College campus bhag-145 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 145

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 145

એક હાથે તેણે કવિશાને બરડામાંથી ઉંચકી લીધી અને બીજો હાથ તેના જાંઘ નીચે ભરાવીને તેને ઉંચકી લીધી...કવિશા પોતાના બંને પગ જોરથી હલાવવા લાગી અને બૂમો પાડવા લાગી કે, "પ્લીઝ ઋષિ મને નીચે ઉતાર તું આ શું કરે છે કોઈ જોશે તો.. કેવું ખરાબ લાગશે..!""પહેલા તું એમ કહી દે કે તું પ્રેક્ટિસ માટે આવે છે કે નહીં..?" કવિશાનો કોમળ સ્પર્શ અને વિનંતીભર્યો મીઠો અવાજ ઋષિલને તો તેને ઉંચકી રાખવાની મજા પડી ગઈ હતી..કવિશા આજીજીભર્યા શબ્દોમાં હા પાડી રહી હતી.. અને ત્યારબાદ ચારેય સાથે પરફોર્મન્સ હોલમાં પ્રવેશ્યા....હવે ફાઈનલ રિહર્સલ ચાલુ થઈ ગયું હતું...બીજે દિવસે સાંજે 6 વાગ્યે...આખો હોલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અને પ્રોફેસરોથી ખીચોખીચ ભરેલો હતો..‌.કેટલાકના વાલી પોતાના દીકરા અથવા દીકરીનું પર્ફોર્મન્સ જોવા માટે આવ્યા હતા તો કેટલાકના કોઈ કારણસર નહોતા પણ આવી શક્યા..પરંતુ છતાં આખો હોલ ઉમંગભેર મસ્તીથી જાણે ઉભરાઈ રહ્યો હતો અને યૌવનથી જાણે છલકાઈ રહ્યો હતો..ચારે તરફ યુવાની અને મસ્તીનો માહોલ છવાયેલો હતો..રંગબેરંગી લાઈટો દરેકના મનને લોભાવી રહી હતી...હવે ક્યારે પ્રોગ્રામ શરૂ થાય તેની જ રાહ જોવાઈ રહી હતી...એટલામાં જ પ્રોગ્રામનું એનાઉન્સમેન્ટ કરવા માટે એક સુંદર કોલેજીયન કપલ પોતાના હાથમાં માઈક લઈને દરેકને વેલકમ કરતું સ્ટેજ ઉપર દોડી આવ્યું અને દીપ પ્રાગટ્ય માટે કોલેજના પ્રીન્સીપાલ શ્રી જીતેન્દ્રભાઈ શાહને તેમજ ટ્રસ્ટી ગણને આવકારવા લાગ્યું...પ્રીન્સીપાલ શ્રી જીતેન્દ્રભાઈએ તેમજ કોલેજના ટ્રસ્ટી ગણે સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું અને આખા હોલે તાળીઓના ગડગડાટથી પ્રોગ્રામની શરૂઆતને જાણે આવકાર આપ્યો... ફર્સ્ટ ઈયર બી કોમની સ્ટુડન્ટ ખ્યાતિ મહેતાએ શાસ્ત્રીય નૃત્ય સંગીત સાથે સુંદર સ્વાગત ગીત રજૂ કરીને સૌનું મન મોહી લીધું...અને ત્યારબાદ એક દિલધડક ડાન્સ પર્ફોર્મન્સ માટે..ઋષિલ સાથે કવિશાનીખીલ સાથે હેત્વી મયંક સાથે મેઘનામિહિર સાથે અનુશ્રી દેવાંશ સાથે પ્રાપ્તિ આર્યન સાથે માહીસ્ટેજ ઉપર આવી પહોંચ્યા...કવિશા અને ઋષિલની જોડી આગળ અને બીજી બધી જોડીઓ તે પછી એમ વન બાય વન એક એક જોડીની એન્ટ્રી થઈ અને તાળીઓનો ગડગડાટ અને સીટી, સીસકારા સાથે એક સુંદર ડાન્સ પર્ફોર્મન્સ ચાલુ થઈ ગયું...