" સર, જ્યારે હું સવારે અહીં જાજરૂ કરવા આવ્યો ત્યારે મેં પાણીમાં કંઈ તરતાં જોયું. એટલે હું નજીક ગયો જોવા તો જોયું કોઈની લાશ પાણીમાં તરી રહી છે.. પછી, મેં તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો."
ગોડબોલે સાક્ષી સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે તેના ટીમના કોન્સટેબલે ગોડબોલને લાશનું મોઢું જોવાનું કહ્યું લાશ ફૂલી ગઈ હતી. પણ મોઢું જોઈને ગોડબોલે ચમકી ગયો. કેમકે તેની પાસે જે બે છોકરીઓના ફોટા હતા. તેમાંથી એક છોકરીનો ચહેરો લાશ સાથે મળતો હતો. એક મિનીટ પણ બગાડ્યા વગર લાશને તરત જ પોર્સ્ટમોટમ માટે મોકલી દીધી હતી. તે લાશ રીનાની હતી.
......................................................................
" રાજવી, વાશીની ખાડીમાંથી રીનાની લાશ મળી છે. પોલીસે મને ફોન આવ્યો હતો." રાજવી મિહીર સાથે વાશી મ્યુન્સિપલ હોસ્પિટલ પહોંચી ત્યારે વૈદેહીએ કહ્યું.
" બોડી પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે. રાણીનો હજી કંઈ પત્તો નથી. રાજવી રીના સાથે શું થયું હશે. રાણી ક્યા હશે?"
" તમે, શાંત થઈ જાઓ. આપણે આના મૂડ સુધી જશું." મિહિરે સાંત્વના આપી.
" રીનાની શરીરમાંથી કિડની અને હાર્ટ અને આંખો કાઢી નાંખવામાં આવી છે." પોર્સ્ટમાર્ટમ રિપોર્ટ બાદ ડૉક્ટરે કહ્યું.
ડૉક્ટરની વાત સાંભળીને ત્રણે જણાના પગથી જમીન સરખી ગઇ. વૈદેહી ને સૌથી વધારે આઘાત લાગ્યો. તે ત્યા જ બેસી ગઈ. રાજવી તેને સાંત્વના આપી રહી હતી. અને મિહીર ડોક્ટર સાથે વધારે માહિતી લેવા ગયો.
" રાજવી આ કઈ રીતે થઈ ગયું. મને કંઈ સમજાતું નથી. આ કોણ લોકો હશે જેને રીનાની આવી હાલત કરી હશે. આવા ક્રુર માણસ કોણ હશે. અને રાણી ક્યા હશે? તેમને તેની સાથે પણ શું આવું જ કર્યું હશે? રાજવી આપણે રાણીને જલ્દી શોધવી પડશે."
......................................................................
રીનાની અંતિમક્રિયાઓ પતાવી વૈદેહી અનાથ આશ્રમ આવી. અનાથ આશ્રમ આજે દુઃખની સાથે ભયનું વાતાવરણ હતું. છોકરીઓ સવારથી રુમમાંથી બહાર પણ નહોતી નીકળી. ના નાસ્તો કરવા કે જમવા.
-------------------------------------------------------------------
" આ રીનાનું તો આપણે ઉકેલ લાવી દીધો. હવે. આ રાણીનું શું કરવું છે. ઓલી વૈદહી ચૂપ નહીં બેસે. કંઈનો તો કરવું પડશે તેનું." હરખચંદ તેના મિત્ર કમલેશને કહી રહ્યો હતો.
" એક માર્ગ છે. જેનાથી વૈદેહી શાંત બેસી જશે."
" તો, જલ્દી બોલને. હું જેલ જઈશ પછી બોલીશ?"
" બોલું છું, હરખ જરા ધીરજ રાખ."
" આમાં આપણે તારો દિકરો વિહાન જ મદદ કરી શકશે."
" વિહાન કઈ રીતે?"
" તને ખબર નથી તારા નાક નીચે તારો દિકરો કેવા કેવા ગુલ ખેલાવી રહ્યો છે?"
" અરે યાર મોઢામાંથી ભસને, શું કર્યું વિહાને? અને સૌથી મહત્વની વાત તે કઈ રીતે આપણે ઉપયોગ થઈ શકે?"
" તને ખબર છે, તારો વિહાન તારા વારસાને આગળ વધારી રહ્યો છે."
" એટલે હું સમજ્યો નહીં. કયા વારસાને?"
" તારી પ્રયણ કથા પાછી આકાર લઈ રહી છે."
" મને નહોતી ખબર કે તું મિત્રના સ્વાંગમાં વિભીષણ છે."
" શું?"
" તો શું નહીં તો મારો જીવ જાય ત્યા સુધી વાતને ફરાવી ફરાવીને બોલવી તે દુશ્મન જ કરી શકે."
" ઠીક છે, ઠીક છે, તો હું તને સીધેસીધું કહી દઉં છું. જેમ તે આશ્રમમાં કામ કરતી વિહારની માને પરણ્યો હતો. તેમ વિહાન પણ તારા વારસાને આગળ વધારી રહ્યો છે. તે પણ આશ્રમમાં કામ કરતી એક છોકરીના પ્રેમમાં પડ્યો છે."
" કોણ છે તે છોકરી?"
" જેને તારી રાતોની ઊંઘ હરામ કરી છે........... વૈદહી પટેલ"
" શું, વિહાન તે છોકરીના પ્રેમમાં છે. જે મારી વાટ લગાવવા પર પડી છે. તેને હમણા જ કરી દઉં છુ. કે મને આ નહીં ચાલે. હું તેને વૈદહી ના પ્રેમમાં નહીં પડવા દઉં. આને તે ભારતમાં રહીને મારે કામ નથી આવવાનો તેને પાછુ ઓસ્ટ્રેલિયા મોકલી દઈશ. મુંબઈમાં બીજી કોઈના મળી. અને મારી દુશ્મન જ મળી. આ કોઈ ફિલ્મ નથી, કે દુશ્મન સાથે પ્રેમ થઇ જાય અને પછી ઘરવાળા માનીને લગ્ન કરાવી આપે. હું તેને કાલને કાલ મોકલી દઈશ ઓસ્ટ્રેલીયા."
" હરખ બેલાશક મોકલ હું તો કહું છુંકાલે કેમ આજે જ મોકલી છે. પણ, એકલો નહીં, સજોડે."
END PART - 19