hu vaidehi bhatt part - 20 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 20

Featured Books
Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 20

બોમ્બે જીમખાનામાં મારા અને વિહાનના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. લગ્નમાં બધા મોટા મોટા VIPs આવ્યા હતા. મને અને વિહાનને તો વિશ્વાસ તો બેસતો કે, અમારું સપનું આટલા જલ્દી સાચું પડશે.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------


"તુ પાગલ થઈ ગયો છે હું તે વ્યક્તિને મારા ઘરની વહુ બનાવું જે મારી પાછળ આદુ ખાઇને પડી છે. જરા પણ નહી. વૈદેહી મારા ઘરની વહુ નહીં બને. ક્યારે પણ નહીં બને. તુ તો એવી વાત કરે છે કે હું તેને હાથ પકડીને માટી બરબાદી તરફ લઈ જાઉ."
" હરખ તારી બરબાદી નહીં પણ તારી આઝાદી તરફ લઈ જાય છે."
" કઈ રીતે? તું આ શું બોલી રહ્યો છે? જે છોકરી મને બરબાદ કરવાના રસ્તાઓ શોધી રહી છે. તે કઇ રીતે મને આઝાદી આપશે?"
" તે માત્ર તને આઝાદી જ નહીં આપે, પણ સાથે તારી દિલની ઇચ્છા પણ પુરી કરશે."
" તું શું ક્યારનો વાતને ગોળગોળ ફરાવી રહ્યો છે. ભાઈ ગોળ જમવામાં મળે તો જ મીઠો લાગે. કોઈ ગોળ ગોળ વાત કરે તો કડવી લાગે. એટલે ગોળગોળ વાત કરવાનું છોડીને મુદ્દા પર આવ."
" હરખ વૈદેહીને તારા ઘરની વહુ બનાવીશ તો આમાં તારા બે ફાયદા છે. એક તારી દુશમન તારી દોસ્ત બની જશે. બીજુ વિહાન જે તને દુશ્મન માને છે. તે તેને પિતા તરીકે અપનાવશે અને તારી રિસ્પેક્ટ કરશે. તમારા વચ્ચે અબોલા છે તે હંમેશા માટે મટી જશે. અને તે હંમેશા માટે અહીં જ રહેશે. બોલ છે ને એક તીર સે દો શિકાર."
કમલેશની વાત સાંભળી હરખ વિચારમાં પડી ગયો. તેને લાગ્યું કલેશ બરાબર કહે છે; આ લગ્નથી જો મને ફાયદો થતો હોય તો, વાંધો શું છે.
" ઠીક છે કમલેશ જો તું કહેતો હોય તો. કરો કંકુના. આપણે કાલે વૈદેહીના માતા પિતાને બોલાવી લઈને લગ્ન નક્કી કરી લઈએે."
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------

આજે તે દિવસ આવી ગયે હતો જ્યારે હું અને વિહાન એકબીજાના થઈ ગયા હતા. હું સાતમા આકાશમાં હતી. મને તો વિશ્વાસ જ ન હતો બેસી રહ્યો. પણ આ બધામાં જો એક વ્યકિતી પુરેપુરી ખુશ ન હતી અને તે હતો વિહાન પોતે. વિહાન ને લાગતુ હતુ કે આ લગ્ન કરી આપવા પાછળ હરખસર ની કોઈ અલ છે.

" વિહાન કેમ તું નથી ઇચ્છતો કે આપણાં લગ્ન થાય? તું કેમ ખુશ નથી. આની તો આપણે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તારા પપ્પાએ સામેથી મારા માતા પિતાને લગ્ન નક્કી કરવા બોલાવ્યા છે. હવે તને શું વાંધો છે?"

" વૈદેહી હું પણ આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. જો પપ્પા ના પાડ તો પણ હું તારી સાથે જ લગ્ન કરત. પણ, મને આ કંઈ સમજાતું નથી કે પપ્પા કઈ રીતે તૈયાર થઇ ગયા. તે પણ મારા સામેથી કહેતા પહેલા જ અને કઈ રીતે માની ગયા. મને ગઈ કાલે બોલાવીને કહે છે કે, તને અને મારા આશ્રમમાં કામ કરતી વૈદેહીને કમલેશે મરીન ડ્રાઈવ પર જોયાં હતાં. મને ગોળ ગોળ વાત નથી કરવી, શું તારે તેની સાથે લગ્ન કરવા છે?"

મેં તેને કેટલું સમજાવ્યું કે પપ્પાએ તારી ખુશી માટે આ નિર્ણય લીધો છે. તે કેમ તેમાં સંદેહ કરે છે. પણ, વિહાન અમારા હનીમૂન સુધી આજ વિચારી રહ્યો હતો. તે ભલે હનીમૂનમાં મારી સાથે હતો, પણ તેનું મન મુંબઈમાં જ હતું. તેને હજી પણ તેના પપ્પાના આ નિર્ણય પર શંકા હતી.
અને તેની આ શંકા કદાચ મને ક્યારે પણ સાચીના લાગી હોત, જો તે દિવસે પપ્પાએે પોતાનો નિર્ણય મને ના જણાવ્યો હોત. 
......................................................................

"સો, ડિસુઝા સર તમે શું નિર્ણય કર્યો છે? અમને બાગબાન અનાથ આશ્રમના કેસ વિશે શું માહિતી આપવા માંગો છો? અમારી પાસે હવે માત્ર બે દિવસ છે. જેમાં અમારે વૈદેહી ભટ્ટ પટ કરેલા હુમલાનો કેસ સોલ્વ કરવાનો છે. અને તે કેસની લિંક આ બાગબાનના કેસથી જોડાયેલી છે. તો, પ્લીઝ હવે તમે અમને કોપરટેટ કરશો?" કમિશ્નર સાવંતે પુછયુ.
"કમિશનર સાવંત મને સાચે કંઈ યાદ નથી. તમે નાહકના મને પુછી રહ્યા છો. તે કેસને કેટલો સમય થઇ ગયો છે. ઉંમર સાથે મારી યાદશક્તિ પણ ઓછી થઇ ગઇ છે. મેં બહુ કોશિશ કરીપણ મને યાદ નથી આવી રહ્યુ."
" ડિસુઝા સર, મને ખબર છે તમને બધુ યાદ છે. પણ તમે કહેવા નથી માંગતા. કારણ કે, આ ઉંમરે તમે જેલ જ્યા નથી માંગતા, બરાબર ને."
" સાવંત તમે શું કહેવા માંગો છો?" ડિસુઝા એ ગુસ્સેથી પુછ્યુ.
" સર, તમે કેમ અરલી રિટાયરમેન્ટ લીધુ? તેની પાછળ કોઈ તો કારણ હશે ને."
" તારો કહેવાનો શું મતલબ છે? મારી પર્સનલ ચોઇસ હતી. મારે મારા પરિવાર સાથે સમય પસાર કરવો હતો. "
" સર, પરિવાર સાથે સમય પસાર કરવો હતો કે જેલમાં સમય નહતો પસાર કરવો હતો."

END PART -20