Gen Z in Gujarati Human Science by Tanu Kadri books and stories PDF | Gen Z

Featured Books
Categories
Share

Gen Z

મને છે ને આ Gen Z ખુબ જ ગમે છે. સૌથી પહેલે તો હું મિલેનિયમ છું એ વાત એમના દ્વારા જ ખબર પડી. એ પહેલા મને ખબર નથી કે હું કયા સ્ટેજ માં આવું છું. શું લાઈફ છે એમની. એ લોકો જ્યારે એમની મસ્તીમાં હોય છે ત્યારે મને લાગે છે કે હું પણ એજ બની જવ. આ લોકો લાઈફને જે રીતે એન્જોય કરે છે, મને એ જોઈ ને ખુબ જ આનંદ થાય છે. આ જનરેશન એમની ઇસ્છા થાય એ કામ આરામથી કરી નાખે છે અથવા બીજા પાસે કરાવી લે છે. એમનાં હિસાબે કામ કરવાનું, એમના હિસાબે રહેવાનું, એમના હિસાબે જિમ્મેદારી ઉઠાવવાની. હા... જે જિમ્મેદારી વિશે આપને વિચારતા હતા કે આ તો કરવુજ પડશે એ જ વાત ને આ લોકોએ ખોટી સાબીત કરી અને શીખવ્યું કે સહન થાય એટલી જ જીમ્મેદારી લેવાની. એના થી વધારે નહિ. Gen Zનાં લીધે સમાજમાં જે સૌથી મોટો પરિવર્તન આવ્યો એ એક વહુ તરીકેની વિચાર શક્તિ બદલવાની. આપની જે પેઢી હતી ત્યાં સુધી એજ જોયું કે વહુ જ સંબધો સાચવવાનાં , એને જ બલિદાન આપવાનો, એને સહન કરવાનું. પણ આ જનરેશને આખી ગેમ ચેન્જ કરી નાખી. આજની છોકરીઓ (કેટલાક છોકરાઓ) પણ માને છે કે એમની મમ્મી ( જે હંમેશા સહન કરતી હતી, ગાળીઓ સાંભળતી હતી, આખો દિવસ બીજાની સેવામાં જ રહેતી હતી) એ ખોટું હતું. એ બધું કરવામાં એમની મમ્મીએ પોતાની લાઈફ બરબાદ કરી નાખી. એટલે એમને એવી વાઈફ નથી બનવું. give એન્ડ take નો રૂલ્સ આ Gen Z જે રીતે વાપરે છે ખરેખર સહાયનીય છે. કેટલાક લોકો કહે છે કે આજની પેઢી મજબુત નથી. એ લોકો માં પહેલાના લોકો જેવો આત્મવિશ્વાસ નથી. ખોટું કહે છે લોકો આ Gen Z આખી વ્યવસ્થા બદલી નાખે છે. નેપાળમાં જોયું ને ? આખી સરકાર ચેન્ઝ કરી નાખી. અને હાલમાં જ ભારતમાં chochrock party બનાવી નાખી. માત્ર cji નાં એક સ્ટેટમેન્ટને એટલું ગંભીર લઇ લીધું કે આખી પાર્ટી જ બનાવી નાખી. આ જે પબ્લિક છે ને ભલે ઉપરથી સ્ટ્રોગ અને બિન્દાસ્ત લાગતી હોય પણ એ ખુબ જ દયાળુ છે. આ પેઢી આખો દિવસ મોબાઈલ, રીલ્સ, યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયામાં રહેતી હોવા છતાં જ્યાં જરૂર પડે છે ત્યાં એક થઇને રસ્તા ઉપર પણ આવી શકે છે. એ એમના કોમેડી શો કરી ગમે તેને ગમે તે સંભળાવી શકે છે. એ એમની પોસ્ટ, એમનો હોદ્દો અને એમની આપવામાં આવેલ જવાબદારીઓનો ખુબ જ સરસ ઉપયોગ કરવાનું જાણે છે. એમને તો એક આખી લીપી બદલી નાખી. લાબું લખાણ લખવાની જગ્યા એ ઈમોજી ને વાપરીને પોતાની ફીલિંગ્સ કહે છે અને શોર્ટ ફોર્મ વાપરવાનું શરુ કરી નાખ્યું. આખો દિવસ રીલ્સ માં રચ્યા પાક્યા રહેતી આ જનરેશનના લોકો જ્યારે બાઈક લઇ ને નીકળે છે ત્યારે સૌથી વધારે અનુશાશન નો ઉપયોગ કરે છે. આ જનરેશને પ્રવાસને એક અલગ જ સ્ટેજ આપ્યો છે. નાની ઉમરમાં ઘરથી બહાર નીકળી દુનિયા જોવું. પોતાની લાઈફનાં નિર્ણયો પોતે જ લેવા. અને એ નિર્ણયોને સાચા સાબિત કરવા મહેનત કરવી એ Gen Z જ કરી શકે છે. પેલું ઓનલાઈન ઓફીસ મીટીંગમાં ફેસમાસ્ક વાળું વિડીયો યાદ છે. ? મતલબ બોસ પણ GEN Z અને કર્મચારી પણ GEN Z. આ લોકોએ જે શીખી લીધું છે એ સીખાવામાં કદાચ આપની પેઢીએ વર્ષો કાઢી નાખ્યા. એ લોકો એટલા સાફ છે કે જ્યારે નાં કહેવું હોય ત્યાર માત્ર ના કહે છે અને એ ના મતલબ ના (No મીન્સ NO ). આ રૂલ્સ તો એટલો સારો છે કે મને ખરેખર અદેખાઈ આવે છે. જો કોઈ વાતે આપને “ના “ કહેવું હોય તો આજે પણ આપને બહાના સોધીયે કે કેવી રીતે “ના” કહેવાય જ્યારે Gen Z તો (No મીન્સ NO ). ભલે આજે રિસર્ચ એમ કહેતું હોય કે આ જનરેશન ખુબ જ નબળી છે. એ રીસર્ચ એમની જગ્યાએ સાચું પણ હકીકતમાં તો લાઈફને જીવવી એ આ લોકોને જ આવડે છે. એમની પોતાની અલગ વિચારસરણી છે. એ પોતાની વિચારસરણી બીજા ઉપર ઠોપવા નથી માંગતા. પણ એ વિચારોને એવી રીતે ફેલાવે છે કે અન્ય લોકોએ એમને અનુસરવું પડે છે. ખરેખર આ લોકો ને ઉપરવાળાએ સમય કાઢીને બનાવ્યા છે. આ એ જ પબ્લિક છે જે 90 નાં SONGS ને ઓટો રીક્સાનો પ્લેલીસ્ટ બતાવી આખો દિવસ રીલ્સ મુકે છે. અને એ રીલ્સને આખો દિવસ સાભળીને આપને મિલેનિયમ આખો દિવસ પાછલા વર્ષો યાદ કરીએ છીએ.