Arunodaya Devi (Usha) in Gujarati Anything by RACHNA JAIN books and stories PDF | અરુણોદય દેવી (ઉષા)

Featured Books
  • Mafia King - 9

    दिन बीतते गए और अंकिता व परी की बचपन की दोस्ती फिर से परवान...

  • स्वयंवधू - 68

    68. अलविदा वृषाली...खून से लतपथ कमरे में दोनों लहू में रेम ए...

  • सफलता के 24 अध्याय..(Book Review)

    सफलता के 24 अध्यायसोनू शर्मा की पुस्तक  'सफलता के 24 अध्...

  • ऐसे बरसे सावन - 29

    अभिराम  - पांडे (ड्राइवर) ,जिप्सी को पहले रानी दुर्गावती विश...

  • K Drama Obsession

    "तुम्हारे साथ बिताया हर लम्हा खूबसूरत था। क्योंकि मौसम अच्छा...

Categories
Share

અરુણોદય દેવી (ઉષા)

પ્રિય વાચક મિત્રો નમસ્કાર આપનો ખુબ ખુબ આભાર. તેમજ માતૃભારતીનો પણ ખુબ ખુબ ધન્યવાદ જેમણે મને લખવા માટે પ્રેરિત કરી, મિત્રો આજે હું વાત કરવા જઈ રહી છું એવી ખાસ નારીની જેનું નામ છે 'ઉષા' ઉષા શબ્દનો અર્થ પ્રભાત, પરોઢ, સૂર્યોદય પહેલાંનો સમય અથવા સવારની પહેલી કિરણ થાય છે.તે ઉપરાંત, ઉષા નામનો ભાવાર્થ થાય નવી શરૂઆત, આશા, પ્રકાશ, તાજગી, શુભ શરૂઆત, સરળ શબ્દોમાં સમજીએ તો ઉષા એટલે સૂર્યોદય પહેલાંનો ઉજાસ અથવા સવારનો આરંભ.જે દરેક દિવસને નવી આશા અને ઉત્સાહ સાથે શરૂ કરાવે છે. જેના આગમનથી પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઊઠે છે.જીવનમાં નવા અવસર અને નવી પ્રેરણા લઈને આવે છે. ઉપરોક્ત તમામ શબ્દો તેમજ ગુણો એક નારીની અંદર સમાયેલા જોવા મળે છે. નારીના વિવિધ રૂપની, શક્તિની જે પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં નારીને સર્વોચ્ચ અને સ્થાન આપવામાં આવ્યું છે.આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. નારી શક્તિનો અવતાર કહી શકાય. સહનશીલતા તેનું હથિયાર છે. નારીના અનેક રૂપ છે તે કોકની માતા, બહેન, પત્ની વગેરે ભૂમિકા ભજવે છે.તે મૌન હોય તેનું અર્થ તે કમજોર નથી તે ઘર ઘસે પણ દેશ ઘડે એવું કામ કરી નાખે છે. તે શબ્દથી નથી પણ તેના વ્યવહારથી ઓળખાય છે. એનામાં સહનશીલતા, હિંમત જીવનની સાચી આશા ,સંસ્કાર, શ્રદ્ધા જગતના મહાન પુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે. નારી આત્મનિર્ભતામાં માને છે તે આર્થિક રીતે પગભર બનવામાં માને છે. તમે એ કહેવત તો સાંભળી જશે કે નારી અબળા નહીં પણ સબળા છે જો સ્ત્રી ધારે તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને પોતાની શક્તિ અને સૂઝથી બદલી શકે છે તે આત્મનિર્ભરતામાં વધારે રસ ધરાવે છે કોઈની સામે હાથ લાંબો કરવા કરતા પોતાની સૂઝ, શક્તિ પર ભરોસો રાખીને આગળ વધે છે. તે નાના વર્ગોથી શરૂઆત કરીને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે.

જે સંસ્થામાં કામ કરે છે તેમાં પુરા આત્મીયતા અને નિષ્ઠાથી કાર્યરત રહે છે. સંસ્થાની પ્રગતિની અને વિકાસની રેખા દોરી નાખે છે. નાની નાની બાબતોને પણ ધ્યાનમાં રાખીને કાર્યરત રહે છે. કઈ વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે કાર્ય કરવું અને કરાવવું બંનેની આવડત તેની અંદર સમાયેલી હોય છે. બોલવાની કળા અને કામ કરાવવાની સૂઝ નીતિ - નિયમ પ્રમાણે સુનિશ્ચિત કરે છે.તે માત્ર વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકનું જ્ઞાન જ નથી આપતી, પરંતુ તેમને સારા સંસ્કાર, શિસ્ત, જવાબદારી અને જીવનમૂલ્યો પણ શીખવે છે. તે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. ઉષા દરેક વ્યક્તિની નાની નાની આવડત અને  ક્ષમતા ઓળખીને તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. તે પ્રેમ,ધીરજ અને સમર્પણથી શિક્ષણ આપીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. તે બાળકોને સારા નાગરિક બનવાની પ્રેરણા આપે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો રચે છે. જે છેલ્લા 30 વર્ષથી એક જ સંસ્થામાં નિષ્ઠા પૂર્વક કાર્ય કરીને દરેક વ્યક્તિના મનમાં પોતાનું ઘર બનાવી લીધું છે અને કોઈ પણ કાર્યની શરૂઆત કરતા તેમની સલાહ સૂચન લઈને કાર્ય કરવામાં આવે છે તેમજ યોગ્ય અયોગ્ય બાબતોને પણ ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે છે. આવી નિષ્ઠા અને પોતાના કાર્યમાં પરિપૂર્ણતા ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હોય છે. ધન્ય છે એ નારીના ગુણોની જે સંસ્થાની તમામ નાની મોટી વિગતોનું ધ્યાન રાખીને આગળ વધે છે.જેને સંસ્થાને જ પોતાનું ઘર બનાવી લીધું છે.

                                                       લિ 

                                          ડૉ. રચના. વી. જૈન 

                                        એશિયા ઇંગ્લિશ સ્કૂલ