College campus bhag-142 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 142

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 142

એકબાજુ ઓફિસ નું બધું જ કામ જે હવે દાદૂએ મને સોંપી દીધું છે તેની રિસ્પોન્સીબીલીટી અને જૂહી... જૂહી જેને હું લાઈક કરવા લાગ્યો છું અને જે મારી ચોઈસમાં બરાબર બંધ બેસી જાય તેવી છે.. અને આ ઉપાદી ઈરા..હે પ્રભુ આ તે શું કર્યું.. તું પણ કૃષ્ણ કનૈયા ડ્રામા કરવામાં એક્સપર્ટ છે હં..!અને લવે એક ઊંડો નિસાસો નાંખ્યો અને પોતાનો મૂડ બદલવાના ઈરાદાથી તેણે પોતાના હાથમાં ભગવદ્ ગીતાનું ઈંગ્લીશ વર્ઝન જે તેણે સ્પેશિયલ પોતાના દાદૂને કહીને પહેલેથી જ મંગાવી રાખ્યું હતું તે લીધું અને તે વાંચવાની કોશિશ કરવા લાગ્યો...ભગવદ્ ગીતા વાંચતા વાંચતા તેને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો કે, જે થવાનું છે તે નિશ્ચિત છે તેને કોઈ રોકી શકનાર નથી અને જે નથી બનવાનું તે ઈચ્છીને પણ કરવું કોઈના માટે શક્ય નથી....આમ આટલું વાંચીને લવ સમજી ગયો હતો કે, ધાર્યું ધણીનું જ થાય છે.. પોતાનું ધાર્યું કંઈ જ થતું નથી..પરમાત્માની ઈચ્છા વગર પાંદડું પણ હલી શકતું નથી.હવે લવની આંખો થોડી ઘેરાવા લાગી હતી એટલે તેણે પોતાના હાથમાં રહેલી ભગવદ્ ગીતાને બંધ કરીને સાઈડ ટેબલ ઉપર મૂકી અને લાઈટ બંધ કરીને એક મુલાયમ કુશનને પોતાના બે પગ વચ્ચે દબાવીને તે સૂઈ જવાની કોશિશ કરવા લાગ્યો.સૂતાં સૂતાં તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે ફ્રાઈડે અને શેટર ડે બે દિવસ ફટાફટ નીકળી જાય પછી સન્ડે એ હું જૂહીને લઈને ફરવા જઈ આવું જે બે ત્રણ જગ્યા જોવાની બાકી છે ત્યાં જઈ આવું પછી ટ્યુઝ ડે એ ઈરા આવી જશે એટલે તેને મારે બધે ફેરવવા લઈ જવી પડશે અને કંપની પણ આપવી પડશે નહીં તો પાછી તે મારાથી નારાજ થઈ જશે.આટલા બધા વર્ષો બાદ તે ઈન્ડિયા આવે છે એટલે તેને ઈન્ડિયામાં કશું જ યાદ નહીં હોય... તે કહેતી હતી કે તે થર્ડ સ્ટાન્ડર્ડ માં ભણતી હતી ત્યારે જ તેના મોમ અને ડેડ તેને અને તેની સિસ્ટર આહના ને લઈને કાયમ માટે લંડન સેટ થઈ ગયા હતા બસ ત્યારથી લઈને અત્યાર સુધી ક્યારેય ઈરાએ ઈન્ડિયા માં પગ મૂક્યો નથી તે કાયમ ઈન્ડિયાને કચરા પેટીનો ડબ્બો કહ્યા કરતી હતી અને અચાનક આમ ઈન્ડિયા આવવાની જીદ... હે ભગવાન કંઈ જ સમજમાં નથી આવતું.. આ છોકરી કરવા શું માંગે છે.‌.?કદાચ મારે તેને લઈને તેના ગામડે પણ જવું પડશે. જોઈએ હવે એ આવે એટલે ખબર પડે કે તેનું શું પ્લાનિંગ છે..?વિચારોમાં અને વિચારોમાં ખોવાયેલા લવની આંખ ક્યારે મીંચાઈ ગઈ તેની તેને ખબર પણ પડી નહીં...સવારે જ્યારે તેના સેલફોનમાં છ વાગ્યાનું એલાર્મ વાગ્યું ત્યારે તેની આંખ ખુલી અને તે વિચારવા લાગ્યો કે હજી હમણાં તો હું સૂતો છું અને એટલી વારમાં સવાર પણ પડી ગઈ..!લવ એક્સરસાઇઝ કરવા માટે સવારે થોડો વહેલો જ ઉઠી જતો હતો અને એક્સરસાઇઝ કર્યા પછીથી નાહી ધોઈને પોતાના દાદીમા સાથે તે મંદિરે પણ જઈ આવતો હતો.સવારનું સ્વચ્છ અને ખુશનુમા વાતાવરણ, પક્ષીઓનો મીઠો કલરવ, ખુલ્લા વાતાવરણમાંથી મળતી તાજગીસભર હવા અને મંદિરની એ સવારની આરતી તેના તન અને મનમાં જાણે નવી ચેતના અને તાજગી ભરી દેતા હતા...