hathishinh no hakalo in Gujarati Short Stories by anjubhatt books and stories PDF | હઠીસિહનો હકલો

Featured Books
Categories
Share

હઠીસિહનો હકલો

    

          હઠીસિંહ દરબાર ટેરી ગામના મુખી. ભલા અને દયાળુ સરપંચ માણસ. ગામમાં ક્યાય કોઈ પણ કામ હોય મુખી કાકા હજાર થઈ જાય. સારા માઠા પ્રસંગમાં હઠીસિંહ પોતેજ આગળ પડીને જ્વાબદારી નિભાવી લે. વીસ વર્ષથી તેઓ અહી સરપંચ છે. ગામને નંદનવન બનાવી દીધું છે. બધી રીતે સુખી હઠીસિંહને એકજ વાતનું દુખ હતું. અને તે તેમને અંદરો અંદર કોરી ખાતું હતું. તે હતું તેમનો એકનો એક દીકરો હકલો. બે દીકરીઓ ઉપર તેમને દીકરો આવેલો. તેમની ખુશીઓનો કોઈ પાર નહતો, પરંતુ તેમની ખુશી થોડા દિવસમાં ગમમાં ફેરવાઇ ગઈ. હકલાનો શારીરિક વિકાસ યોગ્ય રીતે નહતો થતો. તે બોલી કે સાંભળી શકતો નહતો. અન્ય બાળકોની સરખામણીએ તેનો વિકાસ ધીમો હતો. ભણવામાં તે મંદ હતો. પાંચમા ધોરણ સુંધી પહોચાડ્યો હતો તેમ કહીએ તો ખોટું નહતું. ત્યારે તેની ઉમરના છોકરાઓ આગળ વધી ગયા હતા. ધીરેધીરે હકલો ગામમાં  મજાકનું સાધન બની ગયો. એક દિવસ હકલાની પાછળ નાના છોકરાઓનું ટોળું પડ્યું. હકલો વાટકો લઈને બધાની પાસે પૈસા ઉઘરાવતો હતો. તે માટે તે લોકોનું મનોરંજન કરતો હતો. મુખીને આવતા જોઈને લોકો હસતાં બંધ થઈ ગયા. હઠીસિહ હકલાને પકડીને ઘરે લઈ આવ્યા. 

" સાંભળો છો આને પેલા ઓરડામાં પૂરી દો " 

" કેમ શું થયું ?" મુખીના ઘરવાળા બોલ્યા. 

" આખા ગામમાં મારી આબરૂ ધૂળધાણી કરતો ફરે છે " મુખી ગુસ્સે થતાં મેડી પર ચડયા.   

" હવે તું યુવાન થઈ ગયો છે. હવે તને આ બધુ ના શોભે દીકરા " માંએ રડતાં રડતાં સમજાવ્યું. " માં મંદિર માટે ..હાથી માટે પૈસા " તે ઇશારાથી માને સમજાવવા લાગ્યો. બેટા પૈસા તારે માટે બહુ બધા છે. તારે બહાર જવાની શું જરૂર છે ? માં બોલી હકલાએ ઇશારાથી કહ્યું  " મને આપ " 

" તારા બાપુને કહીને તને આપવીશ . જો તારા બાપુ ગામના સરપંચ છે. એમની આબરૂનું ધ્યાન રાખ બેટા. તારા લીધે એમનું કેટલું નીચા જોણું થાય છે. લોકો તેમની પાછળ હશે છે. શ્રમ ના માર્યા એ બહાર નીકળી શકતા નથી " હકલો એટલું તો સમજી ગયો હતો કે પોતે જે કાઈ કર્યું તે માતાપિતાને ગમ્યું નહતું. એ જાતે ઓરડામાં ચાલ્યો ગયો. તેની માંએ જાળી વાસી તાળું મારી દીધું. હઠીસિંહે ના છૂટકે તેને પૂરી રખવાનું શરૂ કર્યું. ગામ આખામાં સરપંચનો દીકરો ગાંડો છે, મંદબુદ્ધિનો છે એવી ચર્ચા થવા લાગી હતી. ગામમાં ક્યાય જતાં ને હકલાની વાત નિકળતી તેમનું જીગર ચિરાતું. હકલો  યુવાનીમાં પ્રવેસતા તેનું કદ વજન સામાન્ય કરતાં ઘણું વધારે વધી ગયું. તે પડછંદ માણસ બની ગયો. તેના દુખમાં મુખી સુકાતા જતાં હતા. મુખી માટે હવે એક દિવસ પણ ઘરની બહાર જવું શક્ય નહતું. ગામના કે સામાજિક કામે બહાર જવાનું થતું તો તેઓ સવારે જઈને સાંજે પાછા આવી જતાં. 

