Selfless in Gujarati Short Stories by piyu bhuva books and stories PDF | અહંશૂન્ય

Featured Books
Categories
Share

અહંશૂન્ય

અહંશૂન્ય(અહંકાર ઓગળીને શૂન્ય થઈ જવો)

કોઈપણ દેશમાં ભણતરનું મહત્વ શું હોય છે. તેની ચર્ચા કોલેજના કેમ્પસમાં થઈ રહી હતી. આ કેમ્પસમાં ફ્રેન્ડસનું એક ગ્રુપ હતું. આ ગ્રુપના કુલ 7 મેમ્બર હતા. જેમાં 3 છોકરીઓ અને ચાર છોકરાઓ હતા. બધા પ્રોફેસરના સવાલ પર ચર્ચા કરી રહ્યા હતા. બધા આ ગ્રુપ સાઈલેન્ટલી મસ્તી કરતું હતું. ચર્ચા પૂર્ણ પણ થઈ ગઈ.

પ્રોફેસર જેમનું નામ વર્મા સર હતું. કોલેજ કેમ્પસમાં બધા જ સ્ટુડન્ટસ આ ગ્રુપ થી ડરતા હતા. કેમકે તે વર્મા સર છે જે સૌથી ખતરનાક પ્રોફેસર હતા. ગુસ્સો તો સાથે લઈને ફરતા. તેનાથી ડરતા, પરંતુ આ ગ્રુપ વર્મા સરથી પણ ડરતું નહી. આ ગ્રુપની અલગ વાત એ હતી કે તેઓ હંમેશા પોતાની મસ્તીમાં જ રહેતા ક્યારેય કોઈને હેરાન કરતા નહીં.પણ આ ગ્રુપ ક્યારેય ભણવામાં ધ્યાન આપતું નહી. આ ગ્રુપમાં બધા  એકબીજાથી અલગ હતા.

આ ગ્રુપમાં રોહિત અને રોહન આ બંને જુડવા ભાઈઓ હતા છતા પણ એકબીજાના દુશ્મન હોય એમ હંમેશા ઝગડો કરતા.

આ ઉપરાંત આ ગ્રુપમાં સૌરભ કે જે ખાવાનો શોખીન હતો. તે બીજા ગમે તે કહે પણ તેના પર એનું ક્યારેય ધ્યાન ન હોય તેનું ધ્યાન હંમેશા ખાવા પર જ હોય.

અને સૌથી ખાસ મેમ્બર વિવાન. વિવાન આ ગ્રુપનો મેઈન હતો. કેમકે તેના દ્વારા જ બધા પ્લાન કરવામાં આવતા.

આ ગ્રુપની ગર્લ્સ જેમા સૌથી વધારે શાંત અને ગ્રુપની એક એવી મેમ્બર કે જે ભણવામાં ધ્યાન આપે અને તેને સિરિયસલી લે. તેનુ નામ સિયા.

ગ્રુપની બીજી મેમ્બર છે જે મસ્તી સૌથી વધારે કરે અને કારણ વગર હસ્યા પણ કરે. તેનું નામ રિધિમા.

ગ્રુપની સૌથી છેલ્લી મેમ્બર કે જે સૌથી વધારે ફેશન લવર સુહાના હંમેશા ફેશનમાં જ હોય.

કોલેજનું સૌથી મોટું ગણાય તેવું ફંક્શન હતું આ ફંક્શનમાં બધાને જ ફરજિયાત પાર્ટિસીપેટ કરવાનું હતું. ત્યારે કોલેજના ડાયરેક્ટર શ્રી અખિલ ત્રિવેદી સરે એક અલગ જ રીતની ડાન્સ કોમ્પીટીશનની જાહેરાત કરી. આ ડાન્સ કોમ્પીટીશનમાં બધી જ પ્રકારનું અલગ અલગ બધું જ હતું. જેમાં ડાન્સ સાથે ફેશન, સ્ટડી, કોમ્પીટીશન, મસ્તી બધું જ હોવું ફરજિયાત હતું. એ રીતે ડાન્સ તૈયાર કરવાના હતા અને તે ગ્રુપમાં કરવું ફરજિયાત હતું.તેમાં બધાએ પાર્ટ લીધો. રોહિત અને રોહનના ગ્રુપે યુનિક પરફોર્મન્સ આપ્યું અને તેમનો જ રેન્ક આવ્યો. પણ આ બધું થયું તે સોહિબને ન ગમ્યું, તેણે રોહિત અને રોહનના ગ્રુપને તોડવાની કોશિશ કરી.