ઋષિલે એક પછી એક અઘરામાં અઘરા સ્ટેપ આ ડાન્સમાં રખાવ્યા હતા અને ખૂબ જ ધ્યાનપૂર્વક જોડે રહીને પોતે આ ડાન્સની પ્રેક્ટિસ પણ કરાવી હતી.સાત મિનિટના આ ડાન્સે પ્રેક્ષકોના દિલ જીતી લીધાં અને પ્રેક્ષકોએ તેને માટે વન્સ મોર પણ માંગ્યું..‌એક નો એક ડાન્સ ફરીથી પર્ફોર્મ કરવો પડ્યો અને ત્યારે જઈને પ્રેક્ષકોને સંતોષ થયો..ત્યારબાદ એક પછી એક પ્રોગ્રામે સૌને પકડેલા રાખ્યા અને નાટક "હાથના કર્યા હૈયે વાગ્યા" જેમાં ખોટું કાર્ય કરવાનું ફળ પણ ખોટું જ મળે છે તે સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું હતું...ત્યારબાદ કેટવોક રજૂ કરવામાં આવ્યું જેમાં કોલેજની ઘણીબધી વિધ્યાર્થીનીઓએ પોતાની આગવી અદામાં ભાગ લીધો હતો અને અલગ અલગ પહેરવેશ પહેરીને સુંદર કેટવોક રજૂ કર્યું હતું...અને ત્યારબાદ ગુજરાતી ગરબાને કઈ રીતે ભૂલી શકાય..?? તો છેલ્લે ગુજરાતી ગરબાને રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પણ કવિશા અને ઋષિલની જોડીએ રંગ જમાવ્યો હતો...પરંતુ ખૂબ જ ફાસ્ટ સ્ટેપને કારણે ગોળ ગોળ ઘૂમતાં ઘૂમતાં છેલ્લે કવિશાને ચક્કર આવી ગયા અને તે ઢળી પડી હતી જેને ઋષિલે કોઈને ખબર ન પડે તે રીતે પોતાના હાથમાં ઝીલી લીધી હતી અને તાળીઓના ગડગડાટ સાથે પડદો પડી ગયો હતો...પ્રાપ્તિ તુરંત દોડીને કવિશા માટે પાણી લઈ આવી હતી ઋષિલે તેના મોં ઉપર પાણી છાંટીને તેને ભાનમાં લાવી દીધી હતી... તેના કહેવા પ્રમાણે ગોળ ગોળ ફરવાને કારણે તેને ચક્કર આવી ગયા હતા.છેલ્લે બધું જ પૂરું થતાં ઋષિલે તેને આમ અચાનક ચક્કર આવવા તે વીકનેસ ગણાય એમ કહીને ડોક્ટરની‌ સલાહ લેવા સૂચવ્યું હતું અને તે તેને ઘરે મૂકી જાય તેમ પણ પૂછ્યું હતું પરંતુ કવિશાનો આ દિલધડક પ્રોગ્રામ જોવા માટે તેના પેરેન્ટસ તેમજ પરી પણ હોલમાં હાજર હતા...છેલ્લે ઘરે જતાં જતાં જેમની સાથે કવિશાએ ઋષિલની ઓળખાણ પણ કરાવી હતી અને તે એક બેસ્ટ ડાન્સર છે અને પોતે ડાન્સ ક્લાસ પણ ચલાવે છે તેમજ એક સારો કોરિયોગ્રાફર પણ છે તેમ જણાવ્યું હતું.*************પરીને ડોક્ટર નિકેત સાથે વધારે બેસવું યોગ્ય ન લાગતાં તે ઉભી થઈ અને જવા માટે તૈયાર થઈ...પરંતુ ડોક્ટર નિકેતે તેને રોકી લીધી અને તે બોલ્યા, "મિસ પરી, થોડી વાર માટે બેસી જશો પ્લીઝ.. મારે તમારી સાથે બીજી પણ થોડી અંગત વાત કરવાની છે...""