cleark mathi killer in Gujarati Comedy stories by Rupen Patel books and stories PDF | ક્લાર્ક માંથી કિલર : ધંધામાં ધર્મ ના હોય

Featured Books
  • Safar e Raigah - 18

    منظر ۔شاہ میر نے محسوس کر لیا تھا کہ آیات کے مزاج کی برہمی ا...

  • Safar e Raigah - 17

    منظر ۔شاہ میر نے آئس کریم کا کپ پکڑا اور اس کی ٹھنڈک کو محسو...

  • Safar e Raigah - 16

    منظر ۔شاہ میر نے آیات کی باتوں میں چھپے اس پرانے درد کو محسو...

  • ایک وجود، دو دل

    بسم اللہ الرحمٰن الرحیم پیش لفظایک عام انسان کے لیے لفظ صرف...

  • Safar e Raigah - 15

    منظر ۔کیفے کی خاموشی اب بہت بھاری ہو گئی تھی۔ آیات نے اپنی ن...

Categories
Share

ક્લાર્ક માંથી કિલર : ધંધામાં ધર્મ ના હોય

ક્લાર્ક માંથી કિલર : ધંધામાં ધર્મ ના હોય


લેખક : રૂપેન પટેલ 

વાર્તા અમદાવાદની એક મોટી ટેક્સટાઈલ મિલમાં ૨૨ વર્ષથી વફાદારીપૂર્વક કામ કરતા 'મનસુખભાઈ' (ઉંમર ૪૮ વર્ષ)ની છે. મનસુખભાઈ એક સીધા, પ્રમાણિક અને સોસાયટીમાં ઈજ્જતદાર માણસ છે. અચાનક, કંપની ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લાવીને મનસુખભાઈ સહિતના જૂના સ્ટાફને એક જ ઝાટકે નોકરીમાંથી કાઢી મૂકે છે.મનસુખભાઈ ૨૨ વર્ષથી જે મિલમાં કાગળો સંભાળતા હતા, તેના માલિક રમણભાઈ એમને એક મિનીટમાં નોકરીમાંથી કાઢી મૂકે છે.

 (મિલની કેબિનમાં) રમણભાઈ: "મનસુખ, હવે તારા કાગળિયાની જગ્યાએ કોમ્પ્યુટરમાં AI આવી ગયું છે. તું કાલથી ન આવતો."

મનસુખભાઈ (હાથ જોડીને): "પણ રમણભાઈ, મારી દીકરીના લગ્ન છે... એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અમારી જિંદગી ની પથારી ફરી જશે."

રમણભાઈ: "ધંધામાં ધર્મ ના હોય મનસુખ, તું નીકળ હવે!"

મનસુખભાઈ નવી નોકરી શોધવા એડીચોટીનું જોર લગાવે છે, પણ તેમની ઉંમર અને બદલાયેલી ટેકનોલોજીના કારણે કોઈ તેમને કામ આપતું નથી. ઘરે દીકરીના લગ્ન લેવાયા છે અને ઘરના ને સોસાયટીના લોકો મહેણાં મારે છે. તેમની પુરુષાર્થની અને ઘરના મોભી હોવાની ઓળખ છીનવાઈ જાય છે.

ભાનુબેન (બેરોજગાર મનસુખભાઈના પત્ની) ટોણો મારતા બોલ્યા :"આખો દિવસ ઘરમાં ખાટલા તોડો છો એના કરતાં શાકભાજીની લારી કાઢો! સોસાયટીના કીર્તિભાઈ જુઓ, ટેક્સ ચોરી કરીનેય કેવા વટથી ફરે છે... અને તમે? એક નોકરી ગઈ એમાં જાણે દેશ ડૂબી ગયો!"

નવી નોકરી મળતી નથી. મનસુખભાઈ હતાશામાં સોસાયટીના પાનના ગલ્લે ઉભા હોય છે. ત્યાં લોકલ ગુંડો જીગલો કોઈની સાથે ફોન પર સોપારીની માથાકૂટ કરતો હોય છે.

જીગલો (ફોન પર): "અલ્યા પાંચ લાખમાં તો અત્યારે કૂતરોય ના કરડે! માણસ પતાવવાના પૂરા દસ લાખ થશે!"

મનસુખભાઈના કાન ચમકે છે. ગણતરીબાજ ગુજરાતી મગજ એક્ટિવ થાય છે: "૨૨ વર્ષ નોકરી કરી તોય મહિને ૩૫ હજાર મળતા હતા. અહીં એક રાતના દસ લાખ?" 

