છે ? , વર્ષે અનેક છોકરી સાથે રહેવા વાળા તારા આ ચરિત્ર સાથે હું તને પ્રેમ કરું ? , કેટલી છોકરીઓ સાથે દગો કર્યો છે તે ? ઉર્જા , માયા ને અન્ય કોણ કોણ તારી જાળ માં ફસાયું હશે ? ઓકાત જો તારી, SK ની સમક્ષ તું ધૂળ થી પણ ખરાબ છો , અને Queen તને પ્રેમ કરે એમ ? સપનાઓ જોવા સરળ છે , હકીકત ઘણી અલગ છે , તે કહ્યું કે SK પાસે સંપતિ છે એટલે મેં તેને પ્રેમ કર્યો હશે એમ ? , તો સાંભળી લે તું ; SK ની પાસે જ્યારે કઈ પણ નહોતું ત્યારે હું તેની સાથે હતી , તેનું આ સામ્રાજ્ય બન્યું એમાં શરૂઆત ની ઈંટો મેં રાખી હતી, તેના પાયા મેં સિંચ્યા હતા , મેં ઔષધિઓ નો અભ્યાસ કર્યો હતો અને અનેક પ્રકાર ના રોગો સામે કઈ ઔષધિ રાહત આપે અને રોગ દૂર કરે એમાં મારી સારી આવડત હતી , મારી આ આવડત નો ઉપયોગ કરીને SK એ ધીમે ધીમે મારી બનાવેલી ઔષધિઓ વેચવાનું શરૂ કર્યું , ત્યારબાદ એક ફાર્મા કંપની બનાવી , થોડા જ સમયમાં એ કંપની ને તેણે દેશ ની સૌથી મોટી ફાર્મા કંપની બનાવી દીધી , સાથે સાથે પોતે ફાયનાન્સ અને રિયલ એસ્ટેટ માં પણ રોકાણ કરીને ઘણા પૈસા બનાવ્યા હતા , અને ધીમે ધીમે કરીને SK એ બધા સેક્ટર માં ઝંપલાવ્યું અને આમ બની ગઈ વિશ્વ ની સૌથી મોટી કંપની "
" મતલબ તે જો SK ને મદદ ન કરી હોત તો એ કદી આ સામ્રાજ્ય ઊભું જ ન કરી શકત ને ? તારી આ ઔષધિઓ ની આવડત ના લીધે તેની પાસે પૈસા આવ્યા , બાકી તેની પાસે કશું નહોતું , ધિક્કાર છે SK, મતલબ તે પોતાના દમ પર કશું કર્યું જ નથી " શીન એ SK ની મજાક ઉડાવતા કહ્યું.
તેની વાત સાંભળીને SK હસે છે અને બોલે છે :
હું જાણતો હતો કે તું આવું જ કશું બોલીશ , તો સાંભળ હવે હું તને હજુ એક હકીકત જણાવું અને તેની સાથે અમુક નવા રહસ્યો પણ જણાવું....