જી, સ્યોર સર" અને પરી ડોક્ટર નિકેતને બીજી કઈ વાત કરવી હશે તે વિચાર સાથે પોતે જે ચેર ઉપરથી ઉભી થઈ હતી તે ચેર ઉપર પાછી ગોઠવાઈ ગઈ...ડોક્ટર નિકેત થોડા નર્વસ દેખાતા હતા.. તેમણે માનભેર નજરે પરીની સામે જોયું અને લાગણીભર્યા શબ્દોથી તે પરીને કહેવા લાગ્યા કે, "મિસ પરી તમે ભલે મારા લાઈફ પાર્ટનર ન બનો પરંતુ જીવનમાં એક વાત યાદ રાખજો કે ગમે ત્યારે તમારે આ નાચીઝની જરૂર પડે ત્યારે તેને યાદ જરૂરથી કરજો તમારી સેવા કરવાનો મોકો મને ચોક્કસ આપજો તો આ નાચીઝ પોતાને ખુશનસીબ સમજશે..."પરી પણ પોતાની જાતને થોડી નર્વસ મહેસૂસ કરવા લાગી...તેની નજર સામે તેની માધુરી મોમ આવી ગઈ અને ડોક્ટર નિકેતે તેમની જે પોતાની વ્યક્તિ સમજીને સેવા કરી હતી તે વાત પણ તેને યાદ આવી ગઈ...ડોક્ટર નિકેતના શબ્દો રહી રહીને પરીને દિલમાં લાગી આવ્યા...તેની આંખમાં પાણી આવી ગયું...તે પોતાની આંખો લૂછવા લાગી...ડોક્ટર નિકેતથી પરીની સામે જોઈ શકાયું નહિ...તે પોતાની સીટ ઉપરથી ઉભા થઈ ગયા અને બારીની બહાર જોવા લાગ્યા...એટલામાં તેમને પરીનું ડૂસકું સંભળાયું..તે પરીની નજીક આવ્યા અને તેને માથે હાથ મૂકીને બોલ્યા કે, "બસ પરી શાંત થઈ જા મારાથી તને આ રીતે રડતી 😭 નહીં જોઈ શકાય.."પરી બોલવાની કોશિશ કરવા લાગી, "સર, મારી મોમ ક્યારે બોલી શકશે.‌.?""બસ, પરી હવે આપણે તે પરિણામની ખૂબ નજીક જ છીએ.. આટલી રાહ જોઈ છે થોડી વધારે.. અને તું એ વાતની ચિંતા ન કરીશ.. તારા કરતાં મને તે વાતની વધુ ફીકર છે.."અને પરીને માથે પંપાળતા પંપાળતા તેમણે પરીના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો અને તેને ખાતરી આપી કે મોમ ખૂબ જલ્દીથી નોર્મલ થઈ જશે તેવો જ પ્રયત્ન હું કરી રહ્યો છું... તું એ બધું મારી ઉપર છોડી દે...અને પરી પોતાના ઘરે જવા માટે ડોક્ટર નિકેત પાસેથી રજા માંગી રહી હતી અને એટલામાં હોસ્પિટલની રિસેપ્શનીસ્ટે ડોક્ટર નિકેતની કેબિનનો દરવાજો ખટખટાવ્યો,  ડોક્ટર નિકેતે તેને અંદર આવવા કહ્યું...રિસેપ્શનીસ્ટ મિસ રોઝી પરીને કહેવા લાગી કે, "તમને મિસ્ટર સમીર બહાર બોલાવે છે.."સમીરનું નામ સાંભળતા જ પરી ચોંકી ઉઠી અને તે પોતાની સીટ ઉપરથી સફાળી ઉભી થઈ ગઈ અને તે કેબિનની બહાર નીકળવા જતી હતી ત્યાં ડોક્ટર નિકેત બોલ્યા કે, "ઓહો, મિસ્ટર સમીર આવ્યા છે..? તેમને અંદર કેબિનમાં મોકલો..."વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ     10/8/26