આ બધું તેને ખૂબ ગમતું હતું.. જે તે લંડનમાં હંમેશા મીસ કરતો હતો કદાચ તેથી જ તેને ઈન્ડિયા વધારે ગમતું હતું.તે પોતાના પિતાથી બિલકુલ વિરુધ્ધ પ્રકૃતિ ધરાવતો હતો અને માટે જ પોતાના પિતા મિતાંશની ઈચ્છા વિરુદ્ધ તે ઈન્ડિયા આવી ગયો હતો.મિતાંશનું એક સ્વપ્ન હતું કે પોતે ઈન્ડિયાની ઓફિસમાંથી લંડનમાં બીજી બ્રાન્ચ શરૂ કરી તેમ તેનો દિકરો તેનાથી સવાયો પાકશે અને કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસએ દરેક સ્થળે પોતાની નવી નવી બ્રાન્ચ ખોલશે...!પરંતુ લવનું સ્વપ્ન કંઈક અલગ જ હતું...!તે પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખતો હતો અને માટે જ પોતાના કરિયરની શરૂઆત તેણે પોતાના દેશ ઈન્ડિયામાં કરી હતી.તે એવું કંઈક કરવા માંગતો હતો જે અત્યાર સુધી કોઈ એન આર આઈએ ક્યારેય ન કર્યું હોય અને આમ કરીને તે પોતાના દેશ માટેનું પોતાનું રૂણ ચૂકવવા માંગતો હતો.એલાર્મ વાગ્યું એટલે લવ ઉઠી ગયો અને ફ્રેશ થઈને નિયમિત રીતે જે એક્સરસાઇઝ કરતો હતો તે કરવા લાગી ગયો.ક્રમ પ્રમાણે નાહી ધોઈને પોતાના દાદીમા સાથે મંદિર જઈ આવ્યો અને જાણે પરમાત્માની શક્તિ પોતાનામાં ભરીને ભરપૂર થઈ આવ્યો...બે દિવસ તો ક્યાં પસાર થઈ ગયા તેની ખબર પણ ન પડી.. એ દિવસે શનિવારની રાત હતી લવ જમીને પોતાની રૂમમાં દાખલ થયો અને વિચારી રહ્યો હતો કે, જૂહીને ફોન કરી દઉં અને આવતીકાલનો સમય નક્કી કરી લઉં...ત્યાં તો લવના મોબાઈલની સ્ક્રીન ઉપર એક મેસેજ ફ્લેશ થયો કે, "વોટ અબાઉટ ટુમોરોવ.. કોલ મી.."લવનો ચહેરો ચમકી ઉઠ્યો અને તેના ચહેરા ઉપર સ્મિત છવાઈ ગયું.. મને અને જૂહીને એક જ સમયે એક જ વિચાર આવ્યો...જે ક્ષણે હું તેને યાદ કરું છું તે જ પળે તે પણ મને યાદ કરે છે..વોટ અ કો ઈન્સીડેન્ટ...!તેણે તરત જ જૂહીને ફોન લગાવ્યો.સામેથી એક મીઠો મધુરો ધીમો અવાજ આવ્યો..."બોલો મિસ્ટર, ભૂલી ગયા હતા કે આપણે કાલે જવાનું છે..?"લવ પણ વાતને છોડવા માંગતો નહોતો, "જી ના મેડમ, આટલી બધી સુંદર રૂપાળી છોકરી સાથે બહાર એકાંતમાં ફરવા જવાનું કયો નવ યુવાન ભલા મીસ કરી શકે..? હું તો બસ તમારા ફોનની અને મેસેજની જ રાહ જોતો હતો.. તો મળીએ આવતીકાલે..કેટલા વાગ્યે નીકળવું છે..?""થોડું બટર ઓછું લગાવો મિસ્ટર...જૂહીની વાતને વચ્ચે જ કાપતાં લવ બોલી ઉઠ્યો કે, "મિસ જૂહી, હું બટર જરા પણ લગાવતો નથી, હું ઘણી બધી છોકરીઓને મળ્યો છું પરંતુ તમારા જેવી બ્યુટીફુલ, સરળ સ્વભાવી અને નાદાન છોકરી મેં હજી સુધી ક્યાંય અને ક્યારેય જોઈ નથી.. આઈ લાઈક યુ..તમે દેખાવે તો સુંદર છો જ..બેહદ સુંદર છો પણ તમે દિલથી પણ ખૂબ સુંદર છો.. તમારી એ નિખાલસતા, એ ભોળપણ, તમારી એ ઋજુતા મારા દિલને સ્પર્શી ગઈ છે... કદાચ હું તમને ચાહવા લાગ્યો છું..""બસ બસ બસ આટલું જલ્દી.. આટલું જલ્દી.. ઉતાવળ ન કરો.. મિસ્ટર લવ...""સોરી.. હું કંઈ વધારે પડતું તો નથી બોલી ગયો ને... પણ સાચે જ હું તમારા પ્રેમમાં પડી ગયો છું..."લવ પોતાના પ્રેમની નિખાલસપણે કબૂલાત કરી રહ્યો હતો...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    30/6/26