User Manual in Gujarati Motivational Stories by Er Gopal Saraiya books and stories PDF | માર્ગદર્શિકા

Featured Books
Categories
Share

માર્ગદર્શિકા

થોડા દિવસ અગાઉ મેં એક ફોલ્ડિંગ ટેબલ ઓનલાઈન ઓર્ડર કરી મંગાવેલું જે ઘરે મળતા જ જાતે ફિટિંગ કરવાનું શરૂ કર્યું પેલા એમ લાગ્યું કે

" આમાં શું ? "

" આતો સાવ સહેલું છે હમણાં ફિટ કરી નાખું..! "

તરત જ ફિટિંગ કરવા ચોંટી પડ્યો અડધો કલાક મહેનત કરીને અડધું પોણું તો ફિટ કરી નાખ્યું પણ પછી આગળના ભાગ ક્યાં અને કેમ ફિટ કરવા કોઈ મેળ ખાતા નહોતો. મોબાઇલમાં તૈયાર ટેબલના ફોટાને બધું જોયું પણ કાઈ હળ હુજે નહીં પછી લાગ્યું કે 

 " આમાં કાંઈક ગડબડ થઈ છે " 

કંપનીમાં ફોન કર્યો તો તેમણે કીધું 

" પાર્સલ સાથે એક ત્રણ પાનાંની બુકલેટ (યૂઝર મેન્યુઅલ) હશે. એમાં લખ્યા અને દર્શાવેલ ચિત્ર મુજબ ફિટ કરશો એટલે તરત થઈ જશે. "

ખોખામાં સરખું જોયું તો તળિયે થર્મોકોલના પૂંઠા વચ્ચે દબાઈ ગયેલી બુકલેટ હતી તેને વાંચી અને એમાં આપેલ ચિત્રો મુજબ કર્યું તો તરત ફિટિંગ સરસ થઈ ગયું.

આ તો ટેબલની વાત થઈ મુખ્ય વાત હવે છે અંત સુધી બન્યા રેજો.

💙💙💙

🎯 હવે મૂળ વાત તરફ 👇
 
1️⃣ દુનિયાની દરેક વસ્તુના વપરાશ માટે માર્ગદર્શિકા (યૂઝર મેન્યુઅલ) બનેલી છે.

2️⃣ દુનિયાના દરેક મશીનને ચલાવવા માટે ખાસ જુદી જુદી ટેકનિકની પધ્ધતિ બનેલી છે અને દરેકને ચલાવવા તાલિમ પામેલ ડ્રાઈવર/ ઓપરેટરની જરૂર પડે છે.(જેમ કે કારખાનાં મશીનો,બાઈક, સ્કૂટી, કાર વગેરે) 

આવી જ રીતે " માનવીના જીવનને કેવી આદર્શ રીતે જીવવું ? " તેના માટેની પણ માર્ગદર્શિકા બનેલી છે જેમાં માર્ગદર્શનના તમામ શબ્દો ભગવાને પોતે કહેલા છે."

આટલું વાંચીને તમને થતું હશે કે : 

" હવે ધાર્મિકતા અને ભક્તિ તરફ દોરી જાય છે. "

પણ, ખરેખર તમે વિચારો છો એવું કાંઈ નથી. 
એટલે અંત સુધી વાંચતા રહેજો.

🏵️🏵️🏵️

🧿 થોડાક ઉદાહરણ જોઈએ.

(૧) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (1931–2015)

     જેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ, પ્રખ્યાત વૈજ્ઞાનિક અને “મિસાઇલ મેન ઓફ ઈન્ડિયા” તરીકે જાણીએ છીએ. જેઓ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા કારણ...? તેમણે અનેક જગ્યાએ જણાવ્યું છે કે :

" શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમને કર્તવ્ય, નિષ્ઠા અને નિષ્કામ કર્મ માટે પ્રેરણા આપતી હતી અને તેમને ખાસ કરીને કર્મયોગનો સંદેશ મહત્વનો લાગતો હતો "

(૨) હેનરી ડેવિડ થોરો (1817–1862)

અમેરિકન દાર્શનિક, લેખક અને Walden ના સર્જક.
થોરોએ લખ્યું હતું:

“દરરોજ સવારે હું મારી બુદ્ધિને ભગવદ્ ગીતાના અદ્ભુત દર્શનમાં સ્નાન કરાવું છું.”

(૩) જે. રોબર્ટ ઓપેનહાઇમર (1904–1967)

અમેરિકન વૈજ્ઞાનિક અને દુનિયાના શક્તિશાળી 
"પરમાણુ બોમ્બના પિતા" તરીકે ઓળખાય છે.

" તેમણે સંસ્કૃત શીખીને ભગવદ્ ગીતા મૂળ ભાષામાં વાંચી હતી. "

પેલીવારના પરમાણુ પરીક્ષણ પછી તરત તેમણે ગીતાનો પ્રસિદ્ધ શ્લોક યાદ કર્યો હતો :

“કાલોઽસ્મિ લોકક્ષયકૃત્…” (અધ્યાય 11, શ્લોક 32)

આ શ્લોક વિશ્વરૂપ દર્શન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે.

(૪) આ સિવાય આપણા દેશના મહાન વ્યકિતઓ 👏

સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, લોકમાન્ય તિલક, ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણન વગેરે જેવા અનેક ખ્યાતનામ મહાન આદર્શ વ્યક્તિઓ પણ નિયમિત અભ્યાસ કરતા હતા.

🍁🍁🍁

ખરેખર શ્રીમદ્ ભગવદ્ ગીતાને ફકત એક ધાર્મિકગ્રંથ અને ભક્તિભાવ તરીકે ન ગણતા

 " મનુષ્ય જીવનની માર્ગદર્શિકા "

તરીકે અભ્યાસ કરીએ તો આપણા જીવના તમામ રોજિંદા સવાલોના જવાબ તેમાંથી મળી રહે અને પહેલા કરતા વધારે સ્પષ્ટ વિચારો અને સુખ શાંતિ સાથે જીવન જીવી શકીએ છીએ.

🎯👉અંતિમ અને મુખ્ય વાત :- 

🗣️મને લાગે છે કે :- 
" જેવી રીતે મને ટેબલની માર્ગદર્શિકા ના મળી ત્યાં સુધીની કલાક આડેધડ ફિટિંગ કરી નિરર્થક સમય વેડફ્યો તેમ આપણે પણ આપણા મનુષ્ય જીવનમાં જ્યાં સુધી " મનુષ્ય જીવનની માર્ગદર્શિકા " એટલે કે "શ્રીમદ્ ભગવદ્ ગીતા" ને સમજશું નહીં ત્યાં સુધીનો સમય નિરર્થક વેડફાય જાય છે અને આ અભ્યાસને કોઈ પણ ઉંમરે શરૂ કરવાથી આપણા જીવનમાં ઘણા ફેરફારો અને પ્રભાવો દેખાશે " 

હું આજે આટલું લખી શક્યો છું તેનું કારણ પણ 
" આ માર્ગદર્શિકાના દરિયા માંથી કરેલા નાનકડા ટીપા જેટલો અભ્યાસ જ છે " 

અહીં સુધી વાંચ્યું તે બદલ આપનો આભાર 🙏 🙏 🙏 

👉મારી ટેબલના ઉદાહરણ સાથે સમજાવવાની રીત કેવી લાગી ? જરા કોમેન્ટ 👇માં જણાવશો. !

" જય દ્વારકાધીશ " 💙🪈🦚🙏

                                                ✍️ ગોપાલ સરૈયા