who killed mayra in Gujarati Crime Stories by Rupen Patel books and stories PDF | હુ કિલ્ડ માયરા?

Featured Books
Categories
Share

હુ કિલ્ડ માયરા?

**લોકેશન:** જુહુ, મુંબઈ – એક આલીશાન ફાઇવ-સ્ટાર હોટેલનો બેનક્વેટ હોલ.કેમેરાના ફ્લેશ લાઈટ્સનો ઝબકારા, હવામાં મોંઘા શેમ્પેઈનની સુગંધ અને બોલિવૂડના તમામ મોટા ચહેરાઓ.ઇવેન્ટ હતી ઇન્ડસ્ટ્રીની નંબર-૧ સુપરસ્ટાર માયરા ની સક્સેસ પાર્ટીની. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું હતું અને હોલના સેન્ટર સ્ટેજ પરથી માયરા નીચે ઉતરી રહી હતી.ડિઝાઇનર ગળાડૂબ ગાઉન, ગળામાં કરોડોનો ડાયમંડ નેકલેસ, આંખોમાં ગર્વ અને હોઠ પર એક કાતિલ સ્મિત. માયરા સાઉથની નાની ફિલ્મોમાંથી આવીને આજે બૉલીવુડની નંબર 1 hiroinbબની ગઈ હતી. પણ આ સફળતાની સાથે તેના પર ચડ્યો હતો અહંકારનો એવો નશો, જેની સામે તે કોઈને ગણકારતી નહોતી. જે સાથી મિત્રોએ તેને સપોર્ટ કર્યો હતો, તેની સફળતા માં સાથે હતાં,આજે તે તેમના માટે 'મતલબી' બની ચૂકી હતી.પાર્ટીના એક ખૂણામાં ઊભેલા તેના મેનેજરે ધીમેથી કહ્યું, "મેડમ, પ્રોડ્યૂસર રાજવીર સર બહાર તમારી રાહ જુએ છે, એમની આગામી ૫૦૦ કરોડની ફિલ્મની ડેટ્સ જોઈએ છે."માયરાએ પોતાના હાથમાં રહેલો વાઇનનો ગ્લાસ હવામાં ઘુમાવ્યો અને નખરાળા અવાજમાં બોલી: "રાજવીરને કહી દે કે માયરા હવે એની ઔકાત પ્રમાણે ડેટ્સ આપે છે, જૂની ઓળખાણના લીધે નહીં. એ કરોડો રૂપિયા વાપરે છે તો પોતાના સ્વાર્થ માટે, મારા પર અહેસાન નથી કરતો!" કબીરનું પર્સનલ પેન્ટહાઉસ.રાતના બે વાગ્યા હતા. રૂમમાં લાઈટ્સ ડિમ હતી. ટેબલ પર મોંઘી સ્કોચની બોટલો ખુલ્લી પડી હતી. વાતાવરણમાં સિગારેટનો ધુમાડો અને ભારે નફરત ફેલાયેલી હતી. ત્યાં બોલિવૂડના ચાર દિગ્ગજો બેઠા હતા: પ્રોડ્યૂસર રાજવીર, ડાયરેક્ટર કબીર, રાઇટર વેદ અને સુપરસ્ટાર આર્યન. આ ચારેય જણાએ માયરાને સુપર સ્ટાર બનાવી હતી, પણ આજે ચારેય તેના વર્તનથી ઘાયલ હતા."ચીયર્સ ટુ અવર રુઇન (આપણી બરબાદી)!" સુપરસ્ટાર આર્યને ગ્લાસ અથડાવતા ગુસ્સામાં કહ્યું.આર્યન: "જેની સાથે ૩-૩ હિટ ફિલ્મો આપી, પહેલી ફિલ્મમાં મેં એને કાસ્ટ કરાવી... આજે એ મીડિયા સામે કહે છે કે આર્યનનો જમાનો ગયો, હવે મારી ફિલ્મો એના દમ પર ચાલે છે! ડાયલોગ યાદ રાખવાની ઓકાત નહોતી એની!"