The subtle distinction between hobby and passion in Gujarati Human Science by Er Gopal Saraiya books and stories PDF | પાતળો ભેદ શોખ અને જુસ્સો

Featured Books
  • Love Life - 3

    म्याओ नीचे गिरने वाले होती है तभी जेन उसे पकड़ लेती है। थोड़...

  • नामुमकिन इश्क - एपिसोड 13

    एपिसोड 13करीब एक घंटे का सफ़र तय करने के बाद बस आखिरकार लखनऊ...

  • अंधेरे में कोई है

    अंधेरे में कोई है     लेखक: विजय शर्मा एरी (Vijay Sharma Err...

  • भीड़ में अकेली - 3

    अध्याय–3 : चैट की आदत     कहते हैं कि मनुष्य किसी भी आदत का...

  • Her Silent Secret - 6

    सुनसान हाईवे – रातकुछ देर पहले तक जो लड़की टूटकर रो रही थी…अ...

Categories
Share

પાતળો ભેદ શોખ અને જુસ્સો

     પહેલા આપણે શોખ અને જુસ્સો (પેશન્સ) વચ્ચે આપણને સામાન્ય પારદર્શક દેખાતો તફાવત સમજીએ.🍁

     કોઈપણ વસ્તુ કે પ્રવૃતિ કરવાની મજા આવતી હોય તે શોખ છે જેમાં પરફેક્શન જેવું કાંઈ હોતું નથી હરીફાઈ જેવું પણ હોતી નથી. બસ એ કરવાથી પોતાની જાતને ખુશી મહેસુસ થાય તે શોખ છે. જરૂરી નથી કે તમારા શોખથી અન્ય લોકો ખુશ થાય જ. ઘણીવાર તમારો શોખ અન્ય (ખાસ કરીને માબાપ) માટે ચિંતાનું કારણ હોઈ શકે.🌼

     જ્યારે કોઈ પ્રવૃતિ કરવામાં તમને ખૂબ જ રસ હોય, પ્રવૃતિ કરતે સમય આજુબાજુની દુનિયામાં શું ચાલે છે તે ભૂલીને ખૂબ ઊંડા ડૂબી જતા હોવ, સમયનું પણ ભાન ન રહેતું હોય, તમારી આજુબાજુના અવાજો પણ તમારા માટે બંધ થઈ જતા હોય અને  દુનિયાના બધા જ સુખ-દુઃખ, ટેન્શન બધું જ જાણે પોટલું વાળી કબાટમાં મૂકીને તાળું મારી ભૂલી ગયાં હોય, એક એવી ક્રિયા કે જેને લાંબો સમય સુધી કરતા-કરતા પણ થાક નથી અનુભવતા નિયમિત રીતે કરી શકો તેટલી હદે સક્ષમ છો તો તેવી પ્રવૃતિ/ક્રિયા એ તમારો જુસ્સો છે.🍁

     સામાન્ય રીતે કોઈ શોખ ખાતર કરેલું કાર્ય ઘણીવાર પેશન્સમાં રૂપાંતરિત થઈ જતું હોય છે.પણ મારી દૃષ્ટિએ કોઈનું પેશન્સ તેનો શોખ જ હોય તે જરુરી નથી.✳️

       મારી દૃષ્ટિએ પેશન્સ એટલે એવું કાર્ય કે

" કયારેક તમને કામ કરવાનું મૂડ ન હોવા છતાં પણ મન મારીને કરી શકતા હોવ અને અંતે પાછા ખુશ જ હોવ ! " 

    ખાસ કરીને મોટાભાગના કિસ્સાઓમાં લોકો પોતાના જીવનમાં શોખને જુસ્સો સમજી બેસીને તેમાં કરિયર બનાવવા પ્રયત્ન કરતા હોય છે પરંતું મોટાભાગના કિસ્સામાં તેમાં નિષ્ફળતા જ મળે છે 🍁

     દા.ત.

