Part 23 :
" હું હિમાલય ક્યારે ગયો અને ત્યાં શું કર્યું એ તો બધા લોકો જાણે છે પણ હું શા માટે ગયો તે કોઈ જાણતું નથી , શીન એવુ માને છે કે કોલેજ માં થયેલી ઘટના અને તેનાથી એકલવાયું જીવન થઈ જતા હું હિમાલય ભાગી ગયો , રિદ્ધવ એમ માને છે કે મારી સાથે બલવંત અને પ્રોફેસર એ સ્કેમ કર્યો હતો અને હું કંગાળ થઈ ગયો એટલે હું હિમાલય ભાગી ગયો હતો , પણ બન્ને ની વાત થોડા અંશે ખોટી છે, હું હિમાલય માં એક એવી જગ્યા શોધવા માટે ગયો હતો કે જ્યાં હું ગુનેગારો ને એકત્ર કરી શકું અને એમને ધરતી પર જ નર્ક બતાવી શકું , એક એવી જગ્યા જ્યાં કોઈ પણ આવી ન શકે અને કોઈ પણ જઈ ન શકે , તેની સાથે સાથે મારે એવા લોકો ની પણ જરૂર હતી કે જેઓ મારા સ્વપ્ન ના સામ્રાજ્ય ને ટકાવી રાખવા માટે મારી મદદ કરે , હેપીન અને રિદ્ધવ બન્ને મારા ધ્યાન માં હતા , હેપીન મને તાલીમ માટેની ઓફિસે પણ મળતો અને મને જ્યારે જાણ થઈ કે તે હિમાલય છે તો હું તેને મારી સાથે જોડવા માટે હિમાલય ગયો , તે મને કદાચ નહોતો ઓળખતો પણ હું તેને ઓળખી ગયો હતો , તેના વિશે વધુ માહિતી બહાર કાઢી ત્યારે જાણ થઈ કે બલવંત અને ઉદ્ધવિન ના કાળા કર્મો માં બે હજુ લોકો જોડાયેલા હતા , હેપીન અને US ના પ્રેસિડેન્ટ, અહીં થી મારો હજુ એક શત્રુ બની ગયો હતો હેપીન , મને હેપીન વિશે જાણ થતાં તરત જ મેં એને મોત ની સજા આપી , ઉર્જા વેશ બદલીને ફરતી હતી , તેની સાથે શીન , તવંશ , ડેવિન વગેરે લોકો જોડાયેલા હતા , આ બધાને એક પછી એક હું આ ધરતી પરથી સાફ કરતો હતો અને પછી જ્યારે શીન પાસે ગયો ત્યારે હું તેને જીવીત રાખવા માગતો હતો પણ તેણે એક એવી વાત કહી જેનાથી મારે ફરી વિચારણા શરૂ કરવી પડી કેમ કે મને બ્રેન ટ્યૂમર ખરેખર એક કેમિકલયુક્ત ઝેર ના લીધે થયું હતું જે મારા ભોજન માં નખાતું હતું , મારું ભોજન તો એક વ્યક્તિ જ બનાવતી હતી - Queen , અને ભોજન માટેની સામગ્રી બધી ધનશ હિમાલય ના ખેતરો માંથી લઈ આવતો , મને આ બંને પર શક ગયો હતો પણ મારું હૈયું નહોતું માનતું કે તે બંને મારી સાથે આવું કરી શકે , પણ ખતરો તો હતો ! વળી સારવાર માટે સમય પણ જોઈતો હતો તેથી પહેલા ઉદ્ધવિન ને મારીને કોમા માં જવાનું નાટક રચ્યું , હજુ ઉદ્ધવિન ને માર્યા બાદ મારા અન્ય કામ સમાપ્ત તો નહોતા થયા , પણ હવે મને કઈ ખતરો નહોતો , જ્યારે હું આ કોમાનું નાટક કરતો હતો ત્યારે હું રોજ મારા સૌથી નિકટ ના લોકો ની માહિતી એકત્ર કરવા લાગ્યો અને એમાં મળી મને એક ગજબ ની માહિતી - મિત્રા : World's Top Chemist , તેણીની એક ખાસિયત હતી કે તે એવા પ્રકાર ના ડ્રગ્સ અને ઝેર કેમિકલ ની મદદ થી બનાવતી કે જેના લીધે કોઈને કઈ ખબર પણ ન પડે અને ધીમે ધીમે મગજ પર અસર કરે અને માણસ નું મોત થઈ જાય, મારા શરીર માં આ કેમિકલ જ્યારે ડોક્ટર ને મળ્યું એ પહેલા આવું જ કેમિકલ અન્ય ઘણા વ્યક્તિઓ ના શરીર માંથી મળ્યું હતું કે જે તમામ ના મોત થયા હતા ને એ તમામ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પ્રેસિડેન્ટ સાથે કે અમેરિકા સાથે જોડાયેલા હતા , મિત્રા નો પ્રેમી અમેરિકા ની ઇન્ટેલિજન્સ એજન્સી માં જાસૂસ હતો , વળી એ જ માણસ હું જ્યાં સારવાર લઈ રહ્યો હતો એની આસપાસ ના વિસ્તારો માં ઘણી વાર દેખાયો હતો , એની જાણ થતા મેં તરત જ Andy નો સહારો માગ્યો કેમકે મારું શરીર આ સારવાર દરમિયાન ઘણું નબળું થઈ ગયું હતું , ધનશ કે Queen પર મને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો એટલે હવે એક જ ઉપાય હતો - Andy , Andy એ તે જાસૂસ ને પકડી લીધો અને તેની પાસેથી બધું જાણી લીધું , આ તો વાત થઈ એ કે જે મેં ઉદ્ધવિન ને માર્યા બાદ કરી , એ પહેલા પણ એક વખત મેં બિમારી નું નાટક કર્યું હતું , ત્યારે Queen ને બોલાવી હતી.... ;
એ સમયે મેં ન્યુક્લિયર ડિફ્યુઝન ના પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું હતું , Queen ને બધું સમજાવીને બલવંત ની કંપનીને ખરીદવાનું કહ્યું હતું , એ સમયે મારી પાસે એટલા પૈસા હતા કે હું વિશ્વના 25% દેશો ને ખરીદી શકું , એક સમયે જ્યારે મારી પાસે કશું નહોતું , એકદમ કંગાળ હતો અને માત્ર થોડા જ વર્ષો ની અંદર મેં આ મુકામ હાંસિલ કર્યું છે ; શીન , બસ આ કારણોસર હું Queen ને deserve કરું છું , 7 વર્ષ પહેલા હું કંગાળ હતો અને અત્યારે સમગ્ર વિશ્વ માં ફેલાયેલું છે મારું આ સામ્રાજ્ય , બસ આ જ ફરક છે આપણા બંને વચ્ચે - હું કરી શકું છું અને તું માત્ર બોલી શકે છે ....