કબીર (ડાયરેક્ટર):"અરે આર્યન, તું તારી વાત કરે છે? સાઉથની 'બી' ગ્રેડ ફિલ્મોમાંથી એને શોધીને બોલિવૂડની ગ્લેમર ગર્લ મેં બનાવી. અને આજે મારી જ નવી સ્ક્રિપ્ટ સાંભળ્યા વગર મને કહે છે—'કબીર, યોર સિનેમા ઇઝ આઉટડેટેડ!' મારો જ ચેલો મને ફિલ્મમેકિંગ શીખવાડે છે?"વેદ (રાઇટર): "જેના એક-એક ડાયલોગ પર આખું થિયેટર તાળીઓથી ગૂંજતું હતું, મારી સ્ટોરી એ તેને હિટ બનાવી એ માયરા આજે મારી સ્ટોરી રિજેક્ટ કરતા કહે છે કે રાઇટિંગમાં દમ નથી. અરે, એના ગ્લેમરમાં દમ નથી, મારા શબ્દોમાં દમ હતો!"રાજવીર (પ્રોડ્યૂસર): (ટેબલ પર ગ્લાસ પછાડતા) "મેં મારી જિંદગીની કમાણી એની પાછળ પાણીની જેમ વહાવી દીધી રાજવીર પ્રોડક્શનને હિટ કરવા. આજે એ મારી સામે સીધી મોઢે વાત નથી કરતી. આ છોકરી આપણને ક્યાંયના નહીં છોડે. એનો નશો ઉતારવો પડશે!"દારૂના નશામાં ચારેયનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો.કબીર: "તો પછી એને ખતમ કરી નાખીએ? ઇન્ડસ્ટ્રીમાંથી એનું નામ મિટાવી દઈએ?"વેદ: "હા, એનો ક્લાઇમેક્સ આપણે જ લખવો પડશે."ચારેય જણા નશામાં અલગ-અલગ પ્લાન બનાવતા રહ્યા. પણ રાત્રે ૩ વાગ્યે કબીરે બધાયને શાંત કર્યા, "અત્યારે આપણે નશામાં છીએ. કાલે સવારે દારૂ વગર, પૂરા હોશમાં સડક પર મળીશું અને સિરિયસલી પ્લાન લોક કરીશું. અત્યારે છૂટા પડીએ."ચારેય મોડી રાતે ભારે હૈયે અને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયા.લોકેશન: બાંદ્રા, મુંબઈ – માયરાનો સી-ફેસિંગ બંગલો.સવારના બરાબર ૬:૩૦ વાગ્યા હતા. આખું મુંબઈ હજી માંડ જાગ્યું હતું ત્યાં જ ન્યૂઝ ચેનલો પર લાલ અક્ષરે બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થવા લાગ્યા:"બોલિવૂડની ટોપ એક્ટ્રેસ માયરાનું તેના જ બેડરૂમમાં શંકાસ્પદ મોત! આત્મહત્યા કે મર્ડર?આખા બૉલીવુડમાં સન્નાટો વ્યાપી ગયો. કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ અધ્ધરતાલ થઈ ગયા. ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ.પોલીસ ફોર્સ કેસ સોલ્વ કરવા કામે લાગી ગઇ.બીજી તરફ, એક સિક્રેટ લોકેશન પર રાજવીર, કબીર, વેદ અને આર્યન ફરી ભેગા થયા. ચારેયના ચહેરા પર પરસેવો હતો અને હાથ ધ્રૂજતા હતા.આર્યન: "કબીર! તેં કર્યું આ? આપણો પ્લાન તો આજે રાતનો હતો ને?"કબીર: "ગાંડો થઈ ગયો છે? મેં નથી કર્યું! રાજવીર, તેં તારા કોઈ ગુંડાને સોપારી આપી દીધી હતી કે શું?"રાજવીર: "અરે ભાઈ, હું તો ઘરે જઈને સુઈ ગયો હતો. વેદ, તેં કોઈ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરી નાખી?"