સોહિબ એ વર્મા સરને વિવાનની ખોટી કમ્પ્લેન બીજા દ્વારા કરાવી અને તે ત્યાંથી છટકી ગયો. પણ કંઈ ફાયદો થયો નહિ.સોહિબના ગ્રુપના બધા જ મેમ્બર્સને રોહિત અને રોહનના ગ્રુપથી કંઈ જ પ્રોબ્લેમ ન હતો તેથી તેઓ તે ગ્રુપના બધા જ મેમ્બર્સને બોલાવતા. આ વાતથી સોહિબને ખુબ જ ગુસ્સો આવતો. તે તેના ગ્રુપના મેમ્બર્સને રોહિત અને રોહનના ગ્રુપને બોલાવવા દેતો નહીં અને જો એ તેમના ગ્રુપને બોલાવે તો ગુસ્સે થઈ જાય અને બધા જોડે વાત કરવાનું ટાળે.આ બધા જ કારણોથી સોહિબના ગ્રુપ મેમ્બર્સએ રોહિત અને રોહનના ગ્રુપ સાથે વાત કરવાનું ટાળ્યું.

સોહિબનો ગુસ્સો ખૂબ જ જીદ્દી હતો તે તેના ગુસ્સાને કંટ્રોલ પણ ન કરે. કોલેજમાં, ક્લાસમાં કે કેમ્પસમાં કંઈ પણ નાની વાત થઈ હોય તો એ વાતને ખુબ મોટી કરી નાખે એવો તેનો સ્વભાવ હતો. સોહિબને એમ લાગતું કે બધું જ એ જ છે, જે કંઈ પણ થાય તે તેના લીધે જ થાય અને એના વગર કંઈ જ ન થાય.પણ સોહિબ જ્યારે ન હોય ત્યારે (પીઠ પાછળ) ખૂબ જ તેની બુરાઈ થાય.

સોહિબના ગ્રુપની જ એક મેમ્બર કે જેનું નામ હતું ધ્વની. ધ્વની સ્વભાવની શાંત છોકરી હતી. સોહિબ તેના આખા ગ્રુપમાં ધ્વનીની જ વાત સાંભળતો, ક્યારેય પણ ધ્વનીની વાતને ટાળતો નહિ. ધ્વની ખુબ જ સમજુ છોકરી હતી. પણ એ સોહિબને સમજાવી શકતી નહિ.રોહન અને રોહિતનો કોલેજના કેમ્પસમાં ઝઘડો થયો ત્યારે સોહિબ પણ ત્યાં હતો.

રોહન અને રોહિતના ગ્રુપ મેમ્બર્સ રીધીમા, સુહાના બે જ જણા મોજુદ હતા તે આ બંનેને અલગ કરી શક્યા નહિ. તેથી તેઓ કોલેજના બીજા સ્ટુડન્ટ્સને વિવાન, સૌરભ અને સિયાને બોલાવવા મોકલ્યા. સૌરભ, વિવાન અને સિયા કોલેજના ગ્રાઉન્ડમાં મેચ માટે તૈયારી કરી રહ્યા હતા. તેઓને બોલાવવા માટે સોહિબના ગ્રુપનો જ એક મેમ્બર ગયો હતો. સોહિબનો સ્વભાવ ખરાબ હતો પણ તેનું દિલ સાફ હતું, તે કોઈ પણ વાતને સમજવાનો પ્રયત્ન જ ન કરતો.રોહન અને રોહિતનો ઝઘડો વિવાન અને સૌરભ શાંત કરાવે છે. રોહન અને રોહિત બંને ભાઈઓ છે. સોહિબના ગ્રુપની મેમ્બર ધ્વની સમજાવે છે કે કોલેજના કેમ્પસમાં બધા ગ્રુપ વચ્ચે આ રીતે લડાઈ ન કરાય.