મનસુખભાઈ ગલ્લા પાછળ જઈને જીગલાનો હાથ પકડી લે છે.

મનસુખભાઈ: "જીગલા... એ કામ મને આપ. ડિસ્કાઉન્ટ કરી આપીશ. આઠ લાખમાં પતાવી દઈશ!"

જીગલો (ચોંકીને): "અરે મનસુખ કાકા? તમે? તમે તો ગરબામાં કોઈનો પગ ચગદાય તોય ત્રણ વાર ‘સોરી’ બોલો છો!"

મનસુખભાઈ: "ઈ બધું નોકરી હતી ત્યારે! અત્યારે દીકરીના લગ્ન છે. બોલ, કોને ઉડાડવાનો છે?"

જીગલો એમને એડવાન્સમાં બે લાખ રૂપિયા અને એક દેશી તમંચો (પિસ્તોલ) આપે છે. સોપારી સોસાયટીના એક વ્યાજખોર મગનની હતી, જે બધાને હેરાન કરતો હતો.

(ઘરનું મંદિર):મનસુખભાઈ ઘરમાં કોઈ ન હોય ત્યારે પિસ્તોલને ભગવાન કૃષ્ણના ફોટા સામે મૂકે છે.

મનસુખભાઈ (પ્રાર્થના કરતા): "હે પ્રભુ! આ સીઝનનો પહેલો ઓર્ડર છે. કોઈ વિઘ્ન ન આવે એ જોજે. અને હા, મરનારના આત્માને મોક્ષ આપજે જેથી એ પોલીસ સ્ટેશને ન જાય!અને હા, મારું કમિશન ટાઈમસર મળી જાય એ જોજે!"

મનસુખભાઈ મનોમન બોલે છે (પોતાની લાચારી પર):"બાવીસ વર્ષ મિલમાં કાગળ કાપ્યા, ત્યારે કોઈએ કિંમત ના કરી. આજે માણસ કાપવાના બજારમાં પાંચ લાખ બોલાય છે! સાલું, ટેલેન્ટ ઓળખવામાં મોડું થઈ ગયું!"

મનસુખભાઈ રાત્રે કાનમાં ઈયરફોન ભરાવીને યુટ્યુબ પર સર્ચ કરે છે: "હાઉ ટુ કિલ અ મેન સાયલન્ટલી (How to kill a man silently)". વચ્ચે સ્કીપ ન થઈ શકે તેવી ઝોમેટોની એડ આવે છે—"ભૂખ લાગી છે તો પિઝા ઓર્ડર કરો". મનસુખભાઈ ગુસ્સામાં કહે છે, "અલ્યા મારે માણસ ઉડાડવો છે, આને પિઝા ખવડાવવા છે!"

મનસુખભાઈ મોઢે કાળો રૂમાલ બાંધીને મગન વ્યાજખોરના ઘરે પહોંચે છે. પણ મનસુખભાઈ વાણિયા જીવના છે. મગન ઊંઘતો હોય છે, મનસુખભાઈ પિસ્તોલ તાકે છે પણ વળી પાછા વિચારે છે: "જો ગોળી મારીશ તો લોહી ઉડશે, શર્ટ બગડશે તો ભાનુ ધોવા નઈ દે."

એટલામાં મગન જાગી જાય છે. મનસુખભાઈ ગભરાઈને પિસ્તોલ બતાવે છે. મગન હાર્ટ અટેકથી જ ત્યાં જ ઢળી પડે છે! મનસુખભાઈએ ગોળી ચલાવવી જ નથી પડતી.

મનસુખભાઈએ મગનની નાડ તપાસીને કીધું, "વાહ પ્રભુ! ઝીરો ઇન્વેસ્ટમેન્ટ અને ૧૦૦% પ્રોફિટ! ગોળીનો ખર્ચોય બચી ગયો!"

મોડી રાત્રે મનસુખભાઈ હાંફતા હાંફતા ઘરે આવે છે. ભાનુબેન લાઈટ ચાલુ કરે છે.

ભાનુબેન: "આ આખી રાત ક્યાં ભટકો છો? મોઢા પર કાળો રૂમાલ કેમ છે? સાચું બોલો, તમારું કોઈની સાથે ચક્કર ચાલે છે?"

મનસુખભાઈ (માથું કૂટતા): "હા ભાનુ! મારું યમરાજ સાથે ચક્કર ચાલે છે! તું સૂઈ જાને હવે!"