વેદ: "ના યાર, હું તો રાત્રે આખી રાત નશામાં ચુર હતો."ચારેય એકબીજા સામે શંકાની નજરે જોવા લાગ્યા. પ્લાન હજી કાગળ પર આવે એ પહેલાં જ માયરાની લાશ મળી ચૂકી હતી. જો કોઈએ પોતે કર્યું નથી, તો પછી આ મર્ડર કર્યું કોણે?લોકેશન:ક્રાઇમ બ્રાન્ચ હેડક્વાર્ટર, મુંબઈ.આ હાઈ પ્રોફાઈલ કેસ હોવાથી તે કેસ સોંપાયો ક્રાઇમ બ્રાન્ચના સૌથી તેજ અને કડક ઓફિસર ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજને. પૃથ્વીરાજે માયરાની ડેડ બોડી અને બેડરૂમની બારીકાઈથી તપાસ કરી. તેમણે બંગલો, ઓફિસ અને માયરાના શુટિંગ લોકેશન પરથી છેલ્લા એક મહિના નાં સીસી ટીવી ફૂટેજ ટીમને ચેક કરવા કહ્યું.કોલ ડેટા, મોબાઈલ લોકેશન પર ચેક કરી.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે મોટો ખુલાસો થયો. લેબ એક્સપર્ટ : ઇન્સ્પેક્ટર ને રિપોર્ટ વિશે કહે છે,"માયરાનું મોત કોઈ સામાન્ય હાર્ટ એટેક નથી. માયરા ની મોત કોઈ સ્મેલના કારણે થઈ છે. કોઈ પણ સ્મેલ શરીરમાં જવાનાં કારણે રાત્રે ૨ થી ૨:૩૦ ની વચ્ચે એનું મોત થયું. ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજે સૌથી વધુ કોન્ટેક, મેસેજ કરનાર લોકોનો ડેટા મેળવ્યો તેમાં રાજવીર, કબીર, વેદ, આર્યનનું નામ આવ્યું. ચારેય ને એકસાથે ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ માટે બોલાવ્યા.પૃથ્વીરાજે માયરાના ઘરના સીસીટીવી ફૂટેજ રિકવર કર્યા, જે ડિલીટ કરવાનો પ્રયાસ થયો હતો. સાથે જ માયરાની પર્સનલ ડાયરી પોલીસના હાથે લાગી. પૃથ્વીરાજે રૂમમાં રાખેલા મોટા ડિજિટલ સ્ક્રીન પર રિપોર્ટ ઓપન કર્યો. ચારેય ની નજર એ સ્ક્રીન પર ગઈ, જ્યાં ડેટા એનાલિસિસના ગ્રાફ અને ચેટ હિસ્ટ્રી દેખાઈ રહી હતી.પૃથ્વીરાજ: "માયરાના મોતનું કારણ કોઈ સામાન્ય હાર્ટ એટેક નથી, અને ન તો તેને ઝેર ખવડાવવામાં આવ્યું હતું. ફોરેન્સિક લેબ રિપોર્ટ મુજબ, માયરાના શ્વાસમાં એક અત્યંત ઘાતક અને નર્વ-એજન્ટ કેમિકલ મળ્યું છે. આ એક એવું અદ્રશ્ય ઝેર છે, જે શ્વાસ વાટે ફેફસામાં જતાં જ સેકન્ડોમાં હાર્ટના પલ્સ રોકી દે છે. ગઈ રાત્રે બરાબર ૨ થી ૨:૩૦ ની વચ્ચે આ ઝેર એના શરીરમાં ગયું છે. ગઈ રાત્રે તમે ચારેય ક્યાં હતા?"ચારેય જણાએ પોતાનું એલીબાઈ (બહાનું) આપ્યું કે તેઓ રાત્રે ૩ વાગ્યા સુધી કબીરના ઘરે દારૂની પાર્ટી કરી રહ્યા હતા અને સીસીટીવી કેમેરામાં પણ તેઓ ત્યાં દેખાતા હતા.