ધ્વની ત્યાંથી વઈ જાય છે. પણ સોહિબને એ નથી ગમતું કે ધ્વની રોહિત અને રોહનને સમજાવે. ધ્વની સોહિબના સ્વભાવને ફેરવવા માંગતી હતી અને રોહિત અને રોહનના ગ્રુપ સાથે તેમના બધા જ ગ્રુપ મેમ્બર્સને ભેળવવા માંગતી હતી.ધ્વની એકતરફી રીતથી સોહિબને પસંદ કરતી હતી. એમ ધ્વનીને લાગતું પણ સોહિબ પણ ધ્વનીને પસંદ કરતો, પણ સોહિબને પણ તે એકતરફી જ લાગતું.

કોલેજનું બીજું વર્ષ શરૂ થયું.

સોહિબનો કોમ્પીટીશનને લઈને જે ગુસ્સો હતો એ શાંત પડી ગયો હતો. તેમના પ્રોફેસરે કોલેજ લેક્ચર દરમિયાન બધાને એસાઇનમેન્ટ આપ્યું, એ બધાને ફરજિયાત પૂરું કરવાનું હતું. આ વર્ક રોહિત અને રોહનના ગ્રુપમાં ખાલી સિયાનું કમ્પ્લીટ થયું અને સોહિબના ગ્રુપમાં ધ્વનીનું. બધાને અલગ અલગ ટોપીક પર વર્ક કરવાનું હતું. ધ્વનીના ગ્રુપમાં બેઠેલા મેમ્બર્સને વર્ક ૧ કરવાનું હતું તેઓએ ધ્વનીમાંથી કોપી કરી લીધું પરંતુ બીજાને એ ક્લાસવર્કમાં કંઈ સમજાયું નહીં.

રોહિત અને રોહનના ગ્રુપમાં પણ જેમને વર્ક-૨ હતું તેમણે સિયાના વર્કમાંથી કોપી કરી લીધું. તેમના ગ્રુપમાં પણ બીજા મેમ્બર્સને કંઈ સમજાયું નહિ.સોહિબના ગ્રુપમાં હવે સોહિબ અને તેના બીજા જે ફ્રેન્ડ્સને વર્ક બાકી હતું, અને રોહિત અને રોહનના ગ્રુપમાં વિવાન, સૌરભ અને સુહાનાને વર્ક બાકી હતું. પ્રોફેસરે વર્ક કમ્પ્લીટ (પૂરું) કરવા માટે જે સમય આપ્યો હતો તે સમય હવે પૂરો થવાનો હતો.ધ્વનીને બંને ગ્રુપ વચ્ચે ફ્રેન્ડશીપ કરાવવા માટે મોકો મળી ગયો. ધ્વનીએ સામેથી જ રોહિત અને રોહનના ગ્રુપ મેમ્બર્સને પોતાનું વર્ક-૨ કોપી કરવા આપ્યું, ત્યારે બીજી બાજુ સિયાએ પણ સોહિબ અને તેના ગ્રુપ મેમ્બર્સને વર્ક-૧ કોપી કરવા આપ્યું.બધાએ પોતપોતાનું વર્ક કમ્પ્લીટ કરી સરને સબમીટ કરાવ્યું. સોહિબ ત્યારે તો શાંત હતો પણ પછી તે ધ્વની પર ખુબ ગુસ્સે થયો. ધ્વની પછીથી બીજા દિવસ કોલેજ ન આવી, તેથી સોહિબને લાગ્યું કે ધ્વનીને ગુસ્સો આવ્યો છે એટલે કોલેજ નથી આવી. પરંતુ એવું ન હતું, ધ્વનીની તબિયત ખરાબ હતી તેથી તે કોલેજ આવતી ન હતી.

સોહિબે ધ્વનીને ઘણા કોલ કર્યા પણ ધ્વનીએ કોલ રિસીવ કર્યા નહિ. છેલ્લે સોહિબ તેના ઘરે ગયો ત્યારે તેને ખબર પડી કે ધ્વનીની તબિયત ખરાબ છે. સોહિબ તેની પાસે વાત કરવા માટે ગયો ત્યારે ધ્વનીએ સોહિબને સમજાવ્યો કે કોલેજમાં કઈ રીતે વર્તન કરાય પરંતુ હજી પણ સોહિબ સરખું સમજ્યો ન હતો. થોડું જ સમજ્યો હતો.