" એક ૧૪ વર્ષના કિશોર છોકરાને ક્રિકેટ રમવાનું ખૂબ પસંદ હતું એટલે તેના પપ્પાએ કોચિંગ શરૂ કરાવ્યું બાળક રોજ રમવા જાય ખૂબ ખુશ રહે હળવે હળવે મોંઘા બેટ,સૂઝ,કપડાં વગેરે ખરીદવાનું શરૂ થયું.પણ, રમવામાં પ્રદર્શન સામાન્ય હતું. બાળકને મેથ્સ અને સાયન્સ પ્રિય સબજેક્ટ અને બાળક ૧૫ વર્ષનો થયો ૧૦મુ ધોરણ સારા માર્કસ સાથે પાસ થયો. પછી બાળકે તેના પપ્પાને સમજાવી નક્કી કર્યું કે આપણે મોટા ક્રિકેટર બનવું છે ઇન્ડિયન ટીમમાં જવું છે. એટલે ભાઈને  ધોરણ ૧૧માં સામાન્ય પ્રવાહ લીધો. ક્રિકેટમાં તેના ગ્રુપના મિત્રોની એક અલગ ટોળકી ભેગી થઈ ગયેલ બધાએ સંપ કરી ઘરે જિદ્દ કરીને સામાન્ય પ્રવાહ લઈ લીધો. પછી બધા ભણવામાં ધ્યાન ઓછું અને ક્રિકેટના બહાને રખડવામાં ચડી ગયા, વ્યસની બની ગયા, ધોરણ ૧૨ માંડ પાસ થયા. રહી વાત ક્રિકેટની તો ટોળકી પૈકીના એકેય લોકલ મેચમાં પણ સિલેક્ટ ના થયા. કેમ કે એકેય નું રમતમાં પ્રદર્શન જ એવું નહોતું કે આગળ વધે. આમ, પેલી કહેવત મુજબ "બાવાના બેય બગડ્યા" ના આગળ સરખું ભણી શક્યા કે ના ક્રિકેટર બન્યા અને કરિયરમાં અંતે કોઈ ધ્યેય જ ન રહ્યો. એટલે બાપાના ચાલુ કામ ધંધામાં મજા આવે કે ના આવે પરાણે કામે લાગી ગયા."

      ઉપરોક્ત કિસ્સામાં મુજબ શોખને જુસ્સો સમજવાની ભૂલના લીધે હવે જિંદગીભર ન રહ્યો શોખ કે ન રહ્યો જુસ્સો.🍁

        ✳️ એટલે જ્યારે કોઈ કામને આપણે આપણી પેશન્સ તરીકે જોતા હોઈએ એ પહેલા આટલા સવાલ નિરાતે પોતાની જાતને પૂછવા 

" શું હું જે કામ કરવા જઈ રહ્યો છું તે હું લાઇફ ટાઇમ કરી શકીશ ? "

" શું આ કામ કરવાથી મને ખુશી મળશે ? "

" શું આ કામ મને આત્મસંતોષ આપશે ? " 

" શું આ કામ કરવાથી મારું કરિયર લાઈફ લોંગ સેટલ રહી શકશે ? " 

" શું આ કામ મારું અને મારા પરિવારનું ગુજરાન ચલાવી શકશે ? "

" શું આ કામ કરવાથી મારી અને પરિવારની નાની ખુશીઓ પૂરી કરી શકશે ? "

      આટલા સવાલોનું નિરાતે મનોમંથન કર્યા પછી પેશન્સને ફોલો કરવાનું વિચારવું જોઈએ જેથી જીવન સારી રીતે પસાર થાય શકે.✳️

        🎯ઘણીવાર મનુષ્ય જીવનમાં પેશન્સને સમજતા ઘણા વર્ષો વીતી જતા હોય છે. ઘણાને યુવાની માં મળી જાય તો ઘણાને જિંદગીના અંતિમ પડાવ માં અને ઘણાતો આવતા જન્મે પણ પેશન્સ સમજી શકતા નથી.

       🧿કોઈ કાર્ય કરવા જતા પહેલા અંદરના અવાજને સાંભળો જો કાર્યની શરૂઆત પહેલા જ અંદર થી " ના !" જવાબ છે તો તેમાં આગળ વધવાનો મતલબ નિષ્ફળતામાં પરિણમે છે.

       🙇પોતાના પેશનને જાણવા સમજવાનો સૌથી સરળ રસ્તો પોતાની જાત સાથે સતત વાર્તાલાપ, મનોમંથન, ધ્યાન કરીને મળતો આત્મવિશ્વાસ જ સફળતા તરફ દોરી જાય છે.🕉️🧘

          🚶🚴પોતાની જાત સાથે મજબૂત કનેક્ટ થવા માટે રોજની કસરત,ચાલવું,ધ્યાન વગેરે કરવું ખૂબ જરૂરી છે. રેગ્યુલર ધ્યાન, કસરત, વોકિંગથી મગજમાં ઘણા સારા અને નવા સકારાત્મક વિચારો આવવાનું શરૂ રહે છે.🏋️

          શારીરિક એક્ટિવીટી કરવાથી રોજિંદી લાઇફ વધુ સ્પષ્ટ વિચારો સાથે જીવી શકીએ છીએ.

🌼નિષ્કર્ષ 🔚

1️⃣ ઉતાવળે શોખને જુસ્સો સમજવાની ભૂલ ન કરવી.

2️⃣ જુસ્સો ફોલો કરતા પહેલા યોગ્ય મનોમંથન કરવું.

3️⃣ રેગ્યુલર શારીરિક શ્રમ (કસરત, વોકિંગ) અને ધ્યાન              કરવું.

4️⃣  સ્પષ્ટ વિચારસરણી સાથે જ જીવન જીવવું.


નોંધ:- 👉લેખન પ્રવૃતિમાં હું નવો છું ભૂલચૂક માફ કરજો અને તમારા પ્રતિભાવો મને કમેન્ટમાં ખાસ જણાવજો જે મારા જુસ્સામાં વધારો કરશે...આભાર🙏🙏🙏


✍️ ગોપાલ સરૈયા