પૃથ્વીરાજ હસ્યો, "ખૂબ સરસ પ્લાનિંગ! તમારી પાસે આખી રાત સાથે હોવાનું પાકું બહાનું છે. પણ ગુનેગાર ગમે તેટલો શાણો હોય, એક ભૂલ જરૂર કરે છે."ચારેય એકબીજા સામે જોઈને શું થઈ રહ્યું છે તે સમજવા પ્રયત્ન કરતા હતાં.પૃથ્વીરાજે ગંભીર અવાજે ચારેયની સામે જોતાં કહ્યું, "આખી ઇન્ડસ્ટ્રી જાણે છે કે માયરા પ્રીમિયમ અને લક્ઝુરિયસ પરફ્યુમ્સની પાગલ દીવાની હતી. એ સ્પેશિયલ પરફ્યુમ્સ ખરીદવા માટે ફોરેન ટુર પણ કરતી અને એના વોર્ડરોબમાં દુનિયાના સૌથી મોંઘા પરફ્યુમ્સનું કલેક્શન હતું. બસ, આ જ શોખ એના માટે કાળ બની ગયો!"બધા શ્વાસ રોકીને પૃથ્વીરાજને સાંભળી રહ્યા હતા."મેં ગઈકાલે રાત્રે જ આ કેસના તમામ શકમંદોના મોબાઈલ ડેટા અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ સ્કેન કરવડાવ્યા હતા. જ્યારે એ ડેટા ફિલ્ટર થયો, ત્યારે એક જ નામ વારંવાર સામે આવી રહ્યું હતું... રાઇટર વેદ!"વેદના ચહેરાનો રંગ ઊડી ગયો, પણ તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, "સર, હું એક લેખક છું. મારું કામ સસ્પેન્સ સ્ટોરીઝ લખવાનું છે, એટલે મારો મોબાઈલ ડેટા અલગ હોઈ જ શકે.""હા વેદ, તું લેખક છે... પણ તારી 'પોઇઝન સ્ટોરી' (ઝેરની વાર્તા) માત્ર કાગળ પર નહોતી, તે હકીકત હતી!" પૃથ્વીરાજે સ્ક્રીન પર એક નવો ફોલ્ડર ખોલ્યો, જેમાં ઘણા બધા ફાર્માસિસ્ટ અને કેમિકલ સપ્લાયર્સના કોન્ટેક્ટ લિસ્ટ અને ચેટ્સના સ્ક્રીનશોટ હતા.પૃથ્વીરાજે આગળ ઉમેર્યું, "તારી કોલ ડિટેઇલ્સ ચેક કરતાં ખબર પડી કે તું છેલ્લા એક મહિનાથી અનેક ફાર્માસિસ્ટ અને કેમિકલ એક્સપર્ટ્સના સતત સંપર્કમાં હતો. તું કોઈ સામાન્ય ઝેર નહીં, પણ એક એવું લિક્વિડ કેમિકલ શોધતો હતો જેને પરફ્યુમની આલ્કોહોલ બેઝ્ડ બોટલમાં મિક્સ કરી શકાય અને સ્પ્રે કરતાંની સાથે જ તેની સુગંધ શ્વાસમાં જતા માણસનો દમ ઘૂંટાઈ જાય. અને આખરે, તને એ કેમિકલ આપવા વાળો મળી ગયો."પૃથ્વીરાજે રિમોટથી એક ઓડિયો રેકોર્ડિંગ પ્લે કર્યું. એ રેકોર્ડિંગ પોલીસ સ્ટેશનના ઇન્ટરોગેશન (પૂછપરછ) રૂમનું હતું.સ્ક્રીન પરથી એક અજાણ્યા માણસનો રડમસ અવાજ ગુંજ્યો: "સાહેબ, મને માફ કરી દો! હું ફાર્માસિસ્ટ છું. વેદ સરે મારી પાસેથી એક એવું પ્રતિબંધિત ઓર્ગેનોફોસ્ફેટ કેમિકલ બ્લેકમાં ખરીદ્યું હતું, જે હવામાં ભળતાં જ શ્વાસ રોકી દે છે. તેમણે મને કહ્યું હતું કે આ કેમિકલ તેઓ તેમની નવી ક્રાઇમ નોવેલના રિસર્ચ માટે મંગાવે છે. મને નહોતી ખબર કે એ માયરા મેડમના મોંઘા પરફ્યુમની બોટલમાં આ ઝેર ઇન્જેક્ટ કરવાના છે..."