બીજા દિવસે સોહિબ કોલેજ ગયો ત્યારે તેના વર્તનમાં થોડો સુધારો હતો. હવે એ બધાને સરખી રીતે બોલાવતો પરંતુ તે હજી પણ રોહિત અને રોહન આ બંને સાથે મળી શકતો ન હતો.રોહિત અને રોહનના બધા ગ્રુપ મેમ્બર્સ અને સોહિબના બધા ગ્રુપ મેમ્બર્સ વચ્ચે ફ્રેન્ડશીપ થઈ ગઈ. હવે સૌરભનો બર્થડે હતો તે દિવસે તેણે બધાને પાર્ટીમાં બોલાવ્યા. બધા જ પાર્ટીમાં આવ્યા અને ત્યાં બધાએ ખૂબ જ મજા કરી.સૌરભ કે જેનો બર્થડે હતો તેને લાગતું હતું કે તેનો બર્થડે છે તો તેની જ બર્થડે પાર્ટીમાં ખાવામાં લાગ્યો હતો. "પાર્ટીના અડધા મેમ્બર્સ એ કેટલું ખાધું હશે તેના કરતાં ડબલ સૌરભ એ ખાધું હશે" આવું વાક્ય વિવાન બોલ્યો. આ સાંભળી સૌ હસવા લાગ્યા.

સૌરભની પાર્ટી દરમિયાન બંને ગ્રુપની ફ્રેન્ડશીપ વધી, પણ વિવાન અને સોહિબ વચ્ચે થોડો ઝઘડો થયો. આ ઝઘડો પાર્ટીમાં પહેરેલા ડ્રેસના લીધે થયો હતો. ધ્વની અને સુહાનાએ ઝઘડો શાંત કરાવ્યો.વિવાનનો સ્વભાવ આમ તો શાંત હતો પણ તેને ક્યારેક ગુસ્સો આવતો. સોહિબ જ્યારે બીજા દિવસે કોલેજ આવ્યો ત્યારે તેણે બધા સાથે વાત કરી પણ ખાલી વિવાન સાથે વાત ન કરી. બધા સાથે રહેતા પણ સોહિબ હંમેશા વિવાનથી રીસાઈને રહેતો. એવામાં કોલેજના કેમ્પસમાં દોડ રેસ કોમ્પીટીશનની જાહેરાત થઈ. આ કોમ્પીટીશનમાં વિવાન અને સોહિબ તથા સોહિબના ગ્રુપના એક મેમ્બરે આમાં પાર્ટિસિપેટ કર્યો હતો. દોડ ૧૫૦૦ મીટરની હતી. ૧૫૦૦ મીટર દોડ પૂરી થઈ ત્યારે સોહિબના પગ એકબીજા શૂઝની દોરીમાં આવતા સોહિબ પડી ગયો અને તેને પગમાં ખૂબ જ વાગ્યું અને તે ઊભો પણ થઈ શકે તેમ ન હતો. સોહિબની મદદ વિવાન કરી શકે તેમ હતો, વિવાને સોહિબ માટે પોતાની રેસ છોડી દીધી.સોહિબને હવે એમ લાગ્યું કે તે વિવાન સાથે ખોટું કરી રહ્યો હતો. વિવાન સાથે હવે સોહિબે દોસ્તી કરી.

વિવાનની ઉદારતાના કારણે બંને ભલે રેસ હારી ગયા, પણ તેમણે આખી કોલેજના દિલ જીતી લીધા. હવે કોલેજનો છેલ્લો અને સૌથી મોટો વાર્ષિક ઉત્સવ (Annual Fest) આવી રહ્યો હતો. વિવાન અને સોહિબના બંને ગ્રુપે નક્કી કર્યું કે તેઓ અલગ-અલગ નહીં, પણ એક થઈને એક મોટું પરફોર્મન્સ આપશે. સોહિબ હવે સંપૂર્ણ બદલાઈ ગયો હતો અને તે વિવાન સાથે ખભેખભા મિલાવીને મહેનત કરવા લાગ્યો. અંતે તેમના ગ્રુપને જ કોલેજની સૌથી મોટી ટ્રોફી મળી અને બધાએ જોયું કે સોહિબ અને વિવાનની દોસ્તીએ આખી કોલેજમાં ધૂમ મચાવી દીધી