બીજા દિવસે દીકરો ચિંતન પપ્પાના કબાટમાંથી પિસ્તોલ શોધી કાઢે છે.

બીજા દિવસે દીકરો ચિંતન પપ્પાના કબાટમાંથી પિસ્તોલ શોધી કાઢે છે.

ચિંતન: "ઓહ માય ગોડ, પપ્પા! તમે મારી નવી રીલ (Reel) માટે આ આબેહૂબ રમકડું ક્યાંથી લાવ્યા? ગાય્ઝ, જુઓ મારા પપ્પા ગેંગસ્ટર લુક લાવી રહ્યા છે, લાઈક કરો, શેર કરો!"

મનસુખભાઈ (ચિંતનને લાફો મારતા): "અલ્યા મૂક એને! ઈ રમકડું નથી, એ સિંગલ ક્લિક પર આખું એકાઉન્ટ ડિલીટ કરી નાખે એવી વસ્તુ છે!"

ધીમે ધીમે મનસુખભાઈ અંડરવર્લ્ડ માર્કેટમાં 'સાયલન્ટ કિલર' તરીકે ફેમસ થઈ ગયા. ગોળી ચલાવ્યા વગર માણસ ઉડાડવાની એમની વાણિયા સ્ટાઈલ હિટ થઈ ગઈ. પૈસાનો વરસાદ થવા લાગ્યો. દીકરીના લગ્ન ધામધૂમથી સોનાના દાગીના સાથે થયા અને સોસાયટીમાં મનસુખભાઈનો વટ પડી ગયો. 

જીગલો મનસુખભાઈને સૌથી મોટી સોપારી આપે છે—૨૫ લાખ રૂપિયા! ટાર્ગેટ કોણ? 

એ જ મિલ માલિક રમણભાઈ, જેણે મનસુખભાઈને નોકરીમાંથી કાઢ્યા હતા (કારણ કે રમણભાઈએ બીજા કોઈ મોટા માફિયાના પૈસા ડુબાડ્યા હતા).

મનસુખભાઈ રાત્રે રમણભાઈની ઓફિસમાં ઘૂસે છે. મોઢેથી રૂમાલ હટાવે છે અને રમણભાઈ પર પિસ્તોલ તાકે છે.

રમણભાઈ (ધ્રૂજતા ધ્રૂજતા): "મનસુખ? તું? તું તો સીનિયર ક્લાર્ક હતો ને?"

મનસુખભાઈ (જોરદાર ડાયલોગ): "રમણભાઈ, તમે કીધું તું ને કે માર્કેટમાં AI આવી ગયું છે? આ લો, આ પણ AI જ છે—'એક્યુરેટ ઈન્જેક્શન!' આમાં કાગળિયાની જરૂર નથી પડતી, સીધી એન્ટ્રી ક્લોઝ થાય છે!"

 રમણભાઈ રડવા લાગે છે અને મનસુખભાઈના પગ પકડી લે છે.

રમણભાઈ: "મનસુખ, મને ના મારીશ! મારો ધંધો ચોપટ થઈ ગયો છે. મેં બેંકોની લોન લીધી છે. જો તું મને મારીશ, તો વીમાના ૫ કરોડ રૂપિયા મારી પત્નીને મળશે, મને કંઈ નઈ મળે! એક કામ કર, તું મારી પત્નીની સોપારી લઈ લે, હું તને ૫૦ લાખ આપીશ!"

મનસુખભાઈ બે મિનિટ વિચારે છે. પિસ્તોલ નીચે કરે છે. ખિસ્સામાંથી ડાયરી કાઢે છે.

મનસુખભાઈ: "જુઓ રમણભાઈ, તમે જ મને શીખવાડ્યું તું ને કે ધંધામાં ધર્મ ના હોય! પત્ની વાળી સોપારી માટે ટોકન એડવાન્સ અત્યારે જ આપવું પડશે.

મનસુખ વિચારે છે, "પહેલા આની પત્ની અને પછી આનો વારો, ડબલ બિઝનેસ ડબલ મુનાફા.એકાઉન્ટિંગ આને જ કહેવાય!"

મનસુખભાઈ ઓફિસમાંથી હસતા હસતા બહાર નીકળે છે. બેકગ્રાઉન્ડમાં જોરદાર ગુજરાતી ડાયલોગ સંભળાય છે:"મધ્યમ વર્ગના માણસને ક્યારેય હલકામાં ન લેવો, સાહેબ... એ જો કાગળ કાપી શકતો હોય, તો એ નસીબ પણ કાપી શકે છે!"