ઓડિયો બંધ થતાં જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો.પૃથ્વીરાજે વેદની બિલકુલ નજીક જઈને તેની આંખોમાં આંખો પરોવી: "વેદ, તારી અને એ ફાર્માસિસ્ટની કડીઓ જોડીને પોલીસે ગઈકાલે રાત્રે જ તે કેમિસ્ટને અરેસ્ટ કરી લીધો છે. અને તેની પૂછપરછમાં બધું જ બહાર આવી ગયું છે. તેં માયરાના ફેવરિટ લિમિટેડ એડિશન પરફ્યુમની બોટલમાં એ ઝેર મિલાવ્યું, તે હોશિયારીપુર્વક તે પરફ્યુમ ગિફ્ટ પેકેટમાં રેપ કરી માયરા સુધી પહોંચાડી દીધું. તને ખબર હતી માયરા પાર્ટીમાંથી ઘરે જઈને બીજી ગિફ્ટ ભલે ઓપન કરે કે નાં કરે પણ પરફ્યુમ ઓપન કરી યુઝ કરશે જ.અને ગઈકાલે રાત્રે પાર્ટીમાંથી આવીને જેવું માયરાએ એ પરફ્યુમ સ્પ્રે કર્યું... એ સ્પ્રેની સુગંધ શ્વાસમાં જતાં જ એના શ્વાસ ત્યાં જ રોકાઈ ગયા! તારી 'પરફેક્ટ ક્રાઈમ' ની વાર્તાનો ક્લાઈમેક્સ અહીં જ પૂરો થાય છે... તું અરેસ્ટેડ છે!"આખું આયોજન સાંભળીને રાજવીર, કબીર અને આર્યનની આંખો ફાટી ગઈ. તેઓએ વેદ સામે જોયું. વેદના ચહેરા પર હવે કોઈ ડર નહોતો, એક અજીબ સ્મિત હતું.પૃથ્વીરાજ: "રાઇટર વેદ! માયરા માત્ર તારી વાર્તાઓ નકારતી નહોતી, પણ તું એના એકતરફી પ્રેમમાં પાગલ હતો. જ્યારે એણે તને લાત મારી, ત્યારે તેં એને ખતમ કરવાનો પ્લાન ૧૫ દિવસ પહેલાં જ બનાવી લીધો હતો. બંગલો નાં સી સી ટીવીમાં તારો સીન જોયો હતો.ગઈકાલે રાત્રે તું જાણીજોઈને આ ત્રણેય સાથે દારૂની પાર્ટી કરવા બેઠો, જેથી તારી પાસે મજબૂત બહાનું રહે કે તું આખો સમય એમની સાથે હતો! તેં આ ત્રણેયના ગુસ્સાનો ઉપયોગ તારા મોહરા તરીકે કર્યો!તને ખબર હતી કે આજે રાતે જ માયરા ની મોત થવાની છે."વેદ ધીમેથી ઊભો થયો. તેણે પોતાના ચશ્મા સરખા કર્યા અને એક પરફેક્ટ ફિલ્મી ડાયલોગ માર્યો:"ઇન્સ્પેક્ટર સાહેબ... ડાયરેક્ટરે એને એક્ટિંગ શીખવાડી, પ્રોડ્યૂસરે પૈસા આપ્યા અને હીરોએ એને સપોર્ટ આપ્યો. પણ એ અહંકારી છોકરી એ ભૂલી ગઈ કે લાઈફ ભલે ગમે તેની હોય, પણ એનો 'એન્ડ' (The End) લખવાની તાકાત હંમેશા એક રાઇટરના હાથમાં જ હોય છે! માયરાને સુગંધ બહુ ગમતી હતી ને... એટલે જ મેં એના મોતને પણ એક આલીશાન સુગંધ આપી દીધી! મેં જ એનો ક્લાઇમેક્સ લખ્યો છે!"રૂમમાં સન્નાટો છવાઈ ગયો. વેદના હાથમાં હથકડી પડી ગઈ. બોલિવૂડની સૌથી ગ્લેમરસ ડાયરીનો એક કાતિલ અંત આવી ચૂક્યો હતો.