                     એક ગોજરા દિવસે તેઓ બાજુના શહેરમાં ગયા હતા. તે દિવસે મંદિરના પ્રાંગણમાં બાંધેલા હાથીને શું થયું કે તે રઘવાયો થયો. બધા બંધનો તોડીને તે ભાગ્યો. રસ્તામાં જે આવે તેને સૂઢ થી ઉલ્લાળી દેતો હતો. પગથી કચડી નાખતો. ગામમાં બરાડા રાડો પાડવા લાગ્યો. લોકો ડરના માર્યા ઘરમાં ભરાઈ જવા લાગ્યા. ગામમાં કોઇની હીમત હાથીને પ્ક્દ્વની નહતી. ગામના આગેવાનો મુખીકાકાના ઘરે આવ્યા.   " મુખીકાકા ઓ  મુખીકાકા " 

" એ શહેરમાં ગયા છે કઈ કામ હતું ?" 

" કાકીમાં ઐરાવત ગાંડો થયો છે. તે આંખું ગામ ભાંગી નાખશે એવું લાગે છે "

" એને વળી અચાનક શું થયું ?" 

" શું ખબર કાકી પેલા રામુકાકાના જગલાની કેડો ભાંગી નાખી. એને શેરમાં દવાખાને લઈ ગયા. મુખીકાકાને કહો શહેરમાંથી ફોરેસ્ટ વાળાને બોલાવે તો હાથીને પકડીને લઈ જાય. 

" કાકી ગામમાં તો કરફ્યુનો માહોલ છે. કોઈ ઘરની બહાર નીકળી શકતું નથી. બહારથી કોઈ ઘરે આવી શકતું નથી. " 

નાના ગામમાં અફડા તફડીનો માહોલ હતો. અચાનક હકલો ઓરડાની જાળી તોડી ઘરની બહાર નીકળી ગયો. તેણે હાથીને કાબુમાં લેવા જંગ ખેલ્યો. તેનામાં જાણે દૈવી શક્તિ આવી ગઈ હોય તેમ તેણે હાથીની સાથે યુદ્ધ ખેલ્યું. હાથીએ તેને સૂંઢમાં ભરાવ્યો પણ તેને ઊંચકી ન શક્યો. હકલાએ જાડુ લાકડું લીધુંને હાથીમાં પગમાં ઊંધું ઘાલીને ફરી વળ્યો. ગામના લોકો દૂરથી બૂમો પાડતાં રહયા. હકલો હાથી ઉપર અને હાથી હકલા ઉપર જોર અજમાવતા રહયા. આખરે દર્દના સહેવાતા હાથીએ  હતું એટલું જોર કરીને તેને પગ નીચે દબાવ્યો. ત્યાં સુંધી હાકલાએ હાથીને બરાબરનો ઘાયલ કરી દીધો. ખાસ્સીવારે બને જંપી ગયા. ત્યારે ધીમે ધીમે ગામવાળા નજીક આવ્યા. " હકલાને દવાખાને લઈ જાઓ " પણ હવે હકલો નહતો રહ્યો. તે સમયે મુખી શહેરથી આવ્યા. ત્યારે ગામ આખું ભેગું થયું. લોકોના મોઢે એકજ વાત હતી કે  " હકલો ભારે બહાદુર " 

" એકલા હાથે આટલા મોટા હાથીને કાબુમાં લીધો નહીં તો ના જાણે શું થાત. ગાંડો થયેલો હાથી ન જાણે કેટલાને મારી નાખતો " 

" આજે તો હકલે ગામ  આખા ઉપર ઉપકાર કર્યો હો " 

" પેલા જ્ગલાને  હાથીએ કચડી નાખ્યો ને એની કેડો ભાગી નાખી બિચારો કાયમ  માટે અપાહિજ બની ગયો છે. આ હકલો ના આવ્યો હોતતો આવા બીજા કેટલાયને આ હાથી મારી નાખતો કે અપાહિજ કરી મૂકતો " 

               ગામ આખામાં હકલાની બહાદુરીના ગુણગાન ગવાતા હતા. મુખી  ઘડીક દીકરા નેતો ઘડીક હાથીને જોઈ રહયા. હકાલના માસૂમ ભોળા ચહેરા ઉપર પરમ શાંતિ હતી. મુખીકાકાને જાણે કહી ના રહયો હોય  " બાપુ મારે કારણે તમારું માથું શરમથી નહીં જુકે હવે ગર્વથી માથું ઊંચું કરીને ગામમાં ફરવાનું છે "  મુખીકાકાએ દીકરાના ભાલ પર હાથ મૂક્યો. 

" દીકરા મને માફ કરી દે " તેમનું મન દુખી હતું. ભારે હદયે તેમણે  હકલાને વિદાય આપી. હકલાની અને હાથીની સમાધી  મંદિરના પ્રાંગણમાં   આજુબાજુમાં બનાવવામાં આવી. હકલો સદાય માટે ગામ પર પોતાની અમીછાપ છોડી ગયો. મુખીકાકા કલાકોના કલાકો તેની સમાધી  પાસે આવીને બેસી રહેતા. લોકો જ્યારે હકલાની બહાદુરીની વાત કરે છે ત્યારે તેમની છાતી ગજગજ ફુલે છે. તેમની આંખમાં હર્ષના આંશું સરી પડે છે.                                                                                                  

                                                                                                                                           લે .અંજુ ભટ્ટ 

                                                                                          { સમાપ્ત }

                                                                                      